Love you yaar - 90 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 90

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 90

અને જેટલો ગુસ્સો લવના પેલા શબ્દો ઉપર હતો એટલો બધો જ ગુસ્સો જૂહીએ ફોન ઉપર કાઢ્યો અને ફોન બેડની નીચે પછાડીને મૂકી દીધો અને બબડતાં બબડતાં સૂઈ જવાનો તે નિરર્થક પ્રયત્ન કરતી રહી...અને મનમાં બોલી, મને શું ખબર.."મને ન ખ્યાલ હોય ને કે એને વિડીયો કોલ ચાલતો હશે... અને વચ્ચે મારો ફોન ઉપાડી ન લેવાય અને પાછો મને ખખડાવે છે..હં.‌.સ્ટુપીડ.." હવે સવારે વહેલા ઉઠવાનું છે તેમ વિચારતી વિચારતી તે સૂઈ ગઈ...દરરોજ કરતાં આજે સવારે તે થોડી વહેલી જ 6.30 વાગ્યે ઉઠી ગઈ અને ફટાફટ જલ્દી જલ્દી તૈયાર થઈને લવસરને ફોન કરી દઉં એટલે આપણો કંઈ ફોલ્ટ ન નીકળે તેમ વિચારવા લાગી....જૂહીએ પોતાના હેર વોશ કર્યા અને ભીનાં વાળ સાથે જ તે વોશરૂમાંથી બહાર આવી અને વાળ ખંખેરતાં ખંખેરતાં તે પોતાના વોર્ડ્રોબ સામે ઊભી રહી ગઈ હતી કે, શું પહેરું? થોડીવાર સુધી બસ એમ જ ઊભી રહી અને એક પછી એક એક કરીને બે ત્રણ ટીશર્ટ અને બે ત્રણ પેન્ટ તેણે બહાર કાઢ્યા અને આજે જાણે તેનાં દિલોદિમાગે વિચારવાનું બંધ કરી દીધું હતું... તેના આ અજાણ્યા દિલોદિમાગના ખળભળાટથી તેની રૂમ પાર્ટનર છવી જાગી ગઈ અને તેને આમ એક પછી એક કપડાં વોર્ડ્રોબમાંથી બહાર કાઢતાં જોઈને છવીએ તેને પૂછી પણ લીધું કે, "કેમ શું કરે છે આ બધું.. અને અત્યારે આટલી વહેલી સવારે તું ક્યાંય બહાર જઈ રહી છે કે શું?""હા, યાર" જૂહી જરા અકળાઈને જ બોલી."કોઈ સ્પેશિયલ વ્યક્તિ સાથે બહાર જઈ રહી છે કે શું?""હા યાર, એવું જ કંઈક સમજ ને?""બોય ફ્રેન્ડ..?""ના ભાઈ ના, તને ખબર છે ને કે આપણે ક્યાં બોયફ્રેન્ડ છે અને આપણે એવા બધા લફરામાં પડવા પણ માંગતા નથી" જૂહી હજી પઝલમાં જ હતી કે શું પહેરવું...??"તો પછી કંઈપણ પહેરી લે ને યાર આટલું બધું શું વિચારે છે?""અરે યાર આ કમલેવસર છે ને એમનાં પૌત્રની સાથે જવાનું છે જે એન આર આઈ છે એટલે જરા વ્યવસ્થિત થઈને જવું ને?"અચ્છા તો એવું છે તો એક કામ કર ને આ બ્લેક સ્લિવલેસ પહેરી લે અને નીચે આ જીન્સની કેપ્રી અને શુઝ એટલે તું ટીપટોપ તૈયાર...""ઓકે, હાંશ સારું થયું તે એડ્વાઈસ કર્યું નહિ તો હું હજી કન્ફ્યુઝનમાં જ હોત."અને બ્લેક સ્લિવલેસ ટીશર્ટ, જીન્સની કેપ્રી અને પગમાં પૂમાના લાઈટ ગ્રે કલરના શુઝ અને લાંબા, ગાઢા લહેરાતાં કાળા વાળમાં  જૂહી કોઈની પણ નજર લાગી જાય તેટલી સુંદર લાગી રહી હતી તે મીરર સામે ઉભી રહીને પોતાના સ્ટ્રેઈટ વાળને જરા સરખાં ગોઠવી રહી હતી અને તુરંત જ તેની રૂમ પાર્ટનર છવીએ તેને ટોકી કે, "ઓહો, મેડમ તમે તો હિરોઈનને પણ ટક્કર મારો તેવા લાગી રહ્યા છો.. પેલા એન આર આઈના દિલની ઘંટડી તો આજે જ વાગી જવાની છે.. !! ""જા જા હવે.." એ તો બહુ ઝઘડાળુ છે. છોડ ને એની વાત.." જૂહી છવીની વાતને ઉડાડી દેવા માંગતી હતી પણ છવીના હાથમાં આજે ટોપિક આવી ગયો હતો તો તે છોડવા માંગતી નહોતી."