Hu Taari Yaad ma 2 -20 in Gujarati Love Stories by Anand Gajjar books and stories PDF | હું તારી યાદમાં 2 - (ભાગ-૨૦)

Featured Books
Categories
Share

હું તારી યાદમાં 2 - (ભાગ-૨૦)

હું :- કેવો વારો અને મે શું કર્યું ?
વંશિકા :- હા ઊભા રહો. મને એમ કહો કે આટલું મોડું જમવા માટેનું કોઈ ખાસ કારણ ?
હું :- હા, એક મોટી પ્રોજેક્ટને લગતી મિટિંગ હતી અને તે મિટિંગ છોડીને જમવા જવાય તેમ નહોતું કારણકે તેનાથી મારી છાપ પર ખરાબ અસર થવાની શક્યતા હતી.
વંશિકા :- આર યુ સ્યોર ?
હું :- હા મેડમ 
વંશિકા :- ઠીક છે અને મને મેડમ કહીને માખણ ન લગાવશો ઓકે.
હું :- હું માખણ નહીં લગાવતો કારણકે મને માખણ બહુ ભાવે છે એટલે હું એને વેસ્ટ નથી કરતો અને તમને ના ગમતું હોય તો હું મેડમ ન કહું તમને.
વંશિકા :- ના આવું કઈ નથી હું તો મજાક કરી રહી હતી તમે મને મેડમ કહી શકો છો પણ.... 
હું :- પણ શું ?
વંશિકા :- તું કહી ને બોલાવી શકો કારણકે હું તમારાથી ૨ વર્ષ નાની છું. 
હું :- અરે હા સોરી...હું ભૂલી ગયો હતો.
વંશિકા :- ઈટ્સ ઓકે, હવે આપણે ક્યાં હતા ?
હું :- ક્યાં હતા ?
વંશિકા :- ટોપિક બદલ્યા વગર આપણે પહેલા જે પોઇન્ટ પર હતા તે પોઇન્ટ ક્લિયર કરીએ ?
હું :- સારું બસ મેડમ, બોલો તમે શું કહેતા હતા ?
વંશિકા :- કહેતી નહોતી પણ પૂછતી હતી હવે તમે જણાવશો તમે શું જમ્યા હતા બપોરે ?
હું :- સેવ ઉસળ ખાધું હતું બપોરે.
વંશિકા :- સરસ, બહુ જલ્દી તમે મોટાપાનો શિકાર બનશો તેવું લાગી રહ્યું છે મને.
હું :- અરે ના એવું કઈ નથી. ઘણા સમયથી નહીં ખાધું એટલે બસ ટેસ્ટ કરવા માટે..
વંશિકા :- અચ્છા એવું છે એમ.
હું :- હા, બાય ધ વે જેવી રીતે તમે મારા પર સ્ટ્રીટ ફૂડ ખાવા પર રોકટોક લગાવી રહ્યા છો તમે મને તારક મહેતાકા ઊલટા ચશ્મા ના અંજલિ લાગી રહ્યા છો. હા.હા..હા..
વંશિકા :- મતલબ હું તમને ટોર્ચર કરી રહી છું એમને ?
હું :- અરે ના ના, એવું કઈ નહીં મે તો ખાલી ઉદાહરણ આપી રહ્યો છું.
વંશિકા :- ના, તમને ના ગમતું હોય તો હું તમને કાઈ નહીં કહું તમે બિન્દાસ મન ફાવે તે ખાઈ શકો છો.
હું :- અરે ના ના મેડમ, તમે કહી શકો છો મને કાઈ પણ. તમારો હક છે મને કહેવાનો.
વંશિકા :- અચ્છા એવું અને કેવો હક છે મારો ?
