સુધારણાની પદ્ધતિ
"आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपुः|
नास्त्युद्यमसमो बन्धुः कृत्वा यं नावसीदति" |
"મનુષ્યના શરીરમાં રહેલી આળસ જ તેનો સૌથી મોટો દુશ્મન છે, અને પરિશ્રમ જેવો કોઈ મિત્ર નથી, જે કામ કરીને તેને દુઃખી નથી કરતો."
કર્તુત્વાન રાજા પોતાની પ્રજાના આળસુ સ્વભાવથી ચિંતિત રહેતો હતો. તેના રાજ્યના લોકો અત્યંત આળસુ હતા. તેઓ કોઈ કામ કરવા માગતા ન હતા. પોતાની જવાબદારી તેઓ બીજા પર ટાળી દેતા હતા. તેઓ વિચારતા હતા કે બધું કામ રાજ્ય તરફથી જ થશે. એક રૂપિયામાં લાખ રૂપિયા – લોટરી ની આદત – આ જ બધી વસ્તુઓ છે જે માણસ ને મફત નું લેવા મજબુર બનાવે છે.
કર્તુત્વાન રાજાએ અનેક માધ્યમો દ્વારા તેમને આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે કોઈપણ રાજ્યમાં નાગરિકોની પણ કેટલીક જવાબદારીઓ હોય છે. રાજાએ ઘણી વખત સખત પગલાં પણ લીધાં, પરંતુ તેમાં કોઈ સુધારો થયો નહીં.
"कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम्।
इति ते संशयो मा भूत् राजा कालस्य कारणम्।" મહાભારત
આનો અર્થ એ છે કે રાજા, સમયને બનાવે છે કે સમય, રાજાને બનાવે છે—આમાં તમે ક્યારેય શંકા ન કરો. જાણી લો કે રાજા જ સમયને બનાવે છે.
એક વખત મફતની આદત જીવન માં ઘર કરી ગઈ એટલે જીવંત મૃત્યુજ સમજો.
એક દિવસ મંત્રીએ રાજાને એક યુક્તિ સૂચવી. નગરની વચ્ચે ચોક પર એક પથ્થર મૂકવામાં આવ્યો, જેનાથી અડધો રસ્તો બંધ થઈ ગયો.
સવારે-સવારે એક વેપારી ઘોડાગાડી લઈને ત્યાં પહોંચ્યો. જ્યારે ગાડીવાને તેને પથ્થર વિશે જણાવ્યું, તો તેણે ગાડી ફેરવી લીધી અને બીજા રસ્તેથી ચાલ્યો ગયો. ઘણા રાહદારીઓ પણ આવી જ રીતે પાછા ફરી ગયા.
ત્યારે એક ગરીબ ખેડૂત આવ્યો. તેણે આજુબાજુ રમી રહેલા છોકરાઓને બોલાવ્યા અને તેમની સાથે મળીને પથ્થર હટાવી દીધો. પથ્થર હટતાં જ ત્યાં એક કાગળ દેખાયો, જેના પર લખ્યું હતું—આને રાજા સુધી પહોંચાડો. કોઈને કંઈ સમજાયું નહીં. પણ આ વાત ગામે ગામ પહોચી ગઈ.
ખેડૂત કાગળ લઈને રાજા પાસે પહોંચ્યો. રાજાએ ખેડૂતને ભરપૂર ઈનામ આપ્યું.
ઇનામની વાત આખા રાજ્યમાં ફેલાઈ ગઈ. ઈનામના લાલચમાં હવે લોકો આવા ઘણા કામો કરવા લાગ્યા.
ત્યાર બાદ નદી જે ખુબ ગંદી થઇ ગઈ હતી. લોકો તેમાં કચરો ફેકતા અને ઉપરથી આવતો કાંપ નદી ની ઊંડાઈ ઘટાડી દીધી. જેને કારણે ચોમાસામાં પુર જેવી સ્થિતિ થઇ ગઈ જાતી.
