"કાકા ! નિસર્ગભાઈ મારાં પરફ્યુમને એ થર્ડ કંપનીનું પરફ્યુમ કહે છે." રાજે મોં મચકોડ્યું.
બન્નેના ઝઘડાનું સમાધાન કરવા હાર્દિકે રાજની બેગ તપાસવા લાગ્યો.
"તમે મારી બેગમાં શું શોધી રહ્યાં છો ?"
"તારી બ્રાન્ડેડ કંપનીનું પરફ્યુમ મારે પણ લગાવવું છે. એ જ હું શોધી રહ્યો છું."
હાર્દિકના કહેવાથી રાજ પાસે વાતને આગળ કહેવા માટે કોઈ બહાના ન હતા. હાર્દિકના હાથમાં રાજનું બ્રાન્ડેડ કંપનીનું પરફ્યુમ આવી ગયું.
"લોટ્સ પરફ્યુમ, બ્રાન્ડ - ન્યુ કમલ." હાર્દિક કંપની સાથે પરફ્યુમનું નામ બોલી ગયો, "નિસર્ગ ! તું ગુગલ પર ચેક કરતો. આપણે આ બ્રાન્ડેડ પરફ્યુમ ખરીદવી હોય તો ઓનલાઈન મળી શકશે ?"
"ઓકે મોટાભાઈ ! આમ પણ હવે મારી ઊંઘ બગડી જ છે." મોં મચકોડીને નિસર્ગે હાથમાં મોબાઈલ પકડ્યો.
"અરે નિસર્ગભાઈ ! તમારી તબિયત બગડી ગઈ છે. તમે મને મોબાઈલ આપો." રાજે નિસર્ગના હાથમાંથી મોબાઈલ ઝુંટવી લીધો, "જુઓ ! બાથરુમમાં ગોઠવેલ ગિઝરમાં ગરમ પાણી આવે છે. તમે નાહી લો. આપણે મંદિરે જવાનું મોડું થઈ રહ્યું છે."
રાજ નજીક આવ્યો એ સાથે નિસર્ગે ત્રણ છીંક લીધી.
પાછળથી હાર્દિકે રાજના હાથમાંથી મોબાઈલ લઈ લીધો, "નિસર્ગને ત્રણ છીંક આવી. આ તો અપશકુન કહેવાય ! હવે એ થોડીક વાર પછી નાહવા જશે. એને મેં સોંપેલું કામ કરવા દે."
હાર્દિકે નિસર્ગને એનો મોબાઈલ પરત કર્યો. નિસર્ગ ગુગલમાં ન્યુ કમલ બ્રાન્ડ ટાઈપ કરીને સર્ચ કર્યું.
"સાલાઓ બેય હાથ ધોઈને પાછળ પડી ગયા છે. ગયા વર્ષે મારી પાસે હાર્દિક કાકાએ સત્ય બહાર કાઢ્યું હતું અને આ વર્ષે મારા પરફ્યુમના રહસ્યને રહસ્ય નહિ રહેવા દે. બન્ને અમાસની ઔલાદ સોમનાથમાં એક પછી એક મને ભટકાયા." રાજ મનમાં વિચારવા લાગ્યો.
નિસર્ગે ચેક કરીને કહ્યું, "આ તો થર્ડ કલાસને નીચે પાડી દે એવી કંપની છે. આ પરફ્યુમ ફક્ત એંશી રૂપિયામાં માર્કેટના રસ્તામાં કોઈપણ લારીમાં આસાનીથી મળી શકે છે."
હાર્દિક રાજ સામે આંખના ડોળા કાઢવા લાગ્યો, "કેમ તારું સોમનાથમાં આવીને ખોટું બોલવાનુ ચાલું થઈ ગયું ? ગયા વર્ષે તું મારા હાથેથી પકડાયો હતો. મને લાગ્યું કે તું હવે સુધરી ગયો હશે ! હવે ત્રિવેણી ઘાટમાં તારી દસ વાર ડૂબકી મરાવી જ જોશે."
