Ek Bhool - 6 in Gujarati Love Stories by shree books and stories PDF | એક ભૂલ - 6

The Author
Featured Books
Categories
Share

એક ભૂલ - 6

Happy new year બધા ને આશા છે કે મજા માં હશો🤗  (હા ઘણું મોડુ થય ગ્યું છે એ ભાગ લખવાં માં એ માટે દિલગિરી વ્યક્ત કરું છું, હવે થી સમય સર બધા ભાગ આવતા રહેશે. તમારો સાથ મળતો રહે તેવી આશા છે. )

નકશી ને હિરલ canteen માંથી ઓફિસે જાય છે, ત્યાં થી આગળ.....


રાબેતા મુજબ 10-12દિવસ વીતી જાય છે બધું બરાબર ચાલતું હોય છે નકશી પણ બધું ભૂલવાની ટ્રાય કરી આગળ વધે છે કામ પર ધ્યાન આપે છે. પેલો છોકરો દેખાય આવી જગ્યા જવાનુ ટાળે છે. પાછી પેલા ની જેમ મસ્ત રહેવા માંડે છે. બધા ને હસાવતી પોતાના સ્વભાવ થી બધા ને વહાલી લાગતી 🤗આમ જોતા તો હવે બધું પેલા જેવું થાય ગ્યું હોય છે. પણ શું નકશી ના ભાગ્યા કયક બીજું જ લખિયું હોય છે..

નકશી & હિરલ રોજ ની જેમ આજ canteen માં જાય છે. જમતા હોય છે ત્યાં પેલો છોકરો આવે છે, (જે નકશી એ વર્કશોપ માં જોયેલો )એ પણ જમવાની થાળી લય ને ત્યાં ના આગળ ના ટેબલે પર જ બેસે છે નકશી ની સામે જ હોય છે પણ નકશી હવે મન બનાવી જ લીધું હોય છે કે એ બધા થી દૂર રેવું અને એ બધું એના વ્યક્તિત્વ ને ના શોભે,પણ કેવાય છે ને કે "કયારેક કયારેક એવું પાત્ર સામે આવી જાય તો હૈયું ભાન ભૂલી જાય" 😁

નકશી ને  હિરલ જમતા જ હોય છે પણ પેલા છોકરા નું જમવાનું જલ્દી પૂરું થાય જાય છે, અને તે હાથ ધોય ને આવતો હોય છે હિરલ નું ધ્યાન હોય છે. નકશી તો જમવા પર ધ્યાન આપે છે ત્યાં પેલો છોકરો એના ટેબલે જાય છે એના મિત્રો ને કે છે તમે પહચો હું હમણાં આવ્યો બધા જાય છે ને પેલો છોકરો નકશી વાળા ટેબલે જાય છે.ખુરશી લે છે અને એની સામે બેસે છે એ બધું એટલું જલ્દી જલ્દી નકશી ની સામે થતું હોય છે નકશી થોડીક વાર તો સ્તબંધ થાય જાય છે એને ખબર નથી પડતી કે શું કરવું, એનું હૃદય જાણે હમણાં એક ધબકારો ચુકી જશે સાથે એના હાથ પગ માં પણ જાણે કંઈક દોડતું હોય એવું અનુભવે છે. એટલા માં...

હિરલ એ બધું જોય રહી હોય છે તે પેલા છોકરા સામે જોય ને હસે છે.

પેલો છોકરો એની ઓળખાણ આપતા કહે છે.

Hiii, કેમ છો....

નકશી : (પેલા તો હિરલ ની સામે જોવે છે થોડીક nurves હોય છે પછી જવાબ આપે છે.)હા ઠીક 🙂

છોકરો : આપડા ઇન્સ્ટિટ્યૂટ માં એક એક સ્કિલ ડેવલોપમેન્ટ અને ઈંનોવેશન માટે 3 દિવસ ની traning નું આયોજન કરવામાં આવ્યું છે તમે જાણો છો? તમારે તેમાં ભાગ લેવો જોઈએ..

નકશી & હિરલ : હા અમને સાંભળવા તો મળ્યુ હતું પણ તે માત્ર બાર ના વિદ્યાર્થીઓ માટે છે અને તેને રજીસ્ટ્રેશન ની તારીખ પણ પૂરું થાય ગઈ છે તેના માટે લેવા માં આવતી પરીક્ષા આજ સવારે જ પુરી થય ગઈ છે.

છોકરો: હા, વાત તો સાચી છે પણ તમે એમાં ભાગ લય શકો છો.. ઘણું બધું નવું શીખવા અને જાણવા પણ મળશે.

હિરલ : કય રીતે??

(નકશી તો વિચાર માં હતી કે આ અમને ઓળખતો હશે?? કે કેમ? અને એ અમને  કેમ પૂછે છે આવી ઓળખાણ પણ છે નઈ તેની સાથે, અને અમને traing માટે આવા નું શા માટે કતો હશે?નકશી તો એની સામે આંખ માં આંખ નાખી ને જોય પણ શકતી ન હતી. અને પેલો છોકરો તેની સામે જોય જોય ને વાત કરતો હોય છે.)

છોકરો: હું પોતે જ તે training આયોજન કરું છું તમારી ઈચ્છા હોય તો તમે આવી શકો છો. મારી ઓફિસે ન્યૂ બિલ્ડીંગ માં 3 માળે છે ઈચ્છા હોય તો exam દેવા આવી શકો છો મોસ્ટ wellcome 🤗

નકશી: હા જોઈએ...

(ત્યાં થી ઉભી થાય ને હાથ થોવા વય જાય છે...)હિરલ તે છોકરા સામે જોવે છે એને એમ હોય છે કે તને નકશી નું એવું વર્તન નય ગમ્યુ હોય. તે હિરલ સામે જોય ને કહે છે સારુ હું નીકળું મન હોય તો બંને આવી શકો છો ને સ્મિત કરી ને નીકળી જાય છે.)




[જોઈએ આગળ શું થાય છે તે લોકો એ ટ્રેનિંગ માં જશે! ત્યાં કેવા અનુભવ થશે! તમે લોકો પણ એ જાણવા માટે ઉત્સુક હસો કે એ કોણ છે. તો સાંભળો તમારી જેટલી જ ઉતાવળ નકશી ને પણ છે 🤭🤭🤭તો આગળ ના ભાગ માં જાણીએ... 🤗]