ઇન્ટરનેટની દુનિયા આમ તો બહુ વિસ્તૃત છે અને લોકો પોતપોતાની રીતે તેના પર રસ રૂચિ પ્રમાણે સર્ચ કરતા જ રહે છે પણ તમામ સર્ચિંગમાં મોખરાના વિષયોમાં વણ ઉકલ્યા રહસ્ય અને સેલિબ્રિટી ટોપમોસ્ટ રહે છે.
પ્રિન્સેસ ડાયનાનું નામ ઇન્ટરનેટ પર સર્ચ કરનાર કોઇપણ વ્યક્તિથી અજાણ્યું નથી જો કે વેલ્સની આ રાજકુમારી જેટલી તેની ક્રિયાકલાપોને કારણે ચર્ચાસ્પદ રહી હતી તેટલી જ તેની મોત પણ વિવાદાસ્પદ રહી છે.આમ તો કહેવા માટે કહી શકાય કે તેમનું મોત કાર એક્સિડન્ટમાં થયું હતું પણ બ્રિટનમાં આ અંગે કોઇને કોઇ નવો મુદ્દો ઉઠતો જ રહે છે.૩૧ ઓગસ્ટ ૧૯૯૭માં કહેવાયું હતુ કે પ્રિન્સેસ ડાયના અને તેમનો પ્રેમી અને અંગરક્ષક અકસ્માતમાં મરણતોલ રીતે ઘવાયા હતા અને આ અકસ્માતનું કારણ પાપારાઝી પત્રકારો હતા જેનાથી બચવા તેમણે કાર ભગાવી હતી જે અકસ્માતગ્રસ્ત બની હતી.આખા વિશ્વમાં તેમનાં મોતે શોકનું વાતાવરણ સર્જ્યુ હતુ અને લગભગ ત્રીસ મિલિયન લોકોએ તેમની અંતિમ યાત્રાને નિહાળી હતી.જો કે ત્યારબાદ ચર્ચા ચાલી હતી ડોડી ફયાદ સાથેના તેના પ્રેમ પ્રકરણોને કારણે રાજવી ખાનદાનની શાનને ઝાંખપ લાગી હતી તે કારણે અને તે ઇસ્લામ ગ્રહણ કરશે તેવી ધાસ્તીને કારણે જ રાજ પરિવારે તેમને મોતને ઘાટ ઉતારવામાં ભૂમિકા ભજવી હતી.૧૯૯૯માં એવું બહાર આવ્યું હતું કે પ્રિન્સેસ ડાયનાને એનએસએની નિગરાણીમાં ચોવીસ કલાક રાખવામાં આવ્યા હતા.કહેવાય છે કે તેમનાં વિષે ૧૦૦૦ પાનાનો ગુપ્ત અહેવાલ હજી પણ જાહેર કરાયો નથી.૧૯૯૩માં ડાયનાએ પોતાના બટલરને લખેલા પત્રમાં તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે રોયલ હાઇનેસ પ્રિન્સ ચાર્લ્સ તેમની હત્યા કરાવવા માંગે છે.આમ તેમની મોતની આસપાસ હજીયે રહસ્યનું આવરણ છવાયેલું છે.
