kagal - 4 in Gujarati Love Stories by યાદવ પાર્થ books and stories PDF | કાગળ - ભાગ 4

Featured Books
Categories
Share

કાગળ - ભાગ 4

અંધકાર નાં ગર્ત માં વિલુપ્ત થતા પ્રકાશ વચ્ચે પ્રેમ પથ પર બે નવી કુપળો ઉભરી આવી હતી, વિશાળ અને નવ્યા નાં મનના વિચારો માત્ર એક બીજા માટે જ વ્યાપક થઈ રહ્યા છે, અંતર નાં વ્યાપક આનંદ ને માણતા બંને ઘર તરફ જઈ રહ્યા હતા. રસ્તામા કોઈ બંને એક બીજાનો પરિચય પુછતા અને અંદર અંદર થી ધીમે ધીમે મલકતા. લગભગ પાંસોએક ડગલા આગળ વધાતા વિખૂટા પડવા નો વખત આવી ગયો હતો, સામેજ બે અલગ અલગ દિશા માં જતી બે કેડી હતી. જેમ જેમ કેડી પાસે આવતી જતી હતી એમ એમ હાથો ની પકડ મજબુત થતી જતી હતી. 

જાણે એક બીજા થી વિખૂટા પાડવાનું મનજ નથી થઈ રહ્યું, પણ અંતે એ મૉર્ગ પુરો થયો અને હવે નવા બે અલગ રસ્તા આવી ગયા હતા. ભારે મન સાથે વિશાલે પોતાના હાથની પકડ થોડી ઢીલી કરી, અને નવ્યા એ પણ જેમ પરવાનગી આપતી હોઈ એમ હાથ ઢીલો મૂક્યો, પણ મન હજુય એમજ કહી રહ્યું હતું કે થોડો સમય હજુય મળી જાય, અવાજ વિચારોમાં ઢીલા પડતા હાથની પકડ છૂટી ગઈ, અને પગલા પણ એક બીજાથી અલગ અલગ દિશા તરફ મંડાવા લાગ્યા. 

અલગ થતા થતા બંને એક બીજા તરફ જોઈ રહ્યા છે, અને બને એટલી વાર માટે હાથ પકડી રખાવનો પ્રયાસ કરી રહ્યા હતા, ભારે મન સાથે અલગ પડવાની વેળા પણ આવી ગઈ, વિખૂટા પડ્યા પછી પગમા કોઈ ભારણ હોય એમ પરાણે ચાલતા હતા, થોડા જ સમય માં બંને પોતાના ઘરે પાછા આવી ગયા. 

તેઓના સાથે નવી ઉમંગ, નવા સપના અને એક આશા હતી. જે હાથ થોડી વાર માટે પકડ્યો હતો એજ હાથ આજીવન પકડી રખાવની ઘેલાસા હતી. વિશાલ ઘરે પહોંચ્યો, વિશાલનું ઘરે ગામમાં ધનિક લોકો માના એક ઘરોમાં હતું, ઘરની આગળ નાનો એવો બગીચો હતો, તેમ એક જૂનું ગાઢ અને વ્રુક્ષ હતું, ઘરેને બનાવતી વખતે આ વ્રુક્ષ એક નાનો છોડ હતું જે અત્યારે મજબુત અને સુંદર વ્રુક્ષ માં રૂપાંતર પામ્યું હતું, આ માત્ર વ્રુક્ષ નહતું અને ઘરના તમામ સુખો અને દુખો જોયા હતા, એક હસતો ખીલતો પરિવાર અને એકલતામાં ઉછેરેલૂ આ મોતી પણ, વિશાલે
પોતાના હાથ, પગ સ્વચ્છ કરીને ઘરનો દરવાજો ઓળંગી ને અંદર પ્રવેશ્યો, ઘરે કોઈ વાટ જોવે એવું હતું નહિ, એકદમ શાંત ઘર, પોતાના કુમાળા હાથો વડે હોલની લાઈટ શરૂ કરી, બધી વસ્તુ એની જગ્યા પર વ્યવસ્થિત હતી, હોલમાં એકદમ સામે સફેદ દિવાર હતી જેમાં વિશાલનું પરિવાર હતું. 

