આ વાર્તા દરેક છોકરાની વેદના છે. જે દરેક નોકરી કરતા માણસને હોય છે. દરેક નુ પોતાનું અલગ અલગ દુઃખ છે. પણ આ એક દુઃખ બધાંને હોય છે. તો આ વાત બધાં માટે લખું છું પણ આનો કોઈના જોડે કોઈ સંબંધ નથી જો સંબંધ લાગે તો એ માત્ર સંયોગ હસે.
જેણે સૂર્યની કિરણો ઝાડના પાંદડામાંથી નીકળતી જોઈ છે .એણે સોનાનો સૂરજ ઉગ્યો છે એવું કીધું હસે . મને એટલા માટે એ દિવસ સોનાનો દિવસ લાગ્યો ! કેમ કે એ રવિવાર હતો. જોકે મને એકલાને નઈ આમ તો બધાને રવિવાર તો સોનાનો જ દિવસ લાગે. કેમ સોનાનો લાગે છે એની વાત પછી કરીશું .
ઘણી વખત એવો વિચાર આવે છે કે જેણે ભી રવિવારે રજા રાખવાનું વિચાર્યું છે એ વિરલાનાં પગ ધોઈ ને પીવા જોઈએ .
શાળામાં હતા ત્યારે શનિવાર સાંજે 4 વાગે જ નક્કી કરી લેતા કે કાલે પેલાં તો શાંતિથી ઉઠિશું . બાકી બધી મસ્તી માટે આખો દીવસ પડ્યો છે . પણ ઉંઘ બઉ જરૂરી છે. એટલે તો શનિવારની રાત રવિવારના દીવસ કરતાં પણ વધારે આનંદદાયી હોય . પણ ગણિત નાં સાહેબ ને ખોટું લાગી જાય કે યાર બાળકો ખુશ કેમ છે અને આ લોકો કાલે રવિવાર એ આખો દીવસ મસ્તી કરશે ? એટલે 4 વાગ્યા પછી સાહેબ આવે ને લેસન આપે અને દુઃખ પાછું આવી જાય.
પણ જીવનનું એટલું બધુ ટેન્શન આપડે ક્યાં લીધું જ છે.
કેમ કે રવિવાર આખો દિવસ પડ્યો છે . તો થશે લેસન થવું હશે તો નઈ તો બે દંડી ખાઈ લેશું એમાં શું. ખાલી મારસે મારી તો નહી નાખે.
જેમ જેમ મોટા થયા એમ એમ રવિવાર ની કિંમત વધી ગઈ. હદ થી વધારે વધી ગઈ. કેમ કે માત્ર એક દિવસ મળે આરામ માટે . ગામમાં જવા માટે , ગામ ને પોતાની અંદર જોડાવા માટે
એટલે આમ તો અલગ નથી પણ ઓફિસ એ મનનું ગુંદર ગામ પર થી વખોડી લીધું છે. હવે ગામમાં ઓછા ને નોકરી ની જગ્યા એ વધારે રહીએ છીએ.
તો માત્ર એક દિવસ આપ્યો છે ઓફિસ એ ! બધા મિત્રો ને આરામ થી મળવા માટે , બાળપણની યાદો તાજી કરવા માટે અને સૌથી વધારે તમારાં ગામમાં શું શું બદલાયું છે એ જોવા માટે. એ બદલ ઓફિકનો આભાર માનીએ છીએ. જો એક જ દિવસમાં આટલું બધું કરવાનું હોય તો !
તો તમે જો કહો કે રવિવારની શું કિંમત હશે ?
મને વિશ્વાસ છે કે કોઈને જોડે આનો જવાબ નહી હોય. અને હોવો ભી ના જોઈએ. કેમ કે જે સવાલો ના જવાબ મળી જાય એની કિંમત ઓછી થઈ જાય. કોઈ અમીર માંથી અમીર વ્યક્તિ પણ આ રજાના આનંદની કિંમત ના આપી શકે .
હું તો પરણેલો નથી એટલે સંબંધ સાચવવા કે સાસરીમાં જવું એવા કોઈ ભારે અને ખતરનાક કામ મારે તો હોઈ નહિ. તો અરી ફરીને એક જ કામ મિત્રો અને મોબાઈલ.
એવાં માં જો કોઈ એમ કહે કે ભાઈ આજે મેચ છે ! આયે ? અને ક્રિકેટ પ્રેમી જો આ મોકો જવાદે તો એ ક્રિકેટનો પ્રેમી ના કેવાય.
આંખોને તો બધું જ ગમે પણ જ્યાં મન ચોંટેને એ જ કામની વસ્તુ.
તરત જ હા. On the spot. આમ તો શનિવાર સાંજે નોકરી થી છૂટયા પછી જ વાત તો થઇ ગઈ હતી પણ આજે તો નક્કી જ હતું કે 3 વાગે આવી જવાનું એટલે સવારનું મન નાચતું હતું.
અને જો મન ને ખબર પડે કે આજે મેચ રમવાની છે તો મનમાં ને મનમાં ઘણી બધી સિક્સો વાગી જાય , દરેક બોલર ધોવાઈ જાય , AB devilliers ની આત્મા શરીરમાં આવી જાય. અલગ અલગ સ્ટાઇલમાં સિકસો વાગે.
અને જો બોલિંગ કરવા આવો તો સ્ટીક જ ભાગી જાય. જો સ્ટીક ભાગે નઈ તો બોલ્ડ મારું એટલે છેક દુર જઈને પડે.
આમાં જો કોઈ થોડું રમેલું હોય અને વગર કામની અવડચંડાઈ નાં કરતો હોય એ થોડું લિમિટમાં ફેકે કે સ્ટીક તો ના ભાગુ પણ બધાં બોલ ખાલી કાઢું અડવા જ નાં દઉં બેટ ને દડો.
આલુચાલું બોલર થોડી છું. આતો બોલિંગ કરવાની મૂકી દીધી . બાકી તો નંબર 1 બોલર હતો અને જો થોડી પ્રેક્ટિસ કરું તો ફરી નંબર 1 થઈ જાઉ .