ભાગ 1
"યોર ઓડર્ર, કઠગારામાં ઉભેલી આં સ્ત્રી, આમ તો પોતાના યૌવન ની સુંદરતા થી કેટલાય નવાયુવાનો ના હૃદય ઘાયલ કર્યા હશે, પણ યોર ઓર્ડર અત્યારે એક ગુનેગાર ના રૂપ માં આપણી વચ્ચે ઉભી છે "
"આઈ ઓબ્જેક્ટ યોર ઓર્ડર, હું મિસ્ટર શાસ્ત્રી ને એટલું કહીશ કે તે મારી મુઅક્કિલ ના રૂપ ના વખાણ બંધ કરી, આં કેસ ને મૂળ રીતે પ્રસ્તુત કરે "
"સોરી માય લોટ, એના રૂપ થી અંજાય ના જવાય અને અને અત્યારે એ ગુનેગાર ના રૂપ માં હાજર છે એટલે એની આં ચહેરા પર ની ભોળપણ તા પર નજર ના રાખવામાં આવે...."
"મિસ્ટર શાસ્ત્રી, તમે કેસ ને ચાલુ કરો, અને હા એ ગુનેગાર છે કે નહિ એ મારે નક્કી કરવાનું છે, આં અદાલત રૂપ જોઈને ચુકાદો નથી આપતી... તમે બીજી આડીઅવળી વાતો બંધ કરી આ તમારો પક્ષ રાખો "
"સોરી યોર ઓર્ડર, તો આ સ્ત્રી એ કે જેનું નામ સરિતા છે, તે એક નર્સ છે... તેણે ર્ડો. મનોહર ઝરીવાલા નું બેરહમિથી ખૂન કર્યું છે.... યોર ઓર્ડર આમ તો મારે વધારે સમય નહિ લાગે આ કેસ ને ખુલ્લો પડતા ......
તો યોર ઓર્ડર મિસ સરિતા એ ખૂન કયાં કારણોસર કર્યું અને કઈ રીતે કર્યું તેની માહિતી આપું છું....
યોર ઓડર્ર ર્ડો. મનોહરલાલ એક ખ્યાતનામ સર્જન હતા, તેમની જ હોસ્પિટલ માં લગભગ 1 વર્ષ પહેલા મિસ સરિતા એ નર્સ ની ડ્યુટી જોઈન કરી હતી,
હોસ્પિટલ ના સ્ટાફ તરફથી જાણવા મળ્યું છે કે ર્ડો. મનોહરલાલ જે સમય એ થી મિસ સરિતા એ ડ્યૂટી જોઈન કરી ત્યાંથી જ તેમનું ઘ્યાન મિસ સરિતાના સુંદર યૌવન પર રહેતું હતું....
ર્ડો. મનોહરલાલ ઘણી વખત મિસ સરિતા ના અંગો ને અડકતા હતા....
પરંતુ યોર ઓડર્ર મિસ સરિતા પૈસા ની તંગી ના યા બીજા કોઈ કારણો સર બોલી શક્યા ના હોય.... આ માહિતી હોસ્પિટલ ના સ્ટાફ તરફથી આપવામાં આવેલ છે....
યોર ઓર્ડર તા 3/5 ના રોજ રાત્રે 10 થી સવારે છ વાગ્યાં સુધી મિસ સરિતા ની ડ્યૂટી હતી, રજીસ્ટર માં તેમની સિગ્નેચર પણ છે,
ર્ડો. મનોહરલાલ 10:30 ની આસપાસ એક સર્જીકલ પ્રોસિજર પુરી કરી અને તેમની કેબીન માં ગયા,5 મિનિટ પછી મિસ સરિતા પણ તેમના કેબીન માં ગયા હતા, તે જ સમયે ઝોમેટો માંથી ર્ડો. મનોહરલાલ એ મંગાવેલો ઓર્ડર લઈ ને ડીલેવરી બોય પણ તેમને કેબીન માં પ્રવેશ કર્યો હતો.....યોર ઓર્ડર આ રહ્યું તે ડિલેવરી બોય કથન.... એમાં તેણે કહ્યું છે કે તેણે કેબીન માં મિસ સરિતા અને ર્ડો.મનોહરલાલ ને જોયા હતા...
ત્યાર પછી 10 મિનિટ પછી મિસ સરિતા કેબીન માંથી બહાર નીકળી હતી, તે આં સીસીટીવી ફોટેજ માં દેખાય છે..... 11 વાગ્યે ર્ડો. મનોહરલાલ કેબીન માંથી બહાર નીકળતા જણાય છે..
11:15 એ ર્ડો. મનોહરલાલા અને મિસ સરિતા બન્ને જણા કંઈક વાતચીત કરતા કરતા કેબીન માં જાય છે....
12 વાગે મિસ સરિતા કેબીન માંથી બહાર નીકળતી જોવા મળે છે....
યોર ઓડર, પોસ્ટ મોટમ રિપોર્ટ મુજબ ર્ડો. મનોહરલાલ નું ખૂન 11 થી 1 વાગ્યાં સુધી માં થયું છે.....
મિસ સરિતા ના બહાર નીકળ્યા પછી અંદર કેબીન માં કોઈ પણ વ્યક્તિ જતું નથી....
11:30 એ ર્ડો. મનોહરલાલ ના મોબાઇલ પર તમના મિત્ર હરેશભાઇ એ ફોન કર્યો હતો ત્યારે તેમણે તેમના જોડે વાતચીત કરી હતી,ત્યારે તે જીવિત હતા.... મતલબ યોર ઓડર ખૂન 11:30 થી 12 વચ્ચેજ થયું હોવું જોઈએ....
12:20 એ હરેશભાઇ એ જયારે ફોન બીજી વાર કર્યો ત્યારે ર્ડો. મનોહરલાલે ફોન રિસીવ કર્યો ન હતો, મતલબ ત્યારે તેમનું ખૂન થઈ ચૂક્યું હતું....
યોર ઓડર 11:15 એ ર્ડો. મનોહરલાલ મિસ સરિતા સાથે વાતચીત કરતા અંદર પ્રવેશ્યા પછી અંદર કોઈ વ્યક્તિ ની અવર જવર થઈ નથી....
યોર ઓડર... જે ચાકુ થી ખૂન કરવામાં આવ્યું છે તેની ઉપર મિસ સુનિતા ના ફિંગરપ્રિન્ટ પણ મળી આવ્યા છે.... આં રહ્યો લેબ નો રિપોર્ટ.....
યોર ઓડર આ કેસ એક ઓપન કેસ છે....
હવે મને લાગે છે કે આનાથી વધારે મારે કઈ કહેવાની જરૂર રહેથી નથી...."
"મિસ સરિતા તમારે કઈ કહેવું છે "
"યોર ઓડર હું પહેલા પણ કહી ચુકી છું કે હું નિર્દોષ છું, મેં ર્ડો. મનોહરલાલ નું ખૂન નથી કર્યું "
"મિસ સરિતા બધા જ સબૂત તમારી વિરુદ્ધ છે....
આં કેસ નો ચુકાદો કાલે સંભળાવવામાં આવશે "
***----*--*--(ક્રમશ:)**----*--**----**