આજે ઇન્ટરનેટ ખરા અર્થમાં લોકોને જોડનાર નેટવર્ક બની ગયું છે જ્યાં તમને વિશ્વની મોટાભાગની જાણકારી મળે છે અહી ઘણી મિસ્ટ્રી ઉકેલાય છે તો જન્મ પણ લે છે આ ઉપરાંત પણ ઇન્ટરનેટ પર ઘણું બનતું રહે છે.આજે આપણે ઇન્ટરનેટ વર્લ્ડમાં ઘટનારી એવી મિસ્ટ્રી વિશે વાત કરીશું જે ઉકેલ માંગી રહી છે.૨૦૧૧માં કેનેડામાં રહેનારી એક રહસ્યમય મહિલા કેરીન કેથરીને પોતાની ફેસબુક પર મોટાપ્રમાણમાં પોસ્ટ કરી હતી જે ઘણી વિચિત્ર હતી.તેમાં વિચિત્ર વાત એ હતી કે તેણે પોતે જ પોતાની પોસ્ટનો જવાબ અનેક વખત આપ્યો હતો.તેના પ્રોફાઇલ પ્રમાણે તેણે ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી પીએચડીની ડીગ્રી મેળવી હતી.તેના જણાવ્યા પ્રમાણે તે અનેક દેશોમાં ફરી ચુકી હતી અને તેણે ફ્રેન્ચ, ઇસ્ટોનિયન, લેટેવિયન, અંગ્રેજી, રશિયન, ગેલિક, લેટીન અને જર્મન ભાષાનો અભ્યાસ કર્યો છે.તેના એકાઉન્ટ પર જે પોસ્ટ કરવામાં આવી છે તે અર્થહીન લાગે છે ત્યાં ઘણાં ફોટોગ્રાફ પણ મુકાયા છે તેની પોસ્ટમાં ઘણી કોન્સપેરિસ અંગે પણ તે વાત કરે છે જેમાં એફબીઆઇ, સીઆઇએ, ધ મેન ઇન બ્લેક, નાઝી વગેરેનો સમાવેશ થાય છે.તેની પોસ્ટ વાંચનારાઓને એ જ સમજ પડતી નથી કે આ મહિલા ખરેખર શું કહેવા માંગે છે.મજાની વાત એ છે કે ૨૦૧૬ સુધી કોઇને પણ ખ્યાલ આવ્યો ન હતો કે તે મહિલાનું મુળ સ્થાન કયું છે.જો કે તેનું એકાઉન્ટ ફેસબુક પરથી ડિલીટ કરાયા બાદ તે મહિલા પણ રહસ્યમય રીતે ગાયબ થઇ ગઇ હતી.આ મહિલા ઇન્ટરનેટ વર્લ્ડ માટે આજે પણ એક કોયડા સમાન બની રહી છે.વર્ષ ૨૦૧૪ની નવમી ઓગસ્ટે યુ ટ્યુબ પર એક વીડિયો અપલોડ કરાયો હતો આ વીડિયો જોયા બાદ લોકોને આ વીડિયો કેમ અપલોડ કરાયો હતો તે જ સમજાયું ન હતું.આ વીડિયો ૬૨૬૫૪૪૯૮૪૯૪૯૮૫૪૯૮૪૮૫૮૯૪૮૧૧ જેવા અજાણ્યા યુઝર્સ તરફથી અપલોડ કરાયો હતો.આ વીડિયોમાં બિહામણાં જંગલોથી માંડીને ફેસમોર્ફિંગની બિહામણી ઇમેજોનો સમાવેશ કરાયો છે.આ વીડિયોમાં ઘણાં અવાજોનો પણ ઉપયોગ કરાયો છે જે વિચિત્ર છે.આ વીડિયો ત્રીસ સેકન્ડનો છે અને તેની છેલ્લી ઇમેજ એક વેરાન રસ્તાની છે.કેટલાક તેને અર્થહીન ગણાવે છે તો કેટલાકને તે સિસાડા ૩૩૦૧ જેવી પઝલ લાગે છે.જ્યારે આ ટાઇટલની ગુગલ પર શોધ કરવામાં આવે છે ત્યારે તે ફિનલેન્ડનાં જંગલો દર્શાવે છે.આ વીડિયો પણ એક કોયડા સમાન બની ગયો છે.