૧૮૮૫માં ડોરોથી આર્નોલ્ડનો જન્મ થયો હતો.તેમનાં પિતા એક ધનાઢ્ય વ્યક્તિ હતા જે અત્તરનાં આયાતકાર હતા.તેમની આન્ટીએ સુપ્રીમ કોર્ટનાં ન્યાયાધીશ સાથે પરણ્યા હતા.તેમનો પરિવાર ત્યારે અમેરિકામાં ખ્યાતનામ હતો.જો કે ડોરોથી આ પ્રકારનાં વૈભવશાળી જીવનથી કંટાળી ગઇ હતી.તેણે સાહિત્યમાં ગ્રેજયુએશન કર્યુ હતું અને લેખનકલામાં હાથ અજમાવ્યો પણ તેને ખાસ સફળતા હાથ લાગી ન હતી.એક દિવસ ૧૨ ડિસેમ્બર ૧૯૧૦માં ડોરોથી પોતાના ખિસ્સામાં અત્યારની રીતે જોઇએ તો ૮૦૦ ડોલર ગજવામાં લઇને શોપિંગ માટે નિકળ્યા હતા.તેમણે એક ચોકલેટનું બોકસ ખરીધ્યુ હતું અને તેમનાં કેટલાક શેરી મિત્રોને મળ્યા હતા.આ એ મિત્રો હતા જેમણે ડોરોથી છેલ્લા જીવતા જોઇ હતી ત્યારબાદ તે અચાનક ગાયબ થઇ ગઇ હતી.આ ખબરે ત્યારે મીડિયાને ગાંડુ કર્યુ હતું.ત્યારે અનેક પ્રાઇવેટ ડિટેક્ટીવને તેમને શોધવા માટે કામે લગાડવામાં આવ્યા હતા.તેમની શોધ દરમિયાન એક પત્ર મળ્યો હતો જેમાં ડોરોથીનાં હસ્તાક્ષરમાં લખાયું હતું કે તે સલામત છે અને એક જવેલરે એવો દાવો કર્યો હતો કે તે તેમની પાસેથી એક વીંટી લઇ ગયા હતા જેના પર ટુ એ.જે.એ. ફ્રોમ ઇ.આર.બી લખાયેલું હતું.જો કે આ બંને પુરાવાઓને નકારી કાઢવામાં આવ્યા હતા અને પોલીસે પણ તપાસમાં ખાસ કોઇ વાત નહી મળતા કેસને ક્લોઝ કર્યો હતો.જો કે ત્યારબાદ પણ આ કેસ મીડિયામાં ચમકતો રહ્યો હતો અને તેના વિશે ઘણી થિયરીઓ પ્રચલિત થઇ હતી.એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેમણે ડોરોથીને દફનાવ્યા હતા જેનું મોત ન્યુયોર્કમાં ગેરકાયદે ગર્ભપાતને કારણે થયું હતું.જો કે આ દાવાને નકારી કાઢવામાં આવ્યો હતો.જો કે તેમનાં ફેમિલિ લોયરનો દાવો હતો કે રાઇટિંગ કેરિયરમાં નિષ્ફળતા મળવાને કારણે ડોરોથીએ આત્મહત્યા કરી લીધી હતી.
૨૩ મે ૧૯૦૧નાં રોજ પેરિસનાં એટર્ની જનરલને એક પત્ર મળ્યો હતો જેમાં કહેવાયું હતું કે મે મેડમ મોનિયરનાં ઘરમાં એક મહિલાને જોઇ છે જેની સ્થિતિ ઘણી દયાજનક છે.એટર્ની જનરલે તરત જ તપાસનાં આદેશ આપ્યા હતા અને પોલીસે પણ પોતાની તપાસનો અહેવાલ આપતા જણાવ્યું હતું કે તેમણે ત્યાં એક ફાટેલી તુટેલી સાદડી પર એક મહિલાને નગ્નાવસ્થામાં જોઇ હતી જેની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય પથરાયેલું હતું અને તેમણે મેડમ મોનિયરની પથારી પર પણ કીડા અને જીવાતોને રહેતા જોઇ હતી.તેમનાં જણાવ્યાનુંસાર ત્યાંની હવામાં શ્વાસ લઇ શકાતો ન હતો.ત્યાં એટલી વાસ મારતી હતી કે અમારે અમારી તપાસ પણ રોકી દેવી પડી હતી.ત્યારે એવું કહેવાયું હતુ કે એક ધનાઢ્ય મહિલા બ્લાન્ચે મોનિયરે એક સામાન્ય વકીલ સાથે લગ્ન કરવાનો નિર્ધાર કર્યો હતો અને તેના કારણે વિવાદોનો જન્મ થવાની આશંકા હતી એટલે તેને એક નાનકડા ઓરડામાં કેદ કરવામાં આવી હતી.તેની ધનાઢ્ય માતા અને તેના પુત્રએ ત્યારે જાહેરાત કરી હતી કે બ્લાન્ચે મોતને ભેટી છે.જો કે આ વાતની જાણ પચ્ચીસ વર્ષ બાદ થઇ હતી જ્યારે એટર્ની જનરલને એક રહસ્યમય પત્ર મળ્યો હતો જો કે પેલા વકીલનું તો ત્યારે મોત થઇ ગયું હતું પણ મોનિયરની માતા અને તેનો ભાઇ જીવિત હતા.આ ખબર ફેલાતા જ લોકોનાં ટોળેટોળા ઘરની બહાર ઉમટ્યા હતા.પંદર દિવસ બાદ બ્લાન્ચેની માતાતો મોતને ભેટી હતી પણ તેના ભાઇ પર ખટલો ચલાવાયો હતો તેને દોષી ઠેરવાયો હતો પણ ત્યારબાદ તે ચુકાદાને તેની માનસિક અસ્થિરતાનું કારણ આગળ ધરીને પલટી નાંખવામાં આવ્યો હતો.મોનિયરને અનેક રોગ થયા હતા અને તેણીને મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી જ્યાં તેનું ૧૯૧૩માં મોત થયું હતું.જો કે આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરનાર પેલો પત્ર કોણે લખ્યો હતો તે આજે પણ કોઇ જાણતું નથી.
