Ek Bhool - 5 in Gujarati Love Stories by shree books and stories PDF | એક ભૂલ - 5

The Author
Featured Books
Categories
Share

એક ભૂલ - 5

આગળ.... 

નકશી ઘરે આવે છે બધા સાથે વાતો માં ને કામ માં પડી જાય છે  એમ ને એમ બે દિવસ થાય જાય છે તે રવિવારની રજા નો પણ એની ફેમિલી સાથે આનંદ માણે છે.


                         આજે પાછો સોમવાર જોબ પર જવાનુ નકશી દર વખતની  જેમ તૈયાર થાય ને ઓફિસે આવે છે. રોજની જેમ કામ  ચાલુ હોય છે. એમ જ બપોર નો સમય થાય છે બધા જમવા માટે canteen માં જાય છે. બધા જમતા હોય છે વાતો કરતા હોય છે. ત્યાં અચાનક જ એનું ધ્યાન તેની બાજુ માં ટેબલે પર જાય છે. ને ફરી પછી નકશી તે દિવસ જેમ અચાનક ચૂપ થાય જાય છે.

નકશી કાયક વિચારો માં ખોવાય જાય છે એ જોય હિરલ એને પૂછે છે.

હિરલ : અલી શું થયું છે તને ? હે તું કેમ બે ત્રણ દિવસ થી બદલાય ગય છે.

નકશી : જે પેલા ટેબલે સામે જોવે છે પછી હિરલ સામે કય નય .. બધું બરાબર જ છે યાર..

હિરલ : તો ઠીક છે કય હોય તો કે જે તું મને કઈ શકે છે. 

નકશી : હા હા પાક્કું 😁.

પછી નકશી મન માં વિચારે છે.. ( આ મારી સાથે શું થાય રહ્યું છે  મને કેવા વિચાર આવે છે બસ હવે ખતમ બવ થયું નોર્મલ થા નકશી! આ તું નથી, છોડ એ બધું તાર કામ પર ધ્યાન દે ).

એટલું વિચારીને નકશી ને હિરલ હાથ ધોવા માટે જાય છે. ત્યાં નકશી હિરલ ને કે છે..

નકશી : હિરલ એક વાત કેવ છું તને પણ જોજે આપડી વાત આપડા સુધી જ રેવી જોઈએ.

હિરલ : હા બોલ ને હું તો ક્યારની તને પૂછું છું કાય વાત છે તો કર..

નકશી : હા તને ખબર છે આપડે તે દિવસે સ્પર્ધા પછી પાછા આવતા હતા ત્યારે મેં વર્કશોપ છે ત્યાં દરવાજા આગળ એક છોકરા ને જોયો..


હિરલ: 🤣હા તો નકશી તે છોકરા જોયો એમાં શું ...આપડી ઓફિસે  પણ ઘણા બધા છે અને ઘણા બધા તારા મિત્રો પણ છે.

નકશી : 😒જા હવે નથી કરવી વાત તું નઈ સમજતી...

હિરલ : અરે હું તો મસ્તી કરતી હતી કે કે  મારે પણ સાંભળવું છે મારી ફ્રેન્ડ જે આટલી બિન્દાસ છે કેમ અચાનક  એનો સ્વભાવ બદલાય ગયો લાગે છે.

નકશી : અરે હિરલ શું કવ મને કય પણ નથી સમજાતું..

                        મેં મારી જિંદગી માં આજ સુધી ઘણા બધા છોકરાયો જોયા છે મારાં ફ્રેન્ડ પણ છે તને તો ખબર છે પણ મેં જયારે એ છોકરા ને જોયો ખબર નય મને શું થાય ગ્યું હતું.. મારી નઝર એના પરથી દૂર થતી જ ન હતી.

હિરલ : એટલે....

(નકશી હિરલ એકબીજા સામે જોવે છે )

તને એ છોકરો ગમે છે 😅

નકશી : ના....રે ના હોતું હશે. મમ મને કોઈ નથી ગમતું હોં...

(નકશી ખુબ જ અધીરી થય ને અને ગભરતા કહે છે જેમાં વચ્ચે વચ્ચે એનો અવાજ તૂટે છે)

હિરલ એનું આવું વર્તન જોય ને હસવા માંડે છે.. અને નકશી તો જાણે એની ચોરી પકડાય ગઈ હોય એમ ઉભી છે..

નકશી : હવે ચાલ ચાલ ઓફિસે જાયે એમા શું હશે છે તું હું તો એમજ કેતી હતી એવું કોઈ છે જ નઈ જે નકશી ને impres કરી શકે..