શું જવાબ આપું હું આ છોકરીને તે મને વાતોમાં ફસાવીને મારા મોઢામાંથી ના બોલવાનું બોલાવી રહી હતી. એકચ્યુલી તે મારા પાસેથી કન્ફેસ કરવી રહી હતી કંઈક મને એવું લાગી રહ્યું હતું. હું મૂંઝાઈ ગયો થોડીવાર માટે કે હું હવે આનો શું જવાબ આપું. એવું તો ડાયરેક્ટ કહી પણ ના શકું કે તને પ્રેમ કરું છું એટલે તારો હક છે મને કઈ પણ કહેવાનો અને હું બધું કરવા માટે પણ તૈયાર છું. હું તારી આંખોનો દીવાનો થઈ ગયો હતો. અરે, થઈ ગયો હતો શું હજી પણ દીવાનો જ છું. હવે ફક્ત તું જ મારો પહેલો અને છેલ્લો પ્રેમ છે. અત્યારથી લઈ ને જીવનના અંત સુધી હું તારો છું અને તારો રહીશ. ફ્ક્ત અને ફક્ત તારો. તારા સિવાય બીજો કોઈ ચહેરો મારી નજરની સામે નથી આવતો. આઈ લવ યુ વંશિકા....
હું મારા વિચારમાંથી બહાર આવ્યો કારણકે હું વંશિકાને સારી રીતે ઓળખવા માગતો હતો અને એનો પ્રેમ પછી પણ પહેલા એનો એક સારો મિત્ર બનવા માગી રહ્યો હતો જેથી કરીને અમારા બંને વચ્ચે ક્યારેય કોઈ અણબન ના બને એટલે જ હું મારી ફિલિંગ જલ્દી એની સામે મૂકવા નહોતો માગતો અને સાથે સાથે ડર પણ લાગતો હતો કે ક્યાંક તે મને રિજેક્ટ પણ કરી દે મારી આટલી ઉતાવળું પગલું ભરવાના લીધે. ફાઇનલી એણે શું જવાબ આપવો તે મેં નક્કી કરી લીધું.
હું :- કેમ એક સારા મિત્રનો હક નથી હોતો પોતાના મિત્રને ખોટું પગલું ભરતા રોકવાનો ?
વંશિકા :- હા, હોય છે ને મેં ક્યાં ના પાડી ?
હું :- હા, તો પછી તારો હક છે મારી ચિંતા કરવાનો.
વંશિકા :- તમારો ખૂબ ખૂબ આભાર માને આવો હક આપવા માટે.
હું :- એમ આભાર ના માનવાનો હોય.બાય ધ વે તે જમી લીધું ?
વંશિકા :- હા, જમી લીધું અને તમે જમી લીધું ?
હું :- હા, મે પણ જમી લીધું.
વંશિકા :- સારું હવે કહો તમારી આજની મિટિંગ કેવી રહી ?
હું :- સ્ટ્રેસફુલ
વંશિકા :- મતલબ ?
હું :- મતલબ થોડો સ્ટ્રેસ રહ્યો હતો પછી તકલીફ ન પડી. પહેલીવાર હતી એટલે.
વંશિકા :- શું પહેલીવાર તમે તો આવી મિટિંગ અટેન્ડ કરી હશે ને ઘણીવાર.
હું :- ના ક્યારેય આવી રીતે એકલા નથી કરી. અત્યાર સુધીની મારી મિટિંગ ફક્ત મારી ઓફિસના કોન્ફરન્સ રૂમ સુધીજ સીમિત હતી.
વંશિકા :- અચ્છા એવું તો આ કઈ ટાઇપની મિટિંગ હતી ?
હું :- એમ થયું એવું કે મારા બોસે આ મિટિંગ મારા પર થોભી દીધી હતી કારણકે તે વ્યસ્ત હતા અથવાતો તે મારો કોન્ફિડન્સ લેવલ બુસ્ટ કરવા માગતા હતા એટલે એમણે જાણી જોઈને મને આ મિટિંગ અટેન્ડ કરવા માટે મોકલ્યો. (સાચું કહુતો મને પણ આ વાતનો દાઉટ હતો કારણકે જયંત સર મિટિંગ અટેન્ડ કરવામાટે પહોંચી તો શકે ને છતાં એમણે મને મોકલ્યો એમની જગ્યાએ એટલે કદાચ તે મારી પરીક્ષા પણ લઈ રહ્યા હતા) એક મોટી કંપની જોડે ડીલ કરવાની હતી મોટા પ્રોજેક્ટ માટે જેમ ત્યાંના ઘણા ઊંચી પોસ્ટના ટીમ મેમ્બર્સ આવ્યા હતા. એમની સાથે એકલામાં મિટિંગ કરીને તેમને પ્રોજેક્ટ માટે કન્વિન્સ કરવા તે ખૂબ અઘરું કામ હતું અને જે મારે કોઈપણ રીતે પૂરું કરવાનું હતું.
