Anukaran in Gujarati Short Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | બુદ્ધિ વગરનું અનુકરણ

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

બુદ્ધિ વગરનું અનુકરણ

 

એક દિવસ એકનાથતા ઘરમાં ચોર ચોરી કરવા ગુસ્યા ને પોતે લઈ જાવાનો માલ સામાન બારણા આગળ ભેગું કરતા ગયા. પછી વધારે વસ્તુ લઈ આવવા પાછા ધરમાં ગયા અને એકનાથના  દેવધરમાં જોવા ગયા તેવા જ આંધળા થઈ ગયા. બહાર નીકળવા દીવાલોને હાથ અડી અડી દવાજો ગોતવા ગણો પ્રયત્ન કરે પણ દરવાજો બહાર નીકળવાનો કેમેય જડે નહિ.

 એટલે એ તો રોવા માંડ્યા સંતને પગે પડ્યા. માફી માંગવા લાગ્યા. એકનાથે તેમની આંખ ઉપર હાથ ફેરવીને એને દેખતા કર્યા. ચોરોએ તૈયાર કરીને બારણા આગળ મુકેલી ગાંઠડી એકનાથને દેખાડી, પોતાની ભૂલના પ્રાયશ્ચિત રૂપે. એકનાથ કહે, “તમે હમણા થાકયા છો, એટલે ભોજન કરી લો ને પછી સામાન લઈ જાઓ. હુ જ તમને એ ઉપડાવવા મદદ કરીશ. તમે કોઈ ક્ષોભ ન રાખતા.” એમ કહીને એકનાથે પોતાની આંગળીએ વીટી  હતી તે પણ ચોરતને આપી દીધી. ગિરિજાભાઈએ રસોઈ કરીને ચોરોને જમાડ્યા.

પછી તો ચોરે કાંઇ લીધુ તો નહિ જ,  પણુ ચોરપણુંયે ત્યાં જ મૂકતા ગયા.

भोजन दे चोराला आदर आग्रह स्वयं करी मोठा ।

साधु प्रसन्नचित्ते बांधुनि लागे वहावया मोटा ॥

साधू भणे ‘ तस्कर हो, ध्या तुमची एक आंगठी चुकली’ ।

આ વાત એક દંપતીએ કથામાં સાંભળી. તેમને પણ આ ગુણ ઉપાડવાનું મન થયું. ये यथा मां प्रपद्यन्ते –ગીતા ૪.૧૧  જેવું વિચારશે એવું થશે. વખત નું કરવું ને સાચેજ ચોર તે દંપતીને ઘેર આવ્યા. તેઓ તો જાણે એજ વાત જોતા હતા. ચોરોને જમાડ્યું કર્યું. સામાન આપ્યો. એટલે ચોરો સમજી ગયા કે આ સટકેલ દિમાગ છે. બને ચોરોએ ચુલા ની વાની લીધી બને ના મોઢા કાળા કર્યા ને ચાલતા થયા.

બુદ્ધિ વગરનું અનુકરણ એટલે મરણ.

દાદાજી નો ઝભો પોત્રો પહેરશે તો ચોક્કસ પડી જશે.

આંધળો સસરો અને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહું.

કહ્યું     કાંઇને     સમજ્યું     કશું,    આંખનું   કાજળ   ગાલે   ઘસ્યું,

ઊંડો    કૂવો    ને    ફાટી    બોક,   શીખ્યું    સાંભળ્યું    સર્વે     ફોક......અખો

(સરંગટ - ઘૂંઘટ કાઢેલી, બોક - પાણી ભરવાનું ચામડાનું સાધન)



માણસ ઝેર ખસે તો તુરંત મૃત્યુ પામશે, પણ જો તત્વજ્ઞાન પચશે નહિ તો ખાધેલું મારવા પણ નહિ દે અને જીવવા પણ નહિ દે. ગાય જેમ ખાધા પછી વાગોળે છે તેમ તત્વજ્ઞાન સાંભળ્યા પછી વાગોળવું જોઈએ.

જે એકનાથને ઘર ભગવાન હાજરા હજૂર હતા, તે સામાન્ય માણસના સપનામાંયે નથી આવતા. બધો ખેલ ભગવાન સાથેના સંબંધ બનાવવાનો છે. એક વખત સંબંધ બંધાયો કે વિશ્વ તમારી સાથે.