"સોરી કાકા, પણ મને બ્રાન્ડેડ પરફ્યુમની ખરીદી કરતા આવડતી નથી." રાજે મોં લટકાવીને બોલ્યો.
"આ પરફ્યુમ શાયદ ગયા વર્ષથી તું વાપરે છે ? આવી જ બોટલ મેં ગયાં વર્ષે તારી પાસે જોઈ હતી." હાર્દિકે પરફ્યુમની સ્મેલ સુંઘતા બોલ્યો, "હમ્મ..એ જ સ્મેલ જે ગયાં વર્ષે તારી પાસેથી આવતી હતી."
હાર્દિક રાજની નજીક ગયો. એની પેન્ટને હાર્દિકે મૂઠીમાં પકડી લીધી.
"બધું અત્યારે જ સાચું કહી દે નહિ તો આજ તું આબરુથી પણ ગયો."
હાર્દિકના અચાનક હુમલાથી રાજ ડરી ગયો. નિસર્ગ દૂરથી રાજની હાલત જોઈને મરક મરક હસવા લાગ્યો.
"મોટાભાઈ, મારી કોઈ હેલ્પની જરૂર હોય તો કહેજો." નિસર્ગ કામુક આંખોએ રાજને જોતા બન્ને હાથ મસળવા લાગ્યો.
"પ્લીઝ કાકા ! મને છોડી દો. આ છેલ્લી વાર તમારી પાસે ખોટું બોલવાની ભૂલ કરી છે. હવે કોઈ દિવસ ખોટું પણ નહિ બોલું અને કોઈ વાત પણ નહિ છુપાવું. મારા લગ્ન પહેલાં તો મારી આબરુને જાળવી રાખો." રાજ બે હાથ જોડીને આજીજી કરવા લાગ્યો.
હાર્દિક અને નિસર્ગ ખડખડાટ હસવા લાગ્યા. હાર્દિકે રાજનું પેન્ટ છોડી દીધું. રાજે રાહતનો શ્વાસ લીધો.
"મને પહેલાં ખોટા ખર્ચા કરવાના શોખ હતા. પપ્પા મને એટલા રૂપિયા વાપરવા જ દેતા નહિ. પરફ્યુમનો મને જબ્બર શોખ હતો. આ પરફ્યુમ પહેલી વાર ખરીદ્યુ હતું અને એ જ સમયે સોમનાથ આવ્યો. અહીંથી હું માધાપર પાછો ગયો. માધાપર હું ધંધા પર ચઢી ગયો. હાથમાં મહેનતના પૈસા આવ્યા. મને રૂપિયાની અસલી કદર થઈ. એ પછી મેં ફાલતુ ખર્ચા કરવાના બંધ કરી દીધા. હવે રૂપિયાની બચત કેમ કરવી ? એ પણ હુ સમજી ગયો છું."
રાજનો ખુલાસો હાર્દિક અને નિસર્ગને ગમ્યો. નિસર્ગે રાજને કપડા બદલાવી નાખવાનું કહ્યું.
રાજે એના કપડા બદલી નાખ્યા. નિસર્ગે આપેલ પરફ્યુમ રાજે એના બદનમાં લગાવી લીધું.
"નિસર્ગભાઈ, આ તમારુ પરફ્યુમ." રાજે સ્મેલ સૂંઘી, "મસ્ત સ્મેલ આવે છે."
"રાખી લે હવે એ તારુ, પણ એક વર્ષ સુધીમાં તારે વાપરી નાખવાનું છે. આવતા વર્ષે હું નવું પરફ્યુમ તારી માટે લેતો આવીશ."
ત્રણેય દોસ્તો રાતના સાડા ત્રણ વાગ્યે તૈયાર થઈને ગેસ્ટહાઉસની બહાર નીકળ્યા. વોચમેને છેલ્લી પહોરે ખુરશીમાં બેઠા બેઠા નસકોરા બોલાવી રહ્યો હતો.
રાજે ગેસ્ટ હાઉસનો ગેટ ખોલ્યો. નિસર્ગ એની કાર પાર્કિંગમાંથી લઈને બહાર કાઢી. રાજે ગેટ બંધ કરી દીધો.
