Hu Taari Yaad ma 2 -36 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૩૬)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૩૬)

હું :- આ રવિવારે તું ફ્રી છું ને ?
વંશિકા :- હા ફ્રી છું કેમ ?
હું :- હું વિચારું છું કે આ રવિવારે આપણે ડીનર પર જઈએ જો તમે કોઈ પ્રોબ્લેમ ના હોય તો.
વંશિકા :- ના મને કોઈ પ્રોબ્લેમ નથી. બાય ધ વે ફાઇનલી ૧૫ દિવસ પછી તમે પાર્ટી આપી રહ્યા છો. મને તો એવું લાગ્યું કે તમે ભૂલી પણ ગયા હશો કે તમારી પાર્ટી પેન્ડિંગ છે હજી.
હું :- હા યાર, સોરી મોડું થવા માટે પણ જ્યારથી પોસ્ટ વધી છે ત્યારથી મારી જવાબદારીઓ પણ વધી છે. અત્યાર સુધી મારે ફક્ત જયંતસર સાથે જ નિર્ણયો લેવા પડતા હતા. આમ કહું તો મારે નિર્ણયો લેવાની જરૂર નહોતી પડતી. બધું જયંતસર સાંભળી લેતા હતા પણ હવે મારે હેડઓફિસ સાથે કોન્ટેક્ટમાં રહેવું પડે છે અને ત્યાં વિડિઓકોલમાં કોન્ફરન્સ મિટિંગ પણ અટેન્ડ કરવી પડે છે. સાચે યાર હવે મારું શિડ્યુલ થોડું વધુ વ્યસ્ત થઈ જાય છે ક્યારેક અને તેના લીધે સમય નથી મળતો.
વંશિકા :- આઈ નો સર, મે લાસ્ટ ૧૫ દિવસમાં આટલું નોટિસ જરૂર કર્યું છે કે હવે તમે રાતે પણ ઘણીવાર લેપટૉપ લઈને બેઠા હોવ છો અને તમારી પાસે વાત કરવા માટે સમય પણ બહુ ઓછો હોય છે. હવે તમારી જવાબદારી વધી ગઈ હોય તેવું લાગે છે.
હું :- હા વાત તો સાચી છે પણ મને એવું લાગે છે કે હજુ સુધી હું સેટ નથી થઈ શક્યો. બસ થોડો સમય લાગશે અને જેવો હું સેટ થઈ જઈશ પછી મને આદત પણ પડી જશે અને હેન્ડલ કઈ રીતે કરવું તે પણ ફાવી જશે. પછી હું આરામથી સમય કાઢી શકીશ.
વંશિકા :- હા વાતતો સાચી છે તમારી થોડો સમય લાગશે તમને સેટ થવામાં હજુ નવી જવાબદારી છે એટલે તમને હેન્ડલ કરવામાં એડજેસ્ટ ના થઈ શકે.
હું :- હા બાય ધ વે આપણે ખોટા ટોપિક પર આપડો સમય ખર્ચ કરી રહ્યા છીએ. આપણે કોઈ બીજા ટોપિક પર વાત કરવી જોઈએ.
વંશિકા :- હા જરૂર જણાવશો કે ક્યાં ટોપિક પર વાત કરી શકીએ આપણે ?
હું :- હા તો મારું કહેવું એવું હતું કે રવિવારે આપણે ડીનર પર જઈએ અને પ્રમોશન પાર્ટી સેલિબ્રેટ કરીએ.
વંશિકા :- ઠીક છે કેટલા વાગ્યે જવું છે અને ક્યાં જવું છે ?
હું :- હું એવું વિચારી રહ્યો છું કે આપણે પહેલા સાંજે મળીએ. એકબીજા સાથે થોડો સમય બેસીએ અને વાતો કરીએ અને પછી આપણે રાત્રે ડિનર કરવા માટે જઈશું કોઈ સારી જગ્યાએ કારણકે આપણે ઘણા સમયથી ફેસ ટુ ફેસ વાત નથી કરી તો તે બહાને એકબીજા સાથે થોડો સમય પસાર કરી શકીએ.
વંશિકા :- મતલબ સાંજે કેટલા વાગ્યે તમે સમય જણાવી શકો ?
હું :- લગભગ ૫ અથવા ૬ વાગ્યે કેવું રહેશે ?
