વીર ની વીરતા અને કાયરનું વલોપાત
રાજસ્થાનના વિરાટ વિસ્તારમાં એક નાનું ગામ હતું – વીરપુર. ત્યાં રહેતા વીરેન્દ્રસિંહ રાઠોડ નામના રાજપૂત ઠાકુર હતા. તેમનું કુટુંબ પ્રાચીન વંશનું હતું, જેમણે પેઢીઓથી ધરતીનું રક્ષણ કર્યું હતું. તેમની પત્ની રાણીસાહેબા વીરમતી – એક પતિવ્રતા સ્ત્રી, જેનું નામ પણ તેના સ્વભાવને અનુરૂપ હતું. આટલી વીરતા ની સાથે એક દોષ હતો તે. એ કે તેઓ અફીણના શોખીન હતા.
शौर्यं तेजो धृतिर्दाक्ष्यं युद्धे चाप्यपलायनम्।
दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् - भगवद्गीता 18.43)
શૂરવીરતા, તેજ, ધૈર્ય, કુશળતા, યુદ્ધમાં ક્યારેય પીઠ ન ફેરવવી, દાનશીલતા અને શાસન કરવાની ભાવના — આ બધાં ગુણો ક્ષત્રિયના સ્વભાવમાંથી ઉત્પન્ન થનારા સ્વાભાવિક કર્તવ્ય છે.
ક્ષત્રીય લોકો, સરહદ પરના સૈનિકો ત્યારેજ લડી સકે જયારે તેઓ પોતાના પરિવાર ને ભૂલી સકે. લડતા લડતા જો પત્ની, છોકરો યાદ આવે તો દ્વંદ થવી અશક્ય થાય અથવા નબળું થાય.
જેમ અર્જુનને મહાભારતના યુદ્ધ માં સામે પક્ષે ગુરુ દ્રોણ, કાકા ના છોકરાવ ભીષ્મ ને જોઈ હથિયાર હેઠા પડી ગયા. આવે વખતે કાં ગીતાજી જોઈએ અથવા ભૂલવા માટે સોમરસ. ખેર વાત આગળ કહું.
ગામથી થોડે દૂર એક તેલી – નામ હતું ગિરધર – રહેતો હતો. તેની ઘાણી દિવસ-રાત ચાલતી, અને તેની જીભ ઘાણીથી વધુ તેજ ચાલતી. ઠાકુરની ડેલી પાસે આવે ત્યારે તે હંમેશા ઠેકડી મારતો: “આ અફીણીયા રાઠોડને શું છે? બંધાણી થઇ ઘરમાં બેસે છે, અને અમે મહેનત કરી તેલ કાઢીએ છીએ!” લોકો હસતા, પણ વીરમતીના હૃદયમાં આ વેધક તીરની જેમ ખૂંચતું.
ઘાંચી ને મન ક્ષત્રીય રાઠોડ નું સમાજ માં કઈ યોગદાન નહિ.
એક દિવસ વીરમતીએ પતિને કહ્યું, “સ્વામી, આ ગિરધરની મશ્કરીઓથી મારું મન દુઃખી થાય છે. તમે તેને કંઈક કહો ને?”
ક્ષત્રીય ના ગુણો જોઈએ તો
· शौर्यम् (Shauryam): વીરતા, પરાક્રમ, બહાદુરી
· तेजः (Tejah): તેજસ્વિતા, ઓજ, શક્તિ, આત્મબળ
· धृतिः (Dhritih): ધૈર્ય, દૃઢતા, અડગ સંકલ્પ
· दाक्ष्यम् (Dakshyam): કુશળતા, કાર્યદક્ષતા, નિપુણતા (ખાસ કરીને યુદ્ધકૌશલ્યમાં)
· युद्धे चाप्यपलायनम् (Yuddhe chaapyapalaayanam): યુદ્ધમાં ક્યારેય પીઠ ન બતાવવી, સંઘર્ષમાંથી ભાગી ન જવું
· दानम् (Daanam): ઉદારતા, દાન આપવાની ભાવના
· ईश्वरभावश्च (Ishwarabhaavashcha): સ્વામીભાવ, નેતૃત્વક્ષમતા, શાસન કરવાની યોગ્યતા
· क्षात्रं कर्म स्वभावजम् (Kshatram karma swabhavajam): આ બધા ગુણો ક્ષત્રિયના સ્વભાવમાંથી ઉત્પન્ન થતા સ્વાભાવિક કર્તવ્ય અને ગુણધર્મો છે
આમ વીરેન્દ્રસિંહે શાંતિથી જવાબ આપ્યો: “રાણી, જ્યારે ગામ પર ધાડ પડે, અને હું ઢાલ-તલવાર બાંધીને યુદ્ધ માટે તૈયાર થાઉં, ત્યારે આ ગિરધર મને યાદ કરાવજે. તે જ સમયે ખબર પડશે કે ક્ષત્રિયનું તેજ શું છે. તેઓ ફક્ત ઘરમાં બેસી નથી રહેતા કે નથી રાજ કરતા પણ દેશ ઉપર કે સમાજ ઉપર ઘાત આવે ત્યારે ઢાલ બની અડગ રહે છે.”