૧૯૯૦નાં પાછલા ગાળા અને ૨૦૦૦નાં પ્રારંભિક સમયમાં જો પિચલર બીથોવીન મુવીઝમાં પોતાના અભિનયને કારણે ખાસ્સો લોકપ્રિય બન્યો હતો.તેણે તે દરમિયાન ઘણી ટેલિવિઝન શ્રેણીઓમાં પણ અભિનય આપ્યો હતો.જો કે અભિનયનાં ક્ષેત્રમાં તેણે સિક્કો જમાવ્યો હતો ત્યારે જ તેના માતાપિતાને લાગ્યું કે તેણે પહેલા તેની હાઇસ્કુલનો અભ્યાસ પુરો કરવો જોઇએ ત્યારબાદ તે પોતાના વતન વોશિંગ્ટનમાં પાછો ફર્યો હતો અને તેણે ૨૦૦૩માં ગ્રેજયુએશન પુર્ણ કર્યુ હતુ.ત્યારબાદ તેણે હોલિવુડમાં પુનરાગમન કરવાનો નિશ્ચય કર્યો હતો.જો કે ત્યારબાદ તે અચાનક જ ગાયબ થઇ ગયો હતો તેની કાર ૯મી જાન્યુઆરી ૨૦૦૬માં મળી આવી હતી જેમાં તેની તમામ ચીજો મોજુદ હતી અને તેના ઘરની તપાસ કરતા તે પણ ખુલ્લુ મળ્યું હતું એટલું જ નહી તેના ઘરની તમામ લાઇટો ચાલુ હતી.જો કે પહેલા તેણે આત્મહત્યા કરી હોવાની વાત ફેલાઇ હતી પણ તે અંગે કોઇ નક્કર પુરાવા મળ્યા ન હતા.પોલીસને શંકા હતી કે તણે પાસેના એક પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી જો કે ત્યાં સ્નીફર ડોગ્સને તપાસ માટે મોકલાયા હતા જેને તે ત્યાં ગયો હોવાનાં કોઇ પુરાવા મળ્યા ન હતા.તેના પરિવારે પોલીસ પર યોગ્ય રીતે તપાસ નહી કરવાનો આરોપ લગાવ્યો હતો પણ એ હકીકત છે કે તેના મોત અંગે આજે પણ કોઇ ચોક્કસ થિયરી કોઇ સાબિત કરી શક્યું નથી.ત્યાંથી તેમણે કોઇ ફિંગરપ્રિન્ટસ લીધી ન હતી.આ કેસ આજે પણ વણઉકલ્યો છે અને તેની તપાસ ચાલી રહી છે.
