રાતના ૧૧:૩૦ વાગી ગયા હતા અને રાધા ગામના અંદર પ્રવેશ કરી રહી હતી. ગામડામાં હજી પણ લાઈટ આવી ન હતી એટલે કે ત્યાં સ્ટ્રીટ લાઈટ નું નામો નિશાન ન હતું અને જ્યાં હતું ત્યાં બધું અંધારું જ હતું. એક બે લોકોએ તેના ઘરના બહાર જે લાઈટ લગાડી હતી તેનું જ થોડું અજવાળું હતું.
રાધાને વધારે કંઈ ફરક દેખાતો ન હતો પરંતુ ઘર હવે નવા દેખાઈ રહ્યા હતા અને પહેલા કરતા ગામ થોડું સારું દેખાઈ રહ્યું હતું. પરંતુ પહેલાની જેમ અત્યારે પણ 11:00 વાગે જ બધા સૂઈ જતા હોય છે. રસ્તામાં તેને તેની શાળા પણ દેખાય જેને જોઈને તેને તેના નાનપણના દિવસો યાદ આવી ગયા.
રાધા ફરતા ફરતા જ્યારે તેના ઘરમાં આવી ત્યારે તેને જોયું કે ઘરનું આંગણું સાફ હતું અને ઘણા સુકાઈ ગયેલા ઝાડો ને કાઢીને નયા ઝાડ લગાડવામાં આવ્યા હતા. આ બધું જોઈને રાધા ને નવાઈ લાગી કારણ કે દક્ષ એ તો કહ્યું હતું કે તેની માની હાલત બહુ ખરાબ છે અને તેને ઉઠવામાં પણ તકલીફ થાય છે.
જો તેની માની હાલત એટલી ખરાબ હોય તો પછી ઘરની આટલી સાફ-સફાઈ કોણે કરી?
ક્યાંક તુલસી તો ઘરે નહીં આવી હોય ને?
રાધા તુલસીને જોવા પણ માંગતી ન હતી.
એક વખત તો તેના મનમાં વિચાર આવ્યો કે તે ત્યાંથી પાછી ચાલી જાય પરંતુ તેને માને હાલ જ જોયા વિના તેને શાંતિ પડવાની ન હતી.
" બા તું અંદર છે?"
રાધાએ દરવાજામાં ટકોરો મારીને પૂછ્યું.
થોડીવાર સુધી અંદરથી કંઈ જવાબ ન આવ્યો અને તેનાથી રાધા ના હૃદયમાં એક ધ્રાસ્કો પડી ગયો પરંતુ ત્યાં જ તેના કોઈના ચાલવાનો અવાજ આવવા લાગ્યો.
આ ચાલવાનો અવાજ તો તેની બા નો તો ન હતો કારણ કે આ પગલાનો અવાજ ખૂબ ઝડપથી આવી રહ્યો હતો એવું લાગી રહ્યું હતું કે કોઈ જલ્દી જલ્દી થી દરવાજાના તરફ આવી રહ્યું છે. ઘરમાં કોણ આવ્યું હશે તેનો વિચાર રાધા કરી જ રહી હતી કે દરવાજો ખુલી ગયો.
" તમારું નામ જ રાધા છે?"
ઘરમાં એક પુરુષને જોઈને રાધા ને આશ્ચર્ય થયું. આપ
તેનો કોઈ સંબંધી તો દેખાતો ન હતો અને આ તો કોઈ આ ગામનો માણસ જ દેખાતો ન હતો તો પછી આ તેના ઘરમાં શું કરી રહ્યો છે?
બા ની ખરાબ હાલત જોઈને કોઈએ ઘર ઉપર કબજો તો નહીં કરી લીધો હોય ને?
" અરે તમે જવાબ તો આપો તમારું નામ જ રાધા છે?"
તે પુરુષ નો અવાજ સાંભળીને રાધા ને ધ્યાન આવ્યું અને તેણે તે પુરુષના તરફ જોઈને પૂછ્યું.
" એક મિનિટ આ મારું ઘર છે અને તું મારા ઘરના અંદર રહીને મને જ પૂછે છે કે મારું નામ રાધા છે કે નહીં? કોણ છે તું અને મારી બા ક્યાં છે? શું કર્યું છે તે મારી બાની સાથે?"
" એક મિનિટ એક મિનિટ તમે આટલા બધા ગુસ્સા કેમ છો? તમારી બહાને કંઈ નથી થયું અને હું પણ કોઈ ચોર કે કોઈ જગ્યા હડપનારો માણસ નથી."
રાધાએ તે પુરુષને ધક્કો દીધો અને જલ્દીથી ઘરના અંદર આવી ગઈ.
" બા બા તું ક્યાં છે?"
" રાધાજી તમારા બા તે રૂમમાં સૂતા છે."
રાધાએ તેના તરફ ગુસ્સાથી જોયું અને ભાગી ને તે રૂમના અંદર ચાલી ગઈ. તેને જોયું તો મનહરબેન આરામથી સૂતા હતા. તેમનો ચહેરો હવે પહેલા જેવો કાંતિવાન ન હતો અને કરચલીઓ એટલી વધી ગઈ હતી કે જાણે તેમની ઉંમર બમણી થઈ ગઈ હોય.
" ચિંતા ન કરો દવા પીને સૂતા છે એટલે સવારની પહેલા તો નથી ઉઠવાના. તમારે જે કંઈ પણ વાત કરવી હોય તે સવારે કરી શકો છો અત્યારે તમે તમારા રૂમમાં જઈને સૂઈ જાઓ."
રાધાએ તે પુરુષના તરફ જોયું અને એની પહેલા કે તે કંઈ સવાલ પૂછે, તે પુરુષે પોતાના માથામાં હાથ રાખીને કહ્યું.
