એક મૌન નજર
અમદાવાદના એચ એલ કોમર્સ કોલેજના કેમ્પસમાં વસંતના દિવસની હળવી ધૂપ, લીલાં ગાર્ડન અને ગુલાબના ફૂલોની સુગંધ બધું શાંત અને મીઠી લાગણી ભરતું હતું. સંદીપ એ ખૂણામાં, પોતાના નોટબુક અને પેન સાથે બેઠો, પાનું પર શબ્દો ખેંચતો રહ્યો. ક્યારેક કવિના હૃદયની ઊંડાઈમાંથી ઉકળતી લાગણીઓ પાનું પર ઉતરતી, ક્યારેક અનામી પ્રેમની ચુપ્પી ગાળવામાં જ રહી.
હર સમય સંદીપ ની નજર એ એક જ વ્યક્તિ પર ઝુકેલી હતી અને તે હતી કામિની તેની સહપાઠી. તે પ્રથમ દિવસ થી જ કામિની ને મનોમન પસંદ કરવા લાગ્યો હતો. સંદીપ એક શરમાળ, ડરપોક અને ભણવામાં વ્યસ્ત છોકરો હતો, જે ક્યારેય પોતાના હૃદયની લાગણીઓને સીધા વ્યક્ત ન કરતો. કોલેજના ગાર્ડન, ક્લાસ, લાઇબ્રેરી તે માત્ર એ સ્થળો હતા જ્યાં સંદીપ કામિનીને દૂરથી જોઈ શકે.
કામિની એટલે સંદીપ થી બિલકુલ વિરુદ્ધ પાત્ર કહી શકાય તેવી હતી, તે વાચાળ, બોલ્ડ, નિર્ભય, મિત્રો સાથે મઝામાં રહેતી, દરેક ગ્રુપમાં આનંદ ફેલાવતી. તે હળવી હાસ્ય અને મિત્રતાથી દરેકને ખુશ કરતી, જીવનમાં પોતાની ઓળખ માટે હંમેશા સક્રિય રહી. સંદીપ માટે, તે એક અજાણી દુનિયા જેવી હતી એક પ્રેરણા, એક રંગ, એક જીવનશક્તિ.
સંદીપને હંમેશા મૌન રહેવું જ યોગ્ય લાગ્યું. ગાર્ડનમાંથી કામિનીને જોયા, ક્લાસમાં તેની નજર જોઈ, લાઇબ્રેરીમાં એ પુસ્તક ઉઠાવતા જોયા – એ બધું સંદીપના કવિ હૃદય માટે પળે પળે ઉત્સાહ અને દુઃખ બંને લાવતું. ક્યારેક હળવો સ્મિત આવે, ક્યારેક દિલ ધબકવાનું વધી જતું. પણ ક્યારેય શબ્દો બહાર ન આવ્યા.
કામિની સંદીપ ના અંતર્મુખી અને શરમાળ સ્વભાવ ના કારણે એકબીજા ને બોલાવાય તેવા પણ પરિચય માં નો આવ્યા અને તે સંદીપ ની લાગણી ઑ થી બિલકુલ અપરિચિત હતી અને પોતાની મસ્તી માં જીવતી હતી.
કોલેજના વર્ષો ઝડપથી વિત્યાં. સંદીપ અને કામિનીની વચ્ચે અનકહી જે નમ્ર લાગણી હતી, તે મૌન રહી, પરંતુ ક્યારેક નજરો મળી જતી. સંદીપ ક્યારેક ગાર્ડનમાં બેઠો, કામિનીની હળવી હાસ્યથી ભરેલી ગતિઓને જોઈને માત્ર પોતાના કવિતા પાનું પર ઉતારતો. ક્લાસમાં એ પોતાના અભ્યાસમાં વ્યસ્ત દેખાતો, પરંતુ આંખો કામિની પર સતત રહી. લાઇબ્રેરીમાં બે ખુરશી દૂર બેઠા, જુદા-જુદા પુસ્તક ઉઠાવતાં પણ નજર ટકી રહેતી.
કોલેજ પૂરો થઈ ગયો. સંદીપ ક્યારેય પોતાના દિલ ની કોઈ વાત નહિ કરી શક્યો. એ મૌન પ્રેમ, એ નિ:શબ્દ લાગણીઓ, વર્ષોથી પાંખેલાં સંઘર્ષ જેવા બની, પરંતુ હંમેશા જીવંત રહ્યા.
ઘણા વર્ષો પછી, ફેસબુક અને વ્હોટસએપ દ્વારા જૂના મિત્રો ફરી જોડાયા. સંદીપ હવે એક ઉચ્ચ અધિકારી, શ્રેષ્ઠ કૌશલ્ય ધરાવતા અને પ્રતિષ્ઠિત જીવન જીવતો. કામિની સફળ ગૃહિણી, માતા, પત્ની, કલા અને સાહિત્યમાં રસ ધરાવતી. તે માત્ર મિત્રતા જ નહિ, પરંતુ એકબીજાના જીવનની ખૂણામાં જાણીતાં અવલોકન બની ગઈ.