વંશિકા :- અને રાત્રે કેટલું મોડું થઈ શકે કારણકે મારે ઘરે જણાવવું પડશે ને ?
હું :- હા તારી વાત બરાબર છે રાત્રે લગભગ ૯ વાગ્યા સુધીમાં આપણે ફ્રી થઈ જઈએ. લગભગ ૩ કલાક જેવો સમય બરાબર છે.
વંશિકા :- હા ઠીક છે મારે ઘરે કંઈક બહાનું કાઢવું પડશે આના માટે યાર.
હું :- કેમ બહાનું કાઢવું પડશે તું ઘરે વાત નહીં કરી શકે કે તું તારા ફ્રેન્ડ સાથે બહાર જાય છે.
વંશિકા :- ના યાર, મારા ઘરે ખબર નથી કે તમે મારા મેલ ફ્રેન્ડ છો અને હજુ સુધી મેં જણાવ્યું નથી. પણ તમે ચિંતા ના કરશો મારા ઘરના લોકો એટલા પણ સખત નથી કે મને કોઈ મેલ ફ્રેન્ડ સાથે જવાની ના પાડી દે. હું થોડા સમયમાં ઘરે જણાવી દઈશ આપણી ફ્રેન્ડશિપ વિશે અને ક્યારેક સમય મળે ત્યારે તમને ઘરે પણ લઈ જઈશ બધાને મળવા માટે પણ અત્યારે મારે બહાનું કાઢવું પડશે તેવું મને લાગે છે.
હું :- અચ્છા વાંધો નહીં પણ જરૂરી નથી બહાનું કાઢવું તને યોગ્ય લાગે તો જણાવી દેજે ઘરે અને પોસીબલ હોયતો ઘરે સાચું બોલીને આવજે એટલે એમણે પણ કોઈ ચિંતા ના થાય.
વંશિકા :- સારું હું એડજેસ્ટ કરી લઈશ. આપણે સાંજે ૫:૩૦ જેવું મળીએ તો ચાલશે ને પછી જલ્દી ફ્રી થઈ જઈએ તો વધુ સારું. અચ્છા બાય ધ વે આપણે કઈ જગ્યાએ મળીશું ?
હું :- તને કોઈ પ્રોબ્લેમ ના હોય તો હું તને પિકઅપ કરી લઈશ.
વંશિકા :- ના યાર તમને ખોટા હેરાન નથી કરવા માટે તમે મને પ્લેસ જણાવી દો આપણે સીધા ત્યાં મળીશું. 
હું :- ઠીક છે આપણે સાંજે રિવરફ્રન્ટ પર મળીશું અને ત્યાં બેસીશું પછી આપણે ડીનર કરવા જઈશું.
વંશિકા :- ઠીક છે ડન. હું સમય પર પહોંચી જઈશ અને તમે પણ આવી જજો અને હા તમે કાર લઈને ના આવતા તમારું બાઇક લઈને આવજો. વધુ સમય જશે ક્યાંક ટ્રાફીકમાં ફસાઈ ગયા તો એના કરતાં બાઇક વધુ સારું રહેશે.
હું :- હા મેડમ, ઠીક છે.