વંશિકા :- અચ્છા તો પછી આગળ શું થયું ?
હું :- કાઈ નહીં મારી મહેનત સફળ થઈ. તેઓ કન્વિન્સ થઈ ગયા અને આ પ્રોજેક્ટ અમારી કંપનીને આપી દીધો.
વંશિકા :- વાહ બોસ. કોંગ્રેચ્યુલેશન તમે પહેલીવારમાં તમારી પરીક્ષા સર માર્ક્સ સાથે પાસ કરી લીધી. આઈ હોપ તમને જરૂર આનું સારું ફળ મળશે. કદાચ તમને પ્રમોશન પણ મળી શકે છે.
હું :- એમાં પ્રમોશન શેનું ?
વંશિકા :- તમે તમારી કંપની માટે આટલું સારું કામ કર્યું છે તો તમે એના માટે પ્રમોશનને લાયક છો.
હું :- અરે એવું કાંઈ ન હોય મેડમ, જરૂરી નથી હોતું કે પ્રમોશન મળે. અમુક કામો ક્યારેક સેવામાં પણ કરવા પડતા હોય છે.
વંશિકા :- અચ્છા એટલે તમારા માટે આ સેવા હતી એમને ?
હું :- હા કદાચ, હવે જે હશે તે પણ મોટી વાત તે છેકે મારા કામથી કંપનીને ફાયદો થયો છે તો તેના લીધે મારી ઇમ્પ્રેશન વધુ સારી બની જશે મારા બોસનો નજરમાં તે હું પાક્કુ કહી શકું છું.
વંશિકા :- હા તમારી વાત સાચી છે. પણ જો મારી વાત સાચી નીકળી તમારા પ્રમોશન વિશે તો તમારે પાર્ટી આપવી પડશે મને બોલો મંજૂર છે ?
હું :- હા, પાક્કુ આપીશ. 
વંશિકા :- સરસ તો પછી સર ટાઈમ થઈ ગયો છે તમારો સૂવાનો તો હવે તમારે સૂઈ જવું જોઈએ.
હું :- કેટલો ટાઈમ થયો છે હજી ?
વંશિકા :- આઈ હોપ તમારી ડિસ્પ્લે પર ટાઈમ દેખાડતા હશે.
હું :- (મે ડિસ્પ્લે પર જોયું તો ૧૧:૦૦ વાગી ગયા હતા) અરે બહુ જલ્દી સમય થઈ ગયો થોડો વધુ સમય વાતના કરી શકીએ ?
વંશિકા :- ના, આજે નહીં પછી કયારેક કારણકે આજે તમે થાકી ગયા હશો આખો દિવસની મુસાફરી કરીને એટલે તમારે આરામ કરવો જરૂરી છે. 
હું :- સારું મેડમ હું સૂઈ જાઉં છું બસ.(આ છોકરી મારા માટે હંમેશા કેટલું પોઝિટિવ વિચારે છે ને ? એને મારા જીવનમાં કંઈક સારું થાય તેમાં વધુ ઇન્ટરેસ્ટ છે. આઈ થિન્ક તે મને ખુશ જોવા માગે છે.)
વંશિકા :- ઓકે ચાલો બાય ગુડ નાઇટ.
હું :- ઓકે બાય ગુડ નાઇટ.
