આગળ ના ભાગ માં આપણે જોયુ કે...
સાગર અને વિરેન બંન્ને શ્રેયા, નિધિ અને સ્વાતિ સાથે પોતાની ખાસ જગ્યા પર આવે છે ત્યાં રુહાન પેહલા થી બેઠો હતો સાગર બધા ની ઓળખાણ કરાવે છે રુહાન ને અને નિધિ ને તે ભૂલ થી " મારી નિધિ" આવું બોલી દે છે....
આ સાંભળી ને બધા સાગર સામે જોવે છે.... સાગર પોતાની ભૂલ ને સુધરે છે.....
હવે આગળ....
---------------------------------
ભલે સાગરે પોતાની ભૂલ સુધારી લીધી હતી પણ હજુ તે નિધિ ની આંખો થી આંખ મિલાવી ના શકતો હતો... ત્યારે જ રુહાન જાણે તેની પરિસ્થિતિ ની સમજી રહ્યો હોય તેમ પોતાની જગ્યા પર થી ઉભો થતા બોલ્યો...
" હાઈ... નિધિ... " અને નિધિ તરફ પોતાનો હાથ લંબાવે છે... નિધિ પણ હાથ લંબાવી ને હાથ મિલાવે છે....
પછી તે સ્વાતિ તરફ હાથ લંબાવે છે... અને તેને પણ "હેલો" કહે છે સ્વાતિ પણ હાથ મિલાવે છે અને " હેલો"કહે છે....
હવે રુહાન એક ડગલું આગળ વધી ને શ્રેયા તરફ હાથ મિલાવે છે....
" હાઈ... શ્રેયા...."
શ્રેયા તેની તરફ હાથ લંબાવતા " હાઈ... રુહાન...." આટલું બોલી... અને આની સાથે તે જરા નાની સ્માઇલ કરે છે....
રુહાન પર આ નાની સ્માઈલ ની બોઉ મોટી અસર થઈ હતી... તે હજુ શ્રેયા તરફ જ જોઈ રહ્યો હતો....
આ તરફ સાગર મન માં ને મન માં રુહાન ને વાત ને સાચવવા માટે Thank you કહી રહ્યો હતો... અને બોલ્યો...
" આપ બધાં બેસો અહીં હું આપણાં બધા માટે કંઈક નાસ્તો લતો આવું..."
તે સાંભળી ને જાણે રુહાન પોતાના હોશ માં પાછો આવ્યો હોય એમ બોલ્યો...
" અરે , સાગર હું લઈ આવ્યો છું... ક્યાંય નહીં જવું..."
અને એક બેગ માંથી થોડો નાસ્તો કાઢે છે.... બધા નાસ્તો કરતા હતા... અને થોડી વાતો કરતા હતા... વચ્ચે રુહાન ના ફોન માં મેસેજ આવ્યો... તે જોવે છે કે કોનો મેસેજ છે... તો તે મેસેજ કોલેજ ના એક ફ્રેન્ડ નો હતો... અને લખ્યું હતું કે... " આજ પેહલો દિવસ છે એટલે હવે આજ હવે એક પણ લેક્ચર લેવા માં આવશે નહીં... અને લગભગ બધા જ સિનિયર લોકો ન્યૂ એડમીશન ની કલાસ (રેગિંગ) લે છે... "
સાગર તેને પૂછે છે...
" કંઈ થયું છે રુહાન..?"
રુહાન જવાબ આપતા ને જરા મસ્તી ના અંદાજ માં બોલ્યો...
" નહીં, આમ તો કંઈ નહીં ... પણ કેમ્પસ માં બિચારા ન્યૂ એડમીશન નું આવી બન્યું છે... સિનિયર લોકો તેની ક્લાસ લે છે... અત્યારે હવે પછી ના લેક્ચર આજ લેવાના નથી તો બધા થોડી મસ્તી કરે છે ત્યાં...."
આ વાત સાંભળી ને બધી છોકરી ઓ ની આંખ માં જરા ડર સાફ દેખાય રહ્યો હતો.... અને સ્વાતિ બોલી....
" એટલે...?! ત્યાં ન્યૂ એડમીશન નું રેગિંગ થાય છે એમ....?"
વિરેન જરા હસતાં હસતાં બોલ્યો...
" હા, બરાબર સમજ્યું.... "
સ્વાતિ ફરી બોલી...
" અમારા સાથે થશે..?"
સાગર તેનો જવાબ આપતા બોલ્યો...
" હા, કદાચ... પણ વધુ કંઈ નહીં થાય જરા મસ્તી જ હશે..."
આ તરફ નિધિ ની તો જાણે બોલતી જ બંધ થઈ ગઈ હતી.... અને શ્રેયા પણ કંઈક વિચારી રહી હતી...
સાગર ફરી કહે છે....
" ચાલો આપણે પણ ત્યાં જઈએ..."
નિધિ સાગર ને જરા પગ માં ટપલી મારતાં બોલી...
" શું કામ છે ત્યાં.... ? ત્યાં જશું તો અમારી સાથે કોઈક મસ્તી કરશે... "
નિધિ ની વાત નો જવાબ રુહાન આપે છે...
" આજ નહીં તો કાલ કોઈક જરા તરા તો આવી મસ્તી કે રેગિંગ કરશે જ... અને ચિંતા નહીં કર અમે હશું ને સાથે વધુ નહીં થવા દઉં કઈં ચિંતા ના કર..."
હવે જાણે નિધિ પાસે બોલવા માટે કે પોતાની જાત ના બચાવ માટે કોઈ રસ્તો ન હતો... એટલી વાર માં વિરેન ના ફોન માં રીંગ વાગે છે... ફોન ઉપાડી ને તે બોલ્યો..
" હા બોલ..."
અને ત્યાં થી કોઈક કંઈક બોલી રહ્યુ હતું તે વાત વિરેન સાંભળી રહ્યો હતો.... પછી જરા એક વખત બધા તરફ નજર કરી ને ફરી બોલ્યો...
" હા ... આવીએ થોડી વાર માં..."
-------------------------------------------------------
ફોન માં શું વાત થતી હશે ...?
વિરેન ક્યાં જવાની વાત કરી રહ્યો હતો...?
શું થશે જ્યારે બધા સાથે જરા રેગિંગ થશે ત્યારે....?
જાણવા માટે આગળ ના ભાગ બન્યા રહો...