હોગાન્સ હીરોઝમાં હોગન તરીકે ખ્યાતનામ થયેલા અભિનેતા બોબ ક્રેનને પોતાની જાતિય ક્રિડાઓને કેમેરામાં કેચ કરવાની વિચિત્ર આદત હતી.જો કે ૨૯ જુન ૧૯૭૮માં તેનો મૃતદેહ તેના કોસ્ટારનાં એપાર્ટમેન્ટમાં મળી આવતા સનસનાટી સર્જાઇ હતી.તેના શરીર પર માર માર્યાનાં નિશાન મળી આવ્યા હતા અને તેના ગળાની આસપાર વાયર વિંટળાયેલો મળી આવ્યો હતોજો કે તેનું મોત કયા હથિયારથી થયું હતુ તેનો ભેદ ત્યારબાદ પણ ઉકેલાયો ન હતો.આ હત્યામાં એક કાર્પેન્ટરની સંડોવણીની આશંકા વ્યકત કરાઇ હતી જેની સાથે તેની મિત્રતા થઇ હતી અને તેનો અંત આવતા તેને મોતને ઘાટ ઉતારાયો હોવાની ચર્ચા ચાલી હતી.ત્યારે કાર્પેન્ટરની કારની તલાસ લેવાઇ હતી જ્યાંથી લોહીનાં ડાઘા મળ્યા હતા જે ક્રેનનાં લોહી સાથે મેચ કરતા હતાં જો કે ત્યારે લોહીની તપાસ જેટલી આજે પ્રમાણભૂતતા સાથે થાય છે તેટલી થતી ન હતી.૧૯૯૦માં આ ઘટનાનાં પુરાવાઓનું ફેરપરિક્ષણ કરાયું હતું ત્યારે કારમાંથી મગજ સાથે સંકળાયેલ એક પદાર્થ ફોટોગ્રાફમાં નજરે ચડ્યો હતો જો કે કોઇ નક્કર પુરાવો મળ્યો ન હતો.જો કે આ ફોટોગ્રાફને કારણે કેસને રિઓપન કરવાનો નિર્ણય કરાયો હતો અને લોહીનો ડીએનએ ટેસ્ટ કરાયો હતો.જો કે ત્યારે પણ કોઇ ખાસ વાત જણાઇ ન હતી પણ ૨૦૧૬માં કાર્પેન્ટરની કારનાં કેટલાક નમુનાઓનું ડીએનએ ટેસ્ટીંગ કરાયું હતું જેમાં એક તો કોઇ અજાણ્યા પુરૂષ તરફ ઇશારો કરતું હતું અને બીજો નમુનો કોઇની સાથે પણ મેચ થયો ન હતો.મરતા સુધી કાર્પેન્ટરે ક્રેનનાં મોતમાં તેની કોઇપણ ભૂમિકા હોવાનુ નકાર્યુ જ હતું.
અગાથા ક્રિસ્ટીનું નામ તેની રહસ્યાત્મક નવલકથાઓને કારણે આજે પણ સાહિત્યરસિકોમાં જાણીતું છે પણ એ હકીકત છે કે તેમનું જીવન પણ રહસ્યોથી ભરપુર હતું.ત્રીજી ડિસેમ્બર ૧૯૨૬માં અગાથા ક્રિસ્ટીનાં પતિએ તેનો અન્ય મહિલા સાથે સંબંધ હોવાનો સ્વીકાર કર્યો હતો અને અગાથા સાથે છુટાછેડાની વાત કરી હતી.ત્યારે અગાથા પોતાની પુત્રીને ગુડનાઇટ કહીને ગયા ત્યારબાદ તે અગિયાર દિવસ બાદ જ દેખાયા હતા.જો કે તેમનું રહસ્યમય રીતે ગુમ થઇ જવાની ઘટનાએ ત્યારે ઘણી ચર્ચાઓ જગાવી હતી અને આખા દેશમાં તેમની તલાશ ચલાવાઇ હતી આ કેસની તપાસ માટે ૧૦૦૦ પોલીસ કર્મીઓને કામે લગાડાયા હતા.ક્રિસ્ટી જાણીતા નવલકથાકાર હતા અને તેમની વય ત્યારે છત્રીસ વર્ષની હતી.તેમની કાર એક પહાડની ટોચે મળી આવી હતી.તેમની શોધ માટે ૧૫૦૦૦ જેટલા સ્વંયસેવકો કામે લાગ્યા હતા અને તેમની કાર મળી તેની આસપાસનાં વિસ્તારોની તપાસ માટે કેટલાક વિમાનોને પણ કામે લગાડવામાં આવ્યા હતા.જો કે ત્યારબાદ અચાનક અગાથા મળી આવ્યા હતા જો કે તે જે હોટેલમાં મળ્યા હતા ત્યાં તે મિસિસ ટેરેસા નિલનાં નામે રહેતા હતા.મજાની વાત એ છે કે અગાથાએ ક્યારેય તેમનાં આ ગુમ થયાના દિવસો અંગે વાત કરી ન હતી.તેમની આત્મકથામાં પણ તેનો કોઇ ઉલ્લેખ જોવા મળ્યો નથી.એવો તર્ક કરાય છે કે તેમનાં પતિનાં અફેરને કારણે તેઓ ભાગી ગયા હતા પણ તેમની સ્મૃતિભ્રંશની વાત આજે પણ રહસ્યમય છે.તેમણે તેમનાં પતિને છુટાછેડા આપ્યા હતા ત્યારે તેમણે સ્વીકાર કર્યો હતો કે તેમની પાસે તેના સિવાય કોઇ વિકલ્પ જ ન હતો.
