સ્ટીફન હોકીંગનો પરીચય આપવાનો હોય નહીં. ન્યુટન, આઈનસ્ટાઈન અને ડાર્વિન çkkË લોકપ્રિયતામાં સ્ટીફન હોકીંગનો નંબર આવે. સ્ટીફન હોકીંગ આમ તો, થિયોરેટિકલ ફિંજીસ્ટ એટલે કે સૈધ્ધાંતિક ભૌતિકશાસ્ત્રનાં પ્રોફેસર níkk. પ્રોફેસરને વધારે પ્રખ્યાત કરવામાં તેમને ૨૧ વર્ષની ઉંમરથી થયેલ ’મોટર ન્યુરોન ડિસીઝ’ નામે એમીયોટ્રોફીક લેટરલ સ્કેલેરોસીસ જવાબદાર છે. બહોળા વાચક વર્ગ સુધી પહોંચી સરળ ભાષામાં ’ફીજીક્સ’ અને ’કોસ્મોલોજી’નાં પાઠ જણાવવાનો શ્રેય તેમના સુપર બેસ્ટ સેલર સાબીત થયેલ ’ધ બ્રીફ હિસ્ટીરી ઓફ ટાઈમ’ને જાય છે. ૧૯૭૯માં કેમ્બ્રીજ યુનિવર્સીટીમાં તેમણે મેથેમેટિક્સના પ્રોફેસર તરીકે કારકિર્દીની શરૃઆત કરી હતી. વર્ષો પહેલા આ પોસ્ટ ઉપર આઈઝેક ન્યુટન પણ સેવા આપી ચૂક્યા níkk. હોકીંગના સંશોધનનું પ્રમુખ ક્ષેત્ર સૈધ્ધાંતિક બ્રહ્માંડ દ્વિધા અને ક્વૉન્ટમ ગ્રેવીટી રહ્યા છે. સ્ટીફન હોકીંગે બ્લેક સેલ્સને સમજાવતા ચાર લૉઝ ઓફ બ્લેક હોલ્સ મિકેનિઝમ આપ્યા છે. બ્લેક હોલને ઓખળવા માટે તેમણે દ્રવ્યમાન (માસ) કોણીય મોમેન્ટમ અને ઈલેકટ્રીક ચાર્જનો આધાર આપ્યો છે. આ બ્રીફ હિસ્ટરી ઓફ ટાઈમ, ધ યુનિવર્સ ઈન અ નટશેલ, બ્લેક હોલ એન્ડ બેબી યુનિવર્સ જેવાં બેસ્ટ સેલર પુસ્તકો બાદ હવે સ્ટીફન હોકીંગનું ધ ગ્રાન્ડ ડિઝાઈન ૨૦૧૦માં પ્રકાશિત થયું હતું અને તે પ્રકાશિત થતાં વેંત જ બેસ્ટ સેલર સાબિત થયું હતું.ટાઈમનાં યુરેકા મેગેઝીનમાં આ પુસ્તકનો સારાંશ પ્રકાશીત થતાં જ, મીડીયા વર્લ્ડમાં અચાનક હોકીંગ પર લખાયેલ સ્ટોરીઓમાં ઉછાળો આવી ગયો છે.આખરે સ્ટીફન હોકીંગે ’ધ ગ્રાન્ડ ડિઝાઈન’માં શું લખ્યું છે? આજથી ત્રણ દાયકા પહેલાં એટલે કે ૧૯૮૦માં જાહેર કર્યું હતું કે ’થિયરી ઓફ એવરીથીંગ અત્યારે ક્ષિતિજ પર છે અને હોકીંગે થિયરી ઓફ એવરીથીંગને જાણે તિલાંજલી આપી દીધી છે. શા માટે? કારણ કે બ્રહ્માંડ ઉત્પતિને લગતી અનેક થિયરીઓ બ્રહ્માંડ નામનાં વૃક્ષ પર અનેક શાખાઓ રૃપ ફુટી નીકળી છે. જે બધાને ભૌતિકશાસ્ત્રમાં બેઝીક ફોર્સ થિયરી અને કોન્સેપ્ટને એક કરીને થિયરી ઓફ એવરીથીંગ સાબિત થાય. લગભગ એક દાયકા બાદ, સ્ટીફન હોકીંગની અનોખી અદામાં ભૌતિકશાસ્ત્રનું નવું પુસ્તક લોકભોગ્ય બની રહ્યું છે. ’ધ ગ્રાન્ડ ડિઝાઈન’. આ પુસ્તકને હોકીંગે અમેરિકન સાયન્ટીસ્ટ લિઓનાર્ડ લોદીનોવ સાથે મળીને લખ્યું níkwt. ધ ગ્રાન્ડ ડિઝાઈન આજનાં મોર્ડન ફિજીક્સનાં વિકસિત ક્ષેત્ર ક્વોન્ટમ મિકેનિક્સ, જનરલ રીલેટીવીટી અને મોર્ડન કોસ્મોલોજીનો સમાવેશ થયો છે. સાયન્સ ફિક્સનનાં ’મલ્ટીવર્સ’ (અનેક યુનિવર્સ)નો ખ્યાલ પણ પુસ્તકમાં રજુ થયો છે. ટુકાં છતાં રંગીન અને ઈન્ટરેસ્ટીંગ ચિત્રાંકનો વડે થિયોરેટિકલ ફિજીક્સ વિશે ઈન્ટ્રો કરવા માંગતા વાચકો માટે આ અદ્ભૂત દુર્લભ ખજાનો સાબિત થશે.