Sparsh - 4 in Gujarati Women Focused by Nilesh Rajput books and stories PDF | સ્પર્શ - ભાગ 4

Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

સ્પર્શ - ભાગ 4

મહેશભાઈની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી ગઈ. ઘરમાં ઝઘડો ,અબોલા, નારાજગી જેવી નકારાત્મક અસર મહેશભાઈ અને એના ઘરના સભ્યોના ચહેરામાં દેખાતી  હતી. મહેશની હાલત જોઈ કેનિલભાઈ ને લાગ્યું કે જરૂર કોઈ મોટી આફત આવી પડી છે એના માથે પણ સામેથી પૂછવું એને યોગ્ય ન લાગ્યું. મહેશને છેવટે કોઈ રસ્તો ન દેખાતા તેણે કેનિલ ને બધી વાત કહેવાનો નિર્ણય લીધો.

મહેશ શરૂઆતમાં કહેતા અચકાયા પણ બાળકોના ચેહરા યાદ આવતા અંતે બધી વાત કહેવા લાગ્યા. કેનિલ એના પર ગુસ્સે થવાના બદલે  એની મનોસ્થિતિ ને સમજ્યા અને થોડોક વિચાર કરીને તેને આશ્વાસન આપતા બોલ્યા : "તું ચિંતા ના કર ,હું તારી જોબ માટે મારા બોસને વિનંતી કરી એ જરૂર તને એક સારી નોકરી અપાવશે.."  આ વાત સાંભળતા મહેશનું અડધું ટેન્શન તો મટી ગયું પણ બાકી રહેલી મોટી આફત એટલે કે  દસ લાખનું લેણું એ કઈ રીતે પાર પડશે?

કેનિલભાઈ પાસે સારી એવી સંપતિ તો હતી એટલે બીજો વિચાર કર્યા વિના એણે એમાંથી દસ લાખ કાઢીને મહેશના હાથોમાં સોંપ્યા. આ ઘટનાથી મહેશ અને એની પત્ની રડવા લાગ્યા. મહેશ તો કેનિલનાં પગે પડવા ગયા તો કેનિલે   તેને ઊભા કરીને ગળે મળ્યા. 


થોડાક દિવસોમાં મહેશનું આર્થિક સંકટ ટળી ગયું. મહેશને  કેનિલ ની કંપનીમાં જ સારી એવી નોકરી મળી ગઈ. જે કેનિલનાં હસ્તકથી મળી હતી.  મહેશ અને એની પત્ની રાત દિવસ કેનિલ ની અને એના પરિવારના ગુણગાન ગાતા. મહેશભાઈ તો કહેવા લાગ્યા કે આવી સ્વાર્થી દુનિયામાં પણ કેનિલભાઈ જેવા સાચા અને નેક વ્યક્તિઓ   રહે છે. તે વારંવાર આ બાબતનો ઈશ્વરને આભાર વ્યક્ત કરતા.

મહેશને મળેલી આ મદદ જાણતા અજાણતા  જ કેનિલ ની ગુલામ બની ગઈ. જેનો અહેસાસ મહેશ અને એની પત્નીને ન હતો. કહેવાય છે ને કે કોઈ પાસેથી મદદ માંગો તો સો વાર વિચાર કરીને માંગજો. એ થોડાક સમયની મદદની કિંમત ભવિષ્યમાં  સો ગણી ચૂકવવી પડે છે. બસ, આ  કહેવત મહેશ અને એની ફેમિલીમાં સાચી પડવાની હતી.

આ દસ લાખ રૂપિયાની કિંમત મહેશભાઈ કરતા ખુશીને વધારે ચૂકવવાની હતી. જેનો ખ્યાલ ન ખુશીને હતો ન એના પરિવારને.

કેનિલભાઈ પહેલા કરતા વધારે મહેશની ઘરે અવર જવર કરવા લાગ્યા. સવાર હોય કે સાંજ કે પછી અડધી રાતે પણ કોઈને કોઈ કારણ વગર મહેશના ઘરે જઈને બેસતા. કેનિલ સારી રીતે જાણતો હતો કે મહેશ એમને કંઈ પણ કહી શકે એમ નથી. મહેશ આનાથી ખૂબ પરેશાન તો હતા પણ મજબૂરીના કારણે એ કંઈ પણ બોલી ન શક્યા.  એનો મળતો સ્વભાવ સમજીને  કૈલાશબેન તેને હંમેશા આવકાર આપતા.

કેનિલ સારી રીતે જાણતો હતો કે મહેશ અને એની ફેમિલી હવે એના દબાવ નીચે છે. કેનિલે એનો ફાયદો ઉઠાવવાનો વિચાર્યુ, અને આમ પણ માણસ ને માનવમાંથી રાક્ષસ બનતા વાર કેટલી લાગે છે!!! 