હાર્દિક નિસર્ગની ડ્રાઈવરની પાસે રહેલી શીટ પર બેસી ગયો. રાજ બેકસીટ પર બેસી ગયો.
"કાકા ! સાચું બોલજો તમે અને નિસર્ગભાઈ ખરેખર મારી આબરુ !" અંધારા રસ્તા પર સામે આવતા વાહનોની લાઈટના અજવાળે રાજે બે હાથે શર્ટ પકડીને બોલ્યો.
"તને શુ લાગે છે ?"હાર્દિકે રહસ્ય સ્માઈલ કરી.
"આજ રાત્રે જાગરણ પછી હું તો પ્રવિણકાકાની ઘરે જતો રહીશ."
નિસર્ગ અને હાર્દિક હસવા લાગ્યા. રાજ એ લોકોની મજાકને હજું ગંભીર લઈ રહ્યો હતો.
દસ મિનિટની અંદર નિસર્ગે કારને મંદિરના પાર્કિગ એરિયામાં પાર્ક કરી લીધી.
રાજ કારમાંથી પહેલાં ઊતર્યો. એની પાછળ હાર્દિક અને નિસર્ગ કારમાંથી બહાર આવ્યા. નિસર્ગે કાર લોક કરી દીધી.
"ગયાં વર્ષે જે જગ્યાએ હું પ્રવિણકાકાને ટકરાયો બસ એ જ રીતે મારે એમને આ વર્ષે મળવું છે. એ આપણને એક સાથે જોઈને કેટલાં ખુશ થઈ જશે ?"
હાર્દિક અને નિસર્ગ રાજને અનુસરતા એની પાછળ જવા લાગ્યા.
"હર હર મહાદેવ..હર હર મહાદેવ.." સામેથી પ્રવિણ પૂજાનો થાળ અને ફૂલનો હાર લઈને મંદિરના પ્રાગણે પહોચવાની તૈયારી કરી રહ્યો હતો.
રાજે હાર્દિક અને નિસર્ગ સાથે દૂરથી એને મંદિર તરફ આવતા જોયો. રાજ એ જ ક્ષણે પ્રવિણ પાસે પહોંચી ગયો. સાવ હળવેકથી રાજે પ્રવિણને ધક્કો માર્યો.
"અરે ભાઈ સા'બ ! આ રાતનું તમને દેખાતું લાગતું નથી ? ક્યાંક મારો આ હાર નીચે પડી ગયો હોય તો..."
પ્રવિણ આગળ બોલવા જતો હતો ત્યાં વચ્ચમાં રાજ બોલ્યો, "હાર નીચે પડી ગયો હોય તો ત્રિવેણી ઘાટ પર તમારે હારને શુધ્ધ કરી આવવાનો."
"એક વાર નીચે પડેલી વસ્તુ એમ શુધ્ધ ના થાય." પ્રવિણ બોલ્યો અને એને અવાજ ઓળખીતો લાગ્યો તો માથુ ઊંચું કરીને જોયું.
ગયાં વર્ષની જેમ રાજ એ જગ્યાએ, એ સમયે એની સામે ઊભો હતો. પ્રવિણને વિશ્વાસ આવ્યો નહિ. એણે એની આંખ પટપટાવી. સામે રાજ જ ઊભો હતો.
"તમે કહેતા હોય તો હું તમને ચુટ્યો ભરવા તૈયાર છું કાકા." રાજે મુખ મલકાવ્યું.
"અરે..રાજ ! તું અહી ? તને મેં કેટલા કોલ કરેલા હતા ?"
રાજે પ્રવિણના ચરણ સ્પર્શ કરી લીધાં. પ્રવિણને ગળે વળગી ગયો. પ્રવિણની પાછળ ઊભા રહીને હાર્દિક અને નિસર્ગ નિરીક્ષણ કરી રહ્યાં હતાં.
"આ બધો અમારો પ્લાન હતો કાકા. હું તમારી પાસે ખોટું બોલીને બહાનું કાઢી ના શકું, એ કારણે મેં મારો મોબાઈલ સ્વીચ ઓફ કરીને રાખ્યો હતો."
