રિંકલ અને રિમા એનાં ઘરમાં વાતો કરી રહી હતી.એવામાં હાર્દિક ઓફીસથી વહેલો ઘરે આવવાનું કારણ રિમાને જાણવાં મળ્યું કે,રિકલ અને હાર્દિક વચ્ચે જે કાંઈ ગેર સમજણ હતી એ દૂર થઈ ગઈ છે.હાર્દિક અને રિંકલ લોન્ગ ડ્રાઈવ પર ફરવાં જવાના હોવાથી હાર્દિક વહેલો ઘરે આવી ગયો હતો.
"દીદી જીજાજીએ તમને મનાવી લીધાં.!"હાર્દિક એનાં રુમમાં કપડાં ચેન્જ કરવાં ગયો ત્યારે રિમાએ પૂછી લીધું.
"ના એમણે મને નથી મનાવી પણ મે એમને મનાવી લીધાં."
"દીદી તમે એક સ્ત્રી થઈને તમારાં પતિથી હારી ગયાં!"
"એમાં હારવાની કોઈ વાત નથી.હું એમને મનાવું કે એ મને મનાવે.બધું સરખું છે."
"તમે મારાં સાવ ભોળા દીદી છો.એકવાર તમે નમતુ મુકશો તો વારંવાર તમારે નમતુ મુકવુ પડશે."રિમાએ પોતાનાં કપાળ પર ટાપલી મારતાં કહ્યું.
"એવું કાંઈ ના હોય."
"સારું છે તો તમે એમ માની લો કે એવું કાંઈ ના હોય.તમે એમને કેવી રીતે મનાવ્યાં.એ તો મને કહી શકો છો."
"મે એમનાં માટે કાલ રાત્રે ફેવરિટ ડિશ બનાવી હતી."
"વાવ એ ડિશ જોઈને તમારી સાથે વાત કરવાં લાગ્યાં."
રિમાની આ વાત સાંભળી રિંકલે સવારે એની અને હાર્દિક સાથે જે કાંઈ વાતચત થઈ.એ બધું એને કહી દીધું.
"મેરેજ પછી આપણાં પતિને મનાવવાં આટલી મહેનત કરવી પડે અને તે છતાં માને નહિ.એવું હોય તો હું મેરેજ પણ નહિ કરું.આપણી સેલ્ફ રિસ્પેક્ટ હોવી જોઈએ.એમને જોઈતું મળી જશે."
"એ મારાં પતિ છે.હું એમનાં માટે આટલું કરી શકું છું."
"ઓકે તમને અત્યારે નહિ સમજાય.સમય આવે બધું સમજાય જશે."
હાર્દિક એનાં રુમમાં અરીસા સામે તૈયાર થઈ રહ્યો હતો.અરીસામાં પોતાને જોઈને વિચાર કરવાં લાગ્યો,"હું કોઈ દિવસ એક તરફની વાતો સાંભળીને ક્યાંથી વિશ્વાસ કરવા લાગ્યો.રિંકલે મને મનાવવાં માટે કાલ રાત્રે કેટલી મહેનતથી મારી પ્રિય ડિશ બનાવી હતી.એ દિવસે રિમાએ એની વાતોથી મને એનાં વિશ્વાસમાં કેદ કરી લીધો.બની શકે છે કે રિંકલ જાણી જોઈને એનાં હસબન્ડ વિશે આવું કદાપિ કોઈ સામે બોલી ના હોય.મારે આજીવન રિંકલ સાથે જીવવાનું છે નહિ કે રિમાની સાથે જીવવાનું છે.રિમા જ્યારથી આવી છે ત્યારથી મારી પાસે રહેવાનાં બહાના શોધતી રહે છે.અમારાં વચ્ચે ગેર સમજણ ઊભી કરવામાં રિમાનો હાથ હોવો જોઈએ.જે થયું એ બની ગયુ એ ખરાબ સપનું માનીને ભૂલી જાવાનું છે.રિંકલ પાસે આજે એકાંતમાં મળીને એની માફી માંગી લઈશ અને એને વચન પણ આપી દઈશ કે ફરી હું એની સામે કોઈ દિવસ ઝઘડો નહિ કરું."
હાર્દિકે અરીસા પાસે પોતાનાં વિચારોનું પ્રતિબિંબ પાડીને બહાર નીકળી ગયો. રિંકલ તૈયાર થયેલી બેઠી હતી.
