The Glory of Life - 7 in Gujarati Philosophy by Sahil Patel books and stories PDF | The Glory of Life - 7

Featured Books
Categories
Share

The Glory of Life - 7

પ્રકરણ 7 :

The final chapter

વૃદ્ધ માણસ ની વાત અસહમત થઈ ને પેલો માણસ જણાવે છે કે ,
" જીવન નો ખરો અર્થ તો એ છે કે એનો અર્થ જ નથી , આપણે ખરેખર તો જીવન નો અર્થ જ નથી જાણતા જીવન નો મહિમા તો ભગવાન પણ એમ કહે છે કે દરેક નું જીવન એક અનેરું અને અનોખું  અસ્તિત્વ ધરાવે છે અને તે અસ્તિત્વ અને ખૂબીઓને લીધે દરેક જીવન નો મહિમા અલગ અલગ તરી આવે છે . મનુષ્ય નું જીવન ને માત્ર  એક  જ અર્થ રૂપે ના જોઈ શકાય પરંતુ આ જીવન એવી રીતે જીવવું જોઈએ કે એ અર્થપૂર્ણ બની રહે જીવન નો સાચો મહિમા માત્ર બાળપણ , યુવાની કે ઘડપણ ની વય ની સીમાઓ દ્વારા તેને  ના સમજી શકાય . તમારા મતાનુસાર બાળપણ માં મોજ કરવાને બદલે બાળકો અત્યારે ફોન માં મથી રહ્યા છે શું એમાં તમારા વિચારો નો વાંક ના ગણી શકાય ? તમારા વિચાર એમ કહે છે કે , જુવાની માં મોજ શોખ છોડીને જીવન ને જવાબદારીરૂપ બનાવવું જોઈએ પરંતુ શું તમે એ લોકો ને પોતાના  બાળકો પ્રત્યે જવાબદારી નિભાવતા સારી રીતે જોઈ રહ્યા છો ? "


" ટેકનોલોજી થી માત્ર એક પહેલ બદલાય છે , જીવન નો મહિમા નથી બદલાયો .  જુવાની ને જીવતા લોકો એ આજકાલ ની નવી ટેવ કે કુટેવ છે તેનું કશું થઈ ના શકે . તેની પાછળ સમય બરબાદ ન કરશો કેમ કે જીવન ને કેમ  જીવવું અને કેવી રીતે જીવવું એ દરેક માનવી માં  પોતાના હાથ માં હોય છે .  હા , માન્યું  કે તમે સારી સલાહ આપી રહ્યા છો , પરંતુ તમારી સલાહ માં જીવન નો અર્થ અને જીવન નો મહિમા એક નાનકડા તળાવ પૂરતો સીમિત હોઈ એવું પ્રતીત થાય છે . જીવન એક દરિયો છે એક એવો દરિયો જે ઊંડો પણ છે , લાંબો પણ છે , એમાં તોફાન પણ આવે છે , એમાં શાંત વહેણ પણ છે અને એક વખત એને પાર પણ કરી શકાય છે. "


" એ દરિયા ને પાર કેમ કરવો એ જીવન આપણને શીખવાડી દેશે , કેહવાય છે ને કે ભવસાગર મનુષ્ય જરૂર પાર કરે છે , આ ભવસાગર એટલે જ જીવનનો મહિમા ,  સફળતા ની પાછળ ભાગી રહ્યો માનવી જીવન નો અર્થ એક સફળતા રૂપે જુએ છે જે એકદમ તમારા મતાનુસાર છે , પરંતુ સફળતા મળવાથી શું જીવન પૂર્ણ થઈ જાય છે ? શું સફળતા માત્ર  એક જ વખત જરૂરી છે ? જીવન ને સફળ બનાવવાના ચક્કર માં આપણે જીવન ને વેડફી રહ્યા છીએ , જીવન ને સાર્થક બનાવો અને એવું બનાવો કે અર્થપૂર્ણ બને અને જીવન નો મહિમા પણ એક અનેરો પ્રાગટ્ય ઉત્પન્ન કરે , જીવન માત્ર કોઈ મોજ શોખ , સફળતા ,  આરામ , જવાબદારીઓ બસ આટલા જ સીમિત શબ્દો દ્વારા દર્શાવી ન શકાય , જીવન તો બસ એક રમણીય આનંદ છે , પરમાત્મા ની અનેરી દેણ છે , કોઈ સીમિત વ્યાખ્યા નહીં

પેલા માણસ ની આ અદ્ભુત વાતો થી વૃદ્ધ માણસ ખૂબ જ પ્રભાવિત થઈ ગયો અને તેણે છેવટે પૂછ્યું કે જીવન ને in short શું કહી શકાય ?

What is the meaning of life ???
The life itself has no meaning

The life is an opportunity to create the meaning

According to yourself it is purely depending upon you what's your glory of life