Sparsh - 10 - last part in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 10 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

સ્પર્શ - ભાગ 10 (અંતિમ ભાગ)

ઇન્સ્પેક્ટરે પોતાની પાછળ ઉભેલ એ વ્યક્તિને આગળ કર્યો. કેનિલ ઉપર કેસ કરવાવાળો બીજો કોઈ નહિ પણ એનો જ પુત્ર સુમિત હતો. કેનિલ સુમિત ને જોતા બોલ્યો :-" તું?? સાહેબ તમને કોઈ ગલતફહેમી થઈ છે? આ નાના બાળક ને શું ખબર પડે? એટલું કહેતાં કેનિલ સુમિત સામે ગુસ્સાથી જોયું. ઇન્સ્પેક્ટરે આ નોટિસ કરતા બોલ્યા :-" એય...આમ છોકરાને શું ડરાવી રહ્યો છે હે?? અને શું અમને ગલતફહેમી થઈ છે એમ? પાટિલ..ઓલું રેકોર્ડિંગ લાવ.." ઇન્સ્પેક્ટરે રેકોર્ડિંગ કેનિલ ને બતાવ્યું. એ રેકોર્ડિંગ માં કેનિલ ખુશી સાથે કરેલો બળાત્કારનો વિડિયો હતો. આ જોતાં કેનિલ સમજી ગયો કે હવે બચવાનો કોઇ રસ્તો નથી. પણ આ વીડિયો કોણે ઉતાર્યો અને કોણે? આવા સવાલ હજી કેનિલ નાં મનમાં હતા. ત્યાં સુમિત આગળ આવીને વિશ્વાસ સાથે પોતાની વાત કહી.

********************************

•  કેનિલે કરેલ ખુશી સાથે બળાત્કારનો દિવસ •

ખુશીને ચા લઈને આવતા જોઈ કેનિલે સુમિત ને નીચે રમવા જવા કહ્યું. પણ કેનિલ પોતાના ફોનમાં યુટ્યુબ માં વિડિયો મૂકવા માટે વિડિયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. એટલે સુમીતે  પિતાને ના પાડીને વિડિયો ઉતારવાનું શરુ કર્યું. કેનિલે સુમિત સામે ગુસ્સેથી જોતાં સુમિત સમજી ગયો કે હવે જવું પડશે અને એ ફોનને ત્યાં જ ટેબલ પર ચાલુ વિડિયો રેકોર્ડિંગ માં  મૂકીને ગાર્ડનમાં રમવા જતો રહ્યો. અને આમ આખી ઘટના મોબાઈલ માં વિડિયો મારફત કેદ થઈ ગઈ.

સુમિત ગાર્ડન માં રમીને ઘરે આવ્યો તો યાદ આવ્યું કે તેણે પોતાનો ફોન ચાલુ રેકોર્ડિંગ કરીને નીકળી ગયો હતો. તેણે ફટાફટ રેકોર્ડિંગ બંધ કર્યુ અને હાથ પગ ધોઈ જમવા બેસી ગયો. સુમિત સાંજે વાંચન કરતો હોવાથી ફોન હાથમાં લેવાનો સમય ન મળ્યો અને સવારે સ્કૂલે નીકળી ગયો. સ્કુલેથી આવતા જ જાણવા મળ્યું કે  ખુશી એ આત્મહત્યા કરી. સુમિત ને ખુબ દુઃખ થયું. સુમિત અને ખુશી ખૂબ સારા મિત્રો હતા. શરૂઆતના દિવસો માં બંને એક સાથે મળીને રમતા. સુમિત ને ખુશીનો સ્વભાવ ખૂબ ગમતો કારણ કે ખુશી ને છોકરાની પસંદગીની રમતો વઘારે ગમતી. એક દિવસ સુમિત અને ખુશી વચ્ચે દોડ ની હરીફાઈ થઈ. જેમાં ખુશી જીતી ગઈ અને સુમિત શરત હારી ગયો. શરત એ હતી કે જે હારી જશે એ યુટયુબ માં એક વિડ્યો મૂકશે જેમાં હાથ પગ જોડીને  ખુશી સામે માફી માંગશે અને કહેશે કે ખુશી ઇઝ બેસ્ટ. આમ ખુશી અને સુમિત વચ્ચે પાક્કી દોસ્તી થઈ. અને ત્યારથી જ સુમિતે યુટયુબ પર ફની વિડિયો ઉતારીને મૂકવાનું શરૂ કર્યું.

