mahenat ni kamaani in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | મહેનતની કમાણી

Featured Books
Categories
Share

મહેનતની કમાણી

મહેનતની કમાણી

કાશીમાં એક કર્મકાંડી પંડિતનો આશ્રમ હતો, જેની સામે એક મોચી બેસતો હતો. તે જોડા સીવતો અને સીવતા સીવતા હંમેશાં કોઈ ને કોઈ ભજન ગાતો. આ મોચી ની સામે જ આશ્રમ માં પંડિત રહેતા. પરંતુ પંડિતજીનું ધ્યાન તેના ભજનો તરફ ક્યારેય ગયું ન હતું. એક વખત પંડિતજી બીમાર પડ્યા અને તેઓ પથારીવશ થઇ ગયા.

તે પથારી થી હાલી સકતા ન હતા. અને તેમને ભજન સાંભળ્યા સિવાય છુટકો ન હતો. તે સમયે તેમને મોચીનાં ભજનો સાંભળ્યા. તેમનું મન રોગથી હટીને ભજનો તરફ ખેંચાયું. ધીમે ધીમે તેમને અનુભવ થયો કે મોચીનાં ભજનો સાંભળતાં સાંભળતાં તેમનો દુઃખદાયી રોગ હળવો થઈ રહ્યો છે. તે ભજનો માંથી તેમને પ્રેરણા મળી. અને ધીરે ધીરે સાજા થતાં ગયા. હજુ સંપૂર્ણ સ્વસ્થ નહોતા થયા.

એક દિવસ તેમણે એક શિષ્યને મોકલીને મોચીને બોલાવ્યો અને કહ્યું, "ભાઈ, તું તો ખૂબ સુંદર ભજન ગાય છે. મારો રોગ મોટા મોટા વૈદ્યોની સારવારથી સાજો નહોતો થઈ રહ્યો, પરંતુ તારાં ભજનો સાંભળીને હું સાજો થવા લાગ્યો છું." પછી તેમણે મોચીને સો રૂપિયા આપતાં કહ્યું, "તું આમ જ ભજન ગાતો રહેજે."

સો રૂપિયા એટલે તેના જીવનની દસ વર્ષ ની કમાણી.

રૂપિયા મળતાં મોચી ખૂબ ખુશ થયો. પરંતુ રૂપિયા મળ્યા પછી તેનું મન કામથી ભટકવા લાગ્યું. જીવ તેનો સો રૂપિયામાં જ રહેવા લાગ્યો. તે ભજન ગાવાનું ભૂલી ગયો. દિવસ-રાત તે એ જ વિચારવા લાગ્યો કે આ રૂપિયા ક્યાં સાચવીને રાખવા. કામમાં બેદરકારીને કારણે તેના ગ્રાહકો પણ તેના પર ગુસ્સે થવા લાગ્યા. તેના બદલાયેલા સ્વભાવને કારણે ધીમે ધીમે તેનો ધંધો બંધ થવા લાગ્યો. બીજી તરફ, ભજનો બંધ થતાં પંડિતજીનું ધ્યાન ફરી રોગ તરફ જવા લાગ્યું. તેમની તબિયત ફરી બગડવા લાગી.

આ બાજુ મોચી ને પણ પોતાના બદલાયેલા સ્વભાવની ખબર પડતી ગઈ. હજુ ગઈ કાલે કોઈ નાના એવા કારણ સર પત્ની જોડે ઝગડો થઇ ગયો.

એક દિવસ અચાનક મોચી પંડિતજી પાસે આવ્યો અને બોલ્યો, "મહેરબાની કરીને તમે આપેલા રૂપિયા પાછા લઈ લો."

પંડિતજીએ પૂછ્યું, "શા માટે? શું કોઈએ તને કંઈ કહ્યું?"

મોચીએ જવાબ આપ્યો, "કહ્યું તો નથી, પરંતુ આ રૂપિયા મારી પાસે રાખીશ તો હું પણ તમારી જેમ પથારી વશ  થઈ જઈશ. આ રૂપિયાએ મારું જીવન દુઃખમય બનાવી દીધું. મારું ભજન ગાવાનું પણ બંધ થઈ ગયું. કામમાં મન નથી લાગતું, એટલે ધંધો પણ ઠપ થઈ ગયો. હવે હું સમજી ગયો કે મહેનતની કમાણીમાં જે સુખ છે, તે પરાયા ધનમાં નથી. જે પુરુષાર્થ અને પસીના વગર મળેલો પૈસો મનને ક્ષતિ ગ્રસ્ત બનાવી દે છે. તમારા આ રૂપિયાએ તો મારો પરમાત્મા સાથેનો સંબંધ પણ તોડી નાખ્યો."

