Hu Taari Yaad ma 2 -35 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૩૫)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૫)

"હેલો રુદ્ર, સો ટેલ મી વોટ ધ ઈઝ ગુડન્યુઝ ?" વંશિકાનો મેસેજ આવી ગયો. મે તરત હવે એનું ઇનબૉક્સ ઓપન કર્યું અને તરત જવાબ આપવા મારી આંગળીઓ ટાઈપિંગ કરવા આગળ વધી.
હું :- તું વિચાર કરી શકે શું ગુડન્યુઝ હોઈ શકે ?
વંશિકા :- અરે યાર હું ક્યાંથી વિચારી શકું અને તમે આમ વાત ફેરવ્યા ના કરશો. પ્લીઝ જલ્દી જણાવો.
હું :- અચ્છા ચાલ કહી દઉં. ગુડન્યુઝ એવી છે કે મારું પ્રમોશન થઈ ગયું છે અને હું સિનિયર એન્જિનિયરમાંથી જોઇન્ટ મેનેજર બની ગયો છું. ટૂંક સમયમાં પ્રમોશન લેટર પણ મળી જશે.
વંશિકા :- વાઉ, આ તો ખૂબ મોટી ગુડન્યુઝ છે. કોંગ્રેચ્યુલેશન જોઇન્ટ મેનેજરની પોસ્ટિંગ માટે.
હું :- તમારો ખૂબ ખૂબ આભાર મેડમ.
વંશિકા :- ફક્ત આભાર માનવાથી કામ નહીં ચાલે સાહેબ. તમારે પાર્ટી આપવી પડશે.
હું :- અચ્છા, તને પણ પાર્ટી જોઈએ છે ?
વંશિકા :- તને પણ મતલબ બીજા કોણે પાર્ટી માગી છે ?
હું :- અવિ અને વિકી બીજું કોણ હોય ?
વંશિકા :- તે લોકો તો તમારા ખાસ છે એટલે તમારે એમને પાર્ટી આપવી જોઈએ પણ મને પણ પાર્ટી આપવી પડશે ને તમારે ?
હું :- હા જરૂર મેડમ. તમને પણ પાર્ટી આપીશ. બોલો ક્યારે જોઈએ છે પાર્ટી ?
વંશિકા :- જ્યારે પણ તમે ફ્રી હોય ત્યારે આપજો. હું તમને ના નહીં કહું પાર્ટી માટે.
હું :- હા સારું, હું તને પછી કહીશ.
વંશિકા :- અચ્છા બાય ધ વે જણાવશો કે પાર્ટી તમે કેટલા જણાને આપવાના છો ?
હું :- અરે કોઈ ખાસ નથી. ફક્ત તું અને અવિ અને વિકી તમને લોકોને પાર્ટી આપવાની છે અને ઓફિસના લોકોને ઓફિસમાં પાર્ટી આપી દઈશ.
વંશિકા :- અચ્છા તો બધાને સાથે પાર્ટી આપી દેજો એટલે તમારે એકસાથે બધાનું કામ પૂરું થઈ જાય.
હું :- ના અવિ અને વિકિની પાર્ટી અલગ છે. હું તેમની સાથે બહાર જવાનું વિચારું છું. અમે લોકો બહાર જઈને સેલિબ્રેશન કરીશું અને તને હું ફ્રી હોઈશ ત્યારે બહાર ડીનર પર લઈ જઈશ.
વંશિકા :- અચ્છા ડીનર પર લઈ જશો એમ ?
હું :- હા, તને કોઈ પ્રોબ્લેમ નથી ને મારી સાથે ડીનર કરવામાં ?
વંશિકા :- ના મને શું પ્રોબ્લેમ હોય શકે. તમારી સાથે લંચ ઘણીવાર કર્યું છે. હવે ડિનર પણ કરી લઈશું.
હું :- હા તો ફિક્સ બસ. આપણે નક્કી કરીને એકદિવસ ડીનર પર જઈશું.
વંશિકા :- સારું કોઈ પ્રોબ્લેમ નથી.
મારી વંશિકા સાથે પાર્ટી એટલેકે ડીનર પર જવાની વાત ફિક્સ થઈ ગઈ હતી. હવે મારે યોગ્ય સમયની જરૂર હતી જ્યારે અમે બંને એકસાથે ડીનર પર જઈ શકીએ પણ મને એકવારની ખુશી હતી કે વંશિકાને મારા પર પૂરતો વિશ્વાસ હતો અને તેના કારણે વંશિકાએ ડીનર માટે કોઈ પણ જાતનો ઇનકાર નહોતો કર્યો. 
