Hu Taari Yaad ma 2 -42 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૪૨)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૪૨)

બોર્ડિંગ ગેટ ક્રોસ કરીને થોડું ચાલીને આગળ જતા હું મારી ફલાઈટમાં પહોંચ્યો. મે એરહોસ્ટ્રેસને મારો પાસ દેખાડ્યો. હું આગળ ચાલીને મારી સીટ શોધીને બેસી ગયો. સારું થયું મારી વિન્ડો સીટ બુક કરાવેલી હતી. થોડીવારમાં એનાઉન્સમેન્ટ શરૂ થઈ અને પ્લેનની તથા મુસાફરોની સેફ્ટી રિલેટેડ જાણકારી એર્હોસ્ટ્રેસે પોતાની હાથની એક્શન કરીને સમજાવવા લાગી અને થોડીવારમાં ફ્લાઇટ ટેકઓફની એનાઉન્સમેન્ટ પણ શરૂ થઈ. મને આ બધામાં કોઈ ઇન્ટ્રેસ્ટ નહોતો. ફલાઇટની જે બેઝિક જાણકારી હોવી જોઈએ તે મારી પાસે પૂરતા પ્રમાણમાં હતી. હું મારો મોબાઈલ કાઢીને મારા ઇમેઇલ ચેક કરી રહ્યો હતો. અચાનક મારા મનમાં વિચાર પ્રગટ થયો. "શું મારે વંશિકાને જણાવવું જોઈએ કે હું ક્યાં જઈ રહ્યો છું અને કેટલા દિવસ માટે જઈ રહ્યો છું. મને લાગતું હતું કે મારું જણાવવું ખૂબ જરૂરી છે. પણ શું લેવા હું તેને જણાવું ? ફરીવાર મારા મગજે મારા પર ટકોર કરી અને મને રોકવા લાગ્યું. તેણે તને કોન્ટેક્ટ પણ કરવાની ના પાડી છે તો તને શું આટલી બધી પડી છે કે સામેથી તેને મેસેજ કરીને તારે એને હેરાન કરવી છે. અત્યારે તારો કોઈ હક નથી તેને મેસેજ કરવાનો. તારે મેસેજ કરવાની અથવા જણાવવાની કોઈ જરૂર નથી. મારો હાથ ત્યાજ થંભી ગયો. છતાં પણ મને ફરક પડતો હતો. મારો હક હતો કે હું એને એટલિસ્ટ એટલું તો જણાવી શકું કે હવે હું અમદાવાદમાં નથી અને ક્યાંક બહાર છું. હું એને મેસેજ નથી કરી શકતો પણ તેને ઇન્ડાયરેક્ટલી પણ જણાવી શકું છું ને. મને વોટ્સેપ પર સ્ટેટ્સ મૂકવાનો વિચાર આવ્યો અને ફરીવાર મારી આંગળીઓ વોટ્સેપ પર ચાલવા લાગી."
"સર, પ્લીઝ કાઇન્ડલી સ્વીચ ઓફ યોર ફોન. વી આર ટેકિંગ ઓફ નાઉ અને પ્લીઝ વિયર યોર સિટબેલ્ટ અલ્સો." ફ્લાઇટ ઉપાડવાની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી હતી અને હજુ મારું ધ્યાન મારા મોબાઈલમાં હતું એટલામાં એક હોસ્ટેસ મારી પાસે આવીને મારું ધ્યાન ખેંચતા મને કહેવા લાગી. 
વોટ ધ ફ...યાર હજુ સ્ટેટ્સ મૂકવાનું બાકી હતું અને ઉપર જઈને સિગ્નલ પણ લોસ્ટ થઈ જશે પછી હું શું કરીશ ?
"સર પ્લીઝ સ્વીચ ઓફ યોર ફોન." ફરીવાર એનેઅને ટકોર કરી.
