Sex Education: Social awareness through social media and films. in Gujarati Women Focused by yeash shah books and stories PDF | સેક્સ એડ્યુકેશન : સોશિયલ મીડિય અનેફિલ્મો દ્વારા સામાજિક જાગૃતિ..

Featured Books
  • માયા-નિલ પ્રેમકથા - 1

    શીર્ષક: માયા-નિલ પ્રેમકથા- હિરેન પરમારભાગ ૧ પ્રથમ મુલાકાતગામ...

  • પ્રેમની સરહદ

                        !!!  વિચારોનું વૃંદાવન  !!!             ...

  • ધ્વનિ શસ્ત્ર - ભાગ 17

    "શું?" ડોક્ટર પ્રતિભાએ તરત જ જોસેફ સાથે કોમ્પ્યુટર રૂમમાં જવ...

  • બદલો

    ભૂતનો બદલો​સૂર્યાસ્ત થતાં જ, પર્વતની પાછળનું સુંદર ગામ  રાત્...

  • પુષ્પા

    ગાંધીનગરથી દૂર એક નાનું ગામ. અહીંના રસ્તા માટીના હતા, પથ્થરથ...

Categories
Share

સેક્સ એડ્યુકેશન : સોશિયલ મીડિય અનેફિલ્મો દ્વારા સામાજિક જાગૃતિ..

               સમય,મસ્તિષ્ક અને અવકાશ એટલે કે જગ્યાઓ હમેશા એક સાથે બદલાય છે. આજે ભારત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યું છે. ફિલ્મો અને વિડિયોગ્રાફી માં પણ AI પ્રવેશ કરી ચૂક્યું છે. ભારત વિકાસ અને પરિવર્તનનું આજે global હબ છે.

                    જનરેશન પણ બદલાઈ છે. નવી પેઢી ની પોતાની લેગ્વેજ અને સ્માર્ટનેસ છે. બદલતા સમય સાથે લોકો ના વર્તન ,વ્યવહાર,વિચાર અને કર્મ કરવાની પદ્ધતિ માં પણ ફેરફાર થયા છે અને ખૂબ ઝડપી પરિવર્તન થયા છે. આ લેખ લખાય છે ત્યારે દેશ માં નવા Gst reforms દાખલ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ માં "બચત ઉત્સવ" ની જાહેરાત કરી છે. આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત નું સ્વપ્ન આપણે મેઇક ઇન ઈન્ડિયા ઉત્પાદન ને પ્રોત્સાહન આપી પૂર્ણ કરવાના પ્રયત્નો આવનાર સમય માં કરતા રહીશું.

                            આ બદલાતા સમય માં.. કેટલાક સામાજિક અને નોંધપાત્ર સુધારા જોવામાં આવ્યા છે. લોકો હવે હેલ્થ, હાઈજીન , વુમન એમ્પાવરમેન્ટ તેમ જ સેક્સ એડ્યુકેશન ક્ષેત્રે જાગૃત થયા છે. આજથી 10 વર્ષ પહેલા જે વિષયો ભાગ્યે જ ઇન્ટરનેટ પર ,યુ ટ્યુબ પર દેખાતા હતા એ આજે રિલ્સ, પોડકાસ્ટ અને ફિલ્મો દ્વારા દેખાય છે.

                  સેક્સ એડ્યુકેશન પર બનેલી પ્રમાણભૂત હિન્દી ફિલ્મો માં (૧) છત્રીવાલી (૨) ઓ માય ગોડ 2 (૩) હેલ્મેટ (૪) જન હિત મેં જારી.. વગેરે છે. અને એક વેબસિરીઝ" Dr. અરોરા ( ગુપ્ત રોગ વિશેષજ્ઞ) " પણ બની છે. યુટ્યુબ પર Leeza mangaldas, Seema Anand, Kushboo Bisht, Dr. Neha Mehta અને Dr. Reena Malik જેવા નારી રત્નો એ સેક્સ એડ્યુકેશન જેવા સંવેદનશીલ વિષય પર રસાળ અને સરળ તેમ જ વૈજ્ઞાનિક રીતે ચર્ચા કરતી ઘણી વિડિઓઝ મૂકી છે.પોડકાસ્ટ અને એડ્યુકેશનલ રીલ ના માધ્યમથી સતત લોકો ના પ્રશ્નો હલ કરતા રહે છે.                       નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ પર વિવિધ ડોક્યુમેન્ટ્રીઝ પણ ઉપલબ્ધ છે.

