પ્રકરણ ૩: પાતાળનું નિર્માણ
સમય: ઉલ્કાના ટકરાવના ૧૪ મહિના પહેલા.
સ્થળ: મધ્ય ભારત અને સાઇબેરિયાના ઊંડા જંગલો.
દુનિયા અત્યારે એક ભ્રમમાં જીવી રહી હતી. સમાચાર પત્રોમાં હેડલાઇન્સ હતી: "વિશ્વના સાત દેશો વચ્ચે ઐતિહાસિક સમજૂતી - 'ગ્લોબલ હાઇપરલૂપ ટનલ' થી આખી દુનિયા જોડાશે." સામાન્ય માણસ ખુશ હતો આ વિકાસ થકી તમામ દેશની વચ્ચે જોડાવાથી બીજા લાભો પણ મળશે અને હવે મુસાફરી ઝડપી બનશે, પણ જમીનની હજારો ફૂટ નીચે સત્ય કંઈક અલગ જ આકાર લઈ રહ્યું હતું, જે ઉપરની દુનિયા કરતાં તદ્દન ભિન્ન હતું.
આર્યન અત્યારે મધ્ય ભારતના એક પહાડી વિસ્તારમાં બનેલા 'સેક્ટર-૭' નામના સાઇટ પર હતો. અહીં હજારો મજૂરો દિવસ-રાત કામ કરી રહ્યા હતા. વિશાળ 'ટનલ બોરિંગ મશીનો' પૃથ્વીનું કાળજું ચીરીને અંદર ઉતરી રહ્યા હતા. કરોડો ટન સિમેન્ટ સ્ટીલ ટેકનોલોજી ભૂગર્ભ ની અંદર ઉતારવામાં આવી રહી હતી.
"સર, મજૂરો પૂછી રહ્યા છે કે આપણે આટલું ઊંડું કેમ જઈ રહ્યા છીએ? મેટ્રો માટે તો આટલી ઊંડાઈ બરોબર હોય છે ને વધુ ઊંડે જવાની જરૂર નથી હોતી," સાઇટ સુપરવાઇઝરે ચિંતા સાથે આર્યનને પૂછ્યું.
આર્યને શાંતિથી જવાબ આપ્યો, "આપણે ધરતીકંપ-મુક્ત ઝોન બનાવી રહ્યા છીએ. આ નવી ટેકનોલોજી છે. તેમને કહો કે તેમનો પગાર બમણો કરી દેવામાં આવશે, પણ કામ ઝડપથી થવું જોઈએ."
બંકરની અંદરની દુનિયા:
દરેક બંકર એક આખું શહેર હતું.
લેવલ ૧: ઓક્સિજન પ્લાન્ટ અને હવા શુદ્ધિકરણ પ્રણાલી.
લેવલ ૨: હાઇડ્રોપોનિક ફાર્મ્સ જ્યાં માટી વગર માત્ર પાણી અને પોષક તત્વોથી ખેતી થઈ શકે.
લેવલ ૩: વિશાળ રહેણાંક વિસ્તારો, જ્યાં હજારો 'સ્લીપિંગ પોડ્સ' (Sleeping Pods) લગાવવામાં આવ્યા હતા.
પરંતુ આ બધું જ કંટ્રોલ કરવા માટે જે 'મગજ' જોઈતું હતું, તે હતું AI ઈવા (EVA - Electronic Virtual Assistant). કે જે ફેક્ટરની કંપની બનાવી રહી હતી.
તે જ સમયે, લંડનમાં બેઠેલા વિક્ટર સ્ટીલે તેના ગુપ્ત હેડક્વાર્ટરમાંથી એક કમાન્ડ આપ્યો. તેની સામે રહેલી સ્ક્રીન પર આખા વિશ્વના બંકરોનો નકશો હતો.
"ઈવા, અપડેટ આપ," વિક્ટરે ઠંડા અવાજે કહ્યું.
એક સ્ત્રીનો મધુર પણ લાગણીહીન અવાજ ગુંજ્યો, "સર, ૬૦% બંકરો તૈયાર છે. આલ્ફા બંકરમાં માત્ર એવા જ લોકોની યાદી બનાવાઈ છે જેમનો IQ ૧૪૦ થી વધુ છે અથવા જેમનામાં વિશિષ્ટ કૌશલ્ય છે. બાકીના ૯૦% લોકો માટે બીટા (સબ) બંકરો છે."
વિક્ટર ખંધુ હસ્યો. "અને મારો પર્સનલ 'ઝીરો બંકર'?"
"તેનું કામ ગુપ્ત રીતે એન્ટાર્કટિકાના બરફની નીચે પૂર્ણ થવા આવ્યું છે, સર. ત્યાં કોઈની નજર નહીં પહોંચે. ત્યાંની સુરક્ષા વ્યવસ્થા પૃથ્વી પર સૌથી મજબૂત છે," ઈવાએ જવાબ આપ્યો. ઉત્તર માટે તમામ બંધ કરો પર કંટ્રોલ અને ઝીરો બનકે ની કામગીરી મહત્વની હતી તેના માટે દુનિયાની માનવ જાતને બચાવવા માટેની તૈયારીઓમાં સાથ આપવો એ એક ભ્રમ હતો.
આર્યન અને તેની ટીમને એમ હતું કે તેઓ માનવતાને બચાવવા માટે આ બંકરો બનાવી રહ્યા છે, પણ તેમને ખબર નહોતી કે વિક્ટર આ આખી વ્યવસ્થાને પોતાના કબજામાં રાખવા માટે 'બેકડોર એન્ટ્રી' બનાવી રહ્યો હતો.
દરમિયાન, આકાશમાં એ ઉલ્કા — 'કયામત' — પૃથ્વીની થોડી વધુ નજીક આવી હતી. તેની લાલ ચમક હવે શક્તિશાળી ટેલિસ્કોપથી સામાન્ય વૈજ્ઞાનિકો પણ જોઈ શકતા હતા. સામાન્ય માણસોથી આ વાતને વધુ ગુપ્ત રાખવી શક્ય ના હતી અફવાઓ ફેલાવવાની શરૂઆત થઈ ચૂકી હતી. સોશિયલ મીડિયા પર 'દુનિયાનો અંત' એવા વિષયો ટ્રેન્ડ થવા લાગ્યા હતા.
આર્યનને ડર હતો કે જો સત્ય બહાર આવશે, તો આ બંકરોમાં ઘૂસવા માટે લોકો લોહિયાળ જંગ છેડશે. લોકો એકબીજાની હત્યા કરશે, માનવ જાતને બચાવવા ના પગલું ક્યાંક માનવજાતનો અંત ન બની જાય
આગળ શું થશે?
શું લોકોમાં આ વાતની ખબર પડી જશે? કેવી રીતે કરોડો લોકોને છેતરીને બંકરોમાં લઈ જવામાં આવશે?