મે મારો મોબાઈલ એરોપ્લેન મોડ પર મૂકી દીધો અને શિટબેલ્ટ બાંધીને બેસી ગયો. થોડીવારમાં ફ્લાઇટ ધીરે ધીરે ચાલવા લાગી અને પછી પોતાની સ્પીડ પકડવા લાગી. અચાનક મને થોડો ઝટકો લાગ્યો અને ફ્લાઇટ હવામાં ઉડાન ભરવા લાગી. મે તરત મારા પોકેટમાંથી મોબાઈલ કાઢ્યો અને બારીની બહારનો વીડિયો ઉતારવા લાગ્યો. જ્યારે ફ્લાઇટ હવામાં ઉડાન ભરી ચૂકી હતી અને આખું અમદાવાદ નાનકડી કીડી જેવું દેખાઈ રહ્યું હતું ત્યારનો સીન મે ૧૦ સેકેન્ડના વીડિયોમાં કવર કરી લીધો. મે ફટાફટ મારો એરોપ્લેનમોડ ઓફ કર્યો અને પહેલા એરપોર્ટ પર પડેલો ફોટો તથા ઉતરેલો વીડિયો વોટ્સેપ સ્ટેટ્સ પર મૂકીને વીડિયો નીચે બાય બાય અમદાવાદ લખી નાખ્યું અને સ્ટેટ્સ સેન્ડ બટન પર ક્લિક કરીને અપલોડ કરવા લાગ્યો. મારો મોબાઈલ ડેટા ઓન હતો છતાં પણ મારું ચકરડું ફરી રહ્યું હતું. ફક્ યાર જલ્દીથી અપલોડ થઈ જા નહિતો મેહનત વેસ્ટ જતી રહેશે અને પછી કેટલો ટાઈમ પછી નંબર આવશે.
વાઉ, ચકરડું ફરવાનું બંધ થઈ ગયું અને ફાઇનલી મારું સ્ટેટ્સ અપલોડ થઈ ચૂક્યું હતું. અત્યારે હું ખુલ્લા આકાશમાં ઊડી રહ્યો હતો જ્યાંથી મને ફક્ત વાદળો દેખાઈ રહ્યા હતા. ધીરે ધીરે મારા મોબાઇલનો નેટવર્ક ડાઉન થઈ રહ્યો હતો અને થોડીવારમાં નેટવર્ક પણ ગાયબ થઈ ચૂક્યો હતો. સારું થયું મારું સ્ટેટ્સ અપલોડ થઈ ગયું હતું અને હવે મને કોઈ ચિંતા નહોતી કારણકે હવે હું વંશિકાને ઇન્ડાયરેક્ટલી જણાવી શકતો હતો કે હું અમદાવાદથી અને એનાથી દૂર જઈ રહ્યો હતો. તારી સાથે જોડાયેલી યાદોને અને તને થોડા દિવસનો બ્રેક આપીને હું પોતાની જાતને તારાથી દૂર લઈ જઈ રહ્યો હતો. બસ હવે થોડો સમય અને હું મારી જર્ની સ્ટાર્ટ કરવા માટે પહોંચવાનો હતો. મે મારું સીટ પર સરખી રીતે ટેકવ્યું અને સૂવાનો પ્રયત્ન કરવા લાગ્યો પણ મને ઊંઘ નહોતી આવી રહી. મોબાઈલમાં નેટવર્ક નહોતો એટલે ઇન્ટરનેટ અથવા ફોનનો કોઈ મતલબ નહોતો છતાં પણ મેં મારા હેન્ડસફ્રી લગાવ્યા અને મોબાઈલમાં સોંગ ચાલુ કરી દીધા. વંશિકા સાથે રેગ્યુલર વાત થતી હતી ત્યારે તેણે ઘણા સોંગ મને શેર કર્યા હતા જેની મેં ડાઉનલોડ કરીને પ્લેલિસ્ટ બનાવી હતી. આ બધા સોંગ આજે મને