અસ્તિત્ત્વનાં અંતિમ કોયડાઓ (અલ્ટીમેટ રાઈડલ્સ ઓફ એક્સીસ્ટન્સ)નો ઉકેલ મેળવવા માટે સ્ટીફન હોકીંગ સહિત ઘણા બધા વૈજ્ઞાનિકોએ સ્ટ્રીંગ થિયરીનો આધાર લીધો હતો. જે છેવટે સુપર સ્ટ્રીંગ થિયરીરૃપે અંતિમ મંઝીલ તરફ લઈ જવામાં આવી. ૧૯૯૦ના દાયકામાં બ્રહ્માંડમાં બધા રહસ્યો સમજાવવામાં થિયરી ઓફ એવરી થીંગ એકમાત્ર થિયરી તરીકે પાસ ન થઈ ત્યારે, સ્ટ્રીંગ થિયરીમાં મલ્ટીપ્લીસીટી ઉમેરાઈ અને એક નહીં પાંચ થિયરી ઉભરી આવી. ૧૯૯૪ની શરૃઆતમાં જ વૈજ્ઞાનિકોને માલુમ પડયું કે, લો એનર્જી લેવલે કેટલીક થિયરી એકબીજાની ટિ્વન્સ હોય તેમ ડયુઅલ સ્વરૃપે રજુ થાય છે.આ બધી થિયરીનું મેથેમેટિકલ ટ્રાન્સફોર્મેશનનાં કારણે આવા પરિણામો મળી રહ્યાં છે. જેનો મતલબ સાફ હતો કે એકજ વસ્તુને થિયરી બે અલગ અલગ સ્વરૃપે રજુઆત પામે છે. બસ અહીંથી જ મોટા આશ્ચર્યની શરૃઆત થાય છે. ડયુઅલ નેચર જેવી લાગતી થિયરી છેલ્લે ૧૧ ડાયમેન્શનવાળી સુપર ગ્રેવિટી સુધી પહોંચે છે. આ અગીયાર ડાયમેન્શન એટલે કે પરિણામવાળી થિયરી ફક્ત ’સ્ટીંગ’ જ નહીં ’મેમ્બ્રન’ને પણ સમજાવતી હતી. જે એમ-થિયરી તરીકે સ્થાપિત કરવામાં આવી છે. આ બધી થિયરી ઓફ એવરીથીંગનો હાઈપોથેટીકલ એટલે કે પ્રુફમાંથી રહેલ થિયરી ઓફ એવરીથીંગનો છેવટે સ્-થિયરી તરીકે પુનઃજન્મ આપ્યો છે. ૧૯૮૦નાં દાયકામાં સ્ટીફન હોકીંગે મલ્ટીપ્લીસીટી અને મલ્ટીવર્સ જેવી મલ્ટીપલ સુવિધાઓવાળી થિયરી વીશે વિચારવાનું શરૃ કર્યું હતું. ૧૯૮૦નાં દાયકામાં તેમણે તેને ’પસ્પેક્ટીવિઝમ’ નામ આપ્યું હતું. સ્ટીફન હોકિંગે પણ સ્-થિયરીને સપોર્ટ કરવાનું શરૃ કર્યું હતું. આજે પણ કેટલાંક ભોતિકશાસ્ત્રીઓ માને છે કે એમ-થીયરી કોઈપણ દ્રષ્ટિકોણથી વિચારતાં સંપૂર્ણ લાગતી નથી. આમ છતાં સ્ટીફન હોકીંગને બ્રહ્માંડના રહસ્યને ઉજાગર કરવા માટે સ્-થિયરી મહત્ત્વપૂર્ણ લાગે છે. અસ્તિત્ત્વ બોધ કહે છે કે, વ્હાય ધેર ઇઝ સમથીંગ રાધર ધેન નથીંગ. સરળ શબ્દોમાં જ્યાં આદી પણ નથી અને અંત પણ નથી. તેવા અનાદીકાળથી ચાલી આવતાં ’નથીંગનેસ’ જેવાં બ્રહ્માંડમાં આપણા જેવી દુનિયા (સુર્યમાળા, ગ્રહો અને જીવન) જેવું