kagal - 3 in Gujarati Love Stories by યાદવ પાર્થ books and stories PDF | કાગળ - ભાગ 3

Featured Books
  • My Secret Wife - 6

    शिवम: ठीक है डैड ।आरोही:जी अंकल।शिवम के डैड: हां ध्यान से कम...

  • काल कोठरी - 9

    काल कोठरी ----------(9)जिंदगी एक सड़क की तरा है... बस चलते जा...

  • वजन घटाने पर फैट कहाँ जाता है !

                                                           वजन घ...

  • Munjiya

    "अगर किसी की असमाप्त मुंडन संस्कार की आत्मा भटकती रहे, तो वह...

  • धोखेबाज़ औरत

    प्रस्तावनातेजपुर शहर की गलियों में जब कोई काजल का नाम लेता,...

Categories
Share

કાગળ - ભાગ 3

વિશાલ તળાવ પાસેના પથ્થર પરથી ઊભો થયો, અને ધર બાજુ ના માર્ગ પર ધ્યાન દોરે એ પહેલા તેની નઝર સામે થી આવતા માર્ગ પર ઉભેલી સુંદર કન્યા પર પડી, માથેથી કેડ સુધી લાંબા વાળ, સફેદ ચહેરો, સુડોળ શરીર, અને તેણે પહરેલાં સાદા કપડા માં પણ, મનના દરેક ખુણા પર લાગણીનો ધોધ વહાવી મૂકે એવી મનને મોહનારી કન્યા, વિશાળ નાં હ્રદય સ્પંદન વધારી રહી છે, સ્વાસ્ ની ગતી થોડી વધારે હતી, વાળ થોડા વિખરાયરલા હતા, અને તેના સુંદર સુંદર કોમળ હાથો વડે મુખ પર આવેલા કાળા રેશમી વાળ ને કાન પાછળ લઇ જતી હતી. ચેહરા પરના રેશમી વાળ ખસતા જ એ શાંત આખો ને જોઈ વિશાલ ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો. 

નવ્યા પણ પોતાના સ્વાસ્ ને ધીમે ધીમે સામાન્ય કરવાનો પ્રયત્ન કરી રહી છે, થોડી વારમાં પોતાની જાત સંભાળીને  આંખોમાં પ્રેમનાં મોતી પરોવીને વિશાલ સાથે નઝર મેળાવી, પોતાના ધીમા પડતા સ્વાસ્ સાથે ઝડપથી હ્રદય સ્પંદન વધવા લાગ્યા અને નવ્યા એક એક ડગલું  આગળ વધારવા માંડી, અત્યારે નવ્યાનાં મનમાં કોઈજ પ્રકારની વ્યાધિ નથી, બસ મનો-મન હર્ષ અને ઉલ્લાસ છે. વિશાલ અને નવ્યા જે અનુભવી રહ્યા હતા, એમના માટે આ લાગણી નવી હતી, કેમ એક્બીજાને અજાણતા હોવા છતા એટલી બધી લાગણીનાં ધોધ વહી રહ્યો હતો. 

બે ઘડી એક બીજાની તરફ તાકી રહ્યા, અને પછી બંને વચ્ચેનું અંતર ઓછું થવા લાગ્યું, નવ્યા તો પોતાના ધીમા પડતા ડગલાં ને પવન વેગે દોડી જવા કેહવા લાગ્યા, ઝડપથી દોડીને વિશાલ ને આલિંગન કરવાની આજ્ઞા કરતા મનને થોભાવી દીધું. અને એ ચિત્ નાં હરનાર ને બસ ત્યાજ એક મૂર્તિ બનીને જોઈ રહી, વિશાલ પણ નવ્યા સામે જઈ રહ્યો છે, નવ્યા પાસે પોહચીને પેહલી વાર શબ્દ ઉચાર્યો કોણ છે તું? મારા હ્રદય માં આજે કેમ શાંતિ અને આવેગ બંને નો અનુભવ થાઈ છે.

જેમ મારા શબ્દોને ઠેરાવ મળ્યો હોઈ, એમ આ આનંદ અને સુખદ અનુભવ મારા શિથિલ શરીર પરના રૂવે રૂવા પર ઉભરી આવ્યો છે. આ વિસ્તૃત જ્ઞાન, જંખના અને મદ થી અલગ કોઈ વિશેષ અનુભવ લાગે છે, વિશાળ પોતાના એક તરફી પ્રશ્નોને અસમંજસ સાથે થોભાવી ને હજુ એક પ્રશ્ન હળવા આવજે કહી દીધો, કોણ છે તું?

નવ્યા પાસે વિશાળનાં થોડા ઘણા પ્રશ્નાર્થ પર મૌન રૂપી જવાબ જ હતો, નવ્યાને અત્યારે માત્ર એક સૌમ્ય ચેહરા ઉપર ઉતરી આવેલી પ્રેમ રૂપી મીઠાશ નઝરે આવતી હતી, વિશાળ નાં બધા પ્રશ્નો ને એક બાજુ મુકીને, મનના બંધનને તોડી હળવેથી પોતાનો જમણો હાથ ઉંચો કરીને વિશાલ નાં હાથનો સ્પર્શ કરી લીધો. વિશાળ પણ પોતાનો હાથ પાછો ખેચી શક્યો નહીં. 
જે થોડો ઘણો શબ્દો નો અવાજ હતો એ, શાંતિ માં ફેરવાઇ ગયો, અને  શાંતિ ને ભંગ કરતો હ્રદય નાં સ્પંદન નો અવાજ, પ્રકૃતી નાં સંગીત સાથે તાલ બધ્ધ રીતે ધબકવા લાગ્યા. 

કોણ છે ? કેમ છે ? આવું કેમ ?  બધી વાતોને અટકાવી એક એક ક્ષણે એકબીજામાં શુન્ય થઈ રહ્યા હતા. જાણે ફક્ત આ એકજ ક્ષણ આખુય જીવન જીવવા માટે પુરતો હતો. સૂર્યાસ્ત ની વેલા થતી આવી છે, ને એકબીજા ની મિલન થી મન હજુ ભરાયું નથી, નવ્યા એ થોભેલો હાથ હજુ પણ એમજ છે. વિશાલનાં મનમાં નવી નવી કવિતા, શાયરી, અને વિચારો વેગ પકડવા લાગ્યા. 

વિશાલે પોતાની સ્થિર થયેલી આંખો ને એકવાર માટે બંધ કરી, જાણે આ સુંદર ચિત્ર એ જીવનના આલ્બમ આજીવન સાચવવા માંગતો હોઈ, પોતાની આંખો ખોલી અને વિશાળ બોલ્યો "તારી સાથેની ક્ષણો કઈક ખાસ લાગે છે.તારી મારી વચ્ચે કાઈક વાત લાગે છે".
અને બસ આમજ થોડી વાર શબ્દો અને થોડી વાર હ્રદય વાતો કરે છે. 

ધીમે ધીમે ઢળાતા સૂરજ ને, હવે અંધકાર ધેરી વળ્યો છે, અને બંને એક બીજાનો હાથ મુક્યાં વગર ગામ તરફ ચાલવા લાગે છે.

ક્રમશ:

કોપી રાઇટ્સ 

"CURSE WORLD"

                  
  By  parth yadav (એશ્તવ્)
  prajapatiparth861@gmail.com
  8530040624

  copy right  © content 2020
  all rights reserved