તો શું કામ જાય છે એની સાથે..?""અરે યાર આ કમલેશસરને કારણે..." જૂહી ફરીથી અકળાઈને બોલી."તો એમાં બનીઠનીને ક્યાં જવાની જરૂર છે..?""કેમ તું નિલની સાથે જવાનું હોય ત્યારે સજીધજીને નથી જતી??""હા યાર, પણ એક ક્યાં મારી સામે જ જુએ છે?""કદાચ એટલે જ નથી જોતો...છવીને વચ્ચે જ અટકાવીને જૂહી બોલી.." યુ મીન... એને હું તૈયાર થઈને જવું તે નહીં ગમતું હોય એમ જ ને..?""યુ આર એબ્સોલ્યુટલી રાઈટ માય ડિયર."જૂહી મીરર સામે ઉભી હતી અને છવી જૂહીને પાછળથી તેને વળગી પડી અને બોલી, "થેન્ક્સ માય ડિયર ફોર યોર બ્યુટીફુલ ટીપ્સ.."અને જૂહીએ આગળ ફરીને છવીના બંને હાથ પોતાના હાથમાં લઈ લીધાં અને તેને ગોળ ગોળ ફેરવતાં ફેરવતાં બોલવા લાગી કે, "વેલકમ માય ડિયર.. એક વાત કહું, કેટલાંક છોકરાઓને તમે બહુ વધારે પડતા તૈયાર થઈને જાવ અથવા તો ઓવર મેકઅપ કરીને જાવ તો તમારી સામે જોવું પણ નથી ગમતું હોતું..""આઈ રીમેમ્બર એક વખત તેણે વાતવાતમાં એવું કહ્યું હતું.. પણ તને આવી બધી ખબર ક્યાંથી પડે છે?"જૂહીના સેલફોનમાં મેસેજ આવી રહ્યા હતા અને તે વાઈબ્રેટ થઈ રહ્યો હતો એટલે જૂહીએ છવીના હાથ છોડ્યા અને તે બોલી, "એ બધું હું તને પછી કહીશ અત્યારે મને ભાગવા દે લવસર હમણાં બહાર ગેટ પાસે આવીને ઉભા રહી જશે..."અને જૂહી પોતાના હાથમાં બ્રાઉન કલરનું લેધરનું પર્સ લઈને હોસ્ટેલના ગેટ પાસે જઈને લવની રાહ જોતી ઉભી રહી ગઈ...થોડીવારમાં જૂહીને લેવા માટે લવ હોસ્ટેલના ગેટ પાસે આવી ગયો અને જૂહીની પાસે જઈને લવે પોતાની કાર રોકી અને આગળનો ગેટ ખોલ્યો એટલે જૂહી કારમાં બેસી ગઈ.બંને બિલકુલ ચૂપ હતાં જૂહી મનમાં વિચારી રહી હતી કે, મારે કંઈ જ બોલવું નથી કંઈ આડુંઅવળું બોલાઈ જાય તો..!! અને લવ પણ જૂહી સાથે વાત કરવાનું ટાળી રહ્યો હતો અને મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે, "આપણે આની સાથે કોઈ મગજમારી કરવી નથી.. કારણ કે એક વાક્યના દશ જવાબ આપે છે અને ફાઈટીંગ કરવામાં તો એક્સપર્ટ છે.. આને તો અખાડામાં જ મૂકી આવવી જોઈએ ત્યાં જ આ તો શોભે..." અને આવા હોટ હોટ વિચારો સાથે તેણે તીખી તમતમતી નજરે જૂહીની સામે જોયું...જૂહી પણ તેની તીખી નજરથી જાણે દાજી ગઈ હોય તેમ તેણે પણ શંકાસ્પદ નજરે લવની સામે જોયું અને તેને પૂછી જ લીધું કે, "તમે મને કંઈ કહ્યું..."લવે પોતાનું માથું નકારમાં ધુણાવ્યું અને મનમાં જ બબડ્યો કે, "ભોગ લાગ્યા છે મારા..કે હું તારું નામ લઉં.."જૂહીના લબ્ઝ હોઠ ઉપર અટકેલા હતાં... કેટ કેટલુંય એને તો બોલવું હતું પણ કમલેશસરની શરમ તેને અડતી હતી અને માટે જ તે ચૂપ હતી...બંનેની આ સવારી અત્યારે તો મૂંગી મૂંગી ચાલી રહી હતી પરંતુ મૂંગી ક્યાં સુધી ચાલશે...?? અને આ ટ્રીપ બંને માટે મજેદાર અને યાદગાર બનશે કે નહિ તે તો સમય જ બતાવશે...તો ચાલો આપણે પણ જૂહી અને લવની આ લવભરી સફરમાં જોડાઈ જઈએ...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ    15/6/25