નાતાલી વુડ હોલિવુડની જાણીતી અભિનેત્રી હતી પણ તેમની ચર્ચા જેટલી તેમની અભિનય પ્રતિભાને કારણે થાય છે તેટલી જ તેમની મોત પણ વિવાદાસ્પદ બની રહી હતી.૧૯૮૧માં નાતાલી તેના પતિ રોબર્ટ વેગ્નર અને ક્રિસ્ટોફર વોકન સાથે વિકેન્ડ ગાળવા માટે કેટાલિના ટાપુ પર ગઇ હતી.ત્યારે તે અચાનક જ પોતાની હોડીમાંથી પાણીમાં પડી ગઇ હતી અને ડુબી જતા તેનું મોત થયું હતું.એક સાક્ષીએ જણાવ્યું હતું કે તેને મધરાતે બચાવો બચાવોની ચીસ સંભળાઇ હતી અને ત્યારે તેને કોઇ કહેતું હતું કે અમે તને બચાવી લઇશું ટેક ઇટ ઇઝી.જો કે લોસ એન્જલ્સનાં કાઉન્ટી કોરોનરે તેની મોતને અકસ્માત ગણાવી હતી.જો કે ૨૦૦૮માં તેની યાટનાં કેપ્ટન ડેનિસ ડેવર્ને એક પુસ્તક લખ્યું હતું જેમાં તેણે જણાવ્યું હતું કે વેગ્નર સાથે થયેલા ઝઘડા બાદ આ અકસ્માતની ઘટના ઘટી હતી.૨૦૧૧માં પોલીસે આ કેસ રીઓપન કર્યો હતો જેમાં કોરોનરે મોતના કારણમાં ડુબવા ઉપરાંત અન્ય કેટલાક પરિબળોને કારણરૂપ ગણાવ્યા હતા.જો કે ૨૦૧૮માં પોલીસે ફરી એકવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે આ કેસમાં વેગ્નર રસપ્રદ વ્યક્તિ હતો.
બ્લેક દાહિલિયા હોલિવુડની મહાન રહસ્યમય ફિલ્મોમાંની એક ફિલ્મ છે અને આ કેસ ઘણાં દાયકાઓ સુધી ચર્ચાસ્પદ રહ્યો હતો જેમાં તાજેતરમાં વર્ષોમાં પણ કેટલાક મુદ્દાઓ જોડવામાં આવ્યા હતા.૧૯૪૭માં લોસ એન્જલસનાં એક પાર્કિગ લોટમાં બાવીસ વર્ષની એલિઝાબેથ શોર્ટનો મૃતદેહ લોહીથી લથબથ હાલતમાં મળી આવ્યો હતો.ત્યારે તેની ઓળખ થઇ ન હતી અને મીડિયાએ તેને બ્લેક દાહિલિયા નામ આપ્યું હતું.તેનાં મોતનું કારણ આજે પણ રહસ્યમય મનાય છે.હાલમાં આ કેસની તપાસમાં સંકળાયેલા એક પોલીસ અધિકારીનાં પુત્ર બઝ વિલિયમ્સે નિવેદન આપ્યું હતું કે લેસ્લી ડિલને હોલિવુડનાં એક જાણીતા વ્યક્તિનાં કહેવા પર શોર્ટની હત્યા કરી નાંખી હતી. જો કે શોર્ટની હત્યા આજે પણ વણ ઉકલ્યા મર્ડર પૈકીનો સૌથી ચર્ચાસ્પદ કેસ મનાય છે.