અમારો વાર્તાલાપ અહીંયા પૂરો થઈ ગયો. હું વાત કરતાં-કરતાં ક્યારનો મારા રૂમમાં જતો રહ્યો હતો અને મારા બેડ પર સૂતો હતો કારણકે હું બહાર બેસીને અવિ અને વિકિના મજાકનો શિકાર બનવા નહોતો માંગતો. વંશિકાની સાથે વાત કરતા સમયે હંમેશા મારા મોઢા પર પાગલ જેવી સ્માઈલ રહેતી હતી જેના કારણે તેમને મારી મજાક કરવાનો મોકો મળી જતો હતો. મે થોડીવાર મારો મોબાઈલ મારી છાતી પર મૂક્યો. દિલમાં એક સુકુન હતું વંશિકા સાથે વાત કરીને. ખૂબ ખુશી પણ થતી હતી કે તે મારી આટલી બધી ચિંતા કરી રહી હતી. હું હંમેશા મારા જીવનમાં એક એવી છોકરી શોધતો હતો જે હંમેશા મારી કાળજી રાખે, મને સમજે અને મારા વિચારોને પણ પ્રાધાન્ય આપે, ક્યારેક કોઈ ખોટા રસ્તા પર જાઉં તો મને રોકે અને સમજાવે. બસ, વંશિકામાં મને આ બધા ગુણો દેખાતા હતા. એના સપનામાં હું ક્યારે ખોવાઈ ગયો અને ઊંઘી ગયો મને ખબર ના પડી. સવારમાં મારા રેગ્યુલર ટાઇમ પર એલાર્મ વાગ્યો ત્યારે મારી આંખ ખુલી. ઊઠીને બ્રશ કર્યું અને ફ્રેશ થયો. બ્રેડ પડી હતી ઘરમાં જે ચા સાથે નાસ્તો કરવા બેઠો અને મારો મોબાઈલ ડેટા ઓન કર્યો. મારી આદત મુજબ વંશિકાને ગુડમોર્નિંગનો મેસેજ કર્યો. અવિ અને વિકી પણ સમય પર ઊઠીને તૈયાર થઈ ગયા હતા અને અમે ત્રણેય સાથે પોતપોતાની જોબ પર જવા માટે નીકળ્યા. મે મારા રેગ્યુલર ટાઇમ પર મારું બાઇક કાઢીને ટ્રાફિક ઓળંગતા-ઓળંગતા મારી ઓફિસ પર પહોંચ્યો. મે મારો સમય હવે વંશિકાના સમય સાથે સેટ કરી નાખ્યો હતો. આટલા દિવસમાં વંશિકાનો આવવાનો સમય ફિક્સ હતો જેનો મને ખ્યાલ આવી ગયો હતો એટલે હું એજ સમય પર પહોચતો અને મારું બાઇક પાર્ક કરતો અને વંશિકા પણ એજ સમય પર પહોચતી. હવે એક શિડ્યુલ પણ ફિક્સ થઈ ગયું હતું મારા બાઇક પાસે વંશિકાના વ્હિકલના પાર્કિંગનું અને વંશિકા પણ ત્યાજ આવીને પોતાની એક્ટિવા પાર્ક કરતી હતી. વંશિકા પોતાનું એક્ટિવા મારા બાઈકની બાજુમાં પાર્ક કરતી જ્યાં એની માટે સ્પેશિયલ જગ્યા રહેતી હતી અને પછી અમે બંને સાથે લિફ્ટમાં ઉપર જતા હતા. લિફ્ટમાં અમારા બંને ગુડમોર્નિંગ સાથે સ્માઈલ આપતા હતા એકબીજાને અને પછી અલગ થતા હતા. આજે પણ અમે સાથે લિફ્ટમાં ગયા અને બંને પોતપોતાના ફ્લોર પર છૂટા પડ્યા. રેગ્યુલર સમયપર હું મારી ઓફિસમાં પહોંચ્યો અને મારી આદત મુજબ સૌથી પહેલા હું જયંતરસરની કેબિનમાં ગયો.
"મે આઈ કમ ઇન સર ?" જયંતસરને પૂછ્યું.
જયંતસર :- અફ્કોર્સ કમ ઇન રુદ્ર.
હું :- (મારા બેગમાંથી ગઈ કાલે એગ્રીમેન્ટ કરેલી ફાઇલ ટેબલ પર મૂકી) સર, આ ફાઇલ છે ગઈ કાલે જે આપણે એગ્રીમેન્ટ કર્યું હતું.
જયંતસર :- યા, થૅન્ક યુ રુદ્ર. બાય ધ વે બેસ અહીંયા એક વાત કરવી છે તને.