સમથીંગ-સમથીંગ શા માટે અસ્તિત્ત્વ ધરાવે છે? સ્ટીફન હોકીંગનાં મત પ્રમાણે જો આપણે એમ-થિયરીમાં વિશ્વાસ રાખીએ તો, ’બ્રહ્માંડ સર્જનમાં ઈશ્વરનો કોઈ જ હાથ નથી’ એમ માની શકાય. લંડન ટાઈમ્સનાં હેડીંગ ’ગોડ ડીડ નોટ ક્રીએટ યુનિવર્સ’નાં એક માત્ર વિધાન વડે સ્ટીફન હોકીંગનાં પુસ્તકને ધાર્મિકતાનાં ચશ્માં પહેરીને વાંચી ન શકાય. આ એકમાત્ર વિધાન સ્ટીફન હોકીંગ ઇશ્વરનો અનાદર કરે છે કે ભગવાનની સંકલ્પનાનો છેદ ઉડાડી રહ્યાં છે એમ માનવાની ભુલ પણ ન કરવી જોઈએ.’ધ્રા ગ્રાન્ડ ડિઝાઈન’માં હોકીંગ લખે છે કે બિગ બેંગ થિયરી એટલે કે મહાવિસ્ફોટ સિધ્ધાંત એ નેચર એટલે કે પ્રકૃતિનાં લૉ ઓફ ફીજીક્સ પર આધારીત છે. અર્થાત્ બ્રહ્માંડનું સર્જન શા માટે થયું અથવા કઈ રીતે થયું તે સમજાવવા માટે ડિવાઈન ફોર્સ એટલે કે ’ગોડ પાવર’ને શ્રેય આપવાની જરૃર નથી. ગુરૃત્વાકર્ષણ જેવાં યુનિવર્સલ લૉનાં કારણે નથીંગનેસમાંથી બ્રહ્માંડનું સર્જન તો થવાનું જ હતું. અચાનક આકસ્મિક રીતે થયેલ સ્પોન્ટેનિયસ ક્રિએશનનાં કારણે તમે સમજી શકો છો કે ધેર ઇઝ સમથીંગ રાધર ધેન નથીંગ વ્હાય ધ યુનિવર્સ એક્ઝીસ્ટ.’જે રીતની ધારણા હતી એ મુજબ સ્ટીફન હોકીંગનાં વિધાનના કારણે ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ níke. કેન્ટરબરીનાં આર્ચ બિશપે સ્ટીફન હોકીંગે કાઢેલ તારણને નકારી કાઢ્યું છે કે બ્રહ્માંડ સર્જનમાં ઈશ્વરનો કોઈ જ હાથ નથી. કદાચ સદીઓ પહેલાં ગેલેલીયો પણ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યાં હતાં. સ્ટીફન હોકીંગ આખરે ઇશ્વરમાં વિશ્વાસ રાખે છે કે નહીં? આ સવાલ કદાચ સામાન્ય વાચકોને થાય તે સામાન્ય બાબત છે.ઈશ્વર વિશે સાયન્ટીસ્ટ અને સામાન્ય માણસનાં વિશ્વાસ પાછળ બેઝીક થિન્કીંગનો ફર્ક છે. ધર્મમાં વિશ્વાસ રાખનાર ડૉ. રોવેન વિલીયમ્સ કહે છે કે બ્રહ્માંડમાં આવેલ દરેક ચીજનાં એકબીજા સાથેનાં સંબંધોને સમજાવવા એ ઇશ્વર પરનો વિશ્વાસ નથી. વિશ્વાસ એ છે કે બ્રહ્માંડની દરેક વસ્તુ પાછળ એક બુધ્ધિશાળી, લીવીંગ એજન્ટ જવાબદાર છે. જેની દરેક પ્રવૃત્તિ આપણાં અસ્તીત્ત્વ માટે જવાબદાર છે. ઈશ્વર પરનાં વિશ્વાસ માટે આલ્બર્ટ આઈનસ્ટાઈનને પુછાયેલ એક સવાલ યાદ આવે છે. ’તમે ઈશ્વરમાં વિશ્વાસ ધરાવો છો?’ આઈનસ્ટાઈને સાયન્ટીફીક એપ્રોચ રાખીને કહ્યું હતું આઈ કાન્ટ બીલીવ ધેટ ગોડ પ્લેસ ડાઈસ વીથ કોસ્મોસ મને નથી લાગતું કે ઇશ્વર બ્રહ્માંડ સર્જન વખતે પાસાં ફેંકીને રમી રહ્યો હોય (મતલબ બ્રહ્માંડનું સર્જન બાય ચાન્સ થયું હોય) આલ્બર્ટ આઈનસ્ટાઈન ગ્રેવીટી અને ક્વૉન્ટમ મિકેનિક્સને એક સુત્રમાં બાંધી શક્યાં ન’હતાં. તેમની આ અસફળતાને સ્વીકારતાં તેમણે કહ્યું હતું કે ’આઈ વૉન્ટ ટુ નો હાઉ ગોડ ક્રિએટેડ ધ વર્લ્ડ’. મારે જાણવું છે કે ઇશ્વરે દુનિયાનું સર્જન કઈ રીતે કર્યું છે? વ્યક્તિગત ઈશ્વર એટલે કે ઇશ્વરની મૂર્તિપૂજાનો કોન્સેપ્ટ આઈનસ્ટાઈનને સ્વીકાર્ય ન’હતો. એટલે જ તેમણે ડિક્લેર કર્યું હતું કે ’ધ આઈડીયા ઓફ પર્સનલ ગોડ ઇઝ એન એન્થ્રોપોલોજીકલ કોન્સેપ્ટ, વિચ આઈ કાન્ટ ટેક સીરીઅસલી.’ છેવટે આઈનસ્ટાઈનને સોયની અણી જેવો ધારદાર પ્રશ્ન પુછાયો હતો. તમે ઈશ્વરમાં બિલકુલ વિશ્વાસ ધરાવતા નથી? ત્યારે આઈનસ્ટાઈને બહુજ સુંદર જવાબ આપ્યો હતો. બ્રહ્માંડમાં જે રીતે વ્યવસ્થિત ગોઠવણ વડે બધું ગોઠવાયેલું છે આપણાં અસ્તિત્વની એકતા માટે (સ્પીનોત્ઝા નામના ફિલોસોફરે આપેલ ઈશ્વરની વ્યાખ્યા) હું સ્પીનોત્ઝાનાં ’ગૉડ’ને જવાબદાર માનું છું. જે ઈશ્વર મનુષ્યનાં ભવિષ્ય અને દરેક કાર્ય માટે ચંચુપાત કરતો હોય તેવો ઈશ્વર મને માન્ય નથી. ’આઈનસ્ટાઈનનું આ ઈશ્વર પારાયણ શા માટે?સ્ટીફન હોકીંગ પણ આઈઝેક ન્યુટન અને આલ્બર્ટ આઈનસ્ટાઈનનાં વૈજ્ઞાનિક જ નહીં ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ રંગાએલા છે. ૨૦૦૧માં આપેલા એક ઈન્ટરવ્યુમાં સ્ટીફન હોકીંગે કહ્યું હતું કે મારી જેમ તમે પણ જો વિજ્ઞાનમાં વિશ્વાસ રાખતા હોવ તો, બ્રહ્માંડમાં કેટલાંક એવા ભૌતિક નિયમો છે જેને હમેશાં અનુસરવા જ રહ્યાં. તમને ગમે તો તમે તેને (લૉ ઓફ ફીજીક્સ) ઈશ્વરીય કાર્ય કહી શકો છો. કદાચ આ ઈશ્વરની એક વ્યાખ્યા થઈ. તેનાં અસ્તિત્ત્વનો પુરાવો નહીં.મીડીયાને મસાલેદાર સમાચારોથી મતલબ છે. અને સેલીબ્રીટીને પ્રસિધ્ધિથી. વિજ્ઞાન અને ધર્મને એક જ સિક્કાની બે બાજુ ગણી સામ્યતા શોધવી કે ઉત્તર-દક્ષિણ ધુ્રવ જેવાં બે પોલારીટી ધુ્રવ એ તમારી વૈજ્ઞાનિક વિચારસરણી કરતાં આસ્થાનો સવાલ છે. બાકી ધર્મની પટ્ટીને આંખે બાંધીને વિજ્ઞાાનને સાઈડટ્રેક કરનારાં મુર્ખાઓથી ચેતવા જેવું ખરું. શ્રધ્ધા ને અંધશ્રદ્ધા થતી અટકાવવી જોઈએ. મુર્ખ જોડે દલીલો કરવાનો કોઈ મતલબ નથી. મુર્ખ તમને તેનાં આઈક્યુ લેવલે લાવીને ચર્ચા કરવા મજબુર કરશે અને પછી પોતાનાં અનુભવથી તમને પરાજીત કરશે! છેવટે આપણાં અસ્તિત્વ પાછળ પણ પ્રકૃતિ, નેચર કે પછી ગોડનો કોઈ પ્રયોજન હશે ખરું?