કામ આવી રહ્યા હતા. હું આરામથી સૂતો સૂતો સોંગ સાંભળવા લાગ્યો. ફલાઈટમાં મારા ૨ કલાક ક્યારે નીકળી ગયા તેની મને ખબર ના રહી. થોડીવારમાં હું ચેન્નાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લેન્ડ કરી રહ્યો હતો. હું બારીમાંથી ચેન્નાઈનો નજરો જોઈ રહ્યો હતો. ફાઇનલી મારી ફ્લાઇટ લેન્ડ થઈ ચૂકી હતી અને હવે હું બહાર નીકળ્યો અને મારું લગેજ રીસીવ કર્યું. હું એરપોર્ટની બહાર નીકળ્યો અને મને ખબર હતી કે મને કોઈ રીસીવ કરવા આવવાનું હતું. હું હજી એરપોર્ટ પર રાહ જોઈ રહ્યો હતો. મે મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને ચેક કરવા લાગ્યો કે કોણે કોણે મારું સ્ટેટ્સ જોયું છે. ઘણા લોકોના નામ હતા ઇન્ક્લુડિંગ અવિ, વિકી અને શિખા આને આ બધાનો સેફ જર્ની માટે મેસેજ પણ આવેલો હતો. હું જેની રાહ જોઈ રહ્યો હતો એના તરફથી હજી સ્ટેટ્સ જોવામાં આવ્યું નહોતું. હા, હું વંશિકાની વાત કરતો હતો. મે ઘડિયાળમાં જોયું રાતના ૮:૪૦ થઈ ચૂકી હતી અને હજી હું એરપોર્ટ પર આટા મારી રહ્યો હતો. ચેન્નાઈ જેવા અજાણ્યા શહેરમાં મારું કોઈ ઓળખીતું નહોતું એટલે કોઈને કાઈ પૂછવાનું પણ મને યોગ્ય નહોતું લાગતું. થોડીવારમાં મારો ફોન વાગવા લાગ્યો અને કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જે મેં રીસિવ કર્યો. "હેલો રુદ્ર ગજ્જર, આઈ એમ મુરુગન યોર કેબ ડ્રાઈવર. વેર આર યુ ?"
"યસ મુરુગન આઈ એમ એટ એરપોર્ટ ઇન્ફ્રોન્ટ ઓફ એક્ઝિટ ગેટ" મેં જવાબ આપ્યો.
"ઓકે પ્લીઝ વેઇટ ધેર આઈ એમ કમિંગ." મુરુગ્ગનનો જવાબ આવ્યો. હજુ અમારો ફોન ચાલુ હતો.
"આઈ થિન્ક આઈ શો યુ. આર યુ ઇન ગ્રીન શર્ટ અને બ્લેક પેન્ટ ?" મુરુગને કહ્યું.
"યસ, બટ વેર આર યુ આઈ કાન્ટ સી યુ" મે કહ્યું.
આટલી વારમાં મારી પાસે કોઈ આદેધ ઉંમરનો માણસ આવીને ઊભો થયો જે લગભગ ૪૦-૪૫ વર્ષની વચ્ચેની ઉંમરનો માણસ હતો. હું એમને જોતા સમજી ગયો કે આ મુરુગન હશે કારણકે એમના ઉમર પર એકનું નામ શૂટ થતું હતું. તેમણે આવીને મને કહ્યું. "મિ રુદ્ર રાઇટ?"
"યસ આઈ એમ રુદ્ર મુરુગન." મે કહ્યું
"ગીવ મી યોર લગેજ સર એન્ડ પ્લીઝ કમ વિથ મી. માય ટેક્સી ઈઝ આઉટસાઇડ ગેટ."
