પ્રકરણ 2 :
જીવનનો મહિમા એક ઉદાહરણ દ્વારા તો સમજવો તો અઘરો છે નહીં ???
તો ચાલો ફરી એક વખત નવી વાર્તા દ્વારા સમજીએ જીવનનો મહિમા...
એક વખત ઉનાળા ની બપોર માં ખૂબ જ કાળ જાળ ગરમી માં એક ગુરુ અને શિષ્ય એમનેમ ટહેલવા માટે નીકળ્યા હતા.
ખૂબ જ તડકો અને એમા પણ ઉનાળાની બપોર !!
તેઓ ટહેલતા ટહેલતા અવનવી વાતો કરવા લાગ્યાં. વાત ને વાત માં મત- મતાંતર થવા લાગ્યો કે જીવન નો ખરો આખરે મહિમા શું છે ?
શિષ્ય નું કહેવું એ હતું કે આપણે જીવન ને અહીંયા પણ મનુષ્ય તરીકે પૃથ્વી લોક પર જીવીએ છીએ અને ફરી જીવન મળવાનું જ છે તો આપણે જીવન માં કાર્યો શું કામ કરીએ છીએ કાર્યો કરવાનો તો કોઈ અર્થ જ નથી ને ? એમનેમ જીવન જીવવું જોઈએ એનો જ મધુર સ્વાદ છે. ખોટા નકરા કાર્યો જ કર્યા કરીએ તો પણ જીવન જીવી શકાય ને ન કરીએ તો પણ , એક સામાન્ય માણસ આખો દિવસ કામ કામ ને કામ જ કરીને જીવન જીવે છે તે જીવન નો ખરો અનુભવ ક્યારેય નથી કરતો , તેની સામે જુઓ સંત લોકો એ બસ ભગવાન માટે લીન થઈ ને પરમ શાંતિ અનુભવે છે . તો મને તો એમ લાગે કે મનુષ્ય ખોટે ખોટા કાર્યો કરે એમાં જીવનનો મહિમા વેડફાઈ જાય.
ગુરુ શિષ્ય ને ટોક્યા વિના તેની વાત ધ્યાનપૂર્વક સાંભળતા હતા , તે કશું ના બોલ્યા અને ચાલતા ગયા.
આગળ ચાલતા ચાલતા એક શેરડી ના રસ ની દુકાને તેઓ બંને પહોચી ગયા.
ગુરુજી એ કહ્યું ચાલ આપણે આ શેરડી નો રસ પી લઈએ , ખૂબ જ ગરમી છે આ રસ થી આપણને ઠંડક મળશે અને તું આ શેરડી નો રસ કેમ બને એ ધ્યાનપૂર્વક નિરીક્ષણ પણ કર.
શિષ્ય એ નિરીક્ષણ કર્યું તે જ્યારે પેલી શેરડી માંથી રસ નીકળતો હતો ત્યારથી લઈને છેવટે ગ્લાસ માં રસ ભરાય ત્યાં સુધી બારીકાઈથી નિરીક્ષણ કરતો હતો , તેને ખબર હતી કે ગુરુજી એ અવશ્ય તેને કંઈક એવું કરવાનું કહ્યું છે જે અમારા જીવન ના મહિમા ના મત મતાંતર માટેનું હશે.
રસ બની ગયો પછી બન્ને એ રસ પીધો . તરત જ ગુરુ એ શિષ્યને પૂછ્યું કે ચાલ બોલ તે શું જોયું ?
ત્યારે શિષ્ય જવાબ આપે છે કે શેરડી ને મશીન માં નાખી ને તેનો રસ કાઢાય છે અને તેમાં લીંબુ આદુ ને મસાલો નાખે છે જેનાથી સ્વાદ આવે , એમ મસ્ત એવો રસ તૈયાર થાય અને એ આ કાળજાળ ગરમી માં આપણને ઠંડક આપે.
ગુરુ એ બસ આ જ વાત માં વધુ માં ઉમેર્યું અને આ ઉદાહરણ થકી જીવન નો મહિમા સમજાવ્યો
" આપણે શેરડી ને એમનેમ પણ ખાઈ શકીએ છે એમ છતાં રસ માં કેમ મધુર સ્વાદ આવે છે કેમ કે શેરડી એમાં પિલાય જાય છે તેમાં લીંબુ આદુ અને મસાલો મળે છે જેનાથી સ્વાદ વધુ મધુર થાય છે , શેરડી એમનેમ પણ મળે છે અને તેનો રસ પણ મળે છે પણ રસ ની કિંમત વધુ હોય છે , કેમ કે એમાં શેરડી પિલ્લાઈ છે અને લીંબુ અને મસાલો આવ્યો "
ગુરુ ની વાત શિષ્ય બરાબર સમજી ગયો કે તેઓ શું કહેવા માગે છે.
" જીવન માં પણ કઈક એવું જ હોઈ છે .માત્ર બેઠાડુ જીવન પણ જીવી શકાય જ છે પરંતુ તેમાં કંઈ સ્વાદ ને મધુરતા નથી. જેમ શેરડી પીલાય છે તે રીતે કાર્યો કરીને આપણે પણ પિલાવું પડે છે. એમાં મેહનત અને નિરંતરતા જેવા મસાલાઓ અને લીંબુ ઉમેરાય છે .માટે જ જીવન નો સાચો મહિમા કાર્ય છે અને કાર્ય એ સર્વોપરી છે "
The Glory of Life is not just enjoying but also the workings and just keep doing.