વૃદ્ધ દાદા જે એક જુની અને એન્ટિક ખુરશી પર બેઠા છે, તેમની આંખો ઉપર ચશ્મા છે, વાળ હજુ પણ કાળા અને થોડા આછા છે , વિશાલ અને દાદા બંને નાં ચેહરા મેળ ખાય હતા, દાદી જે દાદાની જમણી બાજુ તરફ બેઠા છે, એમના એક હાથમાં લાકડી છે, જેમાં એકદમ બારિક નકાશી કરેલી હતી, અને બીજો હાથ વડે વિશાલનાં મમ્મી હાથ પકડેલો છે. પાછળ ની બાજુમાં પપ્પા મમ્મી હસ્તા ચેહરે ઉભા છે, બધાના ચેહરા પરથી એકદમ સુખી અને સમૃદ્ધ પરિવાર હોઈ એવું લાગી આવતું હતું. વિશાલના પપ્પા એ ડાબા હાથ વડે વિશાલને તેડેલો છે અને બીજો હાથ વિશાલ નાં મમ્મીનાં ખભા પર મૂક્યો છે, વિશાલ એકદમ ભોળો મૃદુ કોમળ સફેદ ચેહરા વાળો નાનો આવો બાળ હતો, વિશાલ થોડી વાર એ ચિત્ર જોઈ રહ્યો, પોતાના પરિવાર સાથે બનેલા બનાવની જાણ હતી નહિ, જ્યારથી તેને સમજણ આવી ત્યારથી પોતાને એકલા જ જીવન નિર્વાહ કરવું પડ્યું હતું. 

બીજી તરફ નવ્યા ઘરે પોહચીને પોતાની માંની સેવા કરવામાં લાગી જાય છે, જોડે જોડે ઘર માટે રસોઈ બનાવી અને નાના ભાઈને અભ્યાસમા  મદદ પણ કરતી જાય છે, આ બધા કામ છતા તેનુ ચિત્ વિશાલ માંજ ભમતું હતું.અને લખેલી કવિતા અને હ્રદય ભેદી જતા એ ગરમ હૂફ આપતા સબ્દો કર્ણ આજુ બાજુ ફરી રહ્યા છે, આ થોડા થોડા બદલાવ નવ્યાની માં જોઈ રહી હતી, ઘણા લાડથી ઉછેરેલી છોકરી નાં આંતર ની વાતો કહ્યા વગર જ જાણી લેતી, એટલે ઘરનુ બધું કામ કાજ પૂરી થતા, નવ્યાની માતા એ પાસે બોલાવી, પોતાની પથરીના શીર્ષ ભાગ પર બેસવા માટે કહ્યું, જેથી ધીમા આવજે બોલાતી નવ્યાની માતા નાં સ્પષ્ટ સબ્દો નવ્યા સાંભળે, એકદમ ધીમેથી સ્વાસ્ છોડી ને કહ્યું કે"નવ્યા હવે વખત આવી ગયો છે, તારે આ ગામ મૂકીને શેર માં જવાનું છે. 

નવ્યા કોઈ પ્રશ્નો કરે એ પેહલા એની માતા એ ચુપ રેહવા કહી દીધું, મનમાં એકસાથે આવેલા પ્રશ્નો નાં વેગને કેમ અટકાવવા, હું શું કરુ? કેમ માં આવું બોલી? વિશાલ? ગામ? ઘર? ભેરુ? અને માં તારું શું? બધા પ્રશ્નો અને જવાબ?? 



ક્રમશ:

To be continue....

કોપી રાઇટ્સ 



By
  parth yadav (-એશ્તવ્)
  prajapatiparth861@gmail.com
  http://ashatva.com

  copy right  © content 2020
  all rights reserved