મે મારું લગેજ તેમને આપી દીધું અને હું તેમની સાથે ચાલવા લાગ્યો. અમે બહાર નીકળ્યા અને ટેક્સી પાસે ગયા. તેમણે માર લગેજ પાછળની ડેકીમાં મૂકી દીધું અને હું ટૅક્સીમાં તેમની બાજુમાંજ બેસી ગયો. મને કારમાં પાછળની સીટ પર બેસવા કરતા હંમેશા આગળની સીટ પર બેસવું વધુ કમ્ફર્ટેબલ લાગતું હતું એટલે હું બંને ત્યાં સુધી આગળની સીટ પર બેસતો હતો. મુરુગને ટેક્સી ચલાવાની સ્ટાર્ટ કરી. અહીંયાના દરેક રસ્તાઓ મરામતે અજાણ્યા હતા એટલે હું ક્યાં જઈ રહ્યો હતો મને કોઈ ખબર નહોતી પડી રહી. હું બસ આમતેમ ડાફોળિયાં મારી રહ્યો હતો. મુરુગન સાથે હું શું વાત કરું અહીંયાના લોકોની ભાષા પણ સાવ અલગ હતી જે મારા બસની બહાર હતી. તે મને સમજ નહોતી આવી રહી એટલે હું ચૂપ બેઠો હતો. મને ચૂપ જોઈને મુરુગને વાત શરૂ કરી.
મુરુગન :- સોરી સર, આઈ સ્ટક ઇન ટ્રાફિક ધેટ્સ વાય આઈ કેમ લેટ.
હું :- ઈટ્સ ઓકે નો પ્રોબ્લેમ. મુરુગન વીચ લેન્ગવેજ યૂ કેન ટોક ?
મુરુગન :- સર આઈ નો ઓન્લી ઈંગ્લીશ એન્ડ તમિલ.
હું :- યુ કેન નોટ એન્ડરસ્ટેન્ડ હિન્દી ?
મુરુગન :- નો સર આઈ કાન્ટ. જનરલી આઈ સ્પીક તમિલ બટ યુ આર બિલોંગ ફ્રોમ અધર સ્ટેટ. સો આઈ હેવ ટુ ટોક વિથ યુ ઇન ઇંગ્લિશ.
હું :- ઈટ્સ ઓકે. સો વેર આર વી ગોઇંગ નાઉ ? (મને ખબર હતી અમે ક્યાં જઈએ છીએ છતાં પણ મેં પૂછી લીધું.)
મુરુગન :- નાઉ વી આર ગોઇંગ ટુ નોવોટેલ ચેન્નાઈ એટ યોર હોટેલ.
મે મારી વાતોને અહીંયા વિરામ આપ્યો. અમે થોડીવારમાં હોટલ પહોંચ્યા. હોટલ જઈને મુરુગને કાર રોકી અને હું તેમાંથી બહાર નીકળ્યો. મારા બહાર નીકળતી વખતે મુરુગને મને તેનું કાર્ડ આપ્યું અને જણાવ્યું કે હવેથી તે દરરોજ મને ઓફિસ લઈજવા અને મૂકવા માટે આવશે અને તે સિવાય મારે બીજે ક્યાંય પણ જવું હોય તો તેને કોન્ટેક્ટ કરવો. મને ખબર હતી કે કંપની મને અહીંયા સુધી બોલાવી રહી છે તો બદલામાં મને સારી એવી ફેસિલિટી પણ આપવાની છે. પ્રીમિયમ હોટેલ, ફ્રી ફૂડ, ફ્લાઇટ ટિકિટ્સ, પ્રાઇવેટ કેબ આ બધું મને કંપની ઓફર કરી રહી હતી જેના બદલામાં મારે કંપનીને પોતાનું માર્ગદર્શન આપવાનું હતું. મે મારી બેગ કાઢી અને મુરુગનને જવા માટે કહ્યું અને આવતી કાલે સવારે ૯ વાગ્યે મને પિક અપ કરવા માટે આવી જવા કહ્યું. હું મારું લગેજ લઈને હોટલના મેઈન એન્ટેન્સમાં દાખલ થયો. હોટેલનો લુક ખરેખર એક રોયલ અને પ્રીમિયમ ફિલ કરાવી રહ્યો હતો. હું રિસેપ્શનિસ્ટ પાસે ગયો અને મારું આઇડી કાર્ડ શો કર્યું. મારું આઇડી કાર્ડ જોઈને તેણે મને સામે સવાલ કર્યો. તમને જણાવવાનું રહી ગયું કે રિસેપ્શનિસ્ટ એક છોકરી હતી.
