પ્રકરણ ૯: ગુપ્ત સંદેશ અને શંકાની સોય
સમય: ટકરાવના ૧૫ દિવસ પછી.
સ્થળ: સેક્ટર-૯ (સબ-બંકર) અને 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન.
સબ-બંકરની અંદરનો સમય જાણે થંભી ગયો હતો. દિવસ છે કે રાત, તે જાણવાનો કોઈ રસ્તો નહોતો. દીવાલો પરથી ઉતરતો ભેજ અને હવામાં રહેલી ગૂંગળામણ લોકોને હતાશા તરફ ધકેલી રહી હતી.
ત્યાં રહેલા તમામ લોકોમાં એક અજીબ બેચેની હતી. માયા અત્યારે બંકરના એન્જિનિયરિંગ યુનિટમાં હતી, જ્યાં તેને ટેકનિકલ મેઈન્ટેનન્સનું કામ સોંપાયું હતું.
તેણે આસપાસ જોયું. ગાર્ડસ જે વિક્ટરની કંપનીના ભાડૂતી સૈનિકો હતા, તેઓ થોડે દૂર ઉભા રહીને વાત કરી રહ્યા હતા. માયાએ તક ઝડપી અને એ જૂના ટર્મિનલ પર પોતાની આંગળીઓ ચલાવી.
સ્ક્રીન પર ફરી એ જ અક્ષરો ઝબક્યા: "શું કોઈ સાંભળે છે? - આર્યન"
માયાએ ધ્રૂજતા હાથે ટાઇપ કર્યું: "આર્યન, હું માયા છું. અમે જીવતા છીએ. પણ અહીં બધું વિક્ટરના કંટ્રોલમાં છે. ઈવા અમારી વાતો સાંભળે છે. અમને મદદ કરો."
અવકાશમાં પ્રતિસાદ આવ્યું જે હર્ષ આપનાર હતો
'ગ્રીન-ઝોન' સ્ટેશન પર આર્યનની આંખોમાં ચમક આવી ગઈ. "તે મળી ગયું! માયાનો મેસેજ મળ્યો!" તેણે તેના સાથી વૈજ્ઞાનિક ઈશાનને બૂમ પાડી.
પરંતુ ખુશી લાંબો સમય ટકી નહીં. અચાનક આર્યનની સ્ક્રીન લાલ થઈ ગઈ અને એક વિશાળ વોર્નિંગ મેસેજ દેખાયો: "UNAUTHORIZED ACCESS DETECTED" (અનધિકૃત પ્રવેશની ઓળખ થઈ).
"ધિક્કાર છે!" આર્યને ટેબલ પર મુક્કો માર્યો. એક તરફ પૃથ્વીની તબાહી હતી અને બીજી બાજુ બેકરે તમામ સિસ્ટમો પોતાના કાબુમાં કરી હતી. તેનો ગુસ્સો સાતમા આસમાને હતો
"વિક્ટરની સિસ્ટમે આપણો લોકેશન ટ્રેક કરી લીધું છે."
ઝીરો બંકરની પ્રતિક્રિયા અપેક્ષિત જ હતી.
એન્ટાર્કટિકાના બરફ હેઠળ, વિક્ટર સ્ટીલ પોતાની આરામદાયક ખુરશી પરથી ઉભો થયો. તેના હાથમાં રહેલો વાઇનનો ગ્લાસ જોરથી ટેબલ પર પછડાયો. અને ગુસ્સામાં,
"ઈવા! આ સંદેશો ક્યાંથી આવ્યો?" વિક્ટરની ગર્જના આખા હોલમાં ગુંજી.
"સર, આ સેક્ટર-૯ ના સબ-બંકરના એક જૂના ટર્મિનલ પરથી આવ્યો છે. સંદેશ મોકલનાર વ્યક્તિ માયા છે, જે આર્યનની જૂની આસિસ્ટન્ટ છે," ઈવાએ શાંતિથી જવાબ આપ્યો.
વિક્ટરના ચહેરા પર એક ક્રૂર સ્મિત આવ્યું. "આર્યન હજુ હાર માનવા તૈયાર નથી. ઠીક છે... ઈવા, સેક્ટર-૯ ના લોકોનો ખોરાક આગામી બે દિવસ માટે બંધ કરી દો. ઠંડા કલેજે તેને હુકમ આપ્યો, તેમને ખબર પડવી જોઈએ કે સત્તાની વિરુદ્ધ જવાનું પરિણામ શું હોય છે. અને એ છોકરી... માયાને પકડીને 'આઇસોલેશન સેલ' માં નાખી દો." " હવે જોઉં છું કઈ રીતે એ આર્યનનો સંપર્ક કરે છે "
બંકરમાં તણાવ પણ વધતો જતો હતો.
સેક્ટર-૯ માં અચાનક સાયરન વાગવા માંડ્યા. લશ્કરી બૂટનો અવાજ માયા તરફ નજીક આવવા લાગ્યો. લોકો ગભરાઈને આમ-તેમ ભાગવા લાગ્યા. તેના માટે આ એક નવી વ્યવસ્થા હતી કે જેઓ તેનો સ્વીકાર હજુ નહતા કરી શકતા.
"માયા કોણ છે?" એક સૈનિકે ગર્જના કરી.
માયાના પિતા તેની આગળ આવી ગયા, "શું કામ છે મારી દીકરીનું?"
સૈનિકે તેમને જોરથી ધક્કો માર્યો અને માયાને પકડી લીધી. "આર્યન સાથે સંપર્ક કરવાની સજા આખા બંકરને ભોગવવી પડશે. આજથી આ સેક્ટરમાં રાશન બંધ છે!"
આખું બંકર સન્નાટામાં ગરકાવ થઈ ગયું. હજારો લોકોની ભૂખી આંખો હવે માયા તરફ શંકા અને ગુસ્સાથી જોવા લાગી. વિક્ટરની ચાલ સફળ રહી હતી — તેણે સામાન્ય માણસોને જ એકબીજાના દુશ્મન બનાવી દીધા હતા.
આર્યન ઉપર અવકાશમાં લાચાર હતો. તેને સમજાઈ ગયું કે જો તેણે માયા અને બીજા લોકોને બચાવવા હોય, તો તેણે સ્પેસ સ્ટેશન પરથી જ કંઈક એવું કરવું પડશે જે વિક્ટરની કલ્પના બહાર હોય.
આગળ શું થશે?
શું ભૂખ્યા લોકો માયાની વિરુદ્ધ થઈ જશે? આર્યન સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પરના બંકરોનો કંટ્રોલ પાછો મેળવવા માટે કયો મોટો પ્લાન બનાવશે?