ખુશીનું આમ અચાનક અવસાનથી સુમિત ખૂબ દુખી થઈ ગયો. વાંચન અને રમતોમાં મન લાગ્યું નહી. તેથી ફોનમાં ફોટોઝ અને વિડ્યો જોવાના શરૂ કર્યા. ત્યાં જ અચાનક એક વિડિયો ઓપન થયો જેમ કેનિલ ખુશી સાથે ગંદી હરકત કરતા હતા. સુમિત ના આંખો પર વિશ્વાસ ન આવ્યો કે મારા પપ્પા આવી ગંદી હરકત પણ કરી શકે છે. આ વાતથી દુખી સુમિત એક ખૂણે બેસીને ખૂબ રડ્યો. મારા પપ્પા આવું કેમ કરી શકે?? સુમિત ને શું કરવું એ જ ખ્યાલ નહોતો આવી રહ્યો. શું હું પપ્પા ને જઈને કહી દવ ? કે તમે આવું કેમ કર્યું? કે મમ્મી ને જઈને કવ? કે જઈને મહેશ અંકલ અને કૈલાશ આન્ટી ને કહી દવ? શું કરું?? આવા સવાલો એક્ ૧૬ વર્ષ ના બાળકના મનને સતાવી રહ્યા હતા.

ત્યાં સુમિત ને એ વિમેન્સ ડે પર નિર્મલા બેને કરેલી એ બધી વાતો યાદ આવી. ત્યાર પછી જોયેલું એ શોર્ટ મૂવી યાદ આવ્યું જેમાં દેખાડવામાં આવ્યું હતું કે છોકરી સાથે બળાત્કાર કરનારો વ્યક્તિ ઘરનો કે પાડોશી પણ હોય શકે. જીવનના કોઈ પણ સંજોગોમાં હંમેશા સત્ય નો સાથ આપવો જોઈએ. જેને પાપ કે ગુનાહ કર્યો હોય એને હંમેશા સજા આપવી જોઈએ એ પછી કોઈ ઘરનો સભ્ય હોય કે પછી બહારનો કોઈ વ્યક્તિ.

આવી બધી વાતો સુમિતને જાણે પરેશાન કરતી હતી. પોતાના જ પિતાનેટ કેમ સજા અપાવવી? જેણે મને નાનપણથી અત્યાર સુધી મારી બધી ઈચ્છાઓ પૂરી કરી છે. જે મારા માટે રાત દિવસ આટલી મહેનત કરે છે. પણ બીજી બાજુ સુમિત ને એવા વિચારો આવ્યા કે તો શું તું આરોપીનો સાથ આપીશ? જેણે એક દીકરીની જિંદગી નર્ક બનાવી છે અને આજે તો એને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તારો પિતા છે તો શું થયું છે તો આરોપીને!! આવા વિચારોની હરીફાઈ એકબીજા સાથે થતી હતી. ક્યો વિચાર જીતશે એ કહેવું મુશ્કેલ હતું.

ખૂબ વિચાર્યા બાદ સુમિત વિચાર્યુ કે એ આ વાત નિર્મલાબેન ને કહેશે.ત્યાર પછી સવારમાં નિર્મળાબેન ને કોલ કરીને મળવા બોલાવીને બધી વાત વિગતે કહી. અને એ વિડિયો દેખાડ્યો. નિર્મલા બેન એ વિડ્યો જોતાં એક બાજુ કેનિલ પર ગુસ્સો આવી ગયો અને બીજી બાજુ એનો જ દીકરો સુમિત પર ગર્વ મહેસૂસ કરી રહ્યા હતા. 