ઇન્ટરનેટર પર એક વેબસાઇટ ઓકટ૨૮૨૦૧૧.કોમ પ્રગટ થઇ હતી અને તેને જોયા બાદ તે કેમ બનાવાઇ હશે તેવું લોકો વિચારતા થઇ ગયા હતા.આ વેબસાઇટ પર અનેક પ્રકારની પઝલો અને મેસેજ મુકાયા છે જેના અંગે લોકોને કોઇ જ અંદાજો આવતો નથી.આ સાઇટ સમયાંતરે બદલાતી રહે છે જેમાં મોટાભાગે તો અલગ અલગ પ્રકારની તસ્વીરો મુકાયેલી હોય છે જેને જોઇને લાગે છે તે કશુંક કહેવા માંગે છે જે રહસ્યમય છે.કેટલાક તેને માયા કેલેન્ડર સાથે સાંકળે છે કારણકે માયા કેલેન્ડર અનુસાર ૨૮ ઓકટોબર ૨૦૧૧ કયામતનો દિવસ હતો.જો કે તે બાબત આજે એક કથા જ બની ગઇ છે.આ વેબસાઇટ પર એક ફોન નંબર મુકાયો હતો જેને ડાયલ કર્યા બાદ માત્ર ઘોંઘાટનો અવાજ સંભળાય છે.જો કે આ વેબસાઇટ ૨૬ એપ્રિલ ૨૦૧૫માં ડાઉન થઇ ગઇ હતી અને આજે ત્યાં માત્ર કોરી જગા બાકી છે.આ વેબસાઇટ આજે પણ ઇન્ટરનેટ જગતનાં વપરાશકર્તાઓ માટે એક રહસ્ય જ બની રહી છે કોઇને તેના વિશે કે તેના બનાવનારા વિશે કોઇ જાણકારી નથી.૨૦૦૩થી ૯૭૩ઇએચટીનેમુહ-૯૭૩.કોમ નામની વેબસાઇટ લોકો માટે એક રહસ્ય બની ગઇ છે.આ વેબસાઇટ શરૂ થાય છે ત્યારે એક ત્રિકોણ નજરે ચડે છે જે એબીઆરએસીડીએબીઆરએ જેવા શબ્દો દર્શાવે છે.જો કે આ સાઇટ પર આના કરતા પણ વધારે વિચિત્ર શબ્દો જોવા મળે છે.આ સાઇટ પર વિચિત્ર શબ્દો ઉપરાંત વિચિત્ર તસ્વીરો અને નંબરો જોવા મળે છે જેનો દેખીતી રીતે કોઇ જ અર્થ જણાતો નથી.આ સાઇટ બ્રિટીશ કલાકાર ડેવિડ ડેનીસનની હોવાનું જણાય છે.આ સાઇટ પર જનારા લોકોને લાગે છે આ કોઇ વિચિત્ર ગણિતશાસ્ત્રીનું કામ છે.આ સાઇટ પર ઉંડા ઉતરતા તેમાં ઘણાં વિચિત્ર ફોટોગ્રાફ જોવા મળે છે આ સાઇટનો સ્પેલિંગ તૈયાર કરાય તો તે ધ હ્યુમન બને છે પણ ૯૭૩નો અર્થ હજી કોઇને સમજાયો નથી.આ નંબર સાઇટ પર ઘણી જગ્યાએ જોવા મળે છે પણ તેનો અર્થ શો છે તે કયાંય જણાવાયું નથી.આ સાઇટ પર માત્ર એક પોસ્ટ જોવા મળે છે જે ૨૦૦૭માં પોસ્ટ કરાઇ હતી જેનું શિર્ષક હતું યુનિવર્સલ માઇન્ડ ધ માઇન્ડ ઓફ હ્યુમન કાઇન્ડ.આ સાઇટ પર ડેવિડ ડેનિસન હંમેશા સક્રિય હોવાનું જણાય છે.જહોન.કોમ નામની સાઇટ ઇન્ટરનેટ વાપનારાઓ માટે અજાણી નથી પણ આ સાઇટનો ખરેખર ઉદ્દેશ્ય કયો છે તે હજી પણ લોકોને સમજાતું નથી.આ સાઇટ પર ઘણી તસ્વીરો છે જે લોગઇન પેજ સાથે લિંક છે જો કે આ લોગઇન પેજને ખોલવા માટે કોડની જરૂર પડે છે જેની કોઇને કશી જ જાણકારી હોતી નથી.