૨૦૦૯માં હોલિવુડની જાણીતી અભિનેત્રી બ્રિટની મર્ફીનું ન્યુમોનિયાને કારણે મોત થયું હતું. જો કે તેની મોતને કારણે ત્યારે મીડિયામાં ઘણો હોબાળો મચી ગયો હતો.જો કે તેની મોતનાં સમાચાર ટાઢા પડે તે પહેલા તેના બોયફ્રેન્ડ સિમોન મોઝેકનું પણ મોત થયું હતું અને તેના મોતનું કારણ પણ ન્યુમોનિયા જ જણાવાયું હતું અને તેનું મોત પણ તે જ ઘરમાં થયું હતું.બ્રિટનીનાં પિતાએ તેના મોત માટે સીઆઇએને જવાબદાર ગણાવતા આરોપ લગાવ્યો હતો તેમણે જ તેને ઝેર આપી દીધુ હતુ.તેના મોતનું કારણ આપતા તેમણે જણાવ્યું હતુ કે તેણીએ વ્હીસલ બ્લોઅર જુલિયા ડેવિસને ટેકો આપ્યો હતો.ત્યારબાદ પણ તેની મોતની તપાસનો સિલસિલો ચલાવાયો હતો પણ કોઇ ખાસ નક્કર વાત સામે આવી ન હોવાને કારણે શંકા દર્શાવાય છે કે તેની મોત પાછળ સરકારનો જ હાથ હતો.
૧૯૭૮માં રિલીઝ થયેલી ડેબી ડઝ ડલાસને ગ્રેટ બ્લુ મુવીઝમાંની એક મનાય છે.આજે પણ તેને એડલ્ટ ફિલ્મોમાં પહેલું સ્થાન અપાય છે.જો કે લોકોને એ વાતની જાણ નથી કે ડેબી અચાનક જ ગાયબ થઇ ગઇ હતી.ઘણાંને તો ડેબી કોણ હતી તે પણ ખબર ન હતી.જે અભિનેત્રીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી તેનું સ્ટેજ પરનું નામ બામ્બી વુડઝ હતું.ત્યારે મોટાભાગનાં પોર્ન કલાકારો પોતાની અસલ ઓળખ છુપાવી રાખતા હતા.વુડઝ પર ત્યારે ઘણું દેવું ચડી ગયું હતું તેને ઉતારવા માટે તેણે એડલ્ટ ફિલ્મોમાં કામ કરવાનો સ્વીકાર કર્યો હતો.ત્યારે તે ખુબ જ લોકપ્રિય હતી પણ તે અચાનક જ ગાયબ થઇ ગઇ હતી.ઘણાંનું માનવું હતું કે તે ડ્રગ્સનાં ઓવરડોઝને કારણે મોતને ભેટી હતી.જો કે ૨૦૦૫માં એક ડોક્યુમેન્ટ્રી ડેબી ડઝ ડલાસમાં અસલ બામ્બી વુડઝનો ઇન્ટર્વ્યુ દર્શાવાયો હતો અને કહેવાયું હતું કે તે લોવામાં રહેતી હતી અને તેણે પોતાનું જીવન અન્યોથી છુપાવી રાખ્યું હતું.જો કે ત્યારબાદ ૨૦૦૭માં એક અન્ય મહિલાએ તે બામ્બી વુડઝ હોવાનો દાવો કર્યો હતો અને તેણે પોતાનાં દાવાને સમર્થન આપતા પુરાવા પણ રજુ કર્યા હતા ત્યારે પ્રશ્ન થાય છે કે આ મહિલા ખરેખર બામ્બી વુડઝ હતી કે તેનું મોત ડ્રગ્સનાં ઓવરડોઝનાં કારણે થયું હતું.