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि ।
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते ॥ ભગવદ્ગીતા ૨.૩૧
પોતાના ધર્મને જોઈને પણ તું વિચલિત ન થા. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ કરતાં બીજું કોઈ શ્રેયસ્કર કાર્ય નથી.
આ વાતને વખત વીતતો ગયો. થોડા દિવસોમાં જ દુશ્મનોની ધાડ ગામ પર પડી. રણશિંગડાં ગાજ્યાં, ઢોલ-નગારાં વાગ્યાં, ઘોડાઓના ટાપના થરથરાટ થી ધરતી કાંપી ઉઠી. વીરેન્દ્રસિંહે તુરંત હથિયારો સજ્જ કર્યા, ઘોડી પર સવાર થયા. તેમની આંખોમાં વીરરસ ઊભરાયો. વીજળી વેગે તલવાર મ્યાનમાંથી નીકળી કે લુટારુઓ ઘાસ કપાય તેમ કપાઈ ગયા. સરીર આખું લોહીથી ખરડાઈ ગયું. ને વીજી થઇ ઘેર પાછા ફર્યા.
એ જ પળે વીરમતીએ પતિને કહ્યું: “સ્વામી, તમને આજે ગિરધર યાદ કરાવું કરું છું!”
બસ! એ શબ્દોએ વીરેન્દ્રસિંહના રગેરગમાં અગ્નિ પ્રગટાવ્યો. તેમના રોમેરોમમાં જ્વાળાઓ ભભૂકી ઊઠી. તેઓ ઘોડી પાછી વાળી સીધા ગિરધરની ઘાણી તરફ દોડ્યા.
હજુ વીરેન્દ્રસિંહનું ઝનુન ઓછુ થયું ન હતું. સમાજને અધર્મીઓથી રક્ષણ આપવું અને વામપન્થીઓને બોધપાઠ આપવો આ તેજ્પુરુશોનું કામ છે.
ગિરધર તે વખતે ઘાણી પર બેઠો બળદને ડચકારા મારતો હતો. વીરેન્દ્રસિંહે ત્યાં પહોંચીને જોમથી બાજુમાં પડેલી લોખંડની મોટી કડી (ઘાણીની પરાઈ) હાથમાં લીધી. તેમણે તેને ગિરધરની આસપાસ ફેરવીને ગળામાં બે હાથે વાળી બાંધી દીધી. લોખંડની એ કડી ગિરધરના ગળામાં નંખાઈ ગઈ. વીરેન્દ્રસિંહ નું ઝોમ તેનો પારો હેઠો ઉતર્યો.
ઘાંચી હવે હેબતાઈ ગયો હતો. તેની સમાજમાં નહોતું આવતું કે શું કરવું? ઘાંચી પોતે પ્રયત્ન ખુબ કર્યો પણ નાસીપાસ. હવે તે તે ઘાણીના ઘાણી ના પટ્ટા ને આલિંગન કરતો રહી ગયો – જાણે સદાયે વળગી રહ્યો. તેણે વિરેન્દ્રસિંહ ને વિનંતી કરી. પટ્ટા ને કાઢવા માટે. વિરેન્દ્રસીહે પ્રયત્ન કર્યો પણ વ્યર્થ. હવે પહેલા જેવો જુસ્સો નહોતો રહ્યો.
ઘાંચી ને સત્યનું ભાન થયું.
