ભાગ ૩ :
જ્યારે Queen એ ધણા મોટા પ્રોજેક્ટ માટેનું એલાન કર્યું , તેમજ સાથોસાથ તેણે રિદ્ધવ ને બોલાવીને તેને એમ પણ કહ્યું કે હવે આપણે જે પ્રોજેક્ટ ના એલાન કર્યા છે એના માટે ઘણા પૈસાની જરૂર છે અને એ માટે તારે સમગ્ર કંપની માટે ફાયનાન્સ નું હેન્ડલિંગ કરવાનું થશે , સાથોસાથ હવે રિયલ એસ્ટેટ અને ઈન્ફ્રરાસ્ટ્રક્ચર ના ધંધા માં પણ આપણે ઉતરવાનું છે , જેના લીધે આપણા જે પ્રોજેક્ટ છે તેનો ખર્ચ નિયમન માં રાખી શકાય , જે અન્ય લોકો પાસે આપણે ઇન્ફ્રરાસ્ટ્રક્ચર કરાવીશું તો ખર્ચ ઘણો વધી જશે , ઉપરાંત આ એક સેવાનું કાર્ય આપણે કરીએ છીએ ; જે SK ની અંતિમ ઈચ્છા હતી , એટલા માટે એમાંથી આપણને નાણાકીય રીતે કશો લાભ થવાનો નથી , તો તારે આપણા ભવિષ્ય ના પ્રોજેક્ટ્સ ને ધ્યાન માં રાખીને નાણાકીય સંચાલન કરવાનું છે.
Queen એ જ્યારે પોતાની વાત પૂરી કરી ત્યારે રીદ્ધવ એ કહ્યું કે , " આપ બેશક રહો , કશી ચિંતા ના કરો , અમારી ટીમ બધું સાંભળી લેશે ; અને હા મને ક્યારનો એક પ્રશ્ન મન માં ઉદ્ભવતો હતો કે SK એ પેહલા એવું કહ્યું હતું કે આપ બીમાર થયા અને ઊર્જા ની ફાર્મા કંપની ની ખોટી દવાની આડ અસર ના લીધે મોત નીપજ્યું , પણ જ્યારે ધનશ એ તો એવું કહ્યું કે એક્સિડન્ટ થયું હતું , આ કંઈ મને સમજણ માં નથી આવતું , વળી તમે બન્ને લોકો મળ્યા કંઈ રીતે અને ધનશ નાનો ભાઈ છે તમારો એ કંઈ રીતે ? "
“ શાંત , શાંત થા RK , થોડો ધીરજ થી બોલ “ ધનશ ત્યાં આવ્યો અને બોલ્યો અને Queen તરફ જોઈને કહ્યું , દીદી હવે બધા લોકો ને કહી જ દો આપ ! નહિતર બધા લોકો આશ્ચર્ય માં અને મન માં ને મન માં બીજા વિચારો કરતા ફરશે.
Queen એ ધનશ ને બધા લોકો ને એકત્ર કરવાનું કહ્યું, બધા આવ્યા અને તેણી એ વાત શરૂ કરી.
“ જ્યા૨ે SK હિમાલય આવ્યો હતો , ત્યારે એ સમયે હું ત્યાં ઔષધિઓ ના અભ્યાસ માટે આશ્રમ માં રહેતી હતી , એ જ આશ્રમ ના લોકો ને ધનશ જ્યારે નાનો હતો ત્યારે આશ્રમ પાસે આવેલ નદીકિનારે મળ્યો હતો , તેઓએ તેનો ખૂબ સારી રીતે ઉછેર કર્યો હતો, ધનશ ખૂબ જ શક્તિશાળી હતો , ધનુર્વિધા , તલવારબાજી , મલ વિધા આ બધામાં તે પારંગત હતો અને સાર્થોસાથ આશ્રમ નો રક્ષક પણ ; અહીં વિવિધ આશ્રમો છે , તો દર વર્ષે અહીં આશ્રમો વચ્ચે વિવિધ કલાઓ ને લઇ ને હરીફાઈઓ થતી , જેમ કે જ્ઞાનીઓ વચ્ચે શાસ્રંત , યોદ્ધાઓ વચ્ચે તલવારબાજી , મલ યુધ્ધ , કવિઓ ને લેખકો વચ્ચે પોતાના લેખો ને ગાયનો વચ્ચે ની સ્પર્ધા , વગેરે....
બસ આ સમય શરૂ થયો ને તે સમયે સૌપ્રથમ જ્ઞાનીઓ વચ્ચે ની સ્પર્ધા હતી , એક યુવાન પોતે ત્યાં આવ્યો ને કહ્યું માટે ભાગ લેવો છે , તે સ્પર્ધા માં આવવા માટે સંસ્કૃતિ વિશેનું જ્ઞાન અનિવાર્ય છે , છતાં એ આવ્યો ને કહ્યું કે મારે પણ ભાગ લેવો છે , અહીં ધણા બધા મહાન જ્ઞાનીઓ ઋષિઓ હતા , હું પણ એક પ્રેક્ષક બનીને ત્યાં ગઈ હતી , જ્યારે એ યુવાને સ્પર્ધા માં ભાગ લેવાનું કહ્યું તો એ જોઈને બધા ઘણું હસ્યા , અરે મે તો એને એમ પણ કહ્યું - અરે ઓ જુવાન આ તારા કામ નું નથી , અહીં થી ચાલ્યો જા તને શું ખબર પડે સંસ્કૃતિ વિશે , પણ મને ક્યાં ખબર હતી હું એને કહી રહી છું જે આ સ્પર્ધા માં પોતાનું નામ છોડી જશે !
