Aekant - 16 in Gujarati Motivational Stories by Mayuri Dadal books and stories PDF | એકાંત - 16

Featured Books
  • I Am Alone

    ️ I Am Alone ️बारिश की हल्की-हल्की बूंदें खिड़की पर टप-टप गि...

  • खामोश खेत की कहानी

    “खामोश खेत की कहानी” गाँव छोटा था… पर सपने बहुत बड़े थे।गाँव...

  • Dangers Girl - 3

     अब तक नैंसी ने चिल्लाते हुवे नैना से कहा कि तुम मरना क्यों...

  • वो जो मेरा था - 13

    "वो जो मेरा था..." Episode 13 – काव्या का सबसे खतरनाक फैसला…...

  • में और मेरे अहसास - 132

    न जाने क्यों न जाने क्यों आज कल सरकार उखड़े से नजर आते हैं l...

Categories
Share

એકાંત - 16

સોમનાથમાં મહાશિવરાત્રી હોવાથી ભક્તજનોની લાખોની સંખ્યા જોવા મળી રહી હતી. સોમનાથ અસંખ્ય માણસોના મેળાથી ભરાયેલુ હતુ. ઘાટ પર નાના બાળકોથી લઈને યુવાનો અને વૃધ્ધો દેખાય રહ્યાં હતાં. કોઈ ભક્તો ગોર મહારાજ પાસે રુદ્રીની અને પિતૃઓની વિધિ કરાવી રહ્યાં હતાં તો કોઈ નાહીધોઈને એમનો સામાન એકત્ર કરીને સોમનાથ દાદાનાં દર્શન કરવાં જઈ રહ્યાં હતાં. 

પ્રવિણ એક ઘાટ પર બેસીને બધું નિહાળી રહ્યો હતો. તેને પહેલા પહોરે મળેલ રાજની વાત યાદ આવી ગઈ. તેણે એનુ નામ રાજ કહ્યુ હતુ એ પ્રવિણના મગજને યાદ આવી રહ્યુ ન હતુ. એવામાં તેને પાછળથી કોઈએ બોલાવ્યો. પ્રવિણે એ વ્યક્તિને પોતાની નજર કેન્દ્રમાં લીધી.

એ વ્યક્તિ સ્થૂળ લાગી રહ્યો હતો. ચહેરો શરીરને કારણે ભરાવદાર હતો. આંખો તેની ઝીણી હતી. માથા પરના વાળોમાંથી ધીરે ધીરે યુવાની નીકળી ગઈ હોય એની સાક્ષી એકાદ સફેદ વાળ દઈ રહ્યા હતા, એ પરથી કહી શકાય કે એ વ્યક્તિની ઉંમર અડતાળીસ વર્ષની આસપાસ હોવી જોઈએ."

"મારુ નામ હાર્દિક છે. હું પાટણ જીલ્લાથી અહી મહાશિવરાત્રીના દર્શને આવ્યો છું. મને તમારું એક કામ પડી ગયું છે. તમે મને હેલ્પ કરશો."

"પ્રભાસ પાટણ ?"

"સિદ્ધપુર પાટણ જે અહીંથી પાંચ સો કિલોમિટર દૂર આવેલ છે."

પ્રવિણે પૂછેલા સવાલથી હાર્દિકે સિદ્ધપુર પાટણનો ખુલાસો કર્યો.

સરસ્વતી તટ પર આવેલ પાટણ શહેર તેના મોંઘાદાટ પટોળાથી પૂરાં દેશમાં પ્રખ્યાત છે. ઉત્તર ગુજરાત પર વિકસિત પાટણ ગુજરાતનુ પહેલુ પાટનગર માનવામાં આવે છે. સોલંકી રાજવીઓની રાજધાનીનું પાટણ એક કાળે વિસ્તાર, વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતા, વિદ્યામાં તે કાળના સરસ્વતી અને સંસ્કાર લક્ષ્મીથી સમૃધ્ધ પાટણ ભારતમાં પ્રસિધ્ધ છે.

પાટણનુ નામ ગુજરાતના વનરાજ ચાવડાના બાળમિત્ર ભરવાડ અણહિલના નામ પરથી અણહિલપુર રાખેલું હતું. અણહિલપુરના નામમાં ધીરે ધીરે સુધારો કરીને પાટણ નામ ઘોસિત કરવામાં આવ્યું.

પ્રવિણ હાર્દિકને જોઈને તેનાં સ્થાન પરથી ઊભો થયો, "બોલો હાર્દિકભાઈ, તમને મારું શું કામ આવી ગયુ ?"

"એચ્યુઅલિ, આજે મારા દીકરાનો બડે છે. એ આજે પંદર વર્ષનો થઈ ગયો છે. મારે તેના ઉચ્ચ ભવિષ્ય અને  દીર્ધ આયુષ્ય માટે પૂજા કરાવી છે. જોગાનું જોગ આજ તેના જન્મદિવસ પર ભગવાન શિવજીની મહાશિવરાત્રી છે. મે સાંભળ્યુ છે કે, તેમની ઉત્પતિ અને એમના લગ્ન ખાસ આ દિવસ પર થયા હતા."