સમાજમાં ચારેય વર્ણ ની જરૂરીયાત છે.
चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः।
तस्य कर्तारमपि मां विद्ध्यकर्तारमव्ययम्॥ अध्याय 4, श्लोक 13
ભગવાન કૃષ્ણ કહેછે “મેં ગુણો અને કર્મોના વિભાજન અનુસાર ચાર વર્ણોની (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર) રચના કરી છે। છતાં પણ હું તેમનો કર્તા હોવા છતાં અકર્તા (અપરિવર્તનીય) તરીકે જાણવો જોઈએ.”
ચારેય વર્ણોને શરીર સાથે આ રીતે સરખાવી શકાય છે:
• બ્રાહ્મણ — માથું
જેમ માથું વિચારે છે, માર્ગદર્શન આપે છે અને સમગ્ર શરીરને દિશા આપે છે, તેમ બ્રાહ્મણ વર્ણનું કાર્ય જ્ઞાન, વિદ્યા, વિચાર અને માર્ગદર્શન આપવાનું છે.
• ક્ષત્રિય — હાથ
હાથ શક્તિ, રક્ષા અને કાર્ય કરે છે. ક્ષત્રિય વર્ણ સમાજની રક્ષા કરે છે, ન્યાય સ્થાપે છે અને જવાબદારી ઉપાડે છે.
• વૈશ્ય — પેટ
પેટ પોષણ કરે છે અને શક્તિ પૂરી પાડે છે. વૈશ્ય વર્ણ અર્થવ્યવસ્થા, વેપાર, કૃષિ અને સંસાધનો દ્વારા સમાજને પોષે છે.
• શૂદ્ર — પગ
પગ શરીરને આધાર આપે છે અને ગતિ આપે છે. શૂદ્ર વર્ણ સેવા અને પરિશ્રમ દ્વારા સમાજને સ્થિરતા અને આધાર આપે છે.
સારાંશરૂપે, જેમ શરીરના દરેક અંગનું પોતાનું મહત્વ છે અને કોઈપણ અંગ વિના શરીર અધૂરું છે, તેમ ચારેય વર્ણો પરસ્પર પૂરક છે; કોઈ પણ ઊંચું કે નીચું નથી, સૌનું સ્થાન અને કાર્ય અનિવાર્ય છે.
હવે હાથ જો પગ નો દ્વેષ કરી તેને મારે તો ઘાત તો સરીરને જ થવાનો છે. દુખ તો સરીરને જ થવાનું છે. આ વર્ણ વ્યવસ્થા ભગવાને બનાવી છે (ને આપને વર્ણ ભેદ કરી નાખ્યો?) આપણે એક બીજાનો દ્વેષ કરશું તો દુખ તો ભગવાનને જ થવાનું.
ચાલો આગળ વાર્તા કહું.
આ ઘટના ગામમાં આગની જેમ ફેલાઈ. લોકોમાં ભય અને આદર બંને વધ્યા. વીરેન્દ્રસિંહે ગામને બચાવ્યું. ગામ લોકોએ લુહારને બોલાવી ઘાંચી ના ગળા માંથી લોખંડ નો પટ્ટો કાઢવી આપ્યો.
વીરનું તેજ જાગ્યું જ્યારે, અપમાનની આગ લાગી,
રગેરગમાં રુધિર ઉકળ્યું, ક્ષત્રિય ધર્મ જાગ્યો ત્યારે.
ઘાણીની કડી બની વરમાળા, વામપન્થીઓને મળી સજા,
અફીણી-બાંધણીની મર્યાદા, રક્ષી વીરે આજે રાજા.
ક્ષત્રિયનું તેજ શાંતિમાં નિદ્રાધીન રહે છે, પણ જ્યારે મર્યાદા પર આંચ આવે ત્યારે તે વીજળીની જેમ ચમકે છે. જે લોકો વીરોની પરંપરાઓની મશ્કરી કરે છે, તેમને એક દિવસ ખબર પડે છે કે એ વીરતા કેટલી જરૂરી હોય છે. આજના સમયમાં પણ, જ્યારે સમાજના રક્ષકો રુઠે, કમર કસે અને ધીંગાણે ચઢે, ત્યારે જ ખબર પડે કે તેમના ક્ષત્રિય કેટલા મહાન છે.