મારી અને વંશિકાની મિટિંગ ફાઇનલી ૧૫ દિવસ પછી ફિક્સ થઈ હતી. છેલ્લા આટલા દિવસમાં મારું શિડ્યુલ થોડું અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું જેની કમ્પ્લેઇન આજે મને વંશિકાએ કરી દિધી હતી. મારા માટે હજુ નવું હતું એટલે મને થોડો સમય લાગે તેમ હતું મારી જોબ અને શિડ્યુલ મેનેજ કરવું. મને આ વાતને લીધે કોઈ અફસોસ નહોતો કારણકે હું જાણતો હતો કે દરેક વસ્તુ સમય માગે છે. હું ભલે મારા જીવનમાં અસ્ત વ્યસ્ત હતો પણ વંશિકમાટેના મારા વિચારો ક્યારેય બ્રેક નહોતા લઈ રહ્યા. હું સવારે ઊઠીને મારા અને વંશિકાના ફોટાને જોવા માટે અમુક સેકેન્ડોનો સમય કાઢી લેતો હતો અને તેને સમય આપવાનો પ્રયત્ન પણ કરતો હતો. હવે ઘણો સમય થઈ ગયો હતો અને મારી ધીરજ પણ ખૂટી રહી હતી. સમયના લીધે અમારા રિલેશનમાં બ્રેક આવે તેના પહેલા હું અમારા રિલેન્શનને વધુ મજબૂત બનાવવા માગતો હતો અને તેના માટે અત્યારે હું એક નવું પગલું ભરવાનું વિચારી રહ્યો હતો. મે પોતાની જાતે વિચારી લીધું હતું કે હું જે કરીશ તે હવે યોગ્ય કરીશ મને ફક્ત અમુક લોકોની પ્રેરણાની જરૂર હતી. મારા જીવનમાં અમુક ખાસ લોકો હતા જેમની સાથે હું મારો નિર્ણય શેર કરીને તે યોગ્ય છે કે નહીં તે જાણવા માગતો હતો અને તેમના રિવ્યૂ લેવા માગતો હતો. સૌથી પહેલા મે અવિ અને વિકીને પૂછ્યું અને તેમણે પણ મને મારા નિર્ણયમાં યોગ્ય ઠરાવ્યો. હવે મારી બીજી ચોઈસ હતી શિખા જેને સારો અનુભવ હતો અને તેનું માર્ગદર્શન મારા માટે વધુ જરૂરી હતું. હા, તમે સાચું વિચારી રહ્યા હશો. હું વંશિકાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો હતો કારણકે હું નહોતો ઈચ્છતો કે અમારા સંબંધોમાં હવે કોઈપણ પ્રકારનો બ્રેક આવે. હું હવે મારા જીવનમાં ઘણો આગળ પણ વધી ગયો હતો અને છેલ્લા ઘણા મહિનાઓથી હું અને વંશિકા એકબીજા સાથે સારા સંપર્કમાં આવી ગયા હતા. અમારા રિલેશનને મજબૂત બનાવવા અને એકબીજા પર વિશ્વાસ અતૂટ બનાવવા માટે તથા એકબીજાના દિલમાં રહેલી વાત મૂકવા માટે મારે પ્રપોઝ કરવું જરૂરી હતું. મને પણ હવે વિશ્વાસ આવવા લાગ્યો હતો કે અમે બંને એકબીજાને સમજવા અને અમારા સંબંધમાં આગળ વધવા માટે હવે યોગ્ય છીએ. આટલા મહિનાઓમાં અમે બંને એકબીજાને સારો એવો સમય આપી ચૂક્યા હતા અને એકબીજાને સારીરીતે સમજવા લાગ્યા હતા. પહેલા પણ શિખા દ્વારા મને કહેવામાં આવેલું હતું કે વંશિકાના મનમાં પણ મારા માટે ફિલિંગ છે પણ હજી તે અમારા સંબંધને આગળ વધારવા માટે તૈયાર નહોતી અને સમય માંગી રહી હતી. હવે મને લાગતું હતું કે આ યોગ્ય સમય છે પોતાના પ્રેમનો ઈઝહાર કરવા માટે અને એટલા માટે મેં વંશિકાને પહેલા એકબીજા સાથે બેસીને વાત કરવા માટે જણાવ્યું હતું અને પછી ડિનરનો પ્લાન બનાવ્યો હતો. મને ડર હતો કે કદાચ વંશિકા મારું પ્રપોઝલ રિજેક્ટ કરી દેશે પણ મનમાં એના કરતાં વધુ વિશ્વાસ હતો કે વંશિકા મને ખુલ્લું મન મૂકીને અપનાવી લેશે અને મારું પ્રપોઝલ એક્સેપ્ટ કરશે અને આવા આત્મવિશ્વાસ સાથે હું હવે મારા જીવનનું અગત્યનું પગલું ભરવા માટે આગળ વધવા જઈ રહ્યો હતો.
બીજા દિવસે હું ઓફિસ જઈને મારા કામમાં લાગી ગયો. બપોરે લંચ ટાઈમના સમયે હું અને શિખા મળવાના હતા એટલે મારા માટે બહુ અર્જન્ટ નહોતું. હું લંચ ટાઈમ પર શિખા સાથે આ ટોપિક પર વાત કરવાનો હતો. હું અને શિખા હજી પણ સાથે લંચ કરતા હતા અને હવે અમે લોકો મારી ઓફિસની અંદર લંચ કરતા હતા એટલે મારા માટે વધુ સારી હતું કે અમારી વાતની પ્રાઇવેસી બની રહે અને કોઈને પણ જાણ ના થાય. અમારા લંચ ટાઈમ પર શિખા વગર બોલાવ્યે મારી ઓફિસમાં આવી પહોંચી અને ચેર લઈને મારી બાજુમાં બેસી ગઈ. અમે જમવાનું શરૂ કરીએ તે પહેલા મે શિખાને કહ્યું.