એ પછી તો તેણે ભાગ લીધો અને એ સ્પર્ધા ના અંતિમ ભાગ સુધી પહોંચી ગયો , એના તર્ક વિતર્ક ને જ્ઞાન ની વાતો એ જાણે બધાને અચંબા માં મૂકી દીધા , એને જોઈ ને હું બસ એના વિચારો માં ખોવાઈ ગઈ હતી , તે કદાચ અંતિમ ભાગ માં તો હારી ગયો હતો એની મને જાણ નહોતી કેમ કે છેલ્લો પડાવ મેં નહોતો જોયો , પણ સાંભળ્યું હતું કે એક યુવાન તેના હાર્યો એટલે એ જ હશે , તે હાર્યો ભલે પણ એની અદભુત છાપ છોડી ગયો હતો , એ પછી તે બધાને મળીને અને પ્રણામ કરીને ચાલ્યો ગયો હતો .
હું લગભગ એના ગયા પછી બીજા દિવસે એના વિશે જ વિચાર કરતી હતી , બીજા દિવસે ધનુર્વિધા ની સ્પર્ધા હતી , ધનશ ને મેં મારો નાનો ભાઈ બનાવ્યો હતો ને કહ્યું હતું કે હવેથી તું મારી સાથે આવજે અને તે અનાથ નથી હું તારી મોટી બહેન છું ને ! અને આશ્રમ ના લોકો ની પણ મેં આજ્ઞા લઈ લીધી હતી , ધનશ ધનુર્વિદ્યા માં પારંગત હતો , એને પ્રથમ દિવસે જોવા ગઈ હતી , એ આગળ ના ચરણો માં આવી ગયો ને મને વિશ્વાસ હતો કે એ જ જીતશે , બીજે દિવસે આગળનું ચરણ નહોતું પણ અન્ય લોકો માટે સ્પર્ધા શરૂ જ હતી , જે જીતે એ આગળ જશે , એટલે બીજા દિવસે હું ના ગઈ , ત્રીજા દિવસે આગળ ના ચરણો ને અંતિમ સ્પર્ધા હતી , પણ ત્યારે મારે ઔષધિઓ વિશે જાણવા માટે ગુરુજી સાથે જંગલ માં જવાનું હતું એટલે ધનશ ને જોવા હું ના જઈ શકી , પણ મને વિશ્વાસ હતો કે એ જ જીતશે.
જ્યારે હું જંગલ માંથી પરત ફરી ત્યારે મેં ધનશ ને પ્રેકિટસ કરતા જોયો , એટલે મેં એને સહજતા થી પૂછ્યું - જીતી ગયો એટલે હવે વધુ શીખવા માટે પ્રેક્ટિસ કરતો લાગશ ?
તેણે કહ્યું - ના હું હારી ગયો એટલે પ્રેક્ટિસ કરું છું.
શક્ય જ નથી કે તું હારી જા છેલ્લા ત્રણ વર્ષ થી તું સતત જીતે છે , તું જૂઠું બોલી રહ્યો છે ને , ચાલ બતાવ કર્યા છે તારી જીત નું પ્રમાણ પત્ર . હું સત્ય કહું છું બહેન , હું હારી ગયો , એક છોકરો કયાંક થી આવ્યો હતો, શું તીર ચલાવે એ જાણે અર્જુન હોય એમ ! મેં તો ગુરુ માતા પાસે એમ પણ સાંભળ્યું કે તે જ્ઞાનીઓની સ્પર્ધામાં પણ હતો , આ માણસ ખરેખર અદભૂત છે , મે કદી આવો માણસ નથી જોયો.
ધનશ ની વાત પરથી મને આશ્ચર્ય થયું કે કદાચ એ પેલો છોકરો તો નહિ હોય ને જેના પર મે હાસ્ય ઉડાડ્યું હતું , એ પછી ધનશ ને દિલાસો આપતા કહ્યું - કંઇ નહિ તું મલ યુદ્ધ માં તો જરૂર જીત્યો હઈશ ને ?
ના એમાં પણ નહિ , એમાં પણ મને તે જ હરાવી ગયો , એનું શરીર જોઈને મને લાગ્યું આ શું મને હરાવશે? , એ તો દુબળો પાતળો હતો , પણ એની તાકાત તો ખરેખર ગજબ છે !!
આખરે આ માણસ છે કોણ ? હું બંને સ્પર્ધા બાદ એને મળવા ગયો પણ બંને વાર એ કયાંક ગાયબ !!