apani andarna shatru in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | આપણા અંદરના શત્રુ

Featured Books
Categories
Share

આપણા અંદરના શત્રુ

આપણા અંદરના શત્રુ

અનાદિ કાળની વાત છે. માલવનગર નામના રાજ્યમાં ધાર્મિક, ન્યાયપ્રિય અને અત્યંત ગૌરવશાળી રાજા વિક્રમસિંહ રાજ કરતો હતો. રાજા પોતાની પ્રજા પર સ્નેહ રાખતો અને રોજ સવારથી સંધ્યા સુધી જન કલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહેતો. એક દિવસ રાજદરબારમાં કંઈક એવું ચર્ચાસ્પદ સંભળાયું કે રાજાની જિજ્ઞાસા જાગી ગઈ.

મહામંત્રીએ રાજાને જણાવ્યું: "મહારાજ! શહેરીજનોમાં એવી ગાથા પ્રસિદ્ધ છે કે આપણા રાજ્યમાં એક એવો માનવી છે કે જેના મુખ દર્શન કરવાથી આખો દિવસ ભૂખે પસાર થાય છે."

રાજા વિક્રમસિંહ આ વાત સાંભળી આશ્ચર્યચકિત થયા અને મનમાં વિચાર આવ્યો:
"શું આવું પણ શક્ય છે? અને જો છે, તો તેનું કારણ જાણવા જોઈએ."

રાજા તાત્કાલિક પોતાના પ્યાદાને આજ્ઞા આપી કે એ માણસને દરબારમાં હાજર કરવામાં આવે.

બીજે દિવસે સવારે એ માણસ લાવવામાં આવ્યો. નિરખતાં તેણે સાદું વસ્ત્ર ધારણ કર્યું હતું, આંખોમાં નિરાશા હતી, પણ ચહેરા પર વિનમ્રતા. નામ પૂછતાં તેણે કહ્યું: "મહારાજ, મારું નામ ચર્મદાસ છે."

રાજાએ કહ્યું: "ચર્મદાસ, આજે તું મારી સાથે રાજ્યના મહેલમાં જ રેહશે. હું તારા મુખદર્શનથી શરૂ કરું છું, પછી જોઉં કે સાચે હું ભોજન મેળવી શકું કે નહીં."

એ રીતે ચર્મદાસને રાજા સાથે રખાયો. બીજે દિવસે સવારે સૌપ્રથમ રાજા ચર્મદાસનો ચહેરો જોયો અને પછી પોતાની દૈનિક કામગીરીમાં તનમનથી જોડાઈ ગયા.

પરંતુએ દિવસ કંઈક અલગ જ હતો. રાજ્યના દંડવિભાગમાં અચાનક ગુના વધ્યા હતા, સરહદે શત્રુ ચઢી આવવાનો ભય હતો, અને પ્રજાની ફરિયાદોનો ઢગ આવ્યો હતો. રાજા એટલા વ્યસ્ત થયા કે આખો દિવસ ભૂલાવી ગયો… અંધારું પડી ગયું, પણ રાજા એક ગ્રાસ પણ ન ખાઈ શક્યા.

સાંજના સમયે રાજા પોતાના ઓરડા તરફ પાછા ફર્યા અને એમના મગજમાં એકજ વાક્ય ઘૂમવા લાગ્યું –
"જેમ કહેવાય છે, તે માણસ ખરેખર અભાગી છે! આજે હું તેમના મુખદર્શનથી શરૂ કર્યુ અને આખો દિવસ ભૂખ્યો રહ્યો!"

રોષે ભરાયેલા રાજા એ ક્ષણે જ ચર્મદાસને સાજા આપવાનો નિર્ણય કર્યો.

"આ માણસ તો આપણું અપશકુન છે!" – એમ કહી રાજાએ ફરમાન કર્યો કે “આ માણસને પળભર માં ફાંસી આપી દેવી.”

દરબારી અવાક. પણ રાજાની આજ્ઞા અવિચલ હોય.

ચર્મદાસને કડક રક્ષાની વચ્ચે ફાંસી મંચ તરફ લઈ જવાયું. આખી પ્રજા ચૂપચાપ જોઈ રહી હતી.

ફાંસી પહેલાં, રાજ્યની રિવાજ અનુસાર, ચર્મદાસને પુછવામાં આવ્યું કે:
"તારી છેલ્લી ઇચ્છા શું છે?"

ચર્મદાસ શાંતિથી હસ્યો અને કહ્યું:
"મહારાજ, જો તફાવત એટલો છે કે આજે તમે મારું મુખ જોઈને ભૂખ્યા રહયા છો, તો હું તો તમારું ચહેરું જોઈને આજે મૃત્યુ પામી રહ્યો છું!"

આ શબ્દો સાંભળતા જ સઘળું દરબાર મૌન થઈ ગયું.

રાજાના રદય પર ચોટ વાગી. એ મૌન ક્ષણમાં તેમને કોઈ સંતની વિવેકભરી વાણી યાદ આવી:

दोषं यदा परेष्वहं द्रष्टुं प्रवृत्तवान्।
न कश्चिदपि दोषी आसीत् सर्वत्र सुजनः स्थितः॥
स्वहृदयं निरीक्ष्याहं यदा दोषान्वितोऽभवम्।
मत्तः पापतरं नैव किंचन जगति विद्यते॥

જ્યારે મેં દુનિયામાં ખામી શોધવા પ્રયાસ કર્યો, ત્યારે મને બધું યોગ્ય જ લાગ્યું.
પણ જ્યારે મેં પોતાના હૃદયમાં નિરિક્ષણ કર્યું, ત્યારે સમજાયું કે હું પોતે જ સૌથી વધારે પાપી છું.

 

રાજાની આંખો ભીની થઈ ગઈ. તેમને સમજાયું કે તેણે ગુસ્સામાં આવીને મોટું અન્યાય કર્યું છે.

રાજાએ તરત જ ચર્મદાસને મુક્ત કરવાની આજ્ઞા આપી અને દર્શકોએ એકજ અવાજે ધ્વનિ કરી – “રાજા વિક્રમસિંહ દીર્ઘાયુષી રહો!”

રાજાએ પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી અને બધાને સંદેશ આપ્યો:

"અસલ બુરાઈ બહાર નહીં, અંદર વસે છે. જ્યારે આપણે દિલથી જાતમેઝ કરીશું, ત્યારે જ સત્યજ્ઞાન પ્રાપ્ત થશે."