jal parini prem kahani - 33 in Gujarati Love Stories by Bhumika Gadhvi books and stories PDF | જલપરી ની પ્રેમ કહાની - 33

Featured Books
  • कचरे का सोना

    शहर की उस विशाल कचरा पट्टी के मुहाने पर सड़ांध का साम्राज्य थ...

  • अधुरी खिताब - 61

    एपिसोड 61 — “अधूरी खिताब” रात गहरी थी…हवा में हल्की ठंडक, चा...

  • तेरे मेरे दरमियान - 52

    एक्सीडेंट सुनकर जानवी डर जाती है और वो हॉस्पिटल की तरफ चली ज...

  • The Book of the Secrets of Enoch.... - 9

    अध्याय 47, XLVII1 और अब हे मेरे बालको, अपने अपने मन में विचा...

  • RAJU KUMAR CHAUDHARY

    ️ राजू कुमार चौधरी – फ्रीलांस कहानी (लंबा संस्करण)नमस्ते! मे...

Categories
Share

જલપરી ની પ્રેમ કહાની - 33

મુકુલ પથારી માં આડો પડ્યો. મીનાક્ષી મુકુલ સામે એક મંદ હાસ્ય આપી ને ત્યાંથી પોતાના કક્ષ તરફ ચાલી ગઈ. મુકુલ આમ તેમ પડખા ફેરવી રહ્યો છે. ઘણાં પ્રયાસ કરી રહ્યો છે પણ નીંદર આવે કેમ? સવારે શું થશે એજ વિચારો એ એના મન ને ઘેરી લીધું છે. આંખો બંધ કરતાં જ તેની નજર સમક્ષ તેની મમ્મી નો ચિંતાતુર ચહેરો સામે આવી જાય છે.


       મીનાક્ષી પણ પોતાની શૈયામાં આમ તેમ પડખાં ફેરવ્યા કરે છે. એને પણ કાલ સવાર ની ચિંતા સતાવી રહી છે. મેં એ માનવ ને વચન આપી ને આશા તો બંધાવી દીધી છે કે હું તેમને હેમ ખેમ એમની માતા પાસે પહોંચાડી દઈશ પણ એ કઈ રીતે થશે? લંપટ મંત્રી શર્કાન ચોકકસ કોઈ ષડયંત્ર કરશે અને પિતા મહારાજ તો એની જ વાત ને માનશે. મારે કંઇક તો પગલું ભરવું જ પડશે. વગર વાંકે હું આ માનવ ને બલિનો બકરો નહિ બનવા દઉં.


       શું થયું રાજકુમારી મીનાક્ષી નિંદ્રા રાણી આજે આપ પર કોપિત કેમ થયા છે?. મીનાક્ષી ના કાનમાં અનુચરિકા શશી નો અવાજ અથડાયો અને એના વિચારો ની દોર તૂટી. હમ...અચાનક મીનાક્ષી ઝબકી ગઈ, એણે શશી સામે નજર કરી, શશી ફક્ત મીનાક્ષી ની અનુચરી જ નહિ પણ એની બાળપણ ની સખી પણ છે. મીનાક્ષી ના તમામ સુખ દુઃખમાં એ સાથે રહી છે. આ આખા મત્સ્યલોક માં શશી જ એક મીનાક્ષી ની ભારોશા પાત્ર અને રાજદાર છે.


       શશી તારા થી ક્યાં કંઈ અજાણ્યું છે? તું બધું જાણે જ છે ને......કાલે સવારે નગર વાસીઓ ની ઉપસ્થિતિ માં પિતા મહારાજ ખબર નહિ શું નિર્ણય સંભળાવશે...એ ચિંતા મને કોરી ખાય છે. શશી મારે કોઈ પણ ભોગે એ માનવ ને એમના ઘર સુધી સલામત પહોંચાડવા છે. ... શશી એ મીનાક્ષી ના મન ની વેદના ને પારખી લીધી.