"હા માણસ, તમે સાચું સાંભળ્યું છે. અરે મારા સોમનાથ દાદાનો આજનો દિવસ એમના જીવનમાં બમણી ખુશીઓ ભરીને લાવ્યો છે. તમારી સાથે કોઈ દેખાતુ નથી ? તમારા દિકરાને બોલાવો તો તેની પાસે પૂજા કરાવી લઈએ."

પ્રવિણ હાર્દિક સાથે બોલતો બોલતો તેની પાછળ જોવા લાગ્યો. કદાચ, તેનુ ફેમિલી સોમનાથ દાદાના દર્શન કરવા ગયુ હોય અને તેની પાછળ આવી રહ્યુ હોય.

"મહારાજ તમારુ નામ ?"

"પ્રવિણ જોશી."

"માફ કરજો પ્રવિણભાઈ, તમારે તેના જન્મદિવસની પૂજા તેના વગર જ કરવી પડશે. હું એકલો જ આવ્યો છું."

"કમાલ છે, આજે તમારા દીકરાના જીવનનો સૌથી ખાસ દિવસ છે અને તમે તેને મૂકીને અહીયા ફરવા નીકળી ગયા છો !"

પ્રવિણની વાતનો હાર્દિક પાસે કોઈ જવાબ હતો નહિ. એ પ્રવિણની વાત સાંભળીને દુઃખી ચહેરો કરીને મોઢું ફેરવી લીધું.

"તમે તેના વગર મને આ પૂજા કરાવી આપશો ?"

"ઓફ કોર્સ જેન્ટલમેન. અમારા લોકોનું કામ જ હોમ, હવન, યજ્ઞ, પૂજા કરવાનું છુ. તમને તેના નામ અને જન્મદિવસની સાલ તો યાદ હશે !"

"એ તો યાદ જ હોય ને. તમે પણ શુ વડીલ."

"વડીલ તો મને પણ તું એક નજરમાં લાગી રહ્યો હતો. તે છતાં મે મારાથી નાના છો એટલે હું હાર્દિકભાઈ કહીને તમને બોલાવુ છું. તમારે મને ભાઈ, બાપા, કાકા, મામા, માસા જે કાંઈ કહેવુ હોય એ કહી શકો છો. મને તમે વડીલ કહીને સંબોધતા નહિ. ક્યુકિ, અભી તો મે જવાન હું."

પ્રવિણની વાતથી ગંભીર મિજાજ ધરાવતા હાર્દિકના ચહેરા પર થોડીક વાર માટે સ્માઈલ આવી. તેણે પ્રવિણની માફી માંગીને કહ્યુ કે, "હવે પછી તમને કોઈપણ સંબોધનથી બોલાવીશ પણ વડીલ તો નહિ કહું."

વાતો કરતા તેઓ બન્ને એક સુઘડ જગ્યાએ આવી પહોચ્યા. પ્રવિણે હાર્દિકને દસ મિનિટ રાહ જોવાનું કહીને તેના મિત્રની બાઈક લઈને તેના ઘરે પૂજા માટેની સામગ્રી લેવા નીકળી ગયો. હાર્દિક બિન્દાસ રીતે જીવતા પ્રવિણને જતા જોઈ રહ્યો હતો. 

"કમાલનો માણસ કહેવાય. પોતે ગોરપદુ કરે છે તો પૂજાની સામગ્રી સાથે લઈને રખાય. એટલો ગરીબ હશે કે તેની પાસે ખુદનું બાઈક લઈ શકતુ નહિ હોય !" હાર્દિક મનમાં પ્રવિણના વિચાર કરતો રહ્યો. જ્યાં સુધી પ્રવિણ ના આવે ત્યાં સુધી હાર્દિકને ટાઈમપાસ માટે તેના મોબાઈલનો લોક ખોલ્યો. લોક ખોલતાની સાથે તેના દીકરાનો ફોટો તેની આંખોએ નિહાળ્યો. મોબાઈલની બધી એપ્લીકેશનમાંથી તેણે પ્રતિલિપિ એપ પરથી તેના બેસ્ટ રાઇટર્સની રચના વાંચવાની શરુઆત કરી.

તેણે પ્રતિલિપિ પર નોટીફીકેશનમાં જોયું તો 'મયુરી દાદલ' જેણે પોતાનું ટખલ્લુસ નામ 'મીરા' રાખેલું હતું. તેણે તાજેતરમાં એક મુકતક લખીને પ્રકાશિત કરી હતી. હાર્દિક 'મયુરી દાદલ' ની રચના વાંચવા લાગ્યો. જેનાં શબ્દો આ રીતે લખેલાં હતાં.

