Sodo, Prem ke, Pratishodh? - 6 in Gujarati Classic Stories by Mansi Desai Shastri books and stories PDF | સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 6

Featured Books
Categories
Share

સોદો, પ્રેમ, કે પ્રતિશોધ? - 6

સોદો, પ્રેમ કે, પ્રતિશોધ? 

​ભાગ ૬: મોટો ધડાકો

લેખિકા 

Mansi Desai 

Desai Mansi 

Shastri 


​આર્યનના હાથ ધ્રૂજી રહ્યા હતા. ફોન પર દેખાઈ રહેલો રિયાનો એ વીડિયો તેના મગજમાં લાવા સળગાવી રહ્યો હતો. જે રિયાએ ગઈકાલે તેને બચાવ્યો, જેણે પ્રેમનો એકરાર કર્યો, શું એ બધું માત્ર પ્રોપર્ટી હડપવાનો એક પ્લાન હતો?

​આર્યને ગુસ્સામાં ટેબલ પર પડેલો કાચનો ગ્લાસ દીવાલ પર માર્યો. અવાજ સાંભળીને રિયા દોડતી રૂમમાં આવી.

​"આર્યન! શું થયું? તમે ઠીક તો છો ને?" રિયાના અવાજમાં ચિંતા હતી.

​આર્યન તેની તરફ ફર્યો, તેની આંખો લોહી જેવી લાલ હતી. તેણે રિયાનો હાથ જોરથી પકડ્યો અને તેને ફોન બતાવ્યો. "આ શું છે રિયા? આ તારો જ અવાજ છે ને? 'પ્લાન મુજબ બધું ચાલે છે'... આ જ તારો અસલી ચહેરો છે?"

​રિયાએ વીડિયો જોયો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. "આર્યન, વિશ્વાસ કરો, આ... આ ખોટું છે. મેં આવું ક્યારેય નથી કહ્યું. આ વીડિયો એડિટ કરેલો છે!"

​"બસ!" આર્યન બરાડ્યો. "વિક્રમ સાચું કહેતો હતો, તારા લોહીમાં જ દગો છે. તેં મારા પિતાને મારનાર તારા બાપને બચાવવા માટે આ નાટક કર્યું ને? તને લાગ્યું કે તું પ્રેમની જાળમાં ફસાવીને મારી સહી લઈ લઈશ?"

​રિયા રડવા લાગી, "આર્યન, પ્લીઝ મારી વાત સાંભળો. હું કોઈની સાથે આવી વાત નથી કરી રહી હતી."

​પણ આર્યન હવે સાંભળવાની સ્થિતિમાં નહોતો. તેણે રિયાનો સામાન રૂમની બહાર ફેંકી દીધો. "નીકળી જા મારા ઘરેથી! આ સોદો અત્યારે જ ખતમ થાય છે. તારા પિતાના પૈસા હું વસૂલ કરી લઈશ, પણ તારું મોઢું મને ફરી ના બતાવતી."

​રિયા ધોધમાર વરસાદમાં રસ્તા પર આવી ગઈ. તેને સમજાતું નહોતું કે આ વીડિયો આવ્યો ક્યાંથી? તેણે પોતાની યાદશક્તિ પર જોર આપ્યું. તેને યાદ આવ્યું કે બે દિવસ પહેલા જ્યારે તે ઓફિસમાં હતી, ત્યારે કોઈ અજાણ્યા નંબરે તેને ફોન કરીને ધમકી આપી હતી અને તેણે જે જવાબ આપ્યો હતો, તેને તોડી-મરોડીને આ વીડિયો બનાવવામાં આવ્યો હતો.

​તેણે હિંમત હારી નહીં. તે સીધી તેના મિત્ર અને સાયબર એક્સપર્ટ 'નીલ' પાસે ગઈ.

​"નીલ, મારે જાણવું છે કે આ વીડિયો ક્યાંથી ઓરિજિનેટ થયો છે. મારી જિંદગીનો સવાલ છે," રિયાએ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતા કહ્યું.

​બીજી બાજુ, આર્યને ઓફિસમાં આવીને વકીલને બોલાવ્યો. "બધી પ્રોપર્ટીના પેપર્સ લોક કરી દો. રિયા કે તેના પિતાને એક રૂપિયો પણ ના મળવો જોઈએ."