રાજાએ જાહેર કર્યું. કે નદીમાં ગણા બધા રત્નો ફેક્યા છે. જેને મળે એના. લોકો નદી ખુંદી વળ્યા. નદી સાફ થઈ. અંદર નો કાંપ બહાર ઠલવાયો.
જેમ પશુ ન ચાલે તો તેની આગળ ગાજર લટકાવવામાં આવે. તેમ નગરજનોને આ વાત નો અંદાજ આવી ગયો. સાથે સાથે એ પણ અનુભૂતિ થઇ ગઈ કે મહેનત કરીને મેળવેલું જ અમૃત સમાન છે.
"उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।
न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥"
માત્ર ઈચ્છા કરવાથી કામ નથી થતું, પરંતુ મહેનત કરવાથી જ કામ પૂર્ણ થાય છે. જેમ સૂતેલા સિંહના મોંમાં હરણ જાતે નથી આવતું, તેને પણ શિકાર માટે મહેનત કરવી પડે છે.
वाणी रसवती यस्य,यस्य श्रमवती क्रिया ।
लक्ष्मी : दानवती यस्य,सफलं तस्य जीवितं ।।
જે મનુષ્યની વાણી મધુરતાથી ભરેલી હોય, જેનું દરેક કાર્ય પરિશ્રમથી ભરેલું હોય અને જેનું ધન દાન આદિ પરોપકારી કાર્યોમાં વપરાતું હોય, તે વ્યક્તિનું જીવન સાચા અર્થમાં સફળ છે.
श्रमेण लभ्यं सकलं न श्रमेण विना क्वचित् ।
सरलाङ्गुलि संघर्षात् न निर्याति घनं घृतम् ॥
શરીર દ્વારા મનથી કરવામાં આવેલું કાર્ય પરિશ્રમ કહેવાય છે. પરિશ્રમ વિના જીવનની સાર્થકતા નથી. પરિશ્રમ વિના ન તો વિદ્યા મળે છે કે ન તો ધન. પરિશ્રમ વિના ખાધેલું ભોજન પણ સ્વાદહીન લાગે છે. આથી આપણે હંમેશા પરિશ્રમ કરવું જોઈએ. પરિશ્રમથી જ કોઈ દેશ, સમાજ અને પરિવાર ઉન્નતિ કરે છે.
यथा हेकेन चक्रेण न रथस्य गतिर्भवेत्।
एव पुरुषकारेण विना दैवं न सिद्ध्यति।।
જે રીતે એક રથ એક પૈડાં વગર ચાલી શકતો નથી, તે જ રીતે આપણે સખત મહેનત કે પ્રયાસ વિના આપણું ભાગ્ય પ્રાપ્ત કરી શકતા નથી.
बलवानप्यशक्तोऽसौ धनवानपि निर्धनः |
श्रुतवानपि मूर्खोऽसौ यो धर्मविमुखो जनः ||
જે વ્યક્તિ કર્મઠ નથી અને પોતાનો ધર્મ નિભાવતો નથી, તે શક્તિશાળી હોવા છતાં નિર્બળ છે, ધનવાન હોવા છતાં ગરીબ છે અને ભણેલો-લખેલો હોવા છતાં અજ્ઞાની છે.
शरीरविगौरवश्च निरोगतां यत्र पश्यति।
જ્યાં કોઈ વ્યક્તિ શરીરને રોગમુક્ત જુએ છે, ત્યાં પરિશ્રમ સ્પષ્ટ દેખાય છે.
योगो हि प्रतिषेधनं शारीरं च समाहितम्।
યોગ એ સંયમ અને શિસ્ત છે, અને પ્રયાસ દ્વારા શરીર સંતુલિત રહે છે.
सपत्नं सादरं युञ्ज्यात् परिश्रमः फलोदयः।
પરિશ્રમથી સફળતા મળે છે, ભલે વિરોધનો સામનો કરવો પડે.