"તમારો પ્લાન એટલે તારી સાથે બીજું કોણ પ્લાનમાં સામિલ છે ?" પ્રવિણને રાજની સરપ્રાઈઝથી હરખાઇ ગયો.
"પાછળ જુઓ."
રાજના કહેવાથી પ્રવિણે પાછળ વળીને જોયું. એની આંખો સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે એની સામે હાર્દિક અને નિસર્ગ દેખાયા.
ચતુર્ભુજ હરખથી એકબીજાને ગળે વળગી પડ્યા. પ્રવિણની હરખથી આંખો છલકાઈ ગઈ. સૌ એકબીજાથી દૂર થયા.
હાર્દિકે બધી વાત પ્રવિણને કહી જણાવી. પ્રવિણ હાર્દિકના પ્લાનથી સરપ્રાઈઝ મળી એનાથી વધુ એના જીવનમાં કોઈ ખુશી મળી ન હતી.
ચતુર્ભુજ સાથે મળીને સોમનાથના મંદિરમાં પૂજા કરવા ગયા. પ્રવિણની સાથે સૌએ આંખ બંધ કરીને અને બે હાથ જોડીને એમની આ દોસ્તી જીવનની છેલ્લી ઘડીએ અકબંધ રહે, એવી પ્રાર્થના કરવા લાગ્યાં.
"હે સોમનાથ દાદા ! નિસર્ગ અને રાજની હવે મને ચિંતા નથી. હાર્દિકના જીવનમાં એના પરિવારની ખુશી વહેલી મળી જાય. આપની કૃપા અમારા પર કાયમ બરકરાર રહે." પ્રવિણે નિ:સ્વાર્થ ભાવે પ્રાર્થના કરી.
"હે સોમનાથ દાદા ! મને ખબર છે. પ્રવિણભાઈ હાલ પણ મારી ખુશીની જ પ્રાર્થના તમારી પાસે કરતા હશે. એમની યુવાનીની દોસ્તીને એ હજુય ભૂલ્યા નથી. અમારો હસતો ચહેરો જોઈને એમને આજે પણ કુલદીપભાઈ અને ભુપતભાઈની યાદ આવે છે. વહેલી તકે તેઓ એમના દોસ્ત સાથે સમાધાન કરી લે. કોઈ એવા સંજોગો રચો કે પ્રવિણભાઈ બધુ ભૂલીને ફરી એ દોસ્તી સાથે નવા સંબંધો સ્થાપિત કરે."
ચતુર્ભુજે સોમનાથ દાદાની પહેલા પહોરની આરતી લઈને મંદિરેથી વિદાય લીધી. પ્રવિણે પોતાની ઘરે આવવા માટે આમંત્રણ આપ્યું. ત્રણેય એક સાથે ઘરે જવુ નથી; એવી મનાઈ કરી દીધી.
સવારના સૂર્યના પહેલાં કિરણો સોમનાથ મંદિરના પ્રાગણમાં પડ્યા. પ્રવિણે પારુલને કોલ કરીને જણાવી દીધું કે એ પૂરો દિવસ ઘરે આવશે નહિ.
ચતુર્ભુજ નિસર્ગની કારમાં પૂરું વેરાવળ ફરવા નીકળી ગયા. બપોરનું જમવાનું એક સારી ફાઈવ સ્ટાર હોટલમાં કરી લીધું. પ્રવિણ નરકોડાને કારણે પાણીના ગ્લાસને પણ અડક્યો નહિ.
સાંજે છ વાગ્યે તેઓ એક સાથે એ જ દરિયાકિનારે આવીને બેસી ગયા; જ્યાં ચતુર્ભુજ એક થયા હતા. એક વર્ષ પહેલાની યાદોને ફરી તેઓ તાજી કરવા લાગ્યા.
