parivaar in Gujarati Motivational Stories by Harshad Kanaiyalal Ashodiya books and stories PDF | પરિવાર

Featured Books
  • ओ मेरे हमसफर - 12

    (रिया अपनी बहन प्रिया को उसका प्रेम—कुणाल—देने के लिए त्याग...

  • Chetak: The King's Shadow - 1

    अरावली की पहाड़ियों पर वह सुबह कुछ अलग थी। हलकी गुलाबी धूप ध...

  • त्रिशा... - 8

    "अच्छा????" मैनें उसे देखकर मुस्कुराते हुए कहा। "हां तो अब ब...

  • Kurbaan Hua - Chapter 42

    खोई हुई संजना और लवली के खयालसंजना के अचानक गायब हो जाने से...

  • श्री गुरु नानक देव जी - 7

    इस यात्रा का पहला पड़ाव उन्होंने सैदपुर, जिसे अब ऐमनाबाद कहा...

Categories
Share

પરિવાર

પરિવાર

 

 "अयं निजः परो वेति गणना लघु चेतसाम् |

उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ||" 

જે કહે છે કે "આ મારું છે, આ પરાયું છે," એવા વિચારો નાના મનના લોકોના હોય છે, પરંતુ ઉદાર લોકો માટે તો આખી પૃથ્વી એક પરિવાર છે.

માણસના મન નો અભ્યાસ કરનાર એક એક Anthropologist માણસશાસ્ત્રીએ  એક આફ્રિકન જાતિના બાળકોને એક રમત રમવા કહ્યું.

તેણે એક ઝાડ મીઠા પાકી ગયેલા ફળોની એક પાસે ફળોની ટોપલી મૂકી અને બાળકોને કહ્યું કે, ‘જે કોઈ પહેલો ત્યાં પહોંચશે તે બધા જ મીઠા ફળોની ટોકરી  જીતશે.’

જ્યારે તેણે બધા બાળકોને  દોડવાનું કહ્યું, ત્યારે બધા બાળકો એકબીજાના હાથ પકડીને સાથે દોડ્યા, ફળોની ટોકરી એક સાથે પારિવારિક જીતી. પછી સાથે બેસીને બધા તે ફળોનો આનંદ માણ્યો.

જ્યારે તેમણે પૂછ્યું કે, ‘બાળકો તમારા માંથી કોઈ પણ બાળક એકલું દોડીને બધા ફળો જીતી શક્યું હોત અને તે ધારત તો બધાને ફળો વહેચી સકત. તેઓએ આવું કેમ કર્યુ?’

‘જો એક બાળક જીતીને બધાને વહેચત તો તેનામાં ગર્વ રહેત અને બધા ઉપર પોતાનો હક જતાવતો રહેત.’

ત્યાં બીજા બાળકે કહ્યું, ‘ઉબુન્ટુ - જ્યારે બીજા બધા દુઃખી હોય ત્યારે આપણામાંથી કોઈ એક કેવી રીતે ખુશ થઈ શકે?’

તેમની સંસ્કૃતિમાં "ઉબુન્ટુ" નો અર્થ થાય છે: "હું છું કારણ કે આપણે છીએ."

તે આદિજાતિ સમૃદ્ધિનું રહસ્ય જાણે છે જે પોતાને 'સંસ્કારી' માનતા સમાજોમાં ખોવાઈ ગયું છે!

આમ બાળકોએ ખુબ ખુશી સાથે બધા મીઠા ફળો આરોગ્યા.

संघे शक्तिः कलौ युगे


જ્યાં કોઈ સંગઠનાત્મક કાર્ય થઈ રહ્યું હોય, કોઈ એક ધ્યેયની પ્રાપ્તિ માટે લોકોનું સમૂહ કામ કરી રહ્યું હોય, ત્યાં સમૂહના તમામ વ્યક્તિઓમાં પરસ્પર એકજૂટતા અત્યંત આવશ્યક છે. વેદ ભગવાનના આ વચનો માનવજાત માટે જ્યાં સંદેશરૂપ છે, ત્યાં આશીર્વાદરૂપ પણ છે:समानो मन्त्रः समितिः