આ સાઇટનો માલિક કોઇ કેલિફોર્નિયાનાં ક્યુપરટીનોનો જહોન લિટલ હોવાનું જણાયું હતું.મજાની વાત એ છે કે આ સાઇટનો કોડ તોડવાનો પ્રયાસ અનેક નિષ્ણાંતોએ કર્યો હતો પણ તેમાં તેમને સફળતા મળી ન હતી તેમનાં માટે પણ આ કાર્ય પડકારજનક સાબિત થયું હતું.કેટલાકને લાગે છે કે આ લોગઇન સ્ક્રીનની પાર કોઇ ચેટરૂમ હશે.તો કેટલાકને લાગે છે કે આ માત્ર એક ટેસ્ટ છે.આ સાઇટ લગભગ ૧૯૯૪થી અસ્તિત્વ ધરાવે છે પણ તેની પાછળ ખરેખર કોણ છે તે કોઇને ખબર નથી આ સાઇટ એટલી તો રહસ્યમય છે કે તેના ડોમેઇનને જો વેચવામાં આવે તો તેની અઢળક કિંમત મળી શકે છે.ઇલ્યુમિનાટી સાથે સંકળાયા હોવાનો દાવો કરતી અનેક વેબસાઇટ ઇન્ટરનેટ વર્લ્ડમાં અસ્તિત્વ ધરાવે છે.જેમાંની એક સાઇટનું નામ છે ઇલ્યુમિનેટીઓર્ડર.ઇન્ફો.તેના હોમ પેજ પર ઇલ્યુમિનાટી જેવો દેખાવ ધરાવતા પિરામીડની સામે બે સ્ફિંકસની તસ્વીર છે.જેમાં ડાબી તરફનાં સ્ફિંકસ પર કલીક કરતા એક કોયડો દેખાય છે જેને ઉકેલ્યા બાદ તેમાં પ્રવેશ મળી શકે છે.આ કોયડામાં કહેવાયું છે કે એવી કઇ વસ્તુ છે જે એક અવાજમાં બોલે છે પણ સવારે ચાર પગે ચાલે છે બપોરે બે પગે અને સાંજે ત્રણ પગે ચાલે છે.આ કોયડાનો ઉકેલ હ્યુમન કહ્યાં બાદ તેમને બીજો કોયડો મળે છે.જો કે લોકોને આ સાઇટ કેમ બનાવાઇ છે તે જ સમજાતું નથી.આ સાઇટ પર નવમી સપ્ટેમ્બર ૨૦૧૨થી એક ઘડિયાળ દર્શાવવામાં આવે છે અને આ ઘડિયાળ પણ લોકો માટે તો એક કોયડો જ બની રહી છે.હાલમાં આ ઘડિયાળ તો દેખાય છે પણ તેનું કાઉન્ટડાઉન બંધ થઇ ગયું છે.આ સાઇટનો માલિક માર્ક પેસ હોવાનું જણાયું હતું જે વ્યવસાયે પત્રકાર છે જેની અન્ય એક સાઇટ વ્હાઇટહાઉસ.ઓર્ગ પર જ્યોર્જ બુશની મજાક ઉડાવવામાં આવતી હતી.ઇન્ટરનેટનાં પ્રારંભિક દિવસો દરમિયાન ગ્લોબલ મેસેજ બોર્ડ યુઝનેટ પર અનેક પ્રકારનાં રહસ્યમય સંદેશાઓ મુકાયા હતા જેને ત્યારે પણ કોઇ ઉકેલી શક્યું ન હતું.આ સંદેશાઓનો આરંભ ૧૯૯૬થી થયો હતો જેનું શિર્ષક હતું માર્કોવિયન પેરેલેકસ ડેનિગ્રેટ.આ શિર્ષક હેઠળ હજારો સંદેશાઓ મુકાયા હતા.કેટલાક ચાલાક યુઝર્સે તે સંદેશાઓને ટ્રેક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને જણાયું હતું કે તે સંદેશાઓ સુસાન લિન્ડર દ્વારા મુકાયા હતા જે પત્રકાર હતી અને તેની સદ્દામ હુસૈન વતી જાસુસી કરવાનાં મામલે ધરપકડ કરાઇ હતી.