ત્યાર બાદ દંપતીએ ગીતા પાસે સાચું જ્ઞાન પ્રાપ્ત કર્યું ને જીવનના યુદ્ધક્ષેત્રમાં વીજઈ થયા.

तस्मात्प्रणम्य प्रणिधाय कायं प्रसादये त्वामहमीशमीड्यम् |
पितेव पुत्रस्य सखेव सख्यु: प्रिय: प्रियायार्हसि देव सोढुम् || 44||

અનુકરણ (મિમિક્રી) ફલસફી દ્રષ્ટિકોણથી તત્વજ્ઞાનના અનેક ક્ષેત્રોમાં મહત્વ ધરાવે છે. તેમાં વિવિધ પ્રશ્નોનો સમાવેશ થાય છે જેમ કે જ્ઞાન, વાસ્તવિકતા, ભ્રમ, સત્ય અને અનુકરણનો જીવનના વિવિધ પરિપ્રેક્ષ્યોમાં અર્થ શું છે.

આ તેવું વિચારણ છે કે માણસો અને પ્રકૃતિમાં અન્ય જીવ-જંતુઓ પણ બીજી વસ્તુઓનું અનુકરણ કરતા જીવનમાં શીખવા અને સુધારણાની પ્રક્રિયા કરતા રહે છે. ફલસફા અનુકરણના વિવિધ પાસાંઓનું વિશ્લેષણ કરે છે:

1. અનુકરણ અને વાસ્તવિકતા

ફિલોસોફર પ્લેટોએ અનુકરણની ગહન સમજણ આપી હતી. તેના મતે આ દુનિયા અનુકરણ (મિથ્યા) છે અને સત્ય બીજી ઊંચી દુનિયામાં છે, જ્યાં પરિપૂર્ણ "આદર્શ રૂપો" રહે છે. ભૌતિક દુનિયા આ આદર્શ રૂપોના અનુકરણ તરીકે જ જોવા મળે છે.

2. જ્ઞાનસંપાદન માટે અનુકરણ

અરસ્તુએ અનુકરણને માનવજ્ઞાન માટે મહત્વપૂર્ણ માન્યું. અનુકરણ દ્વારા મણુષ્ય વસ્તુઓને સમજવામાં અને શીખવામાં સક્ષમ બને છે. તે મકાન બનાવવું, કલાકૃતિઓ સર્જવી અને જીવનના નવા પાસાંઓને શીખવામાં મદદરૂપ થાય છે.

3. અનુકરણ અને નૈતિકતા

તત્વજ્ઞાનમાં એ ચર્ચા છે કે જો કોઈની ક્રિયાઓ ખરાબ હોય, તો તેનો અનુકરણ નૈતિક રીતે યોગ્ય છે કે નહીં? અનુકરણ અને નૈતિકતાનો સંબંધ માનવ આચરણની દિશામાં મહત્વનો વિષય છે.

4. ભ્રમ અને અનુકરણ

ફલસફામાં અનુકરણને ઘણીવાર ભ્રમ સાથે જોડવામાં આવે છે. એવી ઘણી વસ્તુઓ કે જેની સત્તાવાર રીતે વાસ્તવિકતા નથી પણ તે જ્ઞાનના અભાવમાં વાસ્તવિક જણાય છે, તે એક પ્રકારના ભ્રમજનક અનુકરણ છે.

5. અનુકરણ અને કલાના ક્ષેત્રમાં

અનુકરણને કલાકૃતિ અને નાટ્ય કલા સાથે પણ જોડવામાં આવે છે. પાથંજલીનાં ભારતીય નાટ્યશાસ્ત્રમાં અને અરસ્તુના "પોઇટિક્સ"માં અનુકરણની ચર્ચા થઈ છે કે કેવી રીતે કલા અને નાટ્ય અનુકરણ દ્વારા માનવ જીવનના અનુભવો અને ભાવનાનો અભ્યાસ કરે છે.

ફલસફામાં અનુકરણનો અભ્યાસ જીવન અને જ્ઞાનના વિવિધ પાસાંઓને પરિભાષિત કરવા, સમજવા અને અનુસંધાન કરવાની પ્રક્રિયાને વિકાસિત કરે છે.