હું :- શિખા મારે તારી સાથે ખૂબ અગત્યની વાત કરવી છે.
શિખા :- હા, સર બોલો શું વાત કરવી છે.
હું :- શિખા હું વંશિકાને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યો છું.
શિખા :- ઓહ્, શું વાત છે સર તમે સારા આગળ વધી ગયા છો તમારા જીવનમાં.
હું :- શિખા વાત જાણે એમ છે કે હું આ રવિવારે વંશિકાને મારી ટ્રીટ આપવાનો છું એટલે અમે બહાર ડીનર કરવા જવાનું નક્કી કર્યું છે પણ મેં તેને પહેલા રિવરફ્રન્ટ મળવા આવવા માટે કહ્યું છે. મેં તેને જણાવ્યું કે આપણે ત્યાં થોડીવાર સાથે સમય પસાર કરીશું અને પછી ડિનર કરવા માટે જઈશું.
શિખા :- વેરી ગુડ, ખૂબ સરસ આઇડિયા છે અને લોકેશન પણ ખૂબ સારું છું.
હું :- હા, પણ મને થોડો ડર પણ લાગી રહ્યો છે હું હજી સમજી નથી શકતો કે આ યોગ્ય સમય છે કે નહીં વંશિકાને પ્રપોઝ કરવા માટે.
શિખા :- બહુ ચિંતા ના કરશો, હવે હું તમને કહું છું કે તમે વંશિકાને પ્રપોઝ કરી દો. તમે લોકો એકબીજા સાથે ઘણા સમયથી કોન્ટેક્ટમાં છો અને તમને લગભગ ૧ વર્ષ જેવો સમય થવા આવ્યો. સર સાચું કહું તો તમારી જગ્યાએ બીજો કોઈ છોકરો હોય તો તેને અત્યાર સુધીમાં પ્રપોઝ કરી દીધું હોય અથવા વંશિકાની જગ્યાએ કોઈ બીજી છોકરી હોય તો બની શકે તેણે પણ પહેલ કરી હોય પણ તમે બન્નેએ ઉતાવળ કરવાની જગ્યાએ એકબીજાને સમજવા માટે સમય આપવાનો નિર્ણય લીધો. મારા ખ્યાલથી તમે લોકોએ ઘણો સમય લઈ લીધો છે હવે અને તમે લોકો એકબીજા માટે રેડી થઈ ગયા છો એટલે હવે તમારે પ્રપોઝ કરી દેવું જોઈએ અને મને પણ વિશ્વાસ છે કે વંશિકા તમારું પ્રપોઝલ રિજેક્ટ નહીં કરે.
હું :- સાચે તને પણ એવું લાગે છે કે મારે પ્રપોઝ કરી દેવું જોઈએ ? હું કોઈ ઉતાવળ નથી કરી રહ્યો ને ?
શિખા :- ના સર, તમે કોઈ ઉતાવળ નથી કરી રહ્યા. તમે બિન્દાસ ડર્યા વગર વંશિકાને પ્રપોઝ કરી દો. હવે તે તમને ના નહીં પડે એટલે તમે ખોટી ચિંતા ના કરશો. હવે યોગ્ય સમય છે એટલે આટલી સારી તક તમારા હાથમાંથી જવા ના દેશો.
હું :- અચ્છા, સારું તો હવે હિંમત કરીને વંશિકાને મારા દિલમાં રહેલી વાત જણાવી દઉં છું પણ તું મને કોઈ ટીપ આપ.
શિખા :- ટીપ... કેવી ટીપની વાત કરો છો ?
હું :- એટલે હું એને કઈ રીતે પ્રપોઝ કરું ? એના માટે શું કરું તો એને ગમશે અને કઈ રીતે પ્રપોઝ કરું એના વિશે મને થોડું જણાવને.
શિખા :- શું સર તમે પણ, તમે લેખક થઈને મને પૂછી રહ્યા છો કે શબ્દોને કઈ રીતે ગોઠવવા. મારી મજાક ના કરશો તમે.