"રિંકલ હવે આપણે નીકળવું જોઈએ.ડ્રાઈવ લોન્ગ હશે તો આપણે આવવામાં મોડું થશે."
હાર્દિકનાં કહેવાથી સહસ્મિત રિંકલે રિમા સામે તેઓ બન્ને કપલ ફરવાં જઈ રહ્યાં છે એવું જણાવી દીધું.રિમાની ઈચ્છા તેઓ બન્નેને એકલાં રાખવાની બિલકુલ ન હતી.એને કોઈ આઈડિયા મગજમાં આવતો ન હતો કે તેમને એકલાં જતાં કઈ રીતે રોકી શકે.એ ક્ષણે રિમાનાં પપ્પા હાર્દિકનાં ઘરે આવી પહોચ્યાં.
"તમે નવા કપલ ક્યાંક ફરવા જઈ રહ્યાં લાગો છો."રિમાનાં પપ્પાએ રિંકલને ઉદેશીને પૂછ્યું.
"હા પપ્પા ઘણાં દિવસથી અમે લોન્ગ ડ્રાઈવ પર ગયાં નથી.આજે સમય છે તો જતાં આવી.અમારે આવતાં લેટ થશે તો બહાર જમી લેશું. "રિંકલે વિગતે કહ્યું.
"મારી દીકરી તું જતી હોય તો આ તારી નનકીને પણ લેતી જા.એ હોસ્ટેલથી આવી છે પછી ક્યાંય ફરવા ગઈ નથી.અમારી ઉંમર થઈ તો એને અમે ક્યાં ફરવા લઈ જશું! એ બહાને એ તમારી સાથે હરીફરી લેશે."
રિંકલ એનાં પપ્પાની વાત સાંભળીને મૂંઝાઈ ગઈ હતી.એની ઈચ્છા હાર્દિક સાથે એકાંતમાં સમય પસાર કરવાની હતી.ઘણાં દિવસો પછી એમને એકલાં ફરવા જાવાની એમને તક મળી હતી.એ હાર્દિક સામે જોવાં લાગી.હાર્દિક એનાં સસરાની વાતથી આંખો પર ગુસ્સો ઢોળી રહ્યો હતો.
"દીદી પપ્પાની વાત સાચી છે.મારે ઘણાં સમયથી બહાર જાવાની ઈચ્છા છે.પ્લીઝ મને પણ તમારી સાથે લઈ જાવને."રિમાને બન્નેની વચ્ચે રહેવાનો મોકો મળી ગયો.રિંકલ રિમાની ઈચ્છાને અવગણવા માંગતી ન હતી.એણે કૃત્રિમ સ્માઈલ રિમા સામે કરીને સાથે લઈ જવાં તૈયાર થઈ ગઈ.
રિંકલે હાર્દિકની ઈચ્છા જાણ્યાં વિના રિમાને એમની સાથે લઈ જવાંની મંજુરી આપી દીધી.એ જાણીને એ એનાં ગુસ્સાનાં ઘુંટડાં અંદર જ ઊતારી રહ્યો હતો.માંડ ઘણાં સમયથી એમને બહાર ફરવા જાવા મળ્યું હતું. ગુસ્સામાં કાઈ આડું અવળું બોલીને રિંકલને દુઃખી કરવાં માંગતો ન હતો.
ફાઈનલિ તેઓ બેમાંથી ત્રણ સાથે ફરવા જવાં નીકળી ગયાં.રિમા સાથે હોવાથી હાર્દિકે બહું લોન્ગ ડિસ્ટન્ટ લીધો નહિ.એક બગીચે જઈને હાર્દિક રિંકલ અને રિમા સાથે થોડોક સમય પસાર કર્યો.રિમા બગીચામાં એની ફ્રેન્ડને જોતાં એની સાથે વાતો કરવાં જતી રહી.હાર્દિકને રિંકલ સાથે વાતો કરવા માટે એકાંત મળી ગયો હતો.
રિંકલે એનાં બન્ને કાનની બુટ પકડીને હાર્દિક પાસે બોલી,"આઈ એમ સોરિ.મારી પણ ઈચ્છા હતી નહિ કે રિમાને આપણી સાથે લઈ આવી.પપ્પાએ કહ્યું તો હું ના પાડી શકી નહિ."