હું :- હા, સર બોલો શું વાત કરવી છે.
જયંતસર :- સોરી રુદ્ર.
હું :- સર, મારાથી કોઈ ભૂલ થઈ છે ?
જયંતસર :- ના રુદ્ર, તે કોઈ ભૂલ નથી કરી સોરી એટલા માટે કહું છું કે હું તને એક બેસ્ટ કલીગ માનું છું અને આઈ નો કે હું તારાથી ઘણો ક્લોઝ છું. છતાં પણ તને એક વાત જણાવવા માગું છું જેના માટે એડવાન્સમાં સોરી કહું છું.
હું :- થૅન્ક યુ સર ફોર યોર ટ્રસ્ટ પણ કઈ વાત ?
જયંતસર :- એકચ્યુલી, મે ગઈ કાલે તને જાણી જોઈને ત્યાં મિટિંગ કરવા માટે મોકલ્યો હતો મારી જગ્યાએ. તું મને ખોટો ના સમજતો મને તારા પૂરો ભરોસો છે અને હંમેશા રહેશે. પણ આ વસ્તુ મેં તારા બેસ્ટ ફ્યુચર માટે કર્યું હતું. એકચ્યુલી આ ડિસિઝન મારો નહોતો પણ હેડઑફિસથી હતો. મે તારું નામ આ વખતે આપણી કંપનીના અન્યુઅલ ફંક્શનમાં ઉપગ્રેડેશન માટે સજેસ્ટ કર્યું હતું. એટલે તારા કોન્ફિડન્સ, કોમ્નુકેશન સ્કીલ અને સ્ટ્રેંગથને ચેક કરવામાટે તારી પરીક્ષા હતી અને જેમાં તું સફળ પણ રહ્યો. 
હું :- અરે સર, એમાં શું પ્રોબ્લેમ છે. મારે તમારો આભાર માનવો જોઈએ કે તમે મને જીવનમાં આગળ વધવાની એક તક આપી. હું તમારા ડીસીઝનથી બિલકુલ નાખુશ નથી. સર, હંમેશા તમે મારી ભૂલ થઈ હોયતો એને સુધારીને આગળ વધવામાં મને મદદ કરી છે. હું આજે અહીંયા સુધી પણ છું તો એમાં તમારો એક મહત્વનો ભાગ છે. મને ખબર છે તમે હંમેશા આપણા સ્ટાફ સાથેનો સંબંધ એક બોસ-કલીગ તરીકે નહીં પણ એક મિત્ર તરીકેજ સાચવ્યો છે. હું તમારો આભાર ક્યાં શબ્દોમાં માનું તે મને સમજાતું નથી.
જયંતસર :- રુદ્ર, તારે આભાર માનવાની કોઈ જરૂર નથી. મે જે કાઈ પણ કર્યું છે તે મારી ફરજ છે. બાય ધ વે આ પ્રોજેક્ટથી કંપનીને ઘણો ફાયદો થવાનો છે. જેનું શ્રેય તમને બધાને જાય છે.
(શું વાત છે, બોસ હોય તો આવા હોવા જોઈએ જે બધુજ શ્રેય પોતે લેવાની જગ્યાએ એમ્પ્લોયીસને આપે છે અને એમના માટે આટલું બધું વિચારે પણ છે. હું પોતાની જાતને ખુશનસીબ માનતો હતો કે મારું ભવિષ્ય સુંદર હતું.)
હું :- ઓકે સર, તો હવે હું જઈ શકું. હવે મારે પોતાની આગળની ફરજ બજાવવાની છે. આ પ્રોજેક્ટ પર હવે આગળ કામ કરવાનું છે અને આપણા બીજા એમ્પ્લોયીને બ્રીફ પણ કરવાના છે.
જયંતસર :- ઓકે રુદ્ર, યુ કેન ગો.
હું ઓફિસની બહાર નીકળીને મારી કેબિનમાં ગયો. આજે મને ક્યાંય શિખા નહોતી દેખાઈ એટલે મેં એને ફોન કર્યો. 
હું :- હેલો શિખા ગુડમોર્નિંગ.
