Love you yaar - 91 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 91

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 91

લવની કાર મીઠા મઘમઘતા મોગરાથી મહેંકી ઉઠી હતી...એક બાજુ સવારનો આછો સોનેરી પ્રકાશ લવના ચહેરાને વધારે ચમકીલો બનાવી રહ્યો હતો અને બીજી બાજુ થોડો ડર અને થોડી શરમને કારણે જૂહી થોડી સંકોચાઈ રહી હતી...

જ્યાં સુધી લવનો પરિચય નહોતો થયો ત્યાં સુધી તો તે લવ સામે બિંદાસ રીતે પેશ થઈ હતી પરંતુ હવે જ્યારે લવની ઓળખાણ થઈ ગઈ છે ત્યારે તેની સાથે શું બોલવું અને શું ન બોલવું એ કશ્મકશમાં તે જાણે ગુમસુમ ચૂપચાપ.. પોતાના હાથમાં બ્રાઉન કલરનું લેધરનું પર્સ લઈને હોસ્ટેલના ગેટ પાસે આવીને લવની રાહ જોતી ઉભી રહી ગઈ હતી...

થોડીવારમાં જૂહીને લેવા માટે લવ હોસ્ટેલના ગેટ પાસે આવી ગયો અને જૂહીની પાસે જઈને લવે પોતાની કાર રોકી અને સાઈડ સીટનો દરવાજો ખોલ્યો એટલે જૂહી કારમાં બેસી ગઈ.બંને બિલકુલ ચૂપ હતાં જૂહી મનમાં વિચારી રહી હતી કે, મારે કંઈ જ બોલવું નથી કંઈ આડુંઅવળું બોલાઈ જશે તો..!! અને લવ પણ તેની સાથે વાત કરવાનું જાણે ટાળી જ રહ્યો હતો..

બંનેની આ સવારી અત્યારે તો મૂંગી મૂંગી ચાલી રહી હતી પરંતુ મૂંગી ક્યાં સુધી ચાલશે...??અને બંનેમાંથી પહેલા બોલવાની શરૂઆત કોણ કરશે..?તો ચાલો આપણે પણ જૂહી અને લવની આ લવભરી સફરમાં જોડાઈ જઈએ...હવે આગળ....

લવ અને જૂહી બંને વચ્ચેનું મૌન અકબંધ હતું. કાર પોતાની સ્પીડમાં ચાલી રહી હતી જેટલી સ્પીડમાં કાર ચાલી રહી હતી તેટલી જ સ્પીડમાં લવ અને જૂહી બંનેના મનમાં વિચારો પણ ચાલી રહ્યાં હતાં. લવ વિચારી રહ્યો હતો કે, આટલું બધું બોલનારી છોકરી કેમ આમ અચાનક બિલકુલ ચૂપ થઈ ગઈ છે કંઈ ખબર નથી પડતી..?? જાણે તેની જીભ ઉપર કોઈએ તાળું લગાવી દીધું હોય તેમ..!!

અને તે જ સમયે જૂહી પણ પોતાના મનમાં એવું વિચારી રહી હતી કે, જો ને તે દિવસે એરપોર્ટ ઉપર તો કેટલું બધું બોલતો હતો અને કેટલો બધો ગુસ્સો કરતો હતો જાણે ગુસ્સામાં ને ગુસ્સામાં કોઈને મારી બેસે તેટલો ગુસ્સો..!! અને અત્યારે બિલકુલ ચૂપ છે.. બિલકુલ ડાહ્યો ડમરો થઈ ગયો છે જાણે બહુ શરીફજાદો હોય તેમ..!!

અને બંનેના મનમાં ચાલી રહેલા આ વિચારોને કારણે બંનેએ એક જ સમયે અચાનક એકબીજાની સામે જોયું અને બંને એકબીજાને એક સરખો જ પ્રશ્ન પૂછી બેઠાં કે, "તમે કંઈ કહ્યું?"

અને બંનેએ નકારમાં માથું ધુણાવીને "ના" પાડી.

અને જૂહીએ તો પોતાનું મોં શુધ્ધા એ બાજુથી ફેરવી લીધું અને તે બારીની બહાર જોવા લાગી અને પોતાનું ધ્યાન જાણે બીજી કોઈ વાત ઉપર કેન્દ્રિત હોય તેવો ડોળ તે કરવા લાગી...

લવ પોતાની કાર ડ્રાઈવ કરવામાં બીઝી થઈ ગયો અને પોતાનું ધ્યાન બીજી તરફ કેન્દ્રિત કરવાના ઈરાદાથી તેણે કારનું ટેપ ચાલુ કર્યું અને તેમાં ઈંગ્લીશ સોંગ વગાડવાનું શરૂ કર્યું...

જૂહીને ઈંગ્લીશ સોંગ બિલકુલ ગમતાં નહોતાં એટલું જ નહીં તેને ઈંગ્લીશ સોંગ પ્રત્યે નફરત હતી અને એ અવાજ જાણે તેના માથામાં વાગતો હોય તેવું તેને ફીલ થતું હતું...

પરંતુ થોડીવાર સુધી તે ચૂપ જ રહી પછીથી તેણે પોતાના પર્સની છેલ્લી ચેઈન ખોલી અને તેમાંથી થોડું રૂ કાઢ્યું અને લવને દેખાય તે રીતે તેણે રૂ હાથમાં લઈને તેની ગોળ ગોળ નાની નાની ગોળી બનાવી અને તે પોતાના કાનમાં નાંખવા લાગી અને લવની સામે જોઈને તેણે પોતાનું મોં પણ મચકોડ્યું પરંતુ જૂહીની આ હરકતથી લવને તો જાણે કોઈ જ ફરક પડતો ન હોય તેમ તેણે પોતાનું કોઈ રિએક્શન ન બતાવ્યું અને તે પોતાની મસ્તીમાં સોન્ગની સાથે સાથે મનમાં ને મનમાં સોન્ગની પંક્તિઓ ગણગણવા લાગ્યો અને સાથે સાથે પોતાનું માથું પણ ધુણાવતો હતો અને પોતાના મૂડમાં કાર ચલાવી રહ્યો હતો..