શી :- મી રુદ્ર ગજ્જર યુ આર ટુ લેટ. યોર ચેક ઇન ટાઈમ વસ ટ્વેલ્વ એટ નૂન.
હું :- યસ આઈ નો મેમ, આઈ કેમ ફ્રોમ ધ ઇવનિંગ ફ્લાઇટ.
શી :- ઓકે સર નૉ પ્રોબ્લેમ, હીયર યોર કી. એન્ડ ઇફ યુ વોન્ટ ઇનિથિંગ ડોન્ટ હેસિટેટ ટુ કોન્ટેક્ટ. માય સેલ્ફ મોનિકા.
હું :- ઠીક હે મેડમ સ્યોર બોલૂંગા. બટ આપ દિખા શક્તેહો મેરા રુમ કહા પર હૈ ? (ભૂલથી મારાથી હિન્દી શબ્દો નીકળી ગયા પણ એની અસર ખૂબ સારી થઈ જ્યારે મને સામે જવાબ પણ એવી ભાષામાં મળ્યો.)
મોનિકા :- સર, દૂસરે ફ્લોર પર ૨૦૯ નંબર રુમ આપકા હૈ. આપ વેઇટ કીજીયે મે કીસી સ્ટાફ મેમ્બર કો આપકે સાથ ભેજતી હું દિખાને કે લિયે.
હું :- અરે નહીં મેમ ઇસકી કોઈ જરૂરત નહીં. મે ખુદ ચલ જાઉંગા. બાય ધ વે અચ્છા હુઆ યહા કોઈ તો એસ મિલા જો હિંદી મેં બાત કર શકતા હૈ.
મોનિકા :- યસ સર, મે એકચ્યુલી દિલ્હી સે હું ઇસ્લિયે હિન્દી બોલ શકતી હું ઔર રિસેપ્શનિસ્ટ હોને કે નાતે મુજે તો તમિલ ભી આની ચાહીએ એસી હમારે હોટેલકી પોલિસી હૈ. બાય ધ વે આપ અપને રૂમમે જાઈએ મે રૂમ સર્વિસ બોય કો થોડી ડેર મેં ભેજતી હું.
હું :- ઓકે મેં થૅન્ક યુ. 
હું મારું લગેજ ઉઠાવીને લિફ્ટ પાસે પહોંચ્યો અને ત્યાંથી બીજા ફ્લોર પર ગયો. મારો રૂમ ૨૦૯ નંબરનો હતો જે લિફ્ટની નજીકમાં હતો. મે મારો રૂમ ખોલ્યો અને મારું લગેજ સાઈડમાં મૂક્યું અને સીધો જઈને બેડ પર આડો પડી ગયો. ફલાઈટમાં ૨ કલાક ઉપર અને પછી ટૅક્સીમાં અડધો કલાક જેવા સમય સુધી બેસીને હું થાકી ગયો હતો. ૫ મિનિટ જેવો આરામ કર્યો હશે ત્યારે મારા રૂમની દોરબેલ વાગી. હું ઊભો થયો અને દરવાજો ખોલ્યો મારી સામે રૂમ સર્વિસ બોય ઊભો હતો તેણે મને વેલ્કમ કહ્યું અને હિન્દીમાં પૂછ્યું. " સર આપ ડિનરમે ક્યાં લેંગે ? પંજાબી, સાઉથ ઇન્ડિયન યા ફિર ચાઈનીઝ ?"
"પંજાબી. કોઈ ભી પનીર કી સબ્જી ચલેગી ઔર પ્લેન રોટી." મે તેને કહ્યું અને તે જતો રહ્યો.
મને નવાઈ લાગી કે અહીંયા કોઈએ ગુજરાતી થાળીનું નામ ના લીધું. જમવાનું આવે ત્યાં સુધીમાં મે ફ્રેશ થવાનું વિચાર્યું. મે ઘડિયાળમાં જોયું તો ઓલરેડી ૯:૧૫ થઈ ગયા હતા. મારી જમવાની સમય અમદાવાદમાં ખૂબ વહેલી હતો અને આજે મોડું થઈ ગયું હતું એટલે મને ભૂખ પણ લાગી હતી. હું મસ્ત ફ્રેશ થઈને બહાર આવ્યો અને ફરીવાર ડોરબેલ વાગી. મે ફરીવાર દરવાજો ખોલ્યો અને મારી સામે રૂમ સર્વિસ બોય ઊભો હતો. "સર યે આપકા ડિનર ઔર આપકે લિયે ખાસ રેડ વાઇન."