બીજા દિવસે હું મારા રેગ્યુલર સમય મુજબ ઓફિસ પહોંચ્યો અને સીધો જયંતસર પાસે પહોંચ્યો. સવારે મને જયંતસરનો ફોન આવેલો અને મને જણાવેલું કે સવારે ઓફિસ આવીને મને મળજે મારે તારી સાથે અગત્યની વાત કરવી છે. જયંતસરે મને કોઈ કારણ જણાવ્યું નહોતું અને મેં તેમને પૂછ્યું પણ નહોતું. મેં ફક્ત તેમને ઓકે કહીને અમારી વાત ટૂંકાવી દીધી હતી છતાં પણ હવે મને મનમાં ડર લાગી રહ્યો હતો. મને એવા વિચારો આવી રહ્યા હતા કે કદાચ મારું પ્રમોશન કેન્સલ નહીં થયું હોય ને અથવા મારું પ્રમોશનના કારણે ટ્રાન્સફર નહીં થઈ ગયું હોયને કારણકે વાત વ્યાજની હતી ક્યારેક ઘણીવાર પ્રમોશનના ચક્કરમાં સાથે સાથે ટ્રાન્સફર મફતમાં મળી જતું હોય છે. જો પ્રમોશન કેન્સલ થયું હશે તો હું બીજા બધાને શું જવાબ આપીશ. મને અવિ અને વિકિનો કોઈ ડર નહોતો કારણકે અમારી વચે આવી વાત સામાન્ય હતી પણ વંશિકાને હું શું જવાબ આપું. મને લાગતું હતું કે મેં ગઈકાલે બહુ ઉતાવળ કરીને બધાને ગુડન્યુઝ આપી દીધી હતી. જો આવું થાતતો હું વંશિકાની નજરમાં હીરો નથી ઝીરો થઈ જાત કારણકે વંશિકા એવું સમજેત કે મારામાં કોઈ ખામી હશે તેના કારણે મારું પ્રમોશન કેન્સલ થયું હશે અને જો ટ્રાન્સફર થયું હશે તો મારે અવિ,વિકી અને વંશિકાને છોડીને અહીંયાથી જવું પડત. મારી વંશિકાની સ્ટોરી સ્ટાર્ટ થતા પહેલાજ અહીંયા પૂરી થઈ જાત. આવા વિચારો કરતા કરતા હું ઓફિસમાં પહોંચ્યો અને જઈને સીધો જયંતસરની ઓફિસમાં ગયો જ્યાં તેઓ પહેલેથી મારી રાહ જોઈને બેઠા હતા. મેં જેવો ડોર ઓપન કર્યો તરત મને જયંતસરે બેસવા માટે જણાવ્યું અને હું તેમની સામે જઈને બેઠો. જયંતસરે મારી સામે પોતાની વાત મૂકતા કહ્યું.
જયંતસર :- લુક રુદ્ર, મારે તને કંઈક જણાવવું છે. વાત એવી છે કે નેક્સ્ટ સન્ડે સિલ્વર જયુબિલી પ્રોગ્રામ હતો તે કેન્સલ થયો છે.
હું :- વોટ સર પ્રોગ્રામ કેન્સલ કેમ થયો ?
જયંતસર :- આપણા ચેરમેનનું કહેવું એવું છે કે તેમાં બહુ વધુ એક્સપેન્સ જતું રહે છે તેના કારણે આ વર્ષે એક્સપેન્સ બચાવવા માટે આવો પ્રોગ્રામ કેન્સલ કરવાનું વિચાર્યું છે. 
હું :- અચ્છા તેમાં કોઈ પ્રોબ્લેમ નથી. ચેરમેનસરે યોગ્ય વિચાર કરીને નિર્ણય લીધો હશે. સર આવાત કહેવા માટે તમે મને ફોન કરેલો સવારે ?
જયંતસર :- ના વાત કોઈ બીજી છે એટલે મે તને ફોન કરેલો.
હું :- સર, મારા પ્રમોશન રિલેટેડ કોઈ પ્રોબ્લેમ નથીને ?
જયંત સર :- ના તારું પ્રમોશન એકદમ સેફ છે એકચ્યુલી આ રિગર્ડીગ વાત કરવા માટે મેં તને બોલાવેલો.
હું :- અચ્છા સર, તો પછી ઠીક છે. 