જો કે તેણે આ સંદેશાઓ પોસ્ટ કર્યાનો ઇન્કાર કર્યો હતો.આ સંદેશાઓને ઉકેલવાનો પ્રયાસ અનેક નિષ્ણાંતો દ્વારા કરાયો હતો પણ કોઇને તેમાં સફળતા સાંપડી ન હતી.આજે યુઝનેટ પર એક સંદેશો સચવાયેલો જોવા મળે છે.૨૦૧૩ની આસપાસ ઇન્ટરનેટ પર એફ ૦ ૪ સી બી ૪ ૧ એફ ૧ ૫૪ડીબીટુએફ૦૫એ૪એ દ્વારા રહસ્યમય કોડને પોસ્ટ કરવાનો આરંભ થયો હતો અને આજે પણ આ સંદેશાઓને કોઇ ઉકેલી શક્યું નથી.જો કે આ કોયડાઓની સાથે અંગ્રેજીમાં હેલ્પ અને પ્લીઝ હેલ્પ અસ નામનો સંદેશો મુકાયો હતો.આ સંદેશાઓની સાથે પેલા રહસ્યમય કોડ તો પોસ્ટ કરવાના ચાલુ જ હતા.જો કે આ સંદેશાઓને ઉકેલવાનો પ્રયાસ તો થયો હતો પણ તેનો અર્થ ત્યારે પણ કોઇને સમજાયો ન હતો અને આજે પણ તે કોડ વણઉકલ્યા જ છે.રેડિટ પર આ પ્રકારનાં રહસ્યમ કોડ પોસ્ટ થતાં જ રહે છે.એ ૮૫૮ ડીઇ૪૫ એફ૫૬ડી૯બીસી૯ દ્વારા પ્રતિદિન આવા જ સંદેશાઓ પોસ્ટ કરાયા હતા જે તેણે એક વર્ષ સુધી પોસ્ટ કર્યા હતા.આ પોસ્ટ જો કે કોઇ માનવી દ્વારા કરાઇ છે કે રોબોટ દ્વારા તે પણ લોકોને સમજાયું ન હતું.જો કે આ પોસ્ટ ત્યારબાદ ત્યાંથી ડિલિટ કરી દેવામાં આવી હતી.ઇન્ટરનેટ પર ૧૧બી-એકસ - ૧૩૭૧નાં નામે એક વીડિયો પોસ્ટ કરાયો હતો જેમાં એક વ્યક્તિ જંગલમાં પ્લેગ ડોકટરનાં વેશમાં જણાય છે.જેના હાથમાં એક ચમકારો મારતી લાઇટ હોવાનું દેખાય છે.આ વીડિયોમાં ઘણાં અવાજોનો ઉપયોગ કરાયો છે.આ વીડિયો ઓકટોબર ૨૦૧૫માં નેટ પર લોકપ્રિય બની ગયો હતો.આ વીડિયો એડિટર જહોની ક્રેબિલરને મેલમાં મળ્યો હતો જે તેમણે ગેજેટ ઝેડઝેડમાં પોસ્ટ કર્યો હતો.આ વીડિયો જો કે કોણે બનાવ્યો છે તે કોઇને ખબર નથી.આ વીડિયોમાં જે સ્થળ દેખાય છે તે વોર્સોનું છે જે ઝોફિવ્કા સેનેટોરિયમ તરીકે જાણીતું છે.જો કે નવેમ્બર ૨૦૧૫માં ટવીટર એકાઉન્ટ પર દાવો કરાયો હતો કે પાર્કર રાઇટે આ વીડિયો તેના આર્ટ પ્રોજેકટ માટે તૈયાર કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે તે પોલેન્ડમાં રહેનાર એક અમેરિકન નાગરિક છે અને તેણે આ પ્રકારની બે ડિસ્ક લોકોમાં વહેંચી હતી.રાઇટે પડકાર આપ્યો હતો કે કોઇપણ વ્યક્તિ તેના પ્લેગ ડોકટરનાં કોસ્ચ્યુમની નકલ કરી શકતું નથી.જો કે અનેક લોકો માને છે કે પાર્કરે પેલો ઓરિજનલ વીડિયો બનાવ્યો હશે કારણકે જે નવો વીડિયો છે તેમાં ઘણી વસ્તુઓ અલગ છે.