સુમિત બોલ્યો :-" મેમ બોલોને મારે શું કરવું જોઇએ? મને કંઈ નથી સમજાતું કે મારે શું કરવું? નિર્મલા બેને હળવેકથી કામ લીધું અને બોલ્યા :-" શું તું તારા પિતા સામે નઝર મિલાવી શકીશ? તારા પિતા પર તને જે ગર્વ હતું શું તે તું પાછો મેળવી શકીશ? તારા પપ્પા ને કોઈ દિવસ માફ કરી શકીશ?? જો તારો જવાબ હા હોય તો તું વિડિયો ડિલીટ કરી શકે છે અને ના હોય તો તને ખબર જ છે તારે શું કરવાનું છે.

સુમિતે થોડીવાર વિચારીને એક એવા ભાવ થી હા કહ્યું કે જેને શબ્દોમાં કહેવું મુશ્કેલ છે. એક બાજુ એક દીકરીને ન્યાય તો મળશે પણ બીજી બાજુ એક દીકરો પોતાના પિતાને જિંદગીભર ખોઈ બેસશે.અંતે પોલિસ પાસે જઈ બધી વાત વિગતવાર કહી અને સબૂત રૂપે એ વિડિયો પોલીસ સમક્ષ રજૂ કર્યો. કેનિલ ને એક નાબાલિગ પર બળાત્કાર કરવાના આરોપને લીધે ફાંસીની સજા આપવામાં આવી.


આત્મહત્યા એ પાપ છે કારણ કે, જન્મ અને મરણનો અધિકાર આપણને આપવામાં આવ્યો નથી. તો માનવી એટલો મજબૂર ક્યાં કારણોથી થયો છે જેના લીધે આવા પગલા ભરવા પડે છે.

આ વાર્તા માં ખુશી જે માત્ર ૧૪ વર્ષની દીકરી હતી. જેના જીવન માં છેલ્લા કેટલાય દિવસોથી બળાત્કાર થતો રહ્યો અને પરિવારને ખબર તક ન થઈ. શું એવું બની શકે ખરું? પરિવારને એક પણ વાર થોડી ઘણી શંકા પણ ન થઈ હોય ? ના એ શક્ય નથી. પોતાની દીકરી ના વ્યવહારથી શું એના મન ના વિચારો અને એની સાથે થયેલી આપવીતી ન જાણી શકાય? પણ અહીંયા સમય કોની પાસે છે.

દીકરી સાથે થતાં બળાત્કારના કેસ આપણા દેશમાં સૌથી વધારે છે. જે ચિંતા ની બાબત છે. દીકરી સાથે બળાત્કાર થવાના ઘણા કારણો અલગ અલગ વ્યક્તિઓ અલગ અલગ આપે છે. છોકરીઓ એ ટૂંકા કપડા પહેરવા, છૂટછાટવાળું વર્તન આપવું, આઝાદી આપવી. વગેરે વગેરે.  તો શું છોકરાનો કોઈ વાંક જ નથી?? બધો દોષ માત્ર એક સ્ત્રી ઉપર જ કેમ?? 

આ જ સમાજ માં , આ જ સંસ્કૃતિમાં , આ જ દુનિયામાં , આવા જ સોશિયલ મીડિયામાં અમે પણ રહીએ છીએ. અમારી આસપાસ પણ ટૂંકા કપડા પહેરવા વાળી છોકરીઓ હરે ફરે છે તો પણ અમારા મન માં આવા વિચારો નથી આવતા તો તમારામાં ( આરોપીમાં ) આવા વિચારો કેમ?? આ સવાલ હજી એક સવાલ જ બની રહ્યો છે. મને આશા છે કે આપણા વિચારો અને ભવિષ્યમાં દીકરીઓ પ્રત્યેના વિચારોમાં સારા પરિવર્તનો આવશે.

મારી વાર્તા ને વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર.

સમાપ્ત