ભાગ 2 :
SK ની કંપની માં એક નવા યુગ ની શરૂઆત Queen દ્વારા થઇ રહી હતી , પરંતુ આશ્ચર્ય ની વાત એ હતી કે તેણી આટલી બધી સક્ષમ કેવી રીતે બની ?
નાનપણ માં જ તેણી એ પોતાના પાલનહાર એવા માતા - પિતા ની છત્ર- છાયા ગુમાવી હતી , એક ભયાનક એક્સિડન્ટ માં બંને ના મોત થયા , સદનસીબે તેણી તો બચી ગઇ હતી , કહેવાય છે ને કે જ્યારે દેવી માતા પ્રસન્ન હોય ત્યારે એ એમના બાળકો ને થોડી આંચ પણ આવવા દે ! , બસ એવી જ રીતે તેણી પર આંચ થોડી આવે કેમ કે આ જ છોકરી મોટી થઈ ને Queen બનવાની છે , લાખો કરોડો લોકો ને એ મદદરૂપ થવાની છે , એવું તો સ્વયં દેવી પણ જાણતા જ હશે ને !
SK એ કહ્યું હતું - તારા માતા પિતા ના મોત ની પાછળ બલવંત નો જ હાથ છે , આ વાત સત્ય હતી કેમ કે Queen ના પિતા બલવંત ની સામે ઊભા હતા , બલવંત પેલેથી જે અનીતિ ના કાર્યો કરતો , જેની બધી ખબર Queen ના પિતાને હતી અને એમની સમક્ષ સાબિતીઓ લઈને તે બલવંત ને દોશી ઠેરવવા માંગતા હતા , જેની જાણ બલવંત ને થતાં જ તેણે Queen ના આખા પરિવાર ને મોત ને ઘાટ ઉતારવાનું ષડયંત્ર રચ્યું , પણ સદનસીબે Queen તેમાં બચી ગઇ અને જોવો કુદરત નો ખેલ જેણે Queen ના માવતર ને માર્યા ; એનો જ પુત્ર Queen ના હાથે મર્યો.
માતા પિતા ગુમાવ્યા બાદ તેણી તેના સગાઓ સાથે રહેતી અને નાનપણ થી જ તીક્ષ્ણ મગજ અને બધા કાર્યો માં નિપુણ હતી , કહેવાય ને કે All In One , બસ આવી હતી Queen, પણ હજી મોટું રહસ્ય તો એ છે કે આવા અનેક ટેલેન્ટ ધરાવતી Queen તેણી કરતા પણ વધુ ટેલેન્ટ ધરાવતા એવા SK સાથે કંઇ રીતે ઓળખાણ માં આવી અને તેઓ બંને મળ્યા કંઇ રીતે અને ક્યાં ??
SK પણ ઘણી કળાઓ માં નિપુણ અંત્યંત તીક્ષ્ણ મગજ , ખૂબ જ ગજબ ની એની પર્સનાલિટી બસ ક્રોધ વધુ , આળસ થોડી વધુ અને શોર્ટ કટ જ ગોતવામાં નિપુણ , કોઈ પણ કાર્ય ને ઓછી મહેનતે સર્વ શ્રેષ્ઠ રીતે કેમ કરવું એ SK ગમે તેમ કરીને શોધી લાવતો , હંમેશા બસ હસી મજાક માં રહેતો બીજાની સામે ; પણ અંદરો અંદર પોતાના દુઃખો છૂપાવી દેતો , બસ તેની આવી જ બાબતો ના લીધે Queen સાથે મુલાકાત થઇ , કેમ કે તેણી પણ ટેલેન્ટ વાળી પણ ક્રોધ જરાય નહિ , એક દમ શાંત , કાર્ય ને સર્વ શ્રેષ્ઠ રીતે કરે , તેનાથી શ્રેષ્ઠ કાર્ય કોઇ ના કરી શકે કેમ કે જે પણ કામ તેણી કરે એમાં એની જાણે મહારત હોય !!
આમ જોઈએ તો બંને ના લક્ષણો ધણા સરખા ને ઘણા જુદા , પણ તો ય બંને છેવટે મળી તો ગયા જ , આને કહેવાય કુદરત નો ખેલ...
હિમાલય માં જ્યારે SK ગયો ત્યારે મળ્યા બંને , એ વાત તો સૌ જાણતા હતા , ધનશ તો ઘણું ખરું જાણતો હતો , કેમ કે તેણી એ તેને નાનો ભાઇ બનાવ્યો હતો.
પણ આ દરમિયાન કંઈક એવી ઘટનાઓ બની હતી જેના લીધે SK એ પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું , સાથોસાથ પોતાના દુશ્મનો માં પણ વધારો કર્યો , કેમ કે આ જ શરૂઆત હતી કંઈક નવા યુગ ની....
તો શું છે આખરે આ હિમાલય નું રહસ્ય ?? કે જેના લીધે બધું બદલાયું ?.....