શિખા :- ગુડમોર્નિંગ સર.
હું :- આજે ઓફિસમાં નથી આવી તું ?
શિખા :- ના સર, સોરી હું તમને કહેવાનું ભૂલી ગઇ. આજે મારી તબિયત થોડી સારી નથી લાગી રહી એટલે મેં લિવ લીધી છે અને લિવ રિક્વેસ્ટ પણ નાખી દીધી છે. પ્લીઝ એને એપ્રુવ કરી દેજો.
હું :- ઓકે નો પ્રોબ્લેમ, ટેક અ રેસ્ટ.
ચાલો આજે એકલાજ છીએ. આસિસ્ટન્ટ મેડમ આવ્યા નથી એટલે કોઈની કંપની પણ નથી આજે.(વિચારતો વિચારતો હું મારું પીસી ઓન કરીને તેની સામે બેસી ગયો. લાસ્ટ વીકનું મારું બધું કામ પતિ ગયું હતું. મે લિસ્ટ ઓપન કરી અને એમાં શિખાનું પેન્ડિંગ વર્ક ચેક કર્યું. મને થયું આજે એનું જે પેન્ડિંગ કામ છે તે આજે હું પૂરું કરી નાખું. મારી પાસે શિખા અને લગભગ લોકોના યૂઝર આઇડી અને પાસવર્ડ હતા જેનાથી હું મારા પીસીમાં તેને લોગ ઇન કરીને તેને ચેક કરી શકતો હતો અને ફેરફાર કરી શકતો હતો. આજે મેં મારું શિડ્યુલ બનાવી દીધું હતું. પહેલા હું શિખાનું કામ પૂરું કરીને લંચ પછી એક નાની મિટિંગ કરીને બધા કલીગ અને ફ્રેશર્સને નવા પ્રોજેક્ટ માટે બ્રીફ કરવાનો હતો. મે શિખાનું આઇડી લોગ ઇન કર્યું અને એનું કામ શરૂ કરી દીધું. આખરે ૩ કલાકમાં મે શિખાનું અડધું કામ પૂરું કરી નાખ્યું હતું અને હવે જમવાનો પણ ટાઇમ થઈ ગયો હતો. મારી પાસે મારું ટિફિનતો આજે હતું એટલે બહાર જવાનો નહોતો. મે મારી કેબિનમાજ મારું ટિફિન ખોલ્યું અને જમવાનું શરૂ કરી દીધું. જમતા જમતા મે મારો મોબાઈલ કાઢ્યો અને મોબાઈલ ડેટા ઓન કર્યો. બધા મેસેજ સ્ટાર્ટ થવા લાગ્યા અને નોટિફિકેશનમાં વંશિકાનો પણ મેસેજ આવી ગયો. બપોરના ૨:૦૦ વાગી ગયા હતા એટલે કદાચ વંશિકાએ પણ જમી લીધું હશે એવું મને લાગ્યું. વંશિકાનો સવારનો ગુડમોર્નિંગનો મેસેજ હતો જે હજુ સુધી મેં જોયો નહોતો. મે તરત એને મેસેજ કર્યો. "જમી લીધું ?"
મેસેજ તેને તરત ડિલિવર થઈ ગયો. ૩મિનિટ થઈ હતી અને તેનો રિપ્લાય પણ આવી ગયો.
વંશિકા :- હા, જસ્ટ નાઉ અને બહાર આવી છું.
હું :- ઓકે ગૂડ.
વંશિકા :- તમે ?
હું :- જસ્ટ જમવાજ બેઠો છું અત્યારે.
વંશિકા :- ક્યાં છો ?
હું :- મારી ઓફિસમાં બેઠો છું. એકલોજ છું આજે. 
વંશિકા :- મને પહેલા કહેવું જોઈએને હું આવી જાત ત્યાં કંપની આપવા માટે.
હું :- વર્કલોડ થોડો હતો એટલે યાદના આવ્યું.
વંશિકા :- ઈટ્સ ઓકે. નાઉ આરામથી જમી લો. હું પણ અત્યારે જાઉં છું પછી વાત કરીએ.
હું :- ઓકે, બાય.