​ત્યાં જ ઓફિસમાં એક વ્યક્તિનો પ્રવેશ થયો આર્યનનો કાકો, પ્રતાપ મહેતા. પ્રતાપ અત્યાર સુધી વિદેશમાં હતો અને અચાનક પાછો આવ્યો હતો.

​"શાંત થઈ જા દીકરા," પ્રતાપે આર્યનના ખભે હાથ મૂક્યો. "મેં સાંભળ્યું કે તેં રિયાને કાઢી મૂકી. સારું કર્યું. આ શાહ પરિવાર પર ક્યારેય વિશ્વાસ ના કરાય. હવે તું બધો બિઝનેસ મને સોંપી દે, હું બધું સંભાળી લઈશ."

​આર્યનને પ્રતાપની વાતમાં કંઈક અજીબ લાગ્યું. પ્રતાપ જે રીતે બિઝનેસ હસ્તગત કરવાની ઉતાવળ કરી રહ્યો હતો, તેનાથી આર્યનના મનમાં પહેલીવાર શંકા જન્મી.

​સાંજ પડતા સુધીમાં રિયાના મિત્ર નીલે એક મોટો ખુલાસો કર્યો. "રિયા, આ વીડિયો જે આઈપી એડ્રેસ પરથી આર્યનને મોકલવામાં આવ્યો છે, એ બીજું કોઈ નહીં પણ 'શાંતિ નિવાસ' (આર્યનનો બંગલો) ના જ વાઈ-ફાઈનો ઉપયોગ કરીને મોકલાયો છે!"

​રિયા ચોંકી ગઈ. એનો અર્થ એ કે ઘરની અંદર જ કોઈ દુશ્મન બેઠો હતો.

​રિયાએ તરત જ આર્યનને ફોન કર્યો, પણ આર્યને ફોન કાપી નાખ્યો. રિયા સમજી ગઈ કે હવે વાતોથી કામ નહીં ચાલે, તેણે પુરાવા સાથે આર્યન સામે જવું પડશે.

​તે રાત્રે, રિયા ચોરીછુપીથી બંગલામાં પાછળના રસ્તેથી પ્રવેશી. તેણે જોયું કે આર્યનના કાકા પ્રતાપ ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. રિયાએ પોતાનો ફોન કાઢીને રેકોર્ડિંગ ચાલુ કર્યું.

​પ્રતાપ બોલી રહ્યો હતો: "હા, વિક્રમ તો પકડાઈ ગયો પણ મારો પ્લાન સફળ રહ્યો. મેં જ પેલો એડિટ કરેલો વીડિયો આર્યનને મોકલ્યો હતો. હવે આર્યન તૂટી ગયો છે. કાલે હું તેની પાસે પાવર ઓફ એટર્ની પર સહી કરાવી લઈશ, અને પછી આર્યન મહેતાનો પણ એ જ હાલ થશે જે તેના બાપ આકાશનો થયો હતો. કોઈને ખબર નહીં પડે કે આકાશ મહેતાને આત્મહત્યા કરવા મેં જ મજબૂર કર્યો હતો!"

​રિયાના શ્વાસ થંભી ગયા. અસલી માસ્ટરમાઈન્ડ વિક્રમ નહીં, પણ આર્યનના પોતાના કાકા પ્રતાપ હતા!

​રિયા રેકોર્ડિંગ લઈને પાછી વળવા ગઈ, પણ અચાનક પાછળથી કોઈએ તેના માથા પર જોરથી પ્રહાર કર્યો. રિયા જમીન પર ઢળી પડી. તેનો ફોન પ્રતાપના હાથમાં હતો.

​"બહુ હોશિયાર બને છે ને છોકરી?" પ્રતાપ કુરુરતાથી હસ્યો. "હવે તું અને આર્યન બંને મારા રસ્તામાંથી સાફ થઈ જશો."


#MansiDesaiShastriNiVartao

#માનસીદેસાઈશાસ્ત્રીનીવાર્તાઓ

#Aneri

#SuspensethrillerStory

#Booklover

#Storylover

#Viralstory