હવે મારા જીવમાં જીવ આવ્યો હોય તેવું મને લાગતું હતું જ્યારે મને ખબર પડી કે મારું પ્રમોશન સેફ છે. જયંતસરે જ્યારે મને સિલ્વર જયુબિલી પ્રોગ્રામ કેન્સલ થયાનું જણાવ્યું ત્યારે મારો જીવ વધુ હાથમાં આવી ગયો હતો કે મારું પ્રમોશન હવે ગયું. હવે હું ના ઘરનો રહ્યો કે ના ઘાટનો રહ્યો. છતાં મારા મનમાં હજી પ્રશ્ન હતો કે જયંતસર પ્રમોશન સાથે મને ટ્રાન્સફર પણ ના આપીદે તો સારું છે. સિલ્વર જયુબિલી કેન્સલ થયો તેનાથી મને કોઈ દુઃખ નહોતું કારણકે મને મારા કરિયર કરતા વધુ ઈમ્પોર્ટન્ટ પ્રોગ્રામ નહોતો લાગતો. મારા માટે મારું કરિયર વધુ ઈમ્પોર્ટન્ટ હતું. હવે જયંતસરે પોતાની બાજુમાં પડેલી ફાઇલ ઓપન કરી અને તેમાંથી થોડા ડોક્યુમેન્ટ કાઢ્યા અને મારી સામે મૂકીને મને તેમાં સાઈન કરવા જણાવ્યું. મેં ડોક્યુમેન્ટ મારા હાથમાં લીધા અને જયંતસર મને બોલ્યા.
જયંતસર :- રુદ્ર, મે તને ગઈકાલે જણાવ્યું હતું કે તારો પ્રમોશન લેટર બહુ જલ્દી તમે મળી જશે. આ તારો પ્રમોશન લેટર છે અને હવેથી એટલે કે અત્યારથી તું આ કંપનીનો જોઇન્ટ મેનેજર છે. આ ડોક્યુમેન્ટ પર સાઇન કરીને તારી આ પોસ્ટ માટેની એપ્રુવલ આપી દે એટલે હું આ રેફરન્સ આગળ મોકલી દઉં જેથી જાણ થાય જાય કે તે પોસ્ટ એપ્રુવલ આપી દીધું છે.
મે તરત ડોક્યુમેન્ટ પર મારી સાઈન કરી દીધી અને જયંતસરે મને મારો ઓરિજનલ પ્રમોશન લેટર આપી દીધો જે મેં ફાઇલમાં મૂકી દીધો. જયંતસર ખૂબ વિશ્વાસુ માણસ હતા મારા માટે એટલે મારે તે ડોક્યુમેન્ટ વાંચવાની કોઈ જરૂર નહોતી અને વાચ્યા વગર મેં તેમાં સાઈન કરી દીધી હતી.
જયંત સર :- કોંગ્રેચ્યુલેશન રુદ્ર, અત્યાર સુધી તું મારી નીચે કામ કરતો હતો પણ હવેથી તું મારી સાથે કામ કરીશ. આ ડોક્યુમેન્ટ પર સાઇન કરીને તારો લેટર તને હેન્ડઓવર કરવા માટેજ મે તને સવારે સીધો ઓફિસમાં બોલાવ્યો હતો.
હું :- તમારો ખૂબ ખૂબ આભાર સર મને આ પોસ્ટ માટે લાયક સમજવા માટે. હું તમને વિશ્વાસ અપાવું છું કે હું કોઈ પણ તેવું કામ નહીં કરું જેના કારણે તમને નિરાશ થવાનો મોકો મળે. 
જયંતસર :- આઈ બિલિવ યુ રુદ્ર. હવે તારે જવું હોય તો તું જઈ શકે છે. બાય ધ વે હું હમણાં આખા સ્ટાફ સામે એનાઉન્સ કરવાનો છું તારા પ્રમોશન વિશે એટલે એમણે લોકોને પાર્ટી આપવા માટે તૈયાર રહેજે.
હું :- નો વરી સર. આઈ વિલ રેડી.
