Ek Cup Coffee - 1 in Gujarati Love Stories by Piyush Gondaliya books and stories PDF | એક કપ કૉફી - 1

Featured Books
Categories
Share

એક કપ કૉફી - 1

પ્રતીક્ષા કૉફી શોપમાં આકાશની રાહ જોઈ બેઠી હતી એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. કેટલી રાહ જોવાની શું એ માણસને એટલી પણ સેન્સ નથી કે કોઈ છોકરી ને આટલી રાહ ન જોવડાવાઈ. સાંજ ના સાત વાગ્યા ની અલગ અલગ આ ત્રીજી કોફી શોપ છે અત્યારે રાત ના સાડા નવ વાગ્યા છે. તેણે પોતાનો ફોન કાઢ્યો આકાશને મેસેજ કર્યો કે હવે હું જાવ છું. બસ 5 મીનીટ માં જ આવ્યો. ગુસ્સો ન કર કોફી પી. મેસેજ વાંચી ફરી પ્રતીક્ષા આકાશની પ્રતીક્ષામાં. 5 મીનીટ નું કહી આકાશ દશ વાગ્યે કોફી શોપ પર પહોંચ્યો. તેને જોઈ પ્રતીક્ષા નો બધો ગુસ્સો જાણે ઓગળી ગયો. એના દિલ ની ધડકન વધી ગઈ. બોલ darling શું આટલો ગુસ્સો કરે છે કહી આકાશે પ્રતીક્ષાનો હાથ પોતાના હાથ માં લીધો. એની આંખોમાં જોઈ મીઠું સ્મિત કર્યું. ને એ સ્મિતમાં જ પ્રતીક્ષા ખોવાઈ જતી . આકાશના ગાલ પરના ખંજન જોઈ તેને એ વાત યાદ આવી જતી જ્યારે આકાશે પહેલી વાર પોતાનો ફોટો મોકલી ને કહ્યું હતું કે પ્રતીક્ષા એ તેને બરાબર જોયો નથી. આકાશ કોફી નો ઓર્ડર આપવા ગયો તે જાણતો હતો કે પ્રતીક્ષા કઈ કોફી પીવે છે. પોતાની પસંદ યાદ છે એ જાણી પ્રતીક્ષા ને પણ આનંદ થતો . થોડી વાતો થતી થોડી મસ્તી થતી કોફી ના ગ્લાસ બદલાતા ને આમ જ સમય ક્યાં પસાર થતો તેની ખબર પણ ન થતી. પ્રતીક્ષા ને ઘરે જવાનો સમય થતો. આકાશ તેને સ્કૂટર સુધી મૂકવા જતો. પ્રતીક્ષા આગળ વધતી તો આકાશે કહ્યું કઇ ભૂલી નથી ? ચહેરાના ભાવ બદલી ને કહ્યું ના કેમ? આકાશની આંખો ની મસ્તી ને હોંઠોનું સ્મિત જોઈ પ્રતીક્ષા સમજી ગઈ કે શું ભૂલે છે. શરમાતા અવાજે i love you કહી ઉભી રહી i love you too સાંભળી ત્યાં થી નીકળી. પ્રતીક્ષાની ખુશી તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી . ઘરે પહોંચી તેણે આકાશને મેસેજ કર્યો પણ no reply. આજે કરેલી વાતો ને વાગોળતી પ્રતિક્ષાએ કામ પતાવ્યા અને બેડ પર લંબાવ્યું . ફોન. ચેક કર્યો પણ હજુ આકાશે તેનો મેસેજ જોયો જ નહતો . આંખો બંધ કરી તે પોતાની અને આકાશની પહેલી મુલાકાત યાદ કરવા લાગી ...

આકાશ એક બિઝનેસમેન હતો અને પ્રતીક્ષા લેક્ચર . એક લાગણીઓ ને શબ્દોમાં ઉતારે અને એક એ લાગણીઓ ને પ્રેક્ટિકલ થવાનું શીખવે. એક ઉત્તર અને બીજો દક્ષિણ છતાં પણ એકબીજા ના મન મળી ગયા. દિલ જોડાઈ ગયા. પ્રતીક્ષા કોલ્ડ કૉફી પાછળ પાગલ. કોઈ ગમે ત્યારે કહે કોલ્ડ કોફી માટે એ ગમે ત્યારે તૈયાર. બસ એમાં જ એક વાર એક કોફી શોપ પર બંને મળ્યા. વાતો થઈ , ઓળખાણ વધી .એકબીજા ના નંબરની આપ લે થઈ . વાતો નો દોર શરૂ થયો. રોજ સવારે પ્રતીક્ષા gm નો મેસેજ 🌹 સાથે કરતી અને તેનો reply gm dear થી મળતો. આ તો જાણે હવે નિત્ય ક્રમ બની ગયો હતો. આકાશ હવે થોડુ થોડું ફ્લર્ટિંગ પણ કરી લેતો. પ્રતીક્ષા ને પણ તે ગમતું . પ્રતીક્ષા ના મેસેજ નો reply આકાશ કયારેક કોઈ કવિતા ની પંક્તિ થી ક્યારેક કોઈ ફિલ્મ ના ડાયલોગ થી તો ક્યારેક કોઈ ગીત ની કડી થી આપતો. આ બધું પ્રતીક્ષા ને એટલું તો ગમતું કે તે ઘણી વાર આકાશના વિચારો માં ખોવાઈ જતી. એક દિવસ વાત વાત માં આકાશે પ્રતીક્ષા ને hug કરવાની વાત કરી. પ્રતીક્ષા થોડી મુંઝાણી કે ખરેખર આકાશ કહેવા શું માંગે છે ?