Sex Education: Pornography?? in Gujarati Women Focused by yeash shah books and stories PDF | સેક્સ એડ્યુકેશન: અશ્લીલતા??

Featured Books
Categories
Share

સેક્સ એડ્યુકેશન: અશ્લીલતા??

           પ્રિય વાંચકો ... આ લેખ નું શીર્ષક વાંચી ને તમે અહીંયા આવ્યા હશો.. અને કેટલીક અપેક્ષાઓ હશે કે હું ધર્મ , સંસ્કૃતિ,સભ્યતા અને ગરિમા ના હવાલા હેઠળ અશ્લીલતા પર એક વેધક પ્રહાર કરીશ અને સેક્સ એડ્યુકેશન ની જોરદાર હિમાયત કરીશ. પણ ના... અહીંયા એવું કાંઈ જ નથી... આ લેખ સેક્સ એડ્યુકેશન અને અશ્લીલતા બન્ને ની સ્વતંત્ર ચર્ચા છે. બન્ને નું સ્વતંત્ર વિશ્લેષણ છે. અને નિર્ણય હું વાંચકો પર છોડી દઈશ. આજના સમય માં જ નહી પહેલા ના સમય થી જ સેક્સ એક સંકોચ નો વિષય રહ્યો છે. લગાતાર વધતા વ્યુસ અને વાંચકો ના ફોલો કરવા છતાંય આવા લેખો પર કમેન્ટ ની માત્રા નહિવત હોય છે.  લોકો વાંચે છે.. સમજે છે.. પણ પોતાનો અભિપ્રાય આપતા ડરે છે. જો કે કેટલાક વાંચકો એ આ પ્રકાર નું સંકોચ યુક્ત વલણ છોડી ને ખુલ્લા મને કમેન્ટ કરેલ છે અને એમાં નર અને નારી બન્ને છે. આ વાત ની મને સંતુષ્ટિ છે. સેક્સ એડ્યુકેશન ના લેખો પ્રત્યે શરમ અને સંકોચ વગર ચર્ચા કરવી અને પ્રોત્સાહન આપવું બન્ને સામાજિક જરૂરિયાત છે. 

               આવો હવે આપણા વિષય પર આવીએ...

અશ્લીલતા: એક સામાન્ય વ્યાખ્યા મુજબ અશ્લીલતા એટલે કોઈ પણ વ્યક્તિ ની જાતિ, ગરિમા ,જાતિયતા અને શીલ વિશે નીચ કક્ષા ના વિચાર ,ભાવ અથવા કર્મ ને પ્રોત્સાહન આપવું. જેમાં અભદ્ર શબ્દો અને ચેષ્ટાઓ દ્વારા અનિચ્છનીય અથવા અસભ્ય આચરણ કરવા માં આવે છે. હમણાંના સોશિયલ મિડિયાના આંકડાઓ મુજબ ઉત્તરો ઉત્તર અશ્લીલતા અને અભદ્રતા દર્શાવતા કન્ટેન્ટ માં વૃદ્ધિ થઈ છે. મનોરંજનના માધ્યમોએ તેમાં વિશેષ યોગદાન આપ્યું છે. હાસ્યરસ અને શૃંગારરસ પ્રધાન કાર્યક્રમો માં પણ અશ્લીલતાને પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સામેલ કરવામાં આવે છે. આ પ્રકાર ના કન્ટેન્ટ માં જાતિ અને કામવૃતિ નું મૂળ શોષણ છે. જલ્દી પૈસા કમાવવા માટે અશ્લીલતા નો ઉપયોગ થાય છે.. અશ્લીલતા અને વિકૃતિ નો લાવા એક સાથે જોડાયેલ છે.... અને આ વૃતિ સાહજિક કામ આવેગ નું પણ શોષણ કરે છે.. જ્યારે તમે અશ્લીલ ગાળ બોલો છો.. અથવા પોર્ન ફિલ્મ જુઓ છો.. ત્યારે આવેગ ની સાથે સાથે એક પ્રકાર ની હિન ભાવના અને ક્રોધ પણ આવે જ છે. અને આ પ્રકારની આદત જલ્દી લાગી જાય છે. ભાવનાઓ ના અલગ અલગ પ્રકાર જોતા જે ખુશી  અને શાંતિ આપનારા ભાવ છે એ ઘણા ઓછા છે. અશ્લીલતા ના ભાવનો  અંતરમાં વાસ લાગણીઓ ,વિચારો અને દિનચર્યા માં સહજતા નો અંત કરે છે.

સેક્સ એડ્યુકેશન: સેક્સ એડ્યુકેશન એટલે વૈજ્ઞાનિક રીતે પોતાના તેમ જ વિજાતીય વ્યક્તિ ના શરીર ,મન , કામ વૃત્તિઓ ને સમજવાનું વિજ્ઞાન અને પ્રેમ તેમ જ ઈચ્છાઓ ની સહજતા ના સ્વીકાર ને સમજાવતું શિક્ષણ. હિન અને ઉચ્ચ ભાવના થી મુક્ત .. પોતાની જાત અને પ્રકૃતિ ના સંબંધોને યથારૂપે સમજવા માટે આ વિજ્ઞાન સહાયક છે. આ વિષય સેક્સ અને તેના વિષયક તમામ ખોટી ધારણાઓ અને ભ્રમ થી મુક્ત કરે છે. આ અશ્લીલતા નથી.. સેક્સ એડ્યુકેશન એ અશ્લીલતા અને વિકૃતિ થી મુક્ત થવાનો યોગ્ય માર્ગ છે. જો તમે કામ વિષયક ચિંતાઓ અને હિન ભાવના તેમ જ લઘુતાગ્રંથિ થી પીડાતા હોવ તો તમારે વૈજ્ઞાનિક રીતે સેક્સ ના ડોક્ટર પાસેથી યોગ્ય માહિતી મેળવવી જોઈએ.

સદાય યાદ રાખવા જેવા સૂત્રો:

(૧) સેક્સ એડ્યુકેશન અશ્લીલતા નહી પરંતુ અશ્લીલતા અને વિકૃતિઓ થી મુક્ત થવાનો માર્ગ છે. અશ્લીલતા મનોરંજન નહી પરંતુ મન નું શોષણ છે.

(૨) દરેક ને શરીર,મન ,જાતિયતા અને શીલ ની સુરક્ષા નો અધિકાર છે.. એટલે જ સેક્સ એડ્યુકેશન નો પણ અધિકાર છે ..