( એટલું બોલી ને નકશી પછી મન માં વિચારે છે અને જોયેલું એ વર્કશોપ નું દ્રશ્ય...... 😍એક છોકરો જેની ઉંમર આશરે 23 વર્ષ હશે. અને સફેદ રંગ નો શર્ટ પેહેર્યો છે. બ્રાઉન પેન્ટ એની શર્ટ ની બાઓ વળેલી છે હાથ માં ગુચ્ચી ની ઘડિયાળ પેરી છે. પણ એમ જોતા તો સાવ જ સરળ લાગતો હતો. એની આંખો એક દમ  જીણી ને બદામી રંગની હતી. 6 ફૂટ એની ઊંચાઈ અને સૌથી વધારે જે વસ્તુ નકશી ને મન માં ઉતરી હતી ઈ હતું એનું માસુમ નાના બાળક જેવું લાગતું એનું મોઢું જેના પર બોવ જ નિખાલસ ભાવ હતા. આંખો માં નૂર હતો. અને એના ચેહરા પર થી જ દેખાતું હતું કે એ એના કામ ને લય ને કેટલો નિષ્ઠાવાન છે. એનું પુરે પૂરું ધ્યાન એના કામમાં હતું ઈ એમાં એટલો બધો મશગુલ થાય ને કામ કરતો હતો કે અને સામે નકશી અને જોતી હતી એ કઈ પણ બાબત નો ખ્યાલ ન હતો. નકશી ને એના માં રહેલી ધગશ ખુબ ગમે છે.)

હિરલ : અરે પાછી ક્યાં ખોવાય ગઈ 🤣

નકશી : અરે કઈ નઈ ચાલ ચાલ..

(હિરલ  બધું સમજી ગઈ હતી કે શું થાય રહ્યું છે. પણ નકશી એ તો એમ કઈ માને... એમાં પછી નકશી જયારે વાત કરે ત્યાંરે એમ જ કે હું તો સલમાન ખાન ની બાજુ છું અખંડ વાંઢા સંમેલન માં મારે કય આવા બધા માં પાડવાનું નથી 🤣એટલો જો નકશી એ બાબત સ્વીકારે એમ પણ ન hati😂😅એટિટ્યૂડ ની તો કમી જ નથી એ મેડમમાં 🤭)

હિરલ : મને તો દેખાડ કોણ છે ઈ ખુશનસીબ મેડમ 😅

નકશી: જો બાર બધા સામે કઈ બોલતી નઈ હું ક્વ છું આપડી બાજુ ના ટેબલે પર જે છોકરો બેઠો છે જેને કાળા રંગ નો શર્ટ પેરો છે એજ છે. 

                        બંને પાછા જતા હોય છે હિરલ ચાલતા ચાલતા અને જોવે છે પણ કેવાય છે ને ફ્રેન્ડ  લોકો એ બાબતમા સખણા  નો રે.. હિરલ ને હસવું આવે છે ને ઈ નકશી ને કોની મારે છે..

નકશીને એ બધું બોવ જ અજીબ લાગે છે આજ સુધી નકશી એની જિંદગી માં એવું કયારે પણ અનુભવ નથી કર્યો. 

જયારે એ લોકો ટેબલે સુધી પોંછે છે નકશીના ધબકારા વધવા માંડે છે... એ પેલા ટેબલે સામે જોય પણ શક્તિ નથી.. ચુપચાપ પોતાનું ટિફિન ને બેગ લયને બાર નીકળી જાય છે. બાર પહોંચીને અને શાંતિ નો અનુભવ થાય છે હાશ..

નકશી મન માં... (નકશી શાંતિ, તે એને જોયો છે એને તને નઈ કેમ બીવે છે આટલી 😂કાબુ રાખ પોતાની જાત પર)

                                 આ એજ નકશી છે જે બધા ને મોઢા પર જવાબ આપી દે છે, કોઈ ને પણ કઈ પણ કેવું હોય સામે જ કઈને આવતી રે છે. અને ડરતી તો કોઈ પણ થી નઈ 🤣😂આજ એને સિટી કેમ વાગી ગઈ છે 😅એને પણ નથી સમજાતું 🥲.

હજુ નકશી ને હિરલ ત્યાંજ નીછે પાણી પીવા ઉભા હોય છે ત્યાં પેલો છોકરો ત્યાંથી નીકળે છે ને પાછા હિરલ ને હસવું આવે છે અને ઈ નકશી ની સામે ઉભી હોય છે એટલે એને ઈશરો કરીને કે છે કે જો.. અને હસે છે નકશી ને ખ્યાલ હોતો નથી કે પેલો છોકરો પાછળ જ ઉભો છે 😂

નકશી : બસ હોં હિરલ બોવ થયું મને આમ ચિડાવ ચીડવ ન કર 😒મને ખબર છે કઈ નથી પાછળ

                 એટલું બોલીને એ ગ્લાસ મૂકી જેવું ઓફિસે જવા માટે પાછળ ફરે છે પેલો છોકરો, એને જોય ને નકશી ની હાલત પાછી 🤭ખરાબ 😂અને એ બંને ની વાતો સાંભળીને પેલા છોકરાને હસવું આવે છે 🤭😂નકશી તો એને હસતા જોય ને ફટા ફટ ચાલવા જ માંડે છે પેલો છોકરો એ બધું જોય ને હશે છે.


તમે જે વાતની રાહ હોય રહ્યા છો હવે ટૂંક સમય મા જ જાણવા મળશે કે આગળ નકશી ના જીવનમા શું થવાનું છે. આ વાર્તા ની શરૂવાત જેટલી રોમાચક છે એનો અંત પણ આવો જ હશે ? કે કમે? .. જાણવા માટે વાંચો - એક ભૂલ..

( તમારા અભિપ્રાય જણાવશો તો મને ગમશે જો તમને ગમે તો rating આપજો જેથી ઉત્સાહમા વધારો થાય 🤗)

                                                    -shree ❤️