હું :- હું મજાક નથી કરી રહ્યો સાચે પૂછી રહ્યો છું.
શિખા :- સાંભળો, તમે એકદમ સિમ્પલ રીતે તેને પ્રપોઝ કરજો. હવે શું બોલવું તે તમે સારીરીતે જાણો છો હું ફક્ત એટલી ટીપ આપું છું કે વધુ શો ઓફ કરવાનો પ્રયત્ન કરવાની જગ્યાએ સિમ્પલી પોતાની વાત મૂકશો તો વંશિકાને વધુ ગમશે.
હું :- ઠીક છે બસ જેવું તું કહી રહી છે હું તેવું કરીશ.
મારી અને શિખાની વાત અહીંયા પૂરી થઈ અને અમે લંચ કરવા લાગ્યા. મારો આત્મવિશ્વાસ હવે થોડો વધી ગયો હતો કારણકે મારા ગુરુ શિખાએ મને આગળ વધવા માટે લીલી ઝંડી દેખાડી દીધી હતી અને શિખા પ્રેમની ભાષા સારીરીતે સમજતી હતી એટલે તેનું આપેલું જ્ઞાન મારા માટે વધુ ઈમ્પોર્ટન્ટ હતું. 
હું રાતે સુતા સુતા હવે એવું વિચારી રહ્યો હતો કે મારે વંશિકાને કઈ રીતે પ્રપોઝ કરવું જોઈએ અને મારા શબ્દોને કરીએ તેની સામે મૂકવા જોઈએ જેથી તે મારા શબ્દો અને તેની પાછળ રહેલો ભાવ સારીરીતે સમજી શકે. હવે હું સંપૂર્ણરીતે પોતાને તૈયાર કરી રહ્યો હતો કારણકે મારા માટે મારા જીવનની સૌથી અમૂલ્ય પળ હતી જ્યારે હું મારા હમસફરને મળવાનો હતો અને એક પરીક્ષા પણ હતી જેને પાસ કરીને મારે વંશિકાને હંમેશા માટે મારી બનાવવાની હતી. મારા શબ્દો અને અમારો આપેલો સમય હવે નક્કી કરવાનો હતો કે મારી અત્યાર સુધીની રાહનું પરિણામ શું આવવાનું હતું. દિવસે હું ઓફિસમાં બને તેટલો પૂરતો સમય આપીને મારું ધ્યાન વંશિકાના વિચારોથી દૂર કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો જેથી હું માર કામ પર યોગ્ય રીતે ધ્યાન આપી શકું અને રાત્રે અમારી મુલાકાતના વિચારોમાં ખોવાઇ જતો હતો. બસ હવે છેલ્લા ૨-૩ દિવસો હું એવીરીતે પસાર કરી રહ્યો હતો. ફાઇનલી શનિવારની તે રાત નજીક આવી ગઈ હતી જે મારા માટે ખૂબ અગત્યની હતી. મારા અને વંશિકાના પ્રેમ પ્રકરણની વચ્ચે હવે એક રાતનો સમય હતો. મારા વિચારો પ્રમાણે આવતીકાલે વંશિકા મારા પ્રપોઝલને એક્સેપ્ટ કરવાની હતી જે વાતથી વંશિકા હજુ સુધી અજાણ હતી. હજુ સુધી વંશિકાને કોઈ ખ્યાલ નહોતો કે મેં શું સપના સજાવીને રાખ્યા હતા અને આવતી કાલે હું તેને પ્રપોઝ કરવાનો હતો. મે વંશિકા સાથે હમણાં થોડીવાર પહેલાજ વાત કરી હતી અને અમારો આવતીકાલનો પ્લાન કન્ફર્મ કરી લીધો હતો જે ફિક્સ થઈ ગયો હતો. મેં ફરીવાર મારા મોબાઈલમાં શિખાની બર્થડે પાર્ટીવાળો મારો અને વંશિકાનો ફોટો ઓપન કર્યો અને હું તેને પ્રેમથી જોવા લાગ્યો. આજે મારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. આવતીકાલના વિચારો મને સુવા નહોતા દઈ રહ્યા. હું ક્યારનો પડખા બદલી રહ્યો હતો. ૧ કલાક જેવા સમય સુધી આમતેમ કર્યા પછી મને ફાઇનલી ઊંઘ આવી અને હું સૂઈ ગયો.