માણસને જ્યારે ધણુ બધુ કહેવુ હોય ત્યારે શબ્દો નથી મળતા અને માણસને ક્યારેક સાઉ મૌન રહેવુ હોય ત્યારે અંદરથી શબ્દોનો જ્વાળામુખી ફાટુ ફાટુ થઈ રહ્યો હોય છે. બસ, આવા જ સમયે જ લાગણીઓ રમત રમી જતી હોય છે.આ રમત કેટલી ખતરનાક સાબિત થઈ છે એ માણસને રમત પૂરી થયા પછી જ સમજાય છે.ધીમે ધીમે આરાધના પણ આ લાગણીઓ ની જાળમાં ફસાતી જઈ રહી હતી, જેની જાણ એને ખુદને પણ ન હતી.
એને બીજે છેડે હતો અનંત જે આરાધનાની જેમ અંદર એક આખુ લાગણીઓનુ તોફાન લઈને પણ કાંઠે બેઠેલા પણ શાંત ચિત સાથે આ તોફાન ને પોતાની અંદર વશમાં કરી બેઠો હતો.
કદાચ, આ જ તફાવત હશે સ્ત્રી અને પુરુષ ના સ્વભાવ અને સંધષૅ ની વચ્ચે.સ્ત્રી તેની લાગણીઓ ને છૂપાવી નથી શકતી અને પુરુષ તેની લાગણીઓ ને બતાવી કે એક્સપ્રેસ કરી નથી શકતો.
આમ,સવાર સવારમાં શૂન્યમનસ્ક અને તેનો કરમાયેલો ચહેરો જોઈ અનંતે આરાધનાને પુછ્યુ ,
આજ ધડીયાળે તને સાચો સમય બતાવાની ના પાડી દીધી લાગે છે કેમ?
આજ સવાર સવારમાં તને ચા મળી નથી કે ઉગી નથી આવુ કેમ પુછી રહ્યો છે?આરાધનાકએ કહ્યું
અરે, તારો ચહેરો કોઈ પણ જોવે તેને ખબર પડી જાય કે તારા ચહેરા પર બાર વાગેલા છે અને તું કોઈ મુંઝવણમાં છો.આજ ઘરમાં કોઈ સાથે ઝધડો થયો છે કે શું?
અરે, હા તને ઝધડતા જ ક્યાં આવડે છે કાં?આરાધના તારા મગજ ને જરા કષ્ટ આપીને ચલાવ અને યાદ કરીને મને કહે તો કે છેલ્લે તારે ઝધડો કોની સાથે થયો હતો અને એમાં તારી જીત થઈ હોય?અનંતે કહ્યુ
આરાધના યાદ કરવાની કોશીશ પણ કરે છે પણ યાદ આવતુ નથી.
એ પાગલ, શું કાંઈ યાદ આવે છે ?નહીં ને
મને યાદ છે અને ખબર પણ છે, ઝધડો કરવો એ તારો સ્વભાવમાં જ નથી. અને ક્યારેક કોઈ વાતમાં મનદુઃખ થાય તો તુ જ બધી વાતમાં જતું કરી, બધુ પાછુ શાંતિમાં કન્વર્ટ કરી દે છે.પણ તું ચિંતા ન કર હવે તને ઝધડો કરતા આવડી જ જાશે.અનંતે કહ્યું.
અને ઈ કેવી રીતે કહેવાય તો મને જરાક?
અરે, હવે તું લગ્ન કરવાની છો ને અનંત હસી પડ્યો.આ સાંભળી આરાધના પણ હસી પડી.
આરાધનાને હસતી જોઈ અનંત મનોમન વિચારે છે.
મનમાં કદી કોઈ માટે પણ છળકપટ ન રાખનારી,આટલા સાફ મનથી જીવતા લોકોને જ આ દુનિયા વધુ હેરાન પરેશાન કરે છે.મને આરાધનાની સતત ચિંતા થયા કરશે જ કે,અમનનો ઉછેર અને તેની અત્યારની હરકતો પરથી જ તેના પરિવારનો અંદાજ લગાવી શકાય કે તેના પરિવારમાં આરાધના જેવી શાંત,નિર્મળ છોકરીને આવા લોકો સાથે લગ્ન પછી સેટ થવુ અઘરું જ પડવાનુ છે.
આ આરાધનાને ય અમન સિવાય બીજો કોઈ છોકરો નહી મળ્યો હોય લગ્ન કરવા માટે.એ ય એવ જે આરાધનાને સમજવાની 1%ય જહેમત લેતો નથી.શું ગમ્યુ હશે આરાધનાને આ ટપોરી છાપ અમનમાં.મારે ક્યાં અમન સાથે જીવન પસાર કરવાનુ છે એ તો આરાધનાની પસંદ છે પણ મારે જો પસંદગી કરવાની આવે છે તો હુ કદી અમન જેવા છોકરાને પસંદન કરુ જેનો સ્વભાવ જ બીજા ઉપર રોફ જમાવવો , ઉદ્ધતાઈ,જુગાર રમવો, નશો કરવો હોય અને છાકટા બનીને ફરવુ?હું ડાયરેક્ટ તો આરાધનાને ક્યારેય પૂછી નહીં શકુ કે તેને અમનના આવા કારનામા ખબર છે કે નહીં
હા,પણ આરાધનાને અમન ગમે છે બન્ને એ એકબીજાને પસંદ કર્યા છે તો હવે લગ્નજીવન પણ સુખશાંતિ પૂર્વક ચલાવે જ એવી આશા રાખી.
આરાધનાને હસાવવી ,જ્યાં સુધી આરાધના લગ્ન કરીને તેને સાસરે જતી ન રહે ત્યાં સુધી આરાધનાને ખુશ રાખવી, એ જ અનંતના પ્રયત્નો હતા.
કેવુ હશે આરાધનાનુ આગળનુ જીવન અમન સાથેના, સાસરિયામાં આરાધનાનો સ્વિકાર થશે કે સંઘર્ષ.અનંતના કાનમાં તો સંધર્ષના બ્યુગલો વાગી ચુક્યા છે. પણ અત્યારે તેની દોસ્ત આરાધના માટે અમન તેનો પ્રેમ છે, તો પ્રેમના પથ પર ફૂલ અને કાંટા ક્યાં કોને ભાગે આવે છે તે જાણવા માટે વાંચતા રહો શ્યામ રંગ....લગ્ન ભંગ.....29