"રિંકું એમાં તું માફી ના માંગ.આઈ નો તારી ઈચ્છા બિલકુલ હતી નહિ કે રિમા આપણી સાથે આવે.મારે આજે તારી માફી માંગવી હતી.મારે આટલાં દિવસ તારાથી નારાજ થઈને રહેવું ના જોઈએ.મારે પરિપક્વ બનીને વાતને ત્યાં જ શોર્ટ આઉટ કરીને પતાવી દેવાની જરુર હતી."
હાર્દિકે રિંકલનાં બન્ને હાથ પકડીને માફી માંગી લીધી.સૂર્યની સાક્ષીએ એણે વચન આપ્યું કે હવે પછી એ કોઈ દિવસ એનાં પર ગુસ્સો નહિ કરે.
રાત્રે તેઓ ત્રણેય જમીને ઘરે આવી પહોચ્યાં.રિમાને નાછુટકે એનાં ઘરે જાવું પડ્યું. રિંકલ અને હાર્દિક રિમાને ઘરે મૂકીને પોતાનાં ઘરે પ્રવેશ કર્યો.હાર્દિક એનાં રુમમાં જઈને ફ્રેશ થવાં રવાના થયો.
"ઓય મિસ્ટર હાર્દિક તમે આમ ક્યાં દોડીને જાવ છો?"રિંકલે મસ્તીનાં સૂરમાં કહ્યું.
"મારો રુમ છે તો મારાં રુમમા સુવાં જાઉં છું."
"તમે ભૂલી રહ્યાં છો.હવે તમારો રુમ એ નથી.તમે છેલ્લાં છ દિવસથી બીજા રુમમાં સુવો છો.જાવ તમે તમારાં રુમમાં જતાં રહો."તર્જનીનાં ઈશારેથી રિંકલે હાર્દિકને એનાં રુમમાંથી બહાર નીકળવાનું જણાવી દીધું.
હાર્દિક રિંકલની તરફ પોતાનાં કદમ ઊપાડ્યાં.રિંકલે એનાં પગલાં પાછળ કરવાં લાગી.જેમ હાર્દિક એની નજીક જતો તેમ રિંકલ પાછળ ખસવા લાગી.પાછળ દિવાલનો ઓથ મળતાં રિંકલ હવે સલવાઈ ગઈ હતી,"જુઓ મારે સુઈ જાઉં છું.તમે તમારાં રુમમાં જાવ તો હું શાંતિથી સુઈ શકું."
"જુઓ રિંકલ ટિચર મારે અહી તમારું કામ છે.એક સ્ટુડન્ટને કાંઈ શીખવું હોય તો તમે ટિચર થઈને ના કરી શકો નહિ."
"તમારે જે કાંઈ શીખવું હોય એ હું તમને સવારે શીખવીશ.અત્યારે મારે સુઈ જાઉં છે."
"ટિચર એક સ્ટુડન્ટને શીખવાની ધગશ હોય એ કોઈ પણ સમયે શીખી શકે છે.તમે ના કહી શકતાં નથી.આમ પણ મને શીખ્યા વિના નિંદર નહિ આવે."
હાર્દિકની વાત સાંભળીને રિંકલ કાંઇ બોલી શકી નહિ.એ હાર્દિકનાં પ્રેમનાં પ્રવાહમાં ડુબી ગઈ.
રિમા એનાં બેડ પર પડખાં ફરી રહી હતી.એનાં મનમાં હાર્દિક અને રિંકલને એકાંત મળી હશે અને એ બન્ને પ્રેમમાં ગળાડુબ થઈ ગયાં હશે.એવાં વિચારો કરવાં લાગી.રાતનાં એક વાગી ગયો.રિમા બેડ પરથી ઊઠીને એનો સમય મોબાઈલમાં પસાર કરવાં લાગી.મોબાઈલથી કંટાળીને એણે ફરી બેડ ઉપર આળોટવાનું ચાલું કર્યુ.
રિમાનાં શૈતાની મગજમાં રિંકલ અને હાર્દિકને અલગ કઈ રીતે કરી શકાય.એવાં વિચારો સતત ઘુમરાયાં કરતાં હતાં. એ એનાં બેડ પરથી ઊભી થઈ.મોબાઈલનો લોક ખોલીને કોઈકને કોલ લગાવ્યો.
(ક્રમશઃ...)
✍️મયુરી દાદલ "મીરા"