Sarita Parekh - 2 in Gujarati Love Stories by ર્ડો. યશ પટેલ books and stories PDF | સરિતા પારેખ - ભાગ 2

Featured Books
Categories
Share

સરિતા પારેખ - ભાગ 2

"યોર ઓડર્ર , ગઈ કાલે મે મિસ સરિતા વિરુદ્ધ તમામ સબૂત કોર્ટ સમક્ષ રજુ કર્યા છે....
યોર ઓડર્ર... ખૂન કરવાનું કારણ મારાં અનુમાન પ્રમાણે..... ર્ડો. મનોહરલાલ એ મિસ સરિતા સાથે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો હશે, અને આવેગ માં આવી મિસ સરિતા એ ર્ડો. મનોહરલાલ નું ખૂન કર્યું હશે....
યોર ઓડર્ર... મારી માનવતા ના ધોરણે મારી પુરે પુરી સંવેદના ઓ મિસ સરિતા જોડે છે.... પરંતુ યોર ઓડર્ર કાનૂન પોતાના હાથ માં લેવો તે ઉચિત નથી...."

"તમામ સાબૂતો મિસ સરિતા ને દોષિ થેરવે છે.... તેથી મિસ સરિતા ને જન્મટીપ ની સજા કરવા માં આવે છે"

"સોરી, મિસ સરિતા હું તમારા માટે કઈ કરી શક્યો નહિ "
"મિસ્ટર પટેલ, તમે પેલાજ મને કહ્યું હતું કે, આ કેસ ગંભીર છે અને સબુતો મારી વિરુદ્ધ છે.... તમે પ્રયત્ન કર્યો તે બદલ હું તમારી આભારી છું.... આટલું બોલતા બોલતા મિસ સરિતા ની આખો માંથી આસું આવી ગયા...."

"મિસ્ટર પટેલ... તમે મને મારી કેબીન માં આવીને મળો "
"યસ માય લોટ "
"મિસ્ટર પટેલ, તમે અરજી આપી હતી કે... મિસ સરિતા ને થોડોક સમય પોતાના ઘરે જવા દેવામાં આવે તે મેં મંજુર કરી છે... "
"આભાર આપનો યોર ઓડર્ર "

મિસ સરિતા ને પોલીસ પોલીસવાન માં બેસાડી તેના ઘરે લાવે છે....

મિસ સરિતા પોતાની માસી ને ત્યાં રહેતી હતી, પોતાના માં બાપ ગુમાવ્યા પછી, તેના માસી એજ સાર સંભાળ લીધી હતી...




"હું જયારે 7 વર્ષ ની હતી ત્યારે મારાં મમ્મી પપ્પા એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા, તે દિવસે હું ખુબ જ રડી હતી..... ત્યાર પછી મારી માસી એજ મારી સાર સંભાળ રાખતા હતા.....
માસી ના ઘરે કામ કરતા.... રમણ દાદા.... પોતાની દીકરી ને જેમ સાચવી... ક્યારેય મમ્મી પપ્પા ની કમી ખલવા નથી દીધી.... માસા નો વ્યવસાય સારો ચાલતો હતો... તેથી કોઈ જાતની અગવડ ક્યારેય પડવા દીધી ન હતી... પરંતુ ગયા વર્ષે માસા નું હૃદય રોગ ના હુમલાથી મૃત્યુ તથા.... જાણે ફરી એક વાર અનાથ થઈ ગઈ હોય તેવો અનુભવ થયેલો.... ત્યારે માસી એ જ સાંભળી હતી.....
માસી ને ત્યાં કામ કરતો માળી.... રંગો... શરીરે જોવો તો ભરાવદાર.... માથે ફાટો બાંધી ફરે..... રંગો મને દીદી કહી બોલાવતો.... તેણે મારાં જીવન માં એક ભાઈ ની કમી પણ પુરી કરી દીધી હતી....
રમણ દાદા માસી ના ઘરે વર્ષો થી કામ કરતા.... હું 7 વર્ષે આવી ત્યારની મારી સાર સંભાળ રાખતા.... રોજ મારી પાસે તુલસી ની પૂજા કરાવતા... નાની હતી ત્યારે ખભે બેસાડી ખેતરે લઈ જાતા.....મારાં જીવન માં કદાચ ક્યારેય મને એમણે મમ્મી પપ્પા ની યાદ આવવા દીધી ન હતી.... પોતાના પગાર માંથી મારે માટે ફ્રોક, ચોકલેટ લાવતા....
રમણ દાદા ને ઘોટણ નો વા હતો.... હું ક્યારેક તેમના પગે માલીસ કરી આપતી હતી.... એમની આનાકાની છતાં.... ત્યારે તેઓ કહેતા... દીકરા તુંતો આ ઘરની માલકીન કહેવાય... તારાથી આ બધું ના થાય... એ વિરોધ કરતા પણ મારાં સ્નેહ આગળ છેવટે ઝુકી જાતા.... અને એમની આખમાં આસું આવી જતા.....
જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મારાં યૌવન નું સૌદર્ય પણ ખીલતું ગયું...... ઘણી વખત માસી કહેતા કે દીકરા તુંતો જાણે સ્વર્ગ માંથી અપ્સરા ઉતરી હોય તેવી લાગે છે.... એટલું કહી... એક કાળો ટીકો કાન પાછળ કરી દેતા.... કોઈની નજર ના લાગે....
ધીરે ધીરે મેં બારમું ધોરણ પાસ કર્યું.... માસી એ માસા નો વ્યવસાય એક માણસ રાખી સંભળતા હતા.... જેથી ઘરની પરિસ્થિતિ માસા ના ગયા પછી પણ સારી હતી....
માસી મને આગળ ભણાવવા ઇચ્છતા હતા એટલે મેં નર્સિંગ કોલેજ માં એડમિશન લીધું...હતું....
મને યાદ છે જયારે હું પહેલા જ દિવસે કોલેજ એ ગઈ હતી ત્યારે જાણો આખી કોલેજ મારાં તરફ જ જોઈ રહી હોય તેવું લાગતું.... મારાં રૂપ થી પ્રભાવિત થોડાક દિવસો માં તો કેટલાક છોકરાઓ એ પ્રપોઝ પણ કરી દીધું હતું.....
ધીરે ધીરે કોલજ માં ફ્રેન્ડ બનતા ગયા.... એમાનો હતો એક વિશાલ....નિખાલસતા તો જાણે એની જીબ પર બેઠી હોય તેવું લાગતું..... ઘણી વાર મને કોલેજ ના કામ માં મદદ કરતો... પણ ક્યારેય મને ખરાબ નજરથી નહતો નિહાળતો.... હા એ ક્યારેક માં રૂપ ના ભારોભાર વખાણ કરતો.... બધું મોઢે જ કહી દેતો....ધીરે ધીરે અમે પાકા મિત્રો બની ગયા....... "

***----**---*(ક્રમશ :)***----***---**