jal parini prem kahani in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલ પરીની પ્રેમ કહાની - 34

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

જલ પરીની પ્રેમ કહાની - 34

શશી ની વાત સાંભળી ને મીનાક્ષી ના મોઢાના હાવ ભાવ બદલાઈ ગયા , એણે આકરા શબ્દોમાં શશી ને પોતાની જીભ પર કાબૂ રાખવા કહ્યું પણ એ એમ કરતાં શશી સાથે આંખ મિલાવી ને વાત નથી કરી રહી પણ આંખ ચોરી રહી છે.


       ક્ષમા કરો રાજકુમારી પણ જો હું ખોટી હોવ તો તમે મારી આંખમાં આંખ નાખી ને બોલો કે આ વાત ખોટી છે. શશી એ મીનાક્ષી સામે જોઇને કહ્યું. શશી ની આંખો માં દૃઢતા છે. કંઈ વાત અને શું કહું શશી? મીનાક્ષી એ વાત થી ભાગવાનો એક વ્યર્થ પ્રયાસ કર્યો.


       એજ કે, રાજકુમારી તમે એ આગંતુક માનવ ને પ્રેમ નથી કરતા. હા..હા.. નથી કરતી હું એ માનવ ને પ્રેમ. મીનાક્ષી એ ખિન્ન થઈ ને જવાબ આપ્યો અને શશી તરફ થી મોઢું ફેરવી લીધું. 


       ઠીક છે ચાલો માની લીધું કે તમે એ માનવ ને પ્રેમ નથી કરતા તો પછી આ વાત કહેતા કહેતા તમારી આંખમાં આંસું કેમ છે? તમારી જીભ અને તમારી આંખો બંને તો કંઇક જુદુ જ કહી રહી છે રાજકુમારી. શશી એ મીનાક્ષી નો ખભો પકડી પોતાની તરફ ફેરવતાં કહ્યું.


       આંસુ? મારી આંખ માં? મીનાક્ષી એ પોતાના ગાલ પર હાથ ફેરવ્યો તો કંઇક હૂંફાળી ભીનાશ એની આંગળીઓ ના ટેરવાને વર્તાઈ. મીનાક્ષી ને આશ્ચર્ય થયું, આમ કેમ થયું મારી આંખમાંથી આંસુ આવ્યા ને મને જાણ પણ નથી? 


      રાજકુમારી કહેવાય છે કે આંખો હૃદય નું દર્પણ છે, તો તમે જાતેજ જોઈ લો આ દર્પણ માં તમને કોણ દેખાય છે, ક્યાંક એ પેલા અજાણ્યા માનવ ની છબી તો નથી ને?


       શશી શું વ્યર્થ પ્રલાપ કરે છે. મારા મનમાં એ માનવ માટે કરુણા અને મનમાં ચિંતા સિવાય બીજો કોઈ ભાવ નથી માટે તારી આ તુક્કા બાજી અને ખોટી દલીલો ને વિરામ આપ અને અહીં થી ચાલી જા મને એકલી છોડી દે. બાળપણ થી શશી અને મીનાક્ષી સાથે છે પણ આજે પ્રથમ વાર જ એવું બન્યું છે કે મીનાક્ષી એ શશી ને ક્રોધિત થઈ ને ચાલ્યા જવાનું કહ્યું છે.


      તમે કહો છો તો ચાલી જાવ છું અહીં થી પણ પોતાના હૃદય પર હાથ મૂકી ને એક વાર પ્રશ્ન કરી જુઓ કે શું આપ એ માનવ ને મનોમન ચાહવા લાગ્યા છો એ સત્ય નથી? તમે મને શાંત કરાવી શકો છો, જૂટલાવી શકો છો પણ શું આપના હૃદય ને શાંત કરી શકશો? આટલું બોલી ને શશી અવળી ફરી ને રાજકુમારી પાસેથી ચાલી ગઈ.


      હવે કક્ષમાં મીનાક્ષી અને એકાંત જ હતા. મીનાક્ષી બહું વિચલિત થઈ ગઈ છે. શશી શું બોલી ને ગઈ? જે કંઈ હોય પણ એ સત્ય નથી. મારા હૃદયમાં એ માનવ પ્રત્યે ફક્ત કરુણા જ છે અન્ય કંઈ નહિ. જો એવું જ છે તો મારું મન આવતી કાલ માટે આટલું વ્યથિત કેમ છે? કેમ ચિંતા કરે છે કે, એ માનવ ના પ્રાણ ને કંઈ હાંની તો નહિ પહોંચે ને? અને જો પિતા મહારાજ એમને અભય આપશે તો પણ એ આવતી કાલે અહીં થી ચાલ્યા જશે. બંને પરિસ્થિતિ માંથી એક ને પણ કેમ મારું હૃદય સ્વીકારવા માટે તૈયાર નથી?


      આ મને શું થઈ રહ્યું છે? મને સમજાતું નથી. મીનાક્ષી નું મસ્તિષ્ક અને હૃદય બંને પરસ્પર પ્રતિસ્પર્ધી બની ગયા છે. મીનાક્ષી ના અંતઃકરણમાં જાણે સ્વયમ સાથે જ  કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે. વિજેતા મસ્તિષ્ક થશે કે હૃદય પણ હાર તો મીનાક્ષી ની નિશ્ચિત છે.


       મીનાક્ષી વ્યાકુળ થઈ ગઈ. એણે જોરથી બંને હાથ ને ભીંસી ને મુઠ્ઠી વાળી દીધી, એની મનોવ્યથા બહું દયનીય થઈ રહી છે. મીનાક્ષી ના શ્વાસ ભારે થવા લાગ્યા જાણે કે કોઈ અદ્રશ્ય શક્તિ એના શ્વાસ ને રૂંધી રહી છે, એનાથી જોર થી ચીસ નંખાઈ ગઈ શશી ...શશી ક્યાં છે તું?


       શશી પળવારમાં હાજર થઈ ગઈ અને પોતાની સમક્ષ ઊભેલી રાજકુમારી મીનાક્ષી ની દશા જોઈ ને વ્યથિત થઈ ગઈ.


      જી રાજકુમારી શું થયું? આપ આમ આટલા વ્યાકુળ કેમ થઈ ગયા છો? શશી એ મીનાક્ષી ને પોતાના બંને હાથનો સહારો આપ્યો. મીનાક્ષી શશી ના મો તરફ જોઈ રહી એના થી કંઈ ના બોલાયું અને એ શશી ને વળગી ને નાના બાળક ની જેમ રુદન કરવા લાગી....


                                ક્રમશઃ............