પ્રતીક્ષા નું મન વિહવળ બન્યું હતું. પોતાના મન માં ચાલી રહ્યા પ્રશ્નો નો જવાબ મેળવવા એ પોતાની જાત સાથે જ મથી રહી હતી ને કોઈ ને કહી શકતી પણ નોહતી .
તે ખૂબ જ વ્યાકુળ હતી એટલે હમેશ ની જેમ પોતાનું એક્ટિવા લઈ કોફી શોપ પર ગઈ. ત્યાં જઈ કોલ્ડ કૉફી નો ઓર્ડર આપ્યો. ને ત્યાં જ તેના whatsapp notification આકાશ નો મેસેજ જોઈ બધું ભૂલી ગઈ .
Sorry dear થોડો busy હતો તો reply ન આપી શક્યો . બોલો શું કરો છો ?
બસ કઈ જ નહી
તો સાંજે મળીએ ?
હા મને કઈ વાંધો નથી .
કેટલા વાગ્યે ?
7 વાગ્યે મારી મીટીંગ પતશે પછી ?
ઓકે done 👍
અત્યારે 4 વાગ્યા હતા ને હજુ 3 કલાક હતી. પણ સમય છે કે આગળ વધતો જ નોહતો. તેને ખબર હતી કે તેના જીવન માં કઈક બદલાવ થવા જઈ રહ્યો છે. તે પોતે બદલાઈ રહી છે. કારણ વગર જ હસવું આવી જવું જ્યારે તેને આકાશ ની યાદ આવતી કંઈક અલગ એહસાસ કંઈક અલગ બદલાવ કંઈક અલગ લાગણી ..
લાગણી ?
કેવી ?
એ જ તો ખબર નોતી .
આ વિચાર માં ને વિચારમાં 7 વાગી ગયા .પણ આકાશ નો કઈજ જવાબ નોહતો . તેણે આકાશના નંબર ડાયલ કર્યા . સામે થી ફોન કપાઈ ગયો .આકાશ નો મેસેજ હતો.
મને 8 વાગી જશે .
ઓકે .હું wait karu chhu .
8 30 થયા. આકાશનો મેસેજ 15 મિનિટ માં પહોંચ્યો dear.
આ 15 મિનિટ જાણે હવે 15 કલાક જેવા હતા પ્રતીક્ષા માટે.
આકાશ તેના હોંઠો પર સ્મિત કરતો કૉફી શોપ માં પ્રવેશ્યો. પ્રતીક્ષા તેને જોતી રહી. તેની smile , તેના ફોર્મલ કપડા , તેના shoes. તેને પણ સામે smile આપી .
Hmmm તો બોલો Miss પ્રતીક્ષા કેમ છો ? થી વાત ની શરૂઆત કરી .
બસ જલસા.
બોવ ગુસ્સો આવ્યો હશે ને . મારી wait કરવી પડી ને .
Hmm..
ચાલો શું પીસો ઓર્ડર આપીએ આ કૉફી શોપ પર એમનમ નહી બેસવા દે કઈ.
કઈ પણ ચાલશે કોલ્ડ કોફી માં .
આકાશ એ મેનુ પ્રતીક્ષાની સામે ધરી દીધું
Caramal કોલ્ડ કૉફી.
આકાશ એ એક caramal કોલ્ડ કોફી ને એક બ્લેક કોફી નો ઓર્ડર આપ્યો .
તમે આ બ્લેક કોફી પીસો.
હા . મને એનો કડવો સ્વાદ ભાવે છે .
મને તો કડવું કંઇ જ ન ભાવે .
ઓકે તો શું શું ભાવે તમને .
તું , કહી શકો છો મને .
આકાશે પ્રતીક્ષાની આંખો માં જોઈ ને કહ્યું કે તુ કહેવું થોડું વધુ પોતાનાપણું થઈ જસે ને એ તમને નહી ગમે તો .
પ્રતીક્ષા થોડી શરમાઈ ને બોલી કંઇ વાંધો નહી . તું જ કહેજો .
આકાશે બ્લેક કોફી પૂરી કરી ને પ્રતીક્ષા એ caramal કોલ્ડ cooffee.
દિવસો વિતતા ગયા અને એ કૉફી શોપ જાણે કે બંને ની મુલાકાત નું સ્થળ બની ગયું.
ફરી એકવાર એ જ કૉફી શોપ પર આકાશે કહેલા નિયત સમય પર આજ તે પહેલો પહોંચી ગયો જ્યારે પ્રતીક્ષા એ ગુસ્સામાં હતી કે દરેક વખતે આકાશ રાહ જોવડાવે છે તો આ વખતે તે પણ લેટ જ જસે. ભલે ને આકાશ રાહ જોવે આજે. તેની સ્ક્રીન પર મેસેજ હતો .
Darling wait પછી ક્યારેક કરાવી લે જે પ્લીઝ જલ્દી આવી જા ને .
આવું છું. રસ્તા માં છું . થોડી રાહ જોઈ લો .
આકાશ ના મન માં આજે કંઈક ચાલી રહ્યું હતું. તે આજે પ્રતીક્ષા ની પ્રતીક્ષા માં એટલો તો આતુર હતો કે તેણે મંગાવેલી કોફી પણ ઠંડી થઈ ગઈ .
પ્રતીક્ષા ને જોઈ ને એક jenun men ની માફક તે ઊભો થયો. તેની આંખો એ પ્રતીક્ષાની આંખો માં રહેલી ચમક ને જોઈ ને સીધું જ પૂછી લીધું
Will you merry me.
શું?
હા મને તું ગમે છે ને મારે તને મારી પત્ની બનાવવી છે.
પણ , પણ તમે મારા વિશે જાણો જ છો શું ?
મને તું ગમે છે , તારી નશાથી ભરેલી આ આંખો ગમે છે ,
તારા આ ધનુષ જેવા હોંઠ ગમે છે , મને તારી સાથે જે vibe આવે છે બસ મને એ ગમે છે.
તો હવે હું એ hug ની પ્રતીક્ષા માં છું . આપીશ ને ?
પણ એ પહેલા મારે તમને કઈ કહેવું છે .
હા બોલ .
હું ખૂબ જિદ્દી છું , મને ગુસ્સો બહુ જલ્દી આવી જાય છે ને ત્યારે હું ગમે તે બોલી દવ છું .સૌથી અગત્ય ની વાત ..જો હું નક્કી કરી લઇશ કે આપણો સંબંધ હવે પહેલા જેવો નથી .તમે બદલાઈ ગયા હોવ એવું મને લાગશે તો જો હું સબંધ માંથી બહાર નીકળવાનું નક્કી કરી લઇશ તો ફરી પછી નહીં ફરું,
હું છું ને , હું સાચવી લઈશ બધું.
શું હશે પ્રતીક્ષા નો જવાબ. આગળ ના ભાગ માં જોઈશું .