Work Astrology in Gujarati Philosophy by yeash shah books and stories PDF | કામ જ્યોતિષ

Featured Books
Categories
Share

કામ જ્યોતિષ

                      જન્મકુંડળીના ગ્રહો દ્વારા સેક્સ્યુઅલ ઇન્સ્ટિંક્ટ એટલે કે માનવીય જાતીયતાની વૃત્તિઓનો અંદાજ લગાવવો એટલે કામજ્યોતિષ. આ થોડો અટપટો પણ રસપ્રદ વિષય છે.

      (જે જ્યોતિષ વિષયમાં નવા હોય તે વાંચકો ને વિનંતી કે મારા જ્યોતિષ વિશે ની પ્રારંભિક સમજ વાળો લેખ અને જ્યોતિષ અને લગ્નમેળાપક વાળો લેખ વાંચી શકે.)

આદિમાનવ ના સમયથી આપણી પ્રારંભિક વૃત્તિઓ:

(૧) ભૂખ ,તરસ (૨) ભય (૩) સુરક્ષા (૪) નિંદ્રા (૫) સેક્સ (૬) અધિકાર

આ પ્રારંભિક વૃત્તિઓ આપણા સુસુપ્ત મગજ માં રહેલી છે. આ વૃત્તિઓ સમસ્ત જીવ સૃષ્ટિમાં ( તમામ પ્રાણીઓ,પક્ષીઓ તથા સજીવોમાં સમાન રૂપે વિધ્યમાન છે.. પરંતુ માનવજાતિમાં જેમ જેમ સમાજ,સભ્યતા, સંસ્કૃતિ નો વિકાસ થતો ગયો અને માનવે પોતાની વૃત્તિઓ ના આધાર પર વિકાસ ના નવા આયામો સર કર્યા. આજે આપણી પાસે ભૂખ અને તરસ માટે આટલી મોટી વસ્તી ને પહોંચી વળે એટલા ભોજન અને પાણી છે. ભયથી સુરક્ષા માટે આપણી પાસે સૈન્યબળ અને આવાસ છે. નિંદ્રા માટે આપણે હમેશા થોડો ,ઘણો સમય આપીએ જ છીએ. આજકાલ ના સમય માં નિંદ્રા પણ એક સળગતી સમસ્યા છે. જેના વિશે વિગતે વાત આપણે બીજા લેખ માં કરીશું.. 

                     રોજે રોજના ભોજન ,પાણી,આવાસ ની સુવિધાઓ બાદ અત્યારે માનવજીવનની લગભગ તમામ દોડ, અધિકાર અને કામવૃત્તિની આજુબાજુ દોડે છે. અધિકાર ની દોડ પૈસા , સામાજિક સ્તર અને જીવનધોરણની આસપાસ ફરે છે. તેમ જ કામવૃતિની બાબતો માં પણ પેહલા ના સમય કરતા ઘણા જ પરિવર્તન આવ્યા છે.

         આ લેખ નો મુખ્ય વિષય કામવૃત્તિઓ નું ગ્રહોને આધારે ચિંતન છે. એટલે સૌથી પહેલા જ્યોતિષ અને કામવૃત્તિઓના સંબધ ને જાણીએ.

                       આપણા શરીર માં બે પ્રધાન નાડી છે, જેને  સૂર્ય નાડી તેમ જ ચંદ્ર નાડી કહેવાય છે. આ બન્ને નાડી પ્રાણ નું વહન કરે છે, આ નાડીઓ સાથે અલગ અલગ બીજી ઘણી બધી બાબતો જોડાયેલી છે. આ નાડીઓ માનવ શરીરના ભાવ, વિચારો અને વ્યવહારો નું વહન કરે છે. નાડી અને શરીરના તાપમાન નો ઘણો ઊંડો સંબંધ છે.સૂર્ય નાડી અધિકાર અને મદ નું વહન કરે છે.ચંદ્ર નાડી  મમત્વ અને મત્સર નું વહન કરે છે. અને જ્યોતિષવિજ્ઞાનનો એક મત એમ પણ કહે છે કે કુંડળી માં જે પણ ગ્રહો દેખાય છે એ માણસ ના આંતરિક વિશ્વની નાડીઓ નું પ્રતિકાત્મક દર્પણ છે. માણસના અંતર માં જે સૂક્ષ્મ ફેરફારો આવે છે, તેનો સીધો સંબંધ તેની જન્મકુંડળીના ગ્રહો સાથે છે.