"પ્રવિણકાકા ! આ એક સંજોગ જ કહેવાય. ક્યાં મને ખબર હતી કે હું આ દરિયાકિનારામાં ખોવાઈ ના જાઉં એના માટે તમે લોકો મારા જીવનમાં આવશો. તમારી સલાહને માન આપીને મેં મારા પપ્પાને માફ કરી દીધા. એક વર્ષ પહેલાં એમના માટે જે નફરત હતી એ આજે એનાથી દસ ગણી પ્રેમમાં પરિવર્તિત થઈ ગઈ."
નિસર્ગ દરિયામાંથી ઊછળતા મોજા જોવામાં નજરને સ્થિર કરી દીધી. રાજ નિસર્ગને જોઈ રહ્યો હતો.
"પ્રવિણકાકાએ હંમેશા કોઈના સારા માટે સાચી સલાહો આપતા રહ્યા છે. એમને આપેલું વચન મેં પાળ્યું. આજે ધંધામાં મારુ મન એવું ચોટેલું છે કે બીજા કોઈ આડા અવળા વિચારો આવતા નથી."
પ્રવિણે રાજના ખભા પર પોતાનો હાથ વિંટાળી દીધો, "હવે તું લગ્ન માટે છોકરી શોધે તો અમારે તારા લગ્નમાં ડાન્સ કરવા થાય."
પ્રવિણના વાત પછી હાર્દિક બોલ્યો, "પ્રવિણભાઈ, રાજ ઘણો સમજુ થઈ ગયો છે. હમણા કરકસર કરતા એટલો શીખી ગયો છે. એણે એની ખોટુ બોલવાની આદત હજુ એણે છોડી નથી."
હાર્દિક અને નિસર્ગ ગેસ્ટ હાઉસમાં જે કાંઈ બન્યું એ યાદ કરતા હસવા લાગ્યા. રાજ એ બન્નેને જોઈને નારાજ થઈ ગયો.
"કાકા ! હું તમારી ઘરે રહેવાનો છું. ગેસ્ટ હાઉસમાં હું મારી કપડાંની બેગ પણ ત્યાં રાખવા માંગતો નથી."
"અરે પણ મને તો કોઈ કાંઇ કહેશો ?" આશ્ચર્યથી પ્રવિણ એક પછી એક દરેક સામે જોવા લાગ્યો.
"પ્રવિણ કાકા, હું તમને ડિટેઈલમાં બધુ જણાવું છું."
નિસર્ગે પ્રવિણને રાજની પરફ્યુમથી લઈને એની સાથે જે કાંઈ મસ્તી કરી, એ દરેક વાત કહી દીધી. પ્રવિણ રાજની વાતો જાણીને જોરથી હસવા લાગ્યો. પ્રવિણનું હાસ્ય જોઈને દરિયાના મોજાઓ જોરથી ઊછળવા લાગ્યા. જાણે ! એ પણ રાજની વાતો સાંભળીને હસી રહ્યાં હોય.
સાંજના સાત વાગ્યાની આરતીનો સમય થવા આવ્યો હતો. ચતુર્ભુજ સાથે સોમનાથ મંદિરે આરતીનો લાહવો લેવા પહોંચી ગયા. સાંજના સાત વાગ્યાથી સવારે ચાર વાગ્યા સુધી તેઓ મંદિરમાં ધુન ભજન કર્યાં.
ચાર પહોરની આરતી પૂરી કરીને પ્રવિણ નિસર્ગ, હાર્દિક અને રાજ સાથે ગેસ્ટ હાઉસમાં સુવા જતો રહ્યો હતો. પૂરી રાતનું જાગરણ હોવાથી સાંજે પાંચ વાગ્યે તેઓ જાગ્યા.
જાગીને એક પછી એક નાહીને ફ્રેશ થઈ ગયા. મહા શિવરાત્રીની ચોવીસ કલાક ચતુર્ભુજ એક સાથે જ રહ્યા. સાંજનું જમવાનું એક સાથે કરીને એક પછી એક વિદાય લઈને વિખુટા થવા લાગ્યા. આવતા વર્ષે તેઓ મહાશિવરાત્રીના દિવસે મળવા આવશે જ એવા પ્રોમિસ તેઓએ પ્રવિણને આપી દીધા.
(પૂર્ણ...)
✍️મયુરી દાદલ "મીરા"