Neelakrishna - Part 19 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 19

Featured Books
  • Do you Love Me - 1

    Episode 1: The First QuestionThe college campus was full of...

  • Beyond His Memory

    Once upon a time, in a small village, lived a young woman na...

  • Parents

    The Two LampsIn a small village near an ancient temple, ther...

  • Lakshmi Amma - 2

    Sumit had gradually accepted the strange comfort of being ca...

  • Specialz - 3

    S- Such a b- big amount!W- Why would master g- give me?This...

Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 19

( આગળનાં ભાગમાં આપણે જોયું કે બાબા આર્દ નિલક્રિષ્નાના જન્મ વિશેની સત્ય હકીકત એનાં મુખેથી જણાવી રહ્યા હતાં.તો આગળ અહીં બાબા આર્દના શબ્દોમાં જ હજુ એ જ અધુરી હકીકત જાણીએ.)

અતિગંભીર સ્થિતિ પ્રગટ થાય એ પહેલાં મળેલ તક એ ઝડપી લેવા માંગતી હતી.આમ,પણ એ જાણતી હતી કે, "આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય."

સમુદ્રકને પોતાના કબજામાં કરી હવે વૃજા ઉલટી બાજી રમી રહી હતી.સમુદ્રકને પોતાની દૈત્ય શકિતઓનો  મૂખોટો પહેરાવી દીધો હતો.આમ,સમુદ્ર દેવતાને સમુદ્રમાં કેદ કરી એ હવે એનામાં રાક્ષસી વૃતિ ભરવાનું ચાલુ કરી રહી હતી.વૃજા આગળ કોઈ વિનાશની તૈયારી કરે એ પહેલાં હેત્શિવાએ એને ત્યાંને ત્યાં જ મોતને ઘાટ ઉતારવાનુ નક્કી કરી દીધું.સમુદ્રક વૃજાનાં કબજામાં આવી જતા એ એનાં દ્વારા આખી પૃથ્વી પર પાણી ફેરવી નાખવાનુ સડયત્ર રચવા લાગી ગઈ હતી.પરંતુ હેત્શિવાએ નક્કી કરી લીધું હતું એ એમ કંઈ આ બાજી વૃજાને જીતવા દે એમ ન હતી.

   પૃથ્વીપર વધારે પડતો વિનાશ થતો જોઈ હવે હેત્શિવાનો ગુસ્સો સાતમે આસમાને ચડી ગયો હતો.હવે એનાં હાથમાંથી વૃજાનુ બચવું અશક્ય દેખાય રહ્યું હતું.

હેત્શિવાએ અતિ ક્રોધિત થતાં ફરી આહવાન આપ્યું કે,

   "વૃજા ! આ પાણીની લહેરો‌ તારા શરીરને નષ્ટ કરી નાખે, એ પહેલાં તું આ નાની બાળકીને છોડી દે...!" 

"જ્યાંથી તું આવી છે , ત્યાં જ ફરી વસી જા. હું આ બાળકીને છોડીશ નહીં." વૃજાએ સમુદ્રમાં ફરી જવા માટે હેત્શિવાને કહ્યું.

    વૃજાનાં આમ કહેવાથી હેત્શિવાના ગુસ્સાનો આવેગ વધુ વધારે ફફડવા લાગ્યો હતો.થોડી એ પાછળ પગે ચાલી અને અંગોથી પાણીનો વેગ વધારતી આગળ વધીને એણે કહ્યું કે,

   "આ પાણીની લહેરો‌થી તારી પાંખો ઘસાવા લાગી છે.અને જો એ હજુ વધારે ઉછળશે, તો તને નષ્ટ કર્યા વગર નહીં અટકે...! થંભી જા રાક્ષસી,નહીંતો તારા પ્રાણ પુરવા કોઈ નહીં આવે."

   આટલું કહેવા છતાં પણ અભિમાની વૃંજા હેત્શિવાની વાત માનવા તૈયાર જ ન હતી.એતો એનાં તરફ આગળ વધી હજું વધારે યુધ્ધને લલકાર આપી રહી હતી.વધારે પવન ફુકીને મોટા મોટા ઝાડ જડમૂળથી ઉખાડીને હેત્શિવા પર એ ફેંકવા લાગી.આમ કરી એ પર્યાવરણને પણ જોખમમાં મૂકતાં અચકાતી ન હતી.આ એની ખરાબ દાનવી વૃત્તિ જોઈ હેત્શિવાનો ગુસ્સો પણ વધારે વધવા લાગ્યો હતો. એ હવે વૃજાને છોડે એમ ન હતી.

    હેત્શિવા પોતાના કેશ ખુલ્લા કરી એમાં એનાં તરફ  આવતા ઝાડને વીંટોળી ચૂરેચૂરા કરવા લાગી ગઈ.આમ વૃજાએ કરેલા વૃક્ષોનાં પ્રહારને પડકાર આપી એ વાળમાં વીટવા લાગી ગઈ.

