આગળ ના ભાગ માં આપણે જોયુ કે.....
શ્રેયા અને સાગર વાત કરી રહ્યા હતા... સાગર શ્રેયા ને પોતાનું ગ્રુપ જોઈન કરવા કહી રહ્યો હતો... અને શ્રેયા ખૂબ વિચારો માં ડૂબેલી હતી કે કરવું શું હવે....
હવે આગળ...
-----------------------------------------
બરાબર ત્યારે જ કોલેજ નો બેલ વાગે છે....
શ્રેયા એ ફરી સાગર ને કહ્યું...
"હમણાં અત્યારે ક્લાસ માં જવું જોઈએ એવુ નથી લાગતું... આપણે લંચ બ્રેક માં તમારા ગ્રુપ ને મળીએ તો કેવું રહશે.....!?"
આ સાંભળી ને નિધિ શ્રેયા ને ગળે જ લાગી જાય છે....
સાગર પણ ખુશ થતા બોલ્યો....
" હા શ્રેયા જરૂર...."
સાગર અને નિધિ લગભગ એક વર્ષ થી વધુ સમય થી એક બીજા ને ઓળખતા હતા... બંન્ને એક ઓનલાઈન એપ દ્વારા મળીયા હતા... પછી લગભગ રોજ વાત કરવી એ નક્કી થઈ ગયું હતું... હા પણ વાત એ પણ સામાન્ય જ હોય... પણ નિધિ અને શ્રેયા જરા ખુલ્લા દિલ ની હતી અને તેની વાત કરવા નો અંદાજ ગમે તેને પોતાના સાથે વાત કરવા માટે મજબૂર કરી દેતી... સાગર ને નિધિ સાથે વાત કરવું ગમતું તેની નાની નાની વાત માં ખુશ થવા ની આદત થી તે ખૂબ પ્રભાવિત થયો હતો... એક દિવસ પણ એવો ના હતો કે નિધિ સાથે વાત ના કરે અને સાગર ને એ વાત ની જાણ પણ ના હતી કે નિધિ ક્યારે તેના માટે એક ફ્રેન્ડ થી વધુ થઈ ગઈ હતી.. હજી આ વાત થી તે ખુદ પણ અજાણ હતો... પણ જ્યારે વાત વાત માં નિધિ એ અમદાવાદ શહેર માં કોઈ સારી કોલેજ માટે સલાહ માંગી તો તેને પોતાની કોલેજ નું નામ આપી દીધું... આ રીતે તે નિધિ ને પોતાની સાથે પોતાની કોલેજ માં લાવવા માંગતો હતો....
બધા લેક્ચર માટે કલાસ માં જાય છે.. લગભગ એક પછી એક એમ ત્રણ લેક્ચર પછી લંચ બ્રેક પડે છે... અને નક્કી કર્યા મુજબ નિધિ, શ્રેયા અને સ્વાતિ કોલેજ કેમ્પસ માં આવે છે.. ત્યાં સાગર પણ સામે બીજી તરફ થી આવી રહ્યો હતો તેની સાથે એક છોકરો હતો... સાગર તે લોકો ની નજીક આવી ને બોલ્યો....
" પાર્કિંગ માં બેસીએ...?! ત્યાં અમારા લોકો ની એક ફિક્સ જગ્યા છે.. અમારું ગ્રુપ ત્યાં બેઠું હોય... મારો એક ફ્રેન્ડ ત્યાં આપણી રાહ જોવે છે..."
શ્રેયા એ હા માં માથું હલાવી ને જવા માટે ઈશારો કર્યો... જતા જતા નિધિ આગળ સાગર સાથે ચાલતા ચાલતા કંઈક વાત કરી રહી હતી પણ તે એટલું ધીમે બોલી રહ્યા હતા કે કોઈ ને કંઈ સમજાઈ રહ્યું ના હતું...
સાગર તેની સાથે વિરેન અને નિધિ , શ્રેયા અને સ્વાતિ બધા ત્યાં પાર્કિંગ જ્યાં રુહાન ઝાળ ને ટેકો લઈ ને બેઠો હતો... આ જગ્યા પર ચાર બેન્ચ ને એક સાથે જોડી ને એક મોટા ચોરસ ઓટા જેવું બનાવમાં આવ્યું હતું અને તેની એક સાઈડ માં આ ઝાળ ને એક ડાળી એવી રીતે હતી કે ત્યાં બેઠા તે લોકો ને કોઈ જોઈ ના શકે... ઝાળ ઘટાદાર હતા કે તડકો કે વરસાદ ની અસર ના જેવી જ થતી... ત્યાં ચંપા અને વસંત ના ઝાળ પણ હતા બાજુ માં તેની મીઠી મીઠી સુગંધ આવતી હતી... ટૂંક માં આ જગ્યા બધા ને જોતા જ ગમી જાય એવી હતી શ્રેયા ની નજર માં આ જગ્યા જોઈ ને એક અલગ જ ચમક આવી ગઈ હતી...
સાગર શ્રેયા ,નિધિ અને સ્વાતિ ને રુહાન તરફ ઈશારો કરી ને તેનો પરિચય આપે છે....
" આ રુહાન છે... "
પછી રુહાન ને સ્વાતિ શ્રેયા અને નિધિ ની ઓળખાણ કરાવતા સાગર ફરી બોલ્યો...
" પેલી તરફ છે તે સ્વાતિ... વચ્ચે છે તે શ્રેયા... અને આ મારી બાજુ માં મારી નિધિ...."
"મારી નિધિ " આ સાંભળી ને બધા જ સાગર તરફ જોવા લાગ્યા... એટલે સાગર પોતાની ભૂલ સુધારતા બોલ્યો...
"એટલે આ મારી બાજુ માં જે છે તે નિધિ.."
----------------------------------------------------------
સાગર થી ભૂલ માં જ બોલાય ગયું હતું "મારી નિધિ" કે તેની પાછળ કંઈક વાત છૂપાયેલી છે... ?
હવે શું થશે જ્યારે શ્રેયા અને રુહાન સામસામે આવશે...?
જાણવા માટે જોડાયેલ રહે આવતા અંક માં...