આ નવા માધ્યમમાં, સંદીપ અને કામિની એકબીજાના ખૂબ નજીકના મિત્ર બની ગયા. વર્ષોથી મૌન લાગણીઓ હવે સંવાદમાં, હસ્યમાં, જૂના ફોટા શેર કરતા પુનર્જીવિત થઈ. કામિની પણ કોલેજ સમયે સંદીપ ની અનકહી લાગણી ઑ થી ધીમેધીમે વાકેફ થઈ ગઈ હતી. તેઓ જાણતા કે, ક્યારેય જે કોલેજમાં એક બીજા સાથે વાત કરવી પણ શક્ય ન હતું, તે હવે થયું મૌન પ્રેમ, અંતર, સમય બધું મિત્રતા અને વિશ્વાસમાં રૂપાંતરિત થઈ ગયું અને એક ખુબજ અતૂટ મિત્રતા ના સંબંધો માં માં બંધાઈ ગયા.
થોડા સમય પછી, બંનેના પરિવારો પણ એકબીજાને મળ્યા અને એક ખુબજ અતૂટ મિત્રતા માં બંધાઈ ગયા. સંદીપ તેની પત્ની અને કામિની અને તેનો પતિ એક અનોખી મિત્રતા માં બંધાઈ ગયા. સંદીપને લાગ્યું કે, કુદરત ઘણીવાર આપણને સાચા સંબંધમાં બાંધી દેવા માંગે છે. સમય, અવરોધો, અંતર બધું યોગ્ય સમયે અને યોગ્ય રીતે જીવનને પરિપક્વ બનાવે છે.
એક સાંજ, જ્યારે ઓફિસના કામમાં થાક લાગ્યો, સંદીપએ ફોન ખોલ્યો અને લખ્યું:
“જિંદગીની ઘણી વાતો ટળી ગઈ, પરંતુ તમે હંમેશા ત્યાં હતા. જૂના દિવસોની યાદ આવે છે?”
કામિનીએ તરત જવાબ આપ્યો:
“હા, એ યાદો હજી જીવંત છે. અને હવે આપણે વાત કરીને, હસીને, જૂના દિવસોને ફરી જીવંત કરીશું મિત્રતા ના અનોખા બંધન માં.”
સંદિપ હળવો મુસ્કાન લાવ્યો. તેના કવિ હૃદયની વર્ષોથી જૂદા રહેલી લાગણીઓ હવે મિત્રતાના સૌમ્ય રંગોમાં ખીલવા લાગી. જીવન ક્યારેક અણજાણ્યા માર્ગે આપણને એ રીતે મળાવે છે, જ્યાં મૌન, અંતર, સમય – બધું સાચા સંબંધને વધુ મજબૂત બનાવે છે.
અને આખરે, તેઓએ મળીને, ધીમા શબ્દોમાં, કવિતા દ્વારા પોતાના મૌન લાગણીઓને વ્યક્ત કર્યું. એ કવિતા, વર્ષોથી છુપાયેલું દિલ, હૃદયની ધબકન, અને પ્રેમની નમ્રતા, બધું એક પળમાં જીવંત થઈ ગયું. સંદીપે પોતાની કલમ ઉઠાવી ને લખ્યું:
બચપણ ની યાદો ભરી મન માં
મિત્રતા તરફ પગલું ભર્યું છે
નિજાનંદ નો ઘૂંટ ભરી ને
તારી મસ્તી મે પીધેલી છે
હું સાચી મિત્રતા કરીશ
જ્યાં સુધી હું સ્વપ્ન જોઈ શકું છું
જ્યાં સુધી વિચારી શકું છું
જ્યાં સુધી તું મારી યાદો માં સમાયેલી છો
હવે પડી રહેવા દે ઓ દુનિયા મને
બદનામ થવાની ફૂરસદ નથી
હું મિત્રતા નીભાવિશ
જ્યાં સુધી મારી પાસે અનુભવવા જેવું હૃદય છે
જ્યાં સુધી સમય છે
જ્યાં સુધી શ્વાસ છે તારું નામ બોલવા માટે
હવે તો એક દિવસ સમય ભૂલીને મન મૂકી મળવું છે
દુઃખ ની સવાર હોય
દર્દ ની સાંજ હોય
બધું મંજૂર છે મને
બોલ તારે બચપણ નું સપનું સાચું કરવું છે?
હું મિત્રતા નિભાવિશ કેમ કે લાગણી છે બચપણ થી.