કારે પણ હવે બરાબર સ્પીડ પકડી લીધી હતી. થોડીવાર સુધી બસ આમજ ચાલ્યું પણ પછી જૂહીથી રહેવાયું નહીં એટલે તેને લાગ્યું કે હવે તો મારે બોલવું જ પડશે નહીં તો અત્યારે સવાર સવારમાં જ મારું માથું દુખતું થઈ જશે એટલે તેણે લવની સામે જોયું અને તે બોલી કે, "સર, ઈફ યુ ડોન્ટ માઈન્ડ, તમે આ ટેપ બંધ કરી શકો છો અથવા તો કોઈ હિન્દી સોંગ વગાડશો તો ચાલશે નહીં તો આ ઈંગ્લીશ સોંગથી તો મારું માથું પાકી જશે."

લવ બિલકુલ ખેલદિલીપૂર્વક બોલ્યો કે, "હા હા સ્યોર, વ્હાય નોટ? તમે એક કામ કરો તમને જે હિન્દી સોંગ ગમે તે તમે લગાવી શકો છો આઈ હેવ નો પ્રોબ્લેમ, લો આ મારો મોબાઈલ તેમાંથી ઈંગ્લીશ ને બદલે હિન્દી સોંગ કરી દો."

જૂહીએ મનોમન રાહત અનુભવી અને તેણે લવનો મોબાઈલ પોતાના હાથમાં લીધો અને તેમાંથી તે સોંગ સિલેક્ટ કરવા લાગી અને પોતાને ગમતું એક સોંગ તેણે થોડા ધીમા અને મીઠા અવાજે લગાવી દીધું અને પછી તે લવને પૂછવા લાગી કે, "આ સોંગ ચાલશે ને સર તમને?"

લવે એકદમ હસીને કહ્યું કે, "મને કોઈપણ ચાલશે, હું તમારા જેવો ગુજરાતી જ છું એટલે મને તો હિન્દી સોંગ પણ સાંભળવા ગમે જ છે."

જૂહીને લવનો સ્વભાવ હવે નોર્મલ લાગી રહ્યો હતો તેણે હસીને લવને કહ્યું કે, "મને એમ કે તમે ઈંગ્લીશ મીડીયામાં ભણેલા હશો અને લંડનમાં રહીને ભણીગણીને મોટા થયા છો એટલે તમને હીન્દી અને ગુજરાતી બરાબર નહીં આવડતું હોય..."

જૂહીની વાત સાંભળીને લવ ખડખડાટ હસી પડ્યો અને મનમાં વિચારવા લાગ્યો કે, એ તો તમારી ચૂપકીદી તોડવા માટે જ મેં ઈંગ્લીશ સોંગ લગાવ્યું હતું અને તેણે ફરીથી જૂહીની સામે જોયું એટલે ફરીથી જૂહીએ તેને તરત જ પૂછ્યું કે, "તમે મને કંઈ કહ્યું?""નહીં તો.. તમને એવું લાગ્યું?""હં..""મારી સાથે પણ હમણાં એવું જ બન્યું હતું."અને બંને એકબીજાની સામે જોઇને ખુશી મહેસૂસ કરતાં હોય તેમ હસી પડ્યા...પછીથી લવે પૂછ્યું કે, "એવું થવાનું કારણ શું?""ખબર નહીં.."

અને હવે જૂહીની અકળામણ જાણે બિલકુલ દૂર થઈ ગઈ હતી અને તે લવ સાથે હસીને વાત કરવા લાગી હતી...

પોતાની ભાષાની જાણકારી બતાવતાં લવ બોલ્યો કે, "બાય ધ વે તમને ખબર ન હોય તો હું એક વાત કહું કે, અમે ગુજરાતી છીએ અને મને શુધ્ધ ગુજરાતી બોલતાં પણ આવડે છે અને લખતાં પણ આવડે છે. હા, એ વાત સાચી છે કે મને ગુજરાતી લખતાં થોડી વાર લાગે અને મને હિન્દી પણ લખતાં બોલતાં બંને આવડે છે અને એ બધું જ મને મારી ડિયર મોમને કારણે આવડે છે કારણ કે તે એજ્યુકેશનની બાબતમાં ખૂબજ સ્ટ્રીક્ટ છે અને મારા ઘડતરમાં તેણે જરાપણ ખામી રાખી નથી તેવું હું માનું છું અત્યારે હું જે કંઈપણ છું તે મારી મોમને કારણે જ છું. મારી મોમ ભણવાની બાબતમાં જરાપણ કોમ્પ્રોમાઈઝ કરતી નહીં તે મને જેટલું તૈયાર કરવાનું કહે તેટલું મારે કરીને જ સૂઈ જવું પડે નહીં તો મને ઉંઘવા પણ ન મળે અને સાથે સાથે તે પણ ન ઉંઘે. તેનાં કારણે હું હંમેશા મારા ક્લાસમાં ફર્સ્ટ જ આવ્યો છું.""ઑહ, ગુડ""તમે કંઈ ન બોલ્યા તમારા પેરેન્ટસ માટે..""મારે મોમ પણ નથી અને ડેડ પણ નથી..

~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    24/6/25