કેનિલનાં મેરેજ ના ૧૫ વર્ષ થઈ ગયાં હતાં. એની પત્ની સવારે જોબ પર જતી અને સાંજે આવીને થાકીને સુઈ જતી. માનવી પાસે ગમે એટલો પૈસો કેમ ન હોય એ કદી સંતોષ નથી અનુભવતો. કેનિલનાં મનમાં અવનવા વિચારો જન્મવા લાગ્યા. વિચારોનું એક બીજ ને વૃક્ષ બનતા વાર નથી લાગતી અને એ બીજને પાણી આપવાનું કામ આજના મૂવી , સોંગ અને વેબ સિરીઝ કરી રહી છે. કેનિલનાં મનમાં કામવાસનાનાં  વિચારોના બીજ રોપાયા. એને તેનું વૃક્ષ આ મૂવી, સોંગ અને વેબ સિરીઝ દ્વારા બન્યું.

********************************

હેપી બર્થડે ટુ યુ , હેપી બર્થડે ટુ યુ , હેપી બર્થડે ડિયર ખુશી , હેપી બર્થડે ટુ યુ..
ખુશીનો જન્મદિવસ. આજે ખુશી ૧૪ વર્ષની થઈ. ખુશી હવે બાળકમાંથી તરુણ બની ગઈ. ખુશીનો ચહેરો , હાથ , પગ, ધડ, કમર અને છાતીમાં જરૂરી વિકાસ થવા લાગ્યો. ખુશી નાનપણથી જ પ્રિન્સેસ જેવી લાગતી. ખુશી મોટી થતાં એના સોંદર્યમાં પણ નિખાર આવવા લાગ્યો. ખુશીના  જન્મદિવસ પર એના સ્કૂલના મિત્રો અને આડોશ પાડોશ આવ્યા હતાં. મહેશભાઈ ના સગા - સંબંધીઓ સાથે અબોલા હતા. તેથી છેલ્લા પાંચ વર્ષથી કોઈ સંબંધ રાખ્યો ન હતો.

ખુશીએ લાલ કલરનું ફ્રોક પહેરેલું , ખુલ્લા વાળ અને એ વાળમાં પ્રિન્સેસ રૂપી તાજ પહેરેલું હતું. ચહેરા પર આછો મેકઅપ , હાથમાં બ્લેક કલરની વોચ અને ચહેરા પર એક નિર્દોષ ઇનોસેન્ટ સ્માઈલ.

અંત્યત ખૂબસૂરત લાગતી ખુશી ને જોઈ એની મા એને ભેટી પડ્યા. "મારી દીકરી આજે કેટલી સુંદર લાગે છે" આ કહેતા હર્ષના આંસુ સાથે ખુશીના કપાળ પર પ્રેમભર્યું ચુંબન કર્યું.

આ બર્થડે પાર્ટીમાં કેનિલ અને એની ફેમિલી પણ શામિલ થઈ.  ખુશીને આમ અંત્યત સુંદર જોઈને  કેનિલ ની નિયત બગડી. ખુશી માટે એણે ખૂબ જ સુંદર એવું બ્લેક એન્ડ વ્હાઈટ કલર નો ડ્રેસ ખરીદ્યો.  ખુશીને આ ડ્રેસ ખૂબ ગમ્યો. પણ કેનિલનાં મન માં ચાલતા ગંદા વિચારોથી એ હજી વાકિફ ન હતી.

બર્થ ડે ના બે દિવસ પછી કેનિલ મહેશના ઘરે ગયા. ઘરે પહોંચતા જોયું કે ખુશી સિવાય બીજું કોઈ ઘરે હાજર ન હતું. કેનિલે ખુશી પાસેથી પાણી માંગ્યું. ખુશી જેમ પાણીનો ગ્લાસ ભરીને દેવા એની પાસે હાથ લંબાવ્યો  તો કેનિલે  એ ગ્લાસ ની સાથે ખુશીના હાથને પણ જાણી જોઈને સ્પર્શ કર્યો. ખુશીને થોડી ઘબરાહટ થઈ અને એ ઘબરાહટમાં પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. ખુશીને એમ કે મારી ભૂલના લીધે ગ્લાસ નીચે પડ્યો છે એથી એને માફી માંગીને બીજો ગ્લાસ ભરીને કેનિલને આપ્યો ત્યાં કેનિલ ની નઝર દરવાજા પર ગઈ જ્યાંથી કૈલાશબેન આવતા દેખાયા. કેનિલે કોઈ પણ બીજી હરકત કર્યા વિના પાણી પીધું. થોડીવાર બેસીને કેનિલ પોતાના ઘર તરફ રવાના થયો.

શરૂઆતની આ ઘટના પર જો માબાપે ધ્યાન દોર્યું હોત તો ભવિષ્યમાં થનારી દુર્ઘટના અને ખુશીને થનારી પીડા ભોગવવી ન પડત. વારંવાર ઘરે કોઈ કારણ વગર આવવું. પાણીનો ગ્લાસ કે પછી કોઈ બીજી ચીઝ વસ્તુ માંગી હાથોનો સ્પર્શ કરવો , વારંવાર એમની તરફ નજર કરવી, વગેરે જેવી હરકતો પર નજર કરીને કોઈ પગલા લીધા હોત તો આજે કેટલીય દીકરીઓ આ રાક્ષસોનો ભોગ બનતા બચી ગઈ હોત.

અહીં પણ ખુશીને સમજવાવાળું કે બચાવવાવાળું કોઈ નહોતું.

ક્રમશઃ