              એથિકલ પોર્ન ફિલ્મો દ્વારા સેક્સ એડ્યુકેશન આપતા બે પ્લેટફોર્મ " એરિકા લસ્ટ" અને " બેલેસા પ્લસ"  (મારી જાણ પ્રમાણે બે) અને બીજા ઘણા બધા ઉપલબ્ધ છે.. જે પ્રાઇવેટ સબસ્ક્રિપ્શન બેઝ પર કામ કરે છે અને પેઇડ પ્લેટફોર્મ છે. આ પ્રકારના પ્લેટફોર્મ હલકી કક્ષા ના પોર્ન કન્ટેન્ટ, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, સેક્સ પ્રોડક્ટ્સની હલકી એડવર્ટાઇઝમેન્ટ અને પોપ એપ્સ તથા લાઇવ સેક્સ થી મુક્ત હોય છે. આ પ્રકારના એથિકલ પોર્ન કન્ટેન્ટ ને સેક્સ એડ્યુકેટર્સ સીમા આનંદ, ડો. એમિલી મોર્સ અને બીજા ઘણા બધા રિકમેન્ડ કરે છે. 

      સેક્સ આધારિત ફિલ્મો ઘણા પ્રકારની હોય છે. તેના પ્રકારો વિશે ચર્ચા કરીએ...

(૧) ઇરોટિકા : આ ફિલ્મ નો ઉદ્દેશ્ય દર્શકો ને સેક્સ્યુઅલી ઉત્તેજીત કરવાનો હોય છે.. પરંતુ આ ફિલ્મો માં એક કથા વાર્તા અને બોધ પણ હોય છે. મુખ્યત્વે આ પ્રકારની ફિલ્મો માં 50 shades of Grey પ્રચલિત છે.

(૨) સેક્સ કૉમેડી : આ પ્રકારની ફિલ્મો સેક્સ અને કૉમેડી ને સાથે વણી લે છે. કેટલીક વાર અશ્લીલતા અને દ્વિઅર્થી સંવાદ દ્વારા હાસ્ય ઉપજાવવા માં આવે છે. એકતા કપૂરની " ક્યા કુલ હૈ હમ" વગેરે ને આ શ્રેણી માં મૂકી શકાય.

(૩) બી ગ્રેડ તથા સી ગ્રેડ ફિલ્મો અને વેબસિરીઝ : આ પ્રકાર ની ફિલ્મો પોર્ન ની ગરજ સારે છે. આ ફિલ્મો નો હેતુ ફક્ત દર્શકો ને અશ્લીલતા દ્વારા ઉત્તેજીત કરી ને પૈસા કમાવવા નો હોય છે. આ ફિલ્મો આદત લાગે તેવી હોય છે.

(૪) સોફ્ટ પોર્ન : આ ફિલ્મો ખાસ કરીને સ્ત્રીઓ માટે અથવા સ્ત્રીઓને રુચિ પડે એ રીતે રોમાન્સ અને ઇન્ટિમ્સી ને કેન્દ્ર માં રાખીને બનાવેલી ફિલ્મો હોય છે. આ ફિલ્મો નો હેતુ પણ દર્શકો ને ઉત્તેજીત કરવાનો હોય છે. અને આ ફિલ્મો માં ઘણા edits અને Filters હોય છે

(5) કામ શાસ્ત્રનું નિરૂપણ કરતી સાંસ્કૃતિક ફિલ્મો : આ ફિલ્મો નો ઉદેશ્ય ભારતના ભવ્ય વારસા નું દર્શન કરાવવાનો હોય છે. આમાં (૧) કામસૂત્ર (રેખા અભિનીત) (૨) ધ ક્લાઉડ ડોર ( અનુ અગ્રવાલ અભિનીત) (૩) સિદ્ધાર્થ ( શશી કપૂર તેમ જ સિમી ગ્રેવાલ અભિનીત) મુખ્ય છે.

     આ લેખ નો ઉદ્દેશ્ય એ જણાવવાનો છે કે આજના સમાજ માં ફક્ત ઉત્તેજના ફેલાવી પૈસા અને વિયુઝ મેળવવા ખૂબ સામાન્ય વાત થઈ ગઈ છે. પૈસા ની જરૂર અને ટૂંક સમય માં વધુ પૈસા મેળવવાની લાલચ માં ઘણા સ્ત્રી પુરુષો પોર્નોગ્રાફી શૂટ કરીને અપલોડ કરતા થયા છે. કૃપયા આ ફિલ્મો બાબતે પણ મુક્ત મને પોતાના સંતાનો સાથે ચર્ચા કરવી.