समानी समानं मनः सह चित्तमेषाम् ।


‘હે મનુષ્યો! તમારા સૌના વિચાર એકસમાન હો. પરસ્પર સંગતિ પણ એકસમાન હો. તમારા સૌના મન પણ એકસમાન હો. તમારું ચિત્ત એકબીજા સાથે હો.’
(ઋગ્વેદ: મંડલ 10, સૂક્ત 191, મંત્ર 3)

આ પરસ્પર એકજૂટતા ત્યારે જ શક્ય છે જ્યારે સૌનું લક્ષ્ય એક હોય, વિચારધારા એક જ દિશામાં હોય, અને પરસ્પર સહયોગ હોય. લાખો વર્ષ પૂર્વે ભગવાન રામજીની વાનર-સેના દ્વારા બનાવેલું સેતુબંધ આપણને આ જ સિદ્ધાંત તેની મૌન ભાષામાં આજે પણ કહી રહ્યું છે. પૂર્ણપુરુષ શ્રીરામચંદ્રજીના માર્ગદર્શનમાં, એક જ ભગવાનના નામનો આધાર લઈને, એક જ ઉદ્દેશ્ય અને એક જ સંકલ્પ સાથે સમગ્ર વાનર-સેના આ દૈવી કાર્યમાં જોડાઈ ગઈ, તો વિશાળ સમુદ્ર પર પુલ બની ગયો.

કોઈ પણ સંગઠનમાં જો બધા લોકો પરસ્પર સંગઠિત રહે, તો મોટામાં મોટું કાર્ય પણ તેમના દ્વારા સફળ થઈ શકે છે.

अल्पानामपि वस्तूनां संहतिः कार्यसाधिका ।

तृणैर्गुणत्वमापन्नैर्बध्यन्ते मत्तदन्तिनः ।।


‘નાની વસ્તુઓનું સમૂહ પણ કાર્ય સફળ કરનારું હોય છે, જેમ કે ઘાસની દોરીઓથી મત્ત હાથીઓને બાંધી શકાય છે.’
(હિતોપદેશ: 1.35)

વિશાળ સંગઠન તો ઠીક, નાના પરિવારોમાં પણ પરિવારજનોએ સંગઠિત રહેવાની જરૂર છે, નહીં તો બહારના અસામાજિક લોકો તેમની વચ્ચે ફૂટ પાડવાનો પ્રયાસ કરે છે.

મહાભારત (ઉદ્યોગ પર્વ: 64.14)માં મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને આ જ વાત સમજાવતાં કહે છે:
‘ભરતકુળના ભૂષણ ધૃતરાષ્ટ્ર! જેમ જળતાં લાકડાંને અલગ કરી દેવાથી તે બળતાં નથી, ફક્ત ધુમાડો આપે છે, પરંતુ પરસ્પર મળે તો પ્રજ્વલિત થઈ ઉઠે છે, તેમ કુટુંબીજનો આપસી ફૂટને કારણે અલગ રહે તો નબળા થઈ જાય છે, પરંતુ પરસ્પર સંગઠિત થાય તો બળવાન અને તેજસ્વી બને છે.’

આ કળિયુગમાં તો સંગઠન-બળની વિશેષ મહિમા છે. કહેવાયું પણ છે: संघे शक्तिः कलौ युगे ‘કળિયુગમાં શક્તિ સંગઠનમાં છે.’ અને સંગઠનની એકસૂત્રતા જાળવવાનો, સંગઠન-બળને ટકાવી રાખવાનો સાચો ઉપાય એ છે કે દરેક વ્યક્તિ પોતાના સંગઠનના અન્ય સાથીઓમાં દોષ જોવાને બદલે સંગઠનના મુખ્યનો આદર અને આજ્ઞાપાલન કરે. આ જ વાત સ્વામી વિવેકાનંદજી અને સ્વામી રામતીર્થજીના આ વચનોથી સ્પષ્ટ થાય છે:

‘જ્યાં સુધી દેશના નિવાસીઓ એકબીજાના દોષો પર ભાર મૂકતા રહે, ત્યાં સુધી તે દેશમાં એકતા અને પ્રેમ નહીં હોય.’

સ્વામી રામતીર્થજી
‘સંગઠન શક્તિ છે અને તેનું રહસ્ય આજ્ઞાપાલન છે.’

સ્વામી વિવેકાનંદજી