નાડીઓ માં રહેલી વૃત્તિઓ માણસ માં ઈચ્છાઓ ઉત્ત્પન્ન કરે છે.. અને ઈચ્છાઓ થી પ્રેરિત થઈને માણસ કર્મ કરે છે. કર્મ કરવાની ઈચ્છા વિના અથવા પ્રેરણા વિના કર્મ શક્ય નથી. આ નાડીઓ માં જ્યારે અશુદ્ધ અથવા વિનાશક વૃત્તિઓ વહન કરે છે ત્યારે માનવ શરીર ના તાપમાન માં પણ ફેરફાર આવે છે.. તેને વિનાશક વિચારો અને ઈચ્છાઓ પરેશાન કરે છે. ચિંતા,ક્રોધ,ઉદ્વેગ ,માનસિક લાગણીઓ ના ક્લેશ આ સર્વના કારણમાં માનવની મૂળ વૃત્તિઓની ગુણવત્તા કાર્ય કરે છે. અને આ વૃત્તિઓ જ તેને બાંધે છે, અને વૃત્તિઓ જ તેને મુક્ત કરે છે.એટલે કોઈ પણ રીતે જો માણસ આ સ્વાભાવિક વૃત્તિઓ અને તેના સમ્યક રૂપાંતરણનું વિજ્ઞાન તેમ જ કળા શીખી લે તો, તેના માટે સર્વશ્રેષ્ઠ પ્રગતિ ના દ્વારો ખુલી જાય છે. દરેક વિચાર,દરેક ભાવ અને દરેક આવેગ નું જુદુ તાપમાન હોય છે. આ તાપમાન ક્યારેક ઉત્સાહ આપે છે,ક્યારેક નિરાશા આપે છે. આ ઘણા સૂક્ષ્મ અધ્યયન નો વિષય છે, જેને યોગવિદ્યા કહેવાય છે. આસન, પ્રાણાયામ, ધ્યાન વગેરે શરીર ના તાપમાન ને અલગ અલગ રીતે સંતુલિત રાખવાની કળા છે.

         હવે દરેક માણસ,યોગ , પ્રાણાયામ, ધ્યાન વગેરે કરી શકતો નથી. અને યોગવિદ્યા એ દરેક ના રસ નો વિષય પણ ન હોય. પરંતુ જ્યોતિષવિદ્યા એક વૈકલ્પિક માર્ગ છે, જેના થકી વ્યક્તિ પોતાની જન્મ કુંડળી દ્વારા પોતાની વૃત્તિઓ નો અભ્યાસ કરી... અને કેટલાક સામાન્ય ઉપાયો અને પદ્ધતિઓ ને અપનાવી પોતાની વૃત્તિઓ તેમ જ જીવન માં પરિવર્તન આણી શકે છે. આમ મારા માટે જ્યોતિષ ભવિષ્ય ભાખવાનો નહી પોતાના તેમ જ બીજા ના અંતર નો અભ્યાસ કરવાનો વિષય છે.

   (વૃત્તિઓ જો સમજાય તો ઈચ્છા, બુદ્ધિ, પ્રભાવ અને કર્મ સમજાય છે.. અને કર્મ ના પરિણામો નો અંદાજ લગાવી જ્યોતિષીય ફલાદેશ કરી શકાય છે. તેમ જ ગોચર, દશા - અંતર્દશા દ્વારા આ ફલાદેશ નો સમય પણ નક્કી કરાય છે.પણ આ તો બહાર ની વાત છે.. ) 

હવે સમજીએ દરેક ગ્રહો મુખ્તવે કઈ વૃત્તિઓ બતાવે છે.

સૂર્ય : અધિકાર અને મદ

ચંદ્ર : મમત્વ અને મત્સર

મંગળ : વાસના અને ક્રોધ

બુધ : લાલચ અને સ્વાર્થ

ગુરુ: માન,સમ્માન ની લાગણી (ગુરુતા ગ્રંથી)

શુક્ર : લંપટ વૃત્તિ અને સૌન્દર્ય મોહ

શનિ : લોભ, પામવા ની વૃત્તિઓ (લઘુતા ગ્રંથી)

રાહુ : લાલસા, વ્યસન અને સ્વાર્થ કપટ વૃત્તિ

કેતુ : વિકાર અને વિકૃતિ, વિનાશ, અધીરાઈ, તડપ 

યુરેનસ : વિદ્રોહ 

નેપ્ચ્યુન: પ્રદર્શન અને લોકચાહના ની વૃત્તિ 

પ્લુટો: લુંટફાટ, પ્રલય અને વિનાશની વૃતિ 

અને આ જ વૃત્તિઓ જો રૂપાંતરિત થાય તો...

સૂર્ય : સત્તા, પ્રતિષ્ઠા અને નેતૃત્વ 

ચંદ્ર : કાળજી ,દયા, કરુણા,શાંતિ

મંગળ : સુરક્ષા,બળ, પ્રેમ ની પરાકાષ્ઠા, શારીરિક સુખ

બુધ : ઉદારતા અને પ્રસન્નતા

ગુરુ : સમ્માન અને પ્રગતિ

શુક્ર : પ્રેમ, સ્નેહ,કામુકતા, કલાત્મકતા અને રસિકતા

શનિ : દાન અને સેવા

રાહુ : યુક્તિ અને આયોજન

કેતુ : પીડામુક્તિ અને શુદ્ધિ 

યુરેનસ : જિજ્ઞાસા અને પરિવર્તનનો સ્વીકાર 

નેપ્ચ્યુન : લોક પ્રસિદ્ધિ અને સંપતિ

પ્લુટો: નવસર્જન, નવનિર્માણ 

હવે કામ જ્યોતિષ પર આવીએ:

        મનુષ્યની મૂળ વૃત્તિઓનીમાં કામ વૃત્તિ સૌથી પ્રબળ જણાય છે. કામવૃત્તિ એટલે કે Sexuality or Sexual Instinct એના જન્મ નું અને પોતાના જેવા બીજા મનુષ્યો ઉત્પન્ન કરવાનું મૂળ છે.જ્યોતિષ માં શુક્ર અને મંગળ એ બન્ને કામવૃત્તિ ના સહજ પ્રતીક છે. 

                શુક્ર અને મંગળ ની જન્મકુંડળી, ચંદ્રકુંડળી અને ,નવમાંશકુંડળી માં સ્થિતિ જોઈને વ્યક્તિ ની સહજ કામ નો અંદાજ આવે