સગપણ
સાંજ નો વખત હતો. માણસના જીવનની સંધ્યા નો પણ વખત હતો. આવા એક જીવનની સંધ્યા વાત લઇ આવ્યો છુ.
એક બગીચામાં બે વૃદ્ધ વ્યક્તિઓ બેઠા બેઠા વાતો કરી રહ્યા હતા...
પહેલાની પૌત્રી ને ફૂલ પરીની જેમ પાળી હતી. ન ઘરનું કામ શીખવાડ્યું. ન ભોજન બનાવતા કે ન તો વ્યવહારમાં. આમ બસ તેનું સગપણ પણ એવામાં કરવા માંગતા હતા કે જે ઘર માં જાય તે ઘરમાં તેને કશું કરવું ન પડે.
પહેલો વૃદ્ધ, ‘મારી એક દીકરીની દીકરી છે, લગ્નની ઉંમરની છે... BE કરેલું છે, નોકરી કરે છે, ઉંચાઈ 5 ફૂટ 2 ઇંચ છે... સુંદર છે. કોઈ યોગ્ય છોકરો નજરમાં હોય તો જણાવજો.’
બીજો વૃદ્ધ, ‘તમારી દીકરીની દીકરીને કેવું કુટુંબ જોઈએ?’
પહેલો વૃદ્ધ, ‘કંઈ ખાસ નહીં... બસ છોકરાએ ME/M.Tech કરેલું હોય, પોતાનું ઘર હોય, ગાડી હોય, ઘરમાં AC હોય, પોતાનો બગીચો હોય, સારી નોકરી હોય, સારો પગાર હોય, લાખ રૂપિયા સુધીનો... પૌત્રી ને ફૂલ ની જેમ ઉછેરી છે એટલે ભૌતિક સુખ હોય તો સારું’
બીજો વૃદ્ધ, ‘અને બીજું કંઈ?’
પહેલો વૃદ્ધ, ‘હા, સૌથી મહત્વની વાત... એકલો હોવો જોઈએ. મા-બાપ, ભાઈ-બહેન ન હોવા જોઈએ... એ શું છે ને, ઝઘડા થાય છે...’
બીજા વૃદ્ધની આંખો ભરાઈ ગઈ, પછી આંસુ લૂછતાં બોલ્યા: ‘મારા એક મિત્રનો દીકરાનો દીકરો છે, તેના ભાઈ-બહેન નથી, મા-બાપ એક અકસ્માતમાં ગુજરી ગયા, સારી નોકરી છે, દોઢ લાખનો પગાર છે, ગાડી છે, બંગલો છે, નોકર-ચાકર છે...’
પહેલો વૃદ્ધ, ‘તો દીકરીની વાત કરાવો ને.’
બીજો વૃદ્ધ, ‘પણ એ છોકરાની પણ એ જ શરત છે કે છોકરીના પણ મા-બાપ, ભાઈ-બહેન કે કોઈ સગાં-સંબંધી ન હોવા જોઈએ... એમ કહેતાં એમનો ગળું ભરાઈ ગયું. પછી બોલ્યા: ‘જો તમારું કુટુંબ આત્મહત્યા કરી લે તો વાત બની શકે. તમારી દીકરીની દીકરીના લગ્ન એની સાથે થઈ જશે અને એ ખૂબ સુખી રહેશે...’
પહેલો વૃદ્ધ ગુસ્સામાં, ‘આ શું બકવાસ છે? અમારું કુટુંબ કેમ આત્મહત્યા કરે? કાલે એની ખુશીઓમાં, દુઃખમાં કોણ એની સાથે અને એની પાસે હશે?’
જીવનનું સત્ય છે માણસ એકલો રહી સકતો નથી, ને બીજો આવે તો સહન થતો નથી.
બીજો વૃદ્ધ, ‘વાહ મારા મિત્ર, પોતાનું કુટુંબ એ કુટુંબ છે અને બીજાનું કંઈ નહીં... મારા મિત્ર, તમારા બાળકોને કુટુંબનું મહત્વ સમજાવો. ઘરના મોટા, ઘરના નાના, બધા અપના માટે જરૂરી હોય છે... નહીં તો માણસ ખુશીઓનું અને ગમનું મહત્વ જ ભૂલી જશે, જિંદગી નીરસ બની જશે...
આપણે આપણી દીકરી માટે એકલતા વાળું ઘર ગોતતા હસું તો કોઈ તેની દીકરી માટે પણ એવું જ ઘર ગોતતા હશે.
સાથે રહેવાની જીવન માં ઘર એ એક પ્રયોગ શાળા છે. જેમાં માણસ
ત્યાગ ની ભાવના.
સહનશીલતા
પ્રેમ.
ભાવ.
ગુસ્સા પર કાબુ.
આ બધી વાતો જીવનમાં સંક્રાંત કરી શકે છે. જો આ વાતો જીવનમાં ન આવી તો વ્યવહાર માં માણસનો વિકાસ ખોરવી દેશે.
નોકરી કે ધંધો બેઉમાં મળતાવડો સ્વભાવ નહિ હશે તો ?...ખલાસ આગળ નહિ વધી શકે.
ક્યારેક મમ્મી પપ્પાએ ઉગ્ર કહી દીધું તો ખોટું ન લગાડ્સો. ભાઈએ લુચ્ચાઈ કરી જરા વધારે પડાવી લીધું તો જતું કરસો. આવી ઘણી વાતો ગૃહસ્થાશ્ર માં ગુણો ને જીવનમાં સાકાર કરી શકો છો.
દંપતી ભગવાનની નજીક ઝડપી જઈ શકે છે સન્યાસી કરતાં.
ગૃહસ્થાશ્રમ ભારતીય તત્વજ્ઞાનમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સંતુલન સાધતો જીવન માર્ગ છે. તે પરિવાર, સમાજ અને આધ્યાત્મિક ઉન્નતિનું પાયાનું સ્થાન છે.
धर्मार्थ काम मोक्षाणां आरोग्यं मूलमुतमम्।
रोगास्तस्यापहर्तारः श्रेयशो जीवितस्य च।।
ગૃહસ્થાશ્રમ ધર્મ, અર્થ, કામ, મોક્ષનું આધારસ્થાન છે, સમાજને સ્થિર કરે છે અને સ્વધર્મથી સુખ આપે છે.
તેનાથી આગળ કહું તો.
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज |
अहं त्वां सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: || 66||