    હેત્શિવાની તાકત એનાં કરતાં વધુ છે,એવું વૃજાને દેખાય રહ્યું હતું.છતાં પોતાના અભિમાનમાં ચૂર પોતાની હારને મળવાં એ આગળ વધી રહી હતી.અને આમ કરી વૃજા પોતાનું જ અનિષ્ટ કરી રહી હતી.વારંવાર પોતાના પ્રહાર વીફળ થવા છતાં,પોતાના મનમાં હેત્શિવાનું અનિષ્ટ કરવાની ચેષ્ટાને વધુ માન આપી અભિમાનમાં ઉડતી જ રહેતી હતી.

   આખરે પાણીનાં એક મોટા પ્રહારથી સમુદ્રી રાક્ષસી હેત્શિવાએ વૃજાની બન્ને પાંખો કાપી નાખી અને એને ધરાસય કરી દીધી.આમ‌ થતાં એનાં શરીરના અંગેઅંગ મોતનાં ભયથી ધૃજવા લાગી ગયા.હેત્શિવા હમણાં મને મારી નાખશે એવા ભયથી એ વિહવળ થઇ એનાં પગને પકડીને કહેવા લાગી કે,

" મને છોડી દો! મને છોડી દો! મારાં પ્રાણ ન લો હવે...!
આમ પણ પાંખો કાપી નાખી તમે મારી શક્તિ નબળી કરી નાખી છે. હવે ક્યાં પ્રાણ રહ્યા જ મારામાં, આ મરેલ ને ન મારો...!"

   આમ,એનાં વધારે કરગરી રહેવાથી હેત્શિવા
વૃજા સામું જોઈ એ એને છોડી દીધી.ફરી કોઈ દુષ્કર્મ ન કરવાનુ એને સુચન આપી એ નિલક્રિષ્નાને લઈને સોમનાથ મંદિરની અંદર પ્રવેશી ગઈ.

    હેત્શિવા રાક્ષસી મહાદેવની સાચી ભક્ત હતી.એનાં પર મહાદેવનો હાથ હંમેશા રહેતો.એક અઠવાડિયા સુધી યુધ્ધ કર્યા બાદ આખરે એણે નિલક્રિષ્નાને વૃજા પાસેથી સાત દિવસમાં છોડાવી લીધી.અને સોમનાથમાં આવી મહાદેવની આજ્ઞા સ્વીકારી નિલક્રિષ્નાને રેતમહેલમાં લઈ જવાં તૈયાર થઈ ગઈ.

આમ‌ તો હેત્શિવા એક રાક્ષસી હતી.પરંતુ એનો ઉદેશ્ય નિલક્રિષ્નાને ઉછેરીને એને જીવનનો સાચો માર્ગ બતાવવાનો હતો.જે કાર્ય માટે નિલક્રિષ્નાનો જન્મ થયો હતો,એ દિશા સુધી એને પહોંચાડવી એ જ હેત્શિવાના જીવનનું લક્ષ્ય હતું.

અચાનક સમુદ્રનો દરવાજો ખુલ્યો અને હેત્શિવા રાક્ષસી નિલક્રિષ્નાને એ દરવાજાની અંદર ઉંડે ભૂતળમાં લઇ ગઈ.અને એ બંને હજારો વર્ષો જુના શિવમન્યુએ બનાવેલાં રેતમહેલમાં પ્રવેશી ગયા.એ વાતને આજ વીસ વરસ જેવું થઇ ગયા.

 આટલા વર્ષોથી વૃજાએ બદલાની ભાવના સાથે જે રીતે નિલક્રિષ્નાની રાહ જોઈ એ વિરહાગ્નિથી એનાં અશુભ કર્મો શુભમાં પલટાઈ ગયાં હતાં.કોઈ પણ મનુષ્ય પ્રભુ સ્મરણ ભલે ક્રોધ,લોભ, કામથી કરે પરંતુ એનું કલ્યાણ અવશ્ય થય જાય છે.એજ રીતે નિલક્રિષ્નાનુ વારંવાર સ્મરણ કરવાથી વૃજાનાં પાપ ધોવાઇ ગયા હતાં,અને એને કપાયેલી પાંખો ફરી ઉત્પન્ન થઈ ગઈ હતી.આમ હેત્શિવા અને નિલક્રિષ્ના એ બંને વૃજા રાક્ષસીના હાથમાંથી નીકળી સમુદ્રની ઊંડાઈમાં ગુમ થઇ ગયા.ત્યારથી નિલક્રિષ્નાના જવાથી જે મળેલ હારનો ઘુંટડો એ કદાચ હજુ સુધી ગળે ઉતારી શકી ન હતી.તેથી વર્ષોથી એ નિલક્રિષ્ના અને હેત્શિવાને સમુદ્રની બધી દિશાઓમાં ગોતતી ફરતી હતી.પરંતુ વૃજા આ ધરાને પવનમહેલમાં લઈને કંઈ  બાજુ ગઈ એ હું જાણતો નથી."