"ઝાડીઓ વચ્ચેથી એ દોડતી ગઈ,
કેટલુંય દર્દ એની સાથે લેતી ગઈ,
ખુદનાં અસ્તિત્વનો નાશ કરવાં થૈ,
સાગરમય થવાં બાવરી બનતી ગઈ.

છે એનું એક લક્ષ્ય સૌને એ કહેતી ગઈ,
પામવો સાગરનો પ્રેમ મનમાં ભરતી ગઈ,
આવી અનેક સમર્પણ થવાં જન્મતી રહી,
સાગરમય બનવાં આખરે નાશ પામતી ગઈ.."

"વાહ આજકાલ 'મીરા' સારું કાવ્ય લખી નાખે છે. અત્યારે પ્રતિભાવ આપવો નથી. નિરાંતે સ્ટીકરની સાથે પ્રતિભાવ આપીશ." મનમાં બોલીને હાર્દિક બીજાં લેખકોની રચના વાંચવામાં વ્યસ્ત થઈ ગયો.

હાર્દિક રચના વાચવામાં લિન થઈ ગયો હતો.ષએવામાં પ્રવિણ પૂજાના સામાન સાથે આવી પહોંચ્યો. હાર્દિકનું પુરુ ધ્યાન મોબાઈલમાં લાગેલું હતું તો પ્રવિણ તેની પાસે આવીને ઊભો હતો તેની જાણ ના રહી.

"મહોદય સાહેબ, હવે આપણે પૂજાની શરુઆત કરીએ ? જલ્દી પૂજા કરી લઈએ. મારે અહીં પ્રસાદની વહેંચણી માટે આવવામાં મોડુ થઈ જશે."

પ્રવિણે હાર્દિકને ઊદેશીને કહ્યુ. હાર્દિકે તેના મોબાઈલનો લોક બંધ કરીને પ્રવિણે બતાવેલી પવિત્ર જગ્યા પર મૂકેલ આસન પર બેસી ગયો. પ્રવિણ નદીમાંથી શુધ્ધ પાણીનો કળશ ભરીને તેની મૂળ સ્થાને બેસી ગયો.

પ્રવિણે હાર્દિકના જમણા કાંડા પર નાડાછડીનો દોરો મંત્રોચ્ચાર કરતા બંધાવી દીધો. હાર્દિકના જમણા હાથની હથેળીમાં કળશનું પાણી ભરી દીધું.

"તમારા દીકરાનું નામ બોલી જાવ."

"આર્ય."

પ્રવિણે પૂછવાની સાથે હાર્દિકે પોતાના દીકારાનું નામ બોલી નાખ્યું. પ્રવિણે આર્યના નામનો સંકલ્પ હાર્દિક પાસેથી કરાવીને તેના નામથી જન્મદિવસ પર પૂજાની શરૂઆત કરી. પિસ્તાલીસ મિનિટ ચાલેલી પૂજા નિર્વિઘ્ને પરિપૂર્ણ થઈ ગઈ હતી. હાર્દિકે પૂજા કરી લીધાં પછી પ્રવિણને દક્ષિણા આપી દીધી.

"પ્રવિણ મહારાજ, તમે ખૂબ સુંદર રીતે પૂજા કરાવી. ખરેખર મારું મન શાંત થઈ ગયું."

"અત્યાર સુધી આ પવિત્ર જગ્યાએ ઊભા રહેવા છતાં તમારું મન ક્યાં ભટકી રહ્યું હતું ?" પ્રવિણ પૂજાનો બધો સામાન થેલામાં ભેગો કરતા સવાલ કર્યો.

"મારા દીકરા આર્ય પાસે."

"તો તમારે તેને અહી લઈને આવું જોઈએ. જો તેના હાથે પૂજા થઈ હોય તો પૂજાનું ઉત્તમ ફળ તેને જલ્દી મળ્યું હોત."

"એ મારી સાથે નથી."

"તો કોના પાસે છે ?"

"તેની મમ્મી રીંકલ પાસે છે."

"તેની મમ્મીને પણ સાથે લેતુ અવાય."

"એ મારી સાથે મારાં ઘરમાં રહેતી નથી. વર્ષોથી મારાં દીકરાને લઈને તેનાં મમ્મી પપ્પાનાં ઘરે રહે છે."

હાર્દિક બોલ્યા પછી દુઃખી થઈ ગયો. પ્રવિણને કદાચ હાર્દિકના દુખતા ઘાવ પર હાથ મુક્યો હોય એનો પસ્તાવો થયો.

"આઈ એમ સોરિ જેન્ટલમેન. મારે તમારી અંગત વાત પૂછીને તમને દુઃખી કરવા જોઈએ નહિ."

"તમે અંતર્યામી થોડીને છો કે તમને મારા જીવન વિશે બધી જાણકારી હોય અને જાણી જોઈને તમે મારી તકલીફને સામે લાવી દીધી હોય. તમને તો એમ જ હશે કે હું મારી ફેમિલી વિના એકલો ફરવા નીકળી પડ્યો છું."

(ક્રમશઃ...)

✍️મયુરી દાદલ "મીરા"