હું જયનસરની ઓફિસમાંથી બહાર નીકળ્યો અને મારી ઓફિસમાં ગયો. મારી ખુશી અત્યારે બમણી થઈ ગઈ હતી કારણકે અત્યારસુધી જે મારું સપનું હતું તે સાકર થઈ ગયું હતું. હા, અત્યાર સુધી જોઇન્ટ મેનેજરની પોસ્ટની વાત મારા માટે સપનું હતું પણ મારા પ્રમોશન લેટરે મારા સપનાને હકીકત બનાવી દીધી હતી. હું મારી ચેર પર બેઠો અને ફાઇલ મારા ટેબલ પર મૂકી. મેં સૌથી પહેલા મારા બે હાથ જોડ્યા અને આંખો બંધ કરીને ભગવાનનો આભાર માન્યો કે તેમણે એક અનાથને આજે અહીંયા સુધી પહોંચાડ્યો અને હંમેશા ધ્યાન રાખ્યું. અનાથ યાદ આવતા મારી આંખો થોડી ભીની થઈ અને મને વિચાર આવ્યો કે આજે કદાચ મારા માં-બાપ મારી સાથે હોત તો તે લોકો મારું સક્સેસ જોઈને ખૂબ ખુશ થાત. મે મારી ભીની આંખો ચોળીને સાફ કરી અને ફાઇલ ઓપન કરીને લેટર બહાર કાઢ્યો જેમ લખ્યું હતું. મિ રુદ્ર યુ આર એપોઇન્ટેડ એસ અ જોઇન્ટ મેનેજર ઓફ ઘીસ કંપની. બસ આટલા શબ્દો મારા માટે પૂરતા હતા. મારે આગળ વધુ કાઈ વાંચવાની જરૂર નહોતી. હું હજી લેટર હાથમાં લઈને બેઠો હતો એટલામાં મારો ડોર ઓપન થયો અને શિખા અંદર આવી અને તેણે મને બહાર આવવા માટે જણાવ્યું. મને ખ્યાલ આવી ગયો હતો કે શિખા મને બહાર આવવા માટે કેમ બોલાવવા આવી હતી. જયંતસરે મને થોડીવાર પહેલા જણાવ્યું હતું એનાઉન્સ કરવાનું અને તેના કારણે મને બહાર બોલાવવામાં આવ્યો હતો. હું શિખા સાથે બહાર ગયો અને શિખા મને ઓફિસની કોન્ફરન્સ રૂમમાં લઈ ગઈ જ્યાં અમારા બધા એમ્પ્લોયી અને જયંતસર હાજર હતા. હું ત્યાં જઈને જયંતસરની બાજુમાં જઈને ઊભો રહ્યો. જયંતસર પોતાની વાત શરૂ કરી.
જયંતસર :- ગુડ મોર્નિંગ માય ઓલ કલીગ, આજે હું અહીંયા એક ખાસ એનાઉન્સમેન્ટ કરવા માટે તમારી સામે ઉભો છું. આપણા ચેરમેનસરે આપણી ઓફિસમાં એક જોઇન્ટ મેનેજરની નવી પોસ્ટ વેકેન્ટ કરી હતી. એટલે આપણે એક જોઇન્ટ મેનેજરની જરૂર હતી પણ આપણા માટે એક ખૂબ સારી ગુડન્યુઝ છે તેઓએ બહારથી કોઈ એમ્પ્લોયી હાયર કરવાની જગ્યાએ આપણા સિનિયર એન્જિનિયર રુદ્ર ગજ્જરને આ પોસ્ટની લાયકાત માટે યોગ્ય સમજ્યા અને મિ. રુદ્રને જોઇન્ટ મેનેજરની પોસ્ટ માટે એપોઇન્ટ કર્યા છે. આજથી રુદ્ર સિનિયર એન્જિનિયરની જગ્યાએ જોઇન્ટ મેનેજરની પોસ્ટ સંભાળશે અને કંપનીના ઘણા અગત્યના નિર્ણયો હવે તેઓ લેશે જેમાં આપણે લોકો તેમને સહયોગ કરીશું. હું રુદ્રને જોઇન્ટ મેનેજરની પોસ્ટ માટે સિલેક્ટ થવા માટે અભિનંદન પાઠવું છું.