" અરે માફ કરજો તમારા રૂમમાં તો હું રહું છું તમે એક કામ કરો, તમે અત્યારે બાજુનો રૂમમાં સુઈ જાઓ શું છે કે મારા રૂમમાં થોડી વસ્તુઓ પણ છે મારી એટલા માટે."
તે પુરુષ એ રાધા ના આજુબાજુ જોયું અને એક વખત દરવાજા ના તરફ જોઈને પૂછ્યું.
" તમે સામાન લઈને નથી આવ્યા? ચાલો કંઈ વાંધો નહીં સારું થયું સામાન ઉપાડીને આવવું પડે તમારા કપડાં તો અહીંયા હશે જ અને,,,"
" એક મિનિટ તું પહેલા મને એ બતાવ કે તું કોણ છે. ધ્યાનથી સાંભળ આ મારું ઘર છે અને હવે હું આવી ગઈ છું એટલે તને આ ઘર ઉપર કોઈ કબજો નથી કરવા દેવાની."
તે પુરુષને હસીને જવાબ આપ્યો.
" મેં તમને પહેલા જ કહી દીધું છે હું કોઈ કબજા કરવા વાળો માણસ નથી કે કોઈ ચોર નથી."
" મને એ સમજાઈ ગયું પણ તું એ બતાવું કે તું છે કોણ."
રાધાએ હેરાન થઈને પૂછ્યું. તેના જવાબમાં તે પુરુષ એ પોતાનો હાથ આગળ લંબાવ્યો અને કહ્યું.
" મારું નામ મદનમોહન છે અને હું એક એડવોકેટ છું. તમારા જે ટીચર છે હું તેમનો આસિસ્ટન્ટ છું. તેમણે જ મને તમારા પાસે વધારે સમય નથી અને કામ વધારે છે."
મદનમોહનને જોઈને રાધા થોડી હળવી થઈ કારણ કે હવે તેને ખબર પડી ગઈ કે આ તેની મદદ કરવા માટે જ આવ્યો છે છતાં પણ મનની શંકરને દુર કરવા માટે તેણે પૂછ્યું.
" પરંતુ મારા સર એ તો એવી કંઈ વાત કરી ન હતી કે તેમણે કોઈને અહીંયા મોકલ્યો પણ છે."
" કારણ કે તે તમને વધારે હેરાન કરવા માંગતા ન હતા અને તે તમારી મદદ પણ કરવા માંગતા હતા અને આમ પણ મારે જલ્દીથી કામ કરીને અહીંયાથી ચાલી જવાનું હતું પરંતુ કામ કરવામાં થોડો વિલંબ થઈ ગયો એટલે રોકાવું પડ્યું છે. અત્યારે તો વાત થઈ ગઈ છે સવારે તમે તેમની સાથે વાત કરી શકો છો તમારી પાસે નંબર હશે જ."
રાધાએ ઘડિયાળમાં જોયું હતું રાતના 12:00 વાગી ગયા હતા એટલે રાધા એ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું.
" ઠીક છે હું સવારે વાત કરી લઈશ."
એમ કહીને રાધા એ નજર તેની માંના તરફ જોયું અને તેના માથામાં હાથ ફેરવીને ત્યાંથી ચાલી ગઈ. તેના રૂમમાં તો મદનમોહન સૂઈ રહ્યો હતો એટલે તે તુલસીના રૂમમાં ચાલી ગઈ. રાધા ખૂબ જ થાકી ગઈ હતી પરંતુ ઘરમાં આવીને તેને એક અલગ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો.
તે જલ્દીથી તેની માની સાથે વાત કરવા માંગતી હતી પરંતુ અત્યારે તો તેની માં દવાઈ પીને સૂતી હતી એટલે ટે બસ સવારની રાહ જોઈ રહી હતી. પલંગમાં પડતા ની સાથે જ તેને નીંદર આવી ગઈ.
" રાધા તારી હિંમત કેવી રીતે થઈ કે તે મારા પતિ ઉપર નજર નાખી. હું તારી એવી હાલત કરી દઈશ કે તને અફસોસ થશે કે તે તારી બેન ના પતિને પોતાનો બનાવ્યો છે."
" રાધા, હું તારા વિના રહી શકું તેમ નથી. જો તે મારી સાથે લગ્ન ન કર્યા તો હું મારા જીવનું કંઈ કરી દઈશ અને પછી તને જ એ વાતનો અફસોસ થશે કે તારા લીધે એક માણસ અવગતે ગયો."
" હે ભગવાન કેવું જમાનો આવ્યો છે, એક બહેનો પર પણ હવે ભરોસો કરવો મુશ્કેલ થઈ ગયું છે. પોતાની સગી બહેનના પતિ ઉપર નજર નાખી અને તેના જ દીકરાને મારી નાખ્યો હે ભગવાન ઘોળ કલયુગ આવી ગયો છે. વિચારી તુલસી એના વરને ખાઈ ગઈ એના દીકરાને ખાઈ ગઈ હવે આને તો ફાંસીની સજા જ મળવી જોઈએ."
" છોટી મા મને બચાવો,,,"
રાધા એકદમ ઊઠીને બેસી ગઈ. જ્યારે તેણે પોતાના આજુબાજુ જોયું તો તે તેના ઘરમાં હતી, તેના રૂમમાં અને તેના જ પલંગમાં સૂતી હતી. સવાર થઈ ગઈ હતી અને હળવો તડકો બારીમાંથી તેના ઉપર પડી રહ્યો હતો.
" રાત્રે તો મેં બારી ખોલી જ ન હતી તો પછી બારી કોણે ખોલી? આ મદન મો
હનની એટલે હિંમત થઈ ગઈ, રાત્રે મારા રૂમમાં આવ્યો?"