      ચિંતા ના કરો બધું જ સારું થશે. પણ કઈ રીતે શશી મંત્રી શર્કાન એમ નહિ થવા દે, અને મેં એ માનવ ને વચન આપ્યું છે કે હું તેમને એમની માતા સુધી હેમખેમ પહોંચાડી નેજ રહીશ પણ મને ખુદ ને નથી સમજાતું કે એમ કેમ શક્ય બનશે.


      ઓહો શું વાત છે, મત્સ્યલોક ની રાજકુમારી મીનાક્ષી એક માનવ સાથે વચને બંધાઈ ગયા છે....શશી એ સહેજ વ્યંગ  કરતા કહ્યું. મીનાક્ષી એ શશી ના મુખ તરફ નજર કરી તો એના મુખ પર વ્યંગાત્મક હાસ્ય હતું. મીનાક્ષી ના મુખ પર પણ મંદ હાસ્ય ફરક્યું. શશી તને નથી લાગતું કે તું આજકાલ વધારે પડતું બોલી રહી છું.


       રાજકુમારી હું વધારે પડતું બોલું છું કે નહિ એતો નથી ખબર પણ હા તમે પેલા પૃથ્વી નિવાસી માનવ ની ચિંતા જરૂર વધારે પડતી કરી રહ્યા છો. આજ પહેલા આપને આટલા બેચેન મેં પહેલાં ક્યારેય જોયા નથી. ફરીથી શશી વાક્ય પૂરું કરતા વ્યંગ માં હસી.


      બેચેની? શશી આ બેચેની નથી ચિંતા છે. એ માનવ ના પ્રાણ ને અહીં ભય છે અને તું કે છે બેચેની છે? 


      ચિંતા, ભય અને બેચેની માં ઘણો ફરક છે સખી મીનાક્ષી. ચિંતા તો આપને આપના પિતા મહારાજ ના સ્વાસ્થ ની પણ છે પણ હાલ આપ એ માનવ માટે વધારે બેચેન છો. કંઈ તો જાદુ કર્યો છે એ માનવે આપની ઉપર સખી.


       મીનાક્ષી શશી ની વાત સાંભળી ને વિચારમાં પડી ગઈ, શશી સત્ય તો કહે છે મને અત્યારે પિતા મહારાજ ના સ્વાસ્થ્ય કરતા પણ વધારે ચિંતા એ માનવ ના પ્રાણ ની રક્ષા કરવાની છે, આવું શા માટે છે? કેમ એ માનવ ની વ્યથા મને વ્યથિત કરી દે છે? 


      મીનાક્ષી ની આંખો સમક્ષ મુકુલ નો ચહેરો છવાઈ ગયો, મુકુલ ની આંસુઓ થી ચમકતી આંખો અને એમાં પોતાના માટે ની કોઈ અજાણી લાગણી નું એને સ્મરણ થયું. અચાનક  મુકુલ રડતાં રડતાં એને ભેટી પડેલો એ સ્પર્શ નો અનુભવ તાજો થયો અને એનું રોમ રોમ રોમમાંચિત થઈ ગયું. મીનાક્ષી પરિસ્થિતિ ને વિસરી ગઈ અને એના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ.


      શશી એ ધીમે થી મીનાક્ષી ના ગાલને અડકી ને ફરી રમૂજ કરી, જુઓ તો ખરા શું લાલિમા છવાઈ ગઈ છે મારી સખી ના મુખ પર માનવ ની વાત કરતા જ. મીનાક્ષી ને અચાનક ભાન થયું અને એ ક્ષોભ માં મુકાઈ ગઈ. જાણે મીનાક્ષી ની કોઈ ચોરી પકડાઈ ગઈ.


       લાગે છે મત્સ્યલોક ની રાજકુમારી મીનાક્ષી એ માનવ ને પ્રેમ કરવા લાગ્યા છે. શશી એ સ્પષ્ટતા કરી દીધી. શશી...શું બોલી રહી છે, બોલવામાં જરા મર્યાદા રાખ. મીનાક્ષી ને અચાનક ક્રોધ આવ્યો. એના શબ્દો આકરા થઈ ગયા. 


                               ક્રમશઃ............