Doomsday: The Last Refuge - 6 in Gujarati Science-Fiction by Anghad books and stories PDF | કાયામત: અંતિમ આશ્રય - 6

The Author
Featured Books
Categories
Share

કાયામત: અંતિમ આશ્રય - 6


પ્રકરણ ૬: અંતિમ એલર્ટ અને મહાનિષ્ક્રમણ

સમય: ઉલ્કા ટકરાવાના ૩૦ દિવસ પહેલા.
સ્થળ: પૃથ્વીની સપાટી અને બંકરોના પ્રવેશદ્વાર.

હવે સત્ય છુપાવવું અશક્ય હતું. આકાશમાં 'કાયામત' ઉલ્કા હવે રાત્રે પણ સૂર્ય જેવો લાલ પ્રકાશ ફેંકી રહી હતી. પૃથ્વીના વાતાવરણમાં ઉથલપાથલ શરૂ થઈ ગઈ હતી. સમુદ્રના મોજાં નિયંત્રણ બહાર હતાં. આખી દુનિયામાં સત્તાવાર રીતે 'વૈશ્વિક કટોકટી' જાહેર કરવામાં આવી અને તમામ સામાન્ય કામકાજ બંધ કરી દેવામાં આવ્યા. લોકોને હવે પૃથ્વીનો અંત પોતાની આંખ સામે થતો જોવા મળી રહ્યો હતો. પૃથ્વીના વાતાવરણની અંદરના ફેરફારો હવે ઘણી જગ્યાએ સહાય થઈ પડ્યા હતા તો ક્યાંક ક્યાંક ધાર્મિક સ્થાનોમાં પૃથ્વીમાં મૃત્યુ પછીના જીવન વિશે ધર્મગુરુ સમજાવતા હતા.
ટીવી અને રેડિયો પર દરેક ભાષામાં એક જ મેસેજ ગુંજી રહ્યો હતો: "તમારા રજિસ્ટર્ડ સુરક્ષા કેન્દ્ર (બંકર) પર પહોંચો. સપાટી પર રહેવું હવે જીવલેણ છે."
નિષ્ક્રમણની સર્જાયેલી અરાજકત હવે ચરમશીમા પર હતી
આર્યન સ્પેસ સ્ટેશન 'ગ્રીન-ઝોન' પરથી ડિજિટલ સ્ક્રીન દ્વારા પૃથ્વી પરના દ્રશ્યો જોઈ રહ્યો હતો. પૃથ્વી પરનો જે માહોલ હતો તે દયા જનક હતો પરંતુ તે હવે પૃથ્વી પર ન હતો અને અવકાશમાં હતો. 
જે લોકો પાસે 'બ્લુ કોડ' હતો, તેમને ખાસ લશ્કરી વિમાનો દ્વારા 'આલ્ફા બંકરો' માં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ અસલી સંઘર્ષ 'બીટા' એટલે કે સબ-બંકરો પાસે હતો.
માયા તેના પરિવાર સાથે દિલ્હીના 'સેક્ટર-૯' ના સબ-બંકર પાસે પહોંચી હતી. ત્યાં લાખોની મેદની ઉમટી હતી. લોકો પાસે માત્ર એક નાની બેગ રાખવાની મંજૂરી હતી. આજ સુધી ફિલ્મના સ્ક્રીન પર જોયેલા દ્રશ્યો હવે આંખ સામે તાદશ થઈ રહ્યા હતા. 
"લાઈનમાં રહો! ધક્કા-મુક્કી કરશો નહીં!" સૈનિકો લાઉડસ્પીકર પર બૂમો પાડી રહ્યા હતા, પણ મોતનો ડર લોકોને પાગલ બનાવી રહ્યો હતો. બંકરમાં જવા માટે એકબીજા ને કચડીને લોકો આગળ વધી રહ્યા હતા પરંતુ હવે આ ટૂંક સમયની ઘટનાઓ હતી.
બંકરનું સીલિંગ કરવા માટેનો સમય આવી ગયો હતો
જેમ જેમ સમય વીતતો ગયો, બંકરો ભરાવા લાગ્યા. ટકરાવના ૧૦ દિવસ બાકી હતા ત્યારે બંકરોના વિશાળ પોલાદી દરવાજા બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ.
માયાએ બંકરની અંદર જતી વખતે આર્યનને અંતિમ વીડિયો કોલ કર્યો. "આર્યન, અમે અંદર પહોંચી ગયા છીએ. અહીં હજારો લોકો છે. AI 'ઈવા' અમને સૂચનાઓ આપી રહી છે. હવે કદાચ સંપર્ક તૂટી જશે..."
કોલ કટ થઈ ગયો. આર્યને જોયું કે પૃથ્વી પરના તમામ મુખ્ય દરવાજાઓ પર 'હાઇડ્રોલિક સીલ' લાગી ગઈ હતી. પૃથ્વીની સપાટી પર હવે માત્ર સૂમસામ રસ્તાઓ અને અસહાય પ્રાણીઓ બાકી રહ્યા હતા.
વિક્ટરનું ગુપ્ત હબ હવે સંપૂર્ણ રીતે કાર્યરત હતું
એ જ સમયે, એન્ટાર્કટિકાના બરફ નીચે છુપાયેલા 'ઝીરો બંકર' માં બેઠેલો વિક્ટર સ્ટીલ હસી રહ્યો હતો. તેણે જોયું કે બાકીના તમામ બંકરો હવે AI 'ઈવા' ના માધ્યમથી તેના નિયંત્રણમાં છે. વિકટરનું તમામ કાર્ય હવે એવા પર નિર્ભર હતું.
"ઈવા," વિક્ટરે આદેશ આપ્યો, "જેવી ઉલ્કા ટકરાય, એટલે તરત જ 'ગ્રીન-ઝોન' સ્પેસ સ્ટેશન અને સબ-બંકરો વચ્ચેનો સીધો સંપર્ક કાપી નાખજે. બધી માહિતી પહેલા મારી પાસે આવવી જોઈએ."
ઈવાએ જવાબ આપ્યો, "જી સર, પ્રોટોકોલ સેટ છે. હવે ટકરાવમાં માત્ર ૨૪ કલાક બાકી છે." 
નીચે તમામ ધરતીની અંદરના બંધ કરો અને પૃથ્વી પરની સ્થિતિ જોતા હવે કોઈ ન કહી શકે કે અહીં એક હસતી રમતી દુનિયા હતી.
આર્યને સ્પેસ સ્ટેશનની બારીમાંથી જોયું. પૃથ્વી હવે એક એવી શાંતિમાં ગરકાવ હતી જે પ્રલય પહેલાની હોય છે. તેની આંખો સામે એ લાલ રાક્ષસ (ઉલ્કા) હવે પૃથ્વીના વાતાવરણને સ્પર્શવા જઈ રહ્યો હતો.
આગળ શું થશે?
શું આ બંકરો ઉલ્કાના ભયાનક આંચકાને જીરવી શકશે? જ્યારે ઉલ્કા ટકરાશે ત્યારે સ્પેસ સ્ટેશનથી પૃથ્વી કેવી દેખાશે?