પંડિતે સો રૂપિયા પાછા લઇ લીધા. મોચી ને પ્રેમ થી બેસાડ્યો. પોતાને ઘેર થી ભાગવત નું પુસ્તક લઇ તેને ભેટ રૂપે આપ્યું.

મોચી હવે ખુશ હતો. તે ભગવાનના વિચારો લઇ ઘેર ગયો.

श्रमः सदा जीवनस्य आधारः स्यात्,
नरस्य सौख्यं तेनैव संनादति।
न धनमात्रं सुखस्य मूलं भवति,
श्रमस्य फलं हृदये सदा रमति॥

यथा मोची गायति भक्तिभावेन,
शान्तिः तस्य गीतेन सर्वं वहति।
न स्वर्णं तस्य मनः संनादति,
किन्तु कर्मणा तस्य जीवः प्रसीदति॥

धनं परं यत् प्रापति नरः सदा,
तत् मनः संनादति न च स्थिरं भवति।
श्रमेण संनादति जीवनं सुसंनादति,
हृदये शान्तिः कर्मणा सदा वहति॥

यदा श्रमः त्यजति नरः धनलोभेन,
तदा सौख्यं नष्टं भवति तस्य जीवनम्।
परमात्मनः संनादति न च संनादति,
श्रमः सदा तस्य मार्गं प्रकाशति॥

तस्मात् कर्मणा जीवनं समृद्धं भवति,
न धनमात्रेण सौख्यं सदा वहति।
श्रमस्य महिमा सर्वं विश्वे संनादति,
तत् हृदये सदा सौख्यं समृद्धति॥

 



ગુજરાતી અર્થ

·  શ્રમઃ સદા જીવનસ્ય આધારઃ સ્યાત્

ગુજરાતી: મહેનત હંમેશાં જીવનનો આધાર છે.
અર્થ: મહેનત જીવનનું મૂળભૂત સ્તંભ છે, જે વિના જીવન અધૂરું છે.
·  નરસ્ય સૌખ્યં તેનૈવ સંનાદતિ

ગુજરાતી: મનુષ્યનું સુખ ફક્ત મહેનતથી જ ગુંજે છે.
અર્થ: સાચું સુખ મહેનતના પરિણામે જ મળે છે.
·  ન ધનમાત્રં સુખસ્ય મૂલં ભવતિ

ગુજરાતી: ધન એકલું સુખનું મૂળ નથી.
અર્થ: ધનથી સુખ મળી શકે, પરંતુ તે સુખનો સાચો સ્ત્રોત નથી.
·  શ્રમસ્ય ફલં હૃદયે સદા રમતિ

ગુજરાતી: મહેનતનું ફળ હૃદયમાં હંમેશાં રમે છે.
અર્થ: મહેનતનું પરિણામ હૃદયને શાંતિ અને આનંદ આપે છે.
·  યથા મોચી ગાયતિ ભક્તિભાવેન

ગુજરાતી: જેમ મોચી ભક્તિભાવથી ભજન ગાય છે.
અર્થ: મોચીની ભક્તિપૂર્ણ ગીતો જીવનમાં શાંતિ લાવે છે.
·  શાન્તિઃ તસ્ય ગીતેન સર્વં વહતિ

ગુજરાતી: તેના ગીતથી શાંતિ સર્વત્ર વહે છે.
અર્થ: તેના ભજનો શાંતિનો સંચાર કરે છે.
·  ન સ્વર્ણં તસ્ય મનઃ સંનાદતિ

ગુજરાતી: સોનું તેના મનને ગુંજાવતું નથી.
અર્થ: ધન તેના મનને સાચો આનંદ આપી શકતું નથી.
·  કિન્તુ કર્મણા તસ્ય જીવઃ પ્રસીદતિ

ગુજરાતી: પરંતુ કર્મથી તેનું જીવન પ્રસન્ન થાય છે.
અર્થ: મહેનતથી જ તેનું જીવન ખીલે છે.
·  ધનં પરં યત્ પ્રાપતિ નરઃ સદા

ગુજરાતી: પરાયું ધન જે મનુષ્યને મળે છે.
અર્થ: પરાયું ધન અસ્થાયી હોય છે.
·  તત્ મનઃ સંનાદતિ ન ચ સ્થિરં ભવતિ

ગુજરાતી: તે મનને ગુંજાવે છે, પરંતુ સ્થિર નથી.
અર્થ: પરાયું ધન મનને અસ્થિર કરે છે.
·  શ્રમેણ સંનાદતિ જીવનં સુસંનાદતિ