"મેને વાઈન ઓર્ડર નહીં કી થી" મે કહ્યું.
"સર યે હમારી તરફસે કમ્પ્લીમેન્ટ્રી ફ્રી વેલ્કમ ડ્રીંક હૈ આપકે લિયે. આપ પહેલીવાર આયે હો ઇસ્લિયે ઔર યે ફ્રી હૈ." તેણે કહ્યું.
"ઠીક હે ઇધર હિ રખ દો." મે કહ્યું.
વેઇટર એટલે કે રૂમ સર્વિસ બોય ત્યાં ટેબલ પર મારું જમવાનું મૂકી ને જતો રહ્યો. મને ખૂબ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયો. જમીને નવરા પડ્યો ત્યારે ૧૦:૧૫ વાગી ચૂક્યા હતા. દસ પંદર મિનિટ આમ બાલ્કની માંથી બહારનો નજરો જોવા લાગ્યો. હવે મે વાઈનની બોટલ ખોલી અને ગ્લાસમાં વાઇન કાઢી અને બાલ્કનીમાં ઊભો ઊભો પીવા લાગ્યો. અહીંયા એક વસ્તુ સારી હતી કે મને ડ્રીંક ગમે ત્યારે મળી શકે તેમ હતું એટલે સ્કોચ, વ્હિસ્કી, રમ બધું જ પીવા માટે મને હવે છૂટ પણ હતી. થોડીવાર મસ્ત વાતાવરણમાં ડ્રીંક કર્યા પછી ફાઇનલી મને ઊંઘ આવવા લાગી. હું મારા બેડ પર જઈને સૂતો અને મારો મોબાઈલ ડેટા ઓન કર્યો અને વોટ્સેપ ચેક કર્યું. હજુ સુધી મારા સ્ટેટ્સમાં વંશિકાનું સિન નહોતું આવ્યું. મે મોબાઈલ પડતો મૂક્યો અને એલાર્મ મૂકીને સૂઈ ગયો. સવારે આઠ વાગ્યે એલાર્મ વાગ્યો અને હું જાગ્યો. ફટાફટ તૈયાર થવા લાગ્યો કારણકે મેં મુરુગનને ૯ વાગ્યે પિક અપ કરવાનો ટાઈમ આપ્યો હતો. હું કલાકમાં ફટાફટ તૈયાર થયો અને ચા નાસ્તો પણ કરી લીધો. મે મારા બેગમાં લેપટૉપ ભર્યું અને બેગ લઈને નીચે પહોંચ્યો. હું કમ્પ્લિટ ૯ વાગ્યે નીચે પહોંચ્યો અને એ સમયે મુરુગન પણ કેબ લઈને ત્યાં આવી પહોંચ્યો. હું કારમાં બેઠો અને મુરુગન કાર ચલાવવા લાગ્યો. લગભગ ૧૦ થી ૧૫ મિનિટમાં અમે ઓફિસ પહોંચ્યા. મે સવારનો મારો મોબાઈલ ડેટા પણ ઓન નહોતો કર્યો એટલે મેં ચાલતા ચાલતા મોબાઈલ ડેટા ઓન કર્યો અને મોબાઈલમાં મેસેજો અને નોટિફિકેશનો ચાલુ થઈ ગયા. હું ઓફિસની અંદર દાખલ થઈ ચૂક્યો હતો. મારા મોબાઈલમાં અનેક મેસેજો સાથે વંશિકાનો મેસેજ પણ હતા જે જોઈને હું સ્તબ્ધ થઈ ગયો. "ક્યાં જાવ છો ? આમ અચાનક ? મને કહ્યું પણ નહીં ?"