આટલું બોલીને જયંતસરે પોતાની વાત પૂર્ણ કરી અને મને ફૂલનું બુકે મારા હાથમાં આપીને મને અભિનંદન આપ્યા. અમારા દરેક કલીગે તાળીઓ વગાડીને હોલને ગુંજવી નાખ્યો. ધીરે ધીરે બધા લોકો મારી પાસે આવીને મને અભિનંદન આપવા લાગ્યા અને મને ગળે લાગવા લાગ્યા. અમારી અભિનંદન અને શુભકામનાઓની પાર્ટી પૂર્ણ થતા જયંતસર બધાની સામે મને પાર્ટી આપવા માટે એનાઉન્સ કર્યું. આજે જયંતસર પણ ખૂબ મજાકિયા મૂડમાં હતા. પાર્ટી આપવાની વાત જયંતસરે એનાઉન્સ કરી દીધી એટલે હવે મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો. મારે બધા લોકોને પાર્ટી આપવી હવે જરૂરી હતી. અમારા ઘણા કલીગ એવા હતા જેમને મારે પર્સનલી પાર્ટી પણ આપવી પડે તેમ હતી જેવાકે શ્રેય અને શિખા જે મારા ઘણા નજીકના મિત્રો હતા. પર્સનલ પાર્ટી વાત આખી અલગ હતી પણ અત્યારે વાત ઓફિસમાં સામુહિક પાર્ટી આપવાની હતી. મેં વગર કોઈ વિચાર કર્યે મારા પર્સમાંથી હજાર રૂપિયા કાઢીને શ્રેયને આપી દીધા. જેમ મેં અગાઉ જણાવ્યું હતું કે અમારી ઓફિસમાં કોઈનો પણ બર્થડે અથવા કોઈ ગુડન્યુઝ હોય તો અમારી સામાન્ય પાર્ટી ખમણ અને બીજા કોઈ નાસ્તાની રહેતી હતી. મારા પૈસા આપ્યા પાછી શ્રેય ઓફિસની બહાર નાસ્તો લેવા માટે જતો રહ્યો. લગભગ એક કલાક જેવા સમય પછી શ્રેય દાસના ખમણ અને સાથે સમોસા અને જલેબી પણ લઈને આવ્યો અને સાથે મીઠાઈનું બોક્સ પણ લઈને આવ્યો. જ્યારે શ્રેય બહાર જઈ રહ્યો હતો ત્યારે મને મીઠાઈનો આઇડિયા આવ્યો હતો અને તેના માટે મેં શ્રેયને એક્સ્ટ્રા પૈસા આપ્યા હતા. અમારી ઓફિસની આખી ગેંગ જયંતસર સાથે એક જગ્યાએ ભેગી થઈ ગઈ. સૌથી પહેલા મે મીઠાઈનું બોક્સ ઓપન કરીને જયંતસરને મીઠાઈ ખવડાવી અને પછી શિખા તથા શ્રેયને મીઠાઈ ખવડાવી. તે લોકોએ પણ રિટર્નમાં મને મીઠાઈ ખવડાવીને મારું મોં મીઠું કર્યું. વારાફરતી મારા દરેક કલીગને મે મીઠાઈ ખવડાવી કારણકે મારા અહીંયા સુધી પહોંચવામાં તેઓ લોકોનો પણ મને ખૂબ સારો સપોર્ટ હતો. તેઓએ આજ સુધી મને સારીરીતે સાથ આપ્યો હતો અને હળીમળીને કામ કર્યું હતું. મેં મીઠાઈ ખવડાવીને બધાનો આભાર માનવા માટે મારા શબ્દો તેમની સામે રજૂ કર્યાં.
હું :- મારા સહકાર્યકરો, હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું. જોઇન્ટ મેનેજરની પોસ્ટ સુધી પહોંચવું મારા માટે સહેલું નહોતું પણ ખરેખર આ પોસ્ટ મને તમારા મારા પ્રત્યેના સ્નેહ અને સાથ અને સહકારના કારણે મળી છે. મારા દરેક કામમાં તમે મને સાથ અને સહકાર આપ્યો છે તથા દરેક કામમાં તમે મને મદદ કરી છે અને આગળ વધવા માટે એપ્રેસિયેટ કર્યો છે. હું આશા રાખું છું કે આગળ પણ આપણે એકબીજા સાથે આવીરીતે સાથ અને સહકારથી કામ કરતા રહીએ અને એકબીજાને આગળ વધવા માટે મદદ કરતા રહીએ. હું મારી ખુશી તમારી સાથે વહેંચવા માગું છું એટલે મારા તરફથી નાનકડી પાર્ટી આપી રહ્યો છું. ચાલો આપણે સાથે મળીને આ મોમેન્ટને એકબીજા સાથે એન્જોય કરીએ.
મે મારા શબ્દોને અહીંયા વિરામ આપ્યો અને બધાએ મારા શબ્દોને પોતાની તાળીઓથી વધાવી લીધા. અમે લોકોએ અમારી નાનકડી પાર્ટીની શરૂઆત કરી અને આ સમયને એન્જોય કરવા લાગ્યા કારણકે મને ખબર નહોતી હવે આવો સમય ફરીવાર ક્યારે પાછો આવે.