આમ,બાબા આર્દ પોતે જાણેલી બધી હકિકત મને કહીં સંભળાવી હતી.હવે આગળ ધરાને મારે જ શોધવાની હતી.નિલક્રિષ્નાના જન્મનું રહસ્ય બાબા આર્દે કહ્યું એ પહેલાં આપણે જોયું હતું કે,રેતમહેલની રેતને નીહાળતી ધરા એમાં ઉંડે સુધી જતી હતી,ત્યાં એનાં મનમાં ખોટી દિશા પકડી લેવાનો ભાસ થતાં જ એ તરત જ એ ત્યાંથી પાછી વળી રહી હતી,ત્યાં અચાનક આકાશમાંથી ઉડતું એક તોતિંગ પક્ષી આવ્યું અને ધરાને એ સમુદ્રની ગહેરાઈમાંથી ઉંચે પવનમહેલમાં લઈને આવ્યું હતું.

    બાબા આર્દે કહ્યું એ પ્રમાણે વૃંજા રાક્ષસી પવન માર્ગે બેસીને નિલક્રિષ્નાનો વીસ વરસથી ઈન્તજાર કરી રહી હતી.એજ તક એ ઝડપવા માંગતી હતી કે,ક્યારે નિલક્રિષ્ના સમુદ્રથી બહાર આવી શ્વાસ ભરે અને એ એનાં શ્વાસમાં બેસી જાય. એ તોતિંગ પક્ષી ઘરાને કેમ પવનમહેલમાં ક્યાં લઈ ગયું,એ વીશે બાબા આર્દ આગળ કંઈ જણાવી શક્યા ન હતાં.

 હવે જે હકીકત બાબા પાસેથી મેં જાણી હતી એ પરથી હું આગળ વધી રહી હતી.મેં જોયું કે વૃજાની નજર સમુદ્રનાં તળીયે "નિલક્રિષ્ના, નિલક્રિષ્ના!" એવાં અવાજો આપતી ધરા પર આવીને પડી હતી.આ નામ એનાં મુખ પર સાંભળતાં જ એનાં ગુલામ બનેલા એક તોતિંગ પક્ષીને વૃજાએ આદેશ આપ્યો કે,

"સમુદ્રની ગહેરાઈમાં દેખાતી એ સ્ત્રી કોણ છે ? 
અને જો એ નિલક્રિષ્નાથી પરીચીત છે, તો એ આપણા કામની વસ્તુ છે.તું સમુદ્રમાં એ‌ની દિશા ભટકાવ અને મારી પાસે અહીં પવનમહેલમાં લઈને આવ...!"જા જલ્દી હું હવે એક ક્ષણ પણ વિલંબ કરી શકું એમ નથી...!"

વૃજાની આજ્ઞાના પાલનમાં વિલંબ કરનાર પક્ષીઓને એ ત્યાં ને ત્યાં ધરાસય કરી દેતી હતી.એટલે તેનાં આદેશ મુજબ પક્ષીઓ તરત જ એને બતાવેલાં કામે લાગી જતાં હતાં.એ તોતિંગ પક્ષીને આદેશ આપ્યાં પછી વૃજાને એ દિવસ યાદ આવ્યો જે દિવસે એણે સમુદ્રી રાક્ષસી હેત્શિવા સામે હાર માનવી પડી હતી.પોતાની પાસે ઉછેરાતી નિલક્રિષ્નાને જીતીને હેત્શિવા સમુદ્રમાં લઈને ક્યાં નિકળી ગઇ હતી.એ વાતનું રંજ એને આજ વીસ વરસ પછી પણ હતું.વૃજાએ વીસ વરસ પહેલાનો ભુતકાળ વાગોડયો તો એના સામે એની એ હારેલી બાજી સાફ સાફ નજરે દેખાઈ રહી હતી.વૃજા એ હારેલી બાજી જ ફરી જીતવા માટે પોતાનું સૈન્ય તૈયાર કરી રહી હતી.હેત્શિવા હારે યુધ્ધમાં હાર્યા પછી એને યાદ જ હતાં આ વીસ વરસ જે એણે નિલક્રિષ્ના વગર વીતાવ્યા હતાં. વૃજાએ તોતીંગ પક્ષીઓને મગરમચ્છની ચણ નાખીને એ રીતે સજ્જ કર્યા હતા કે, 

(ક્રમશઃ)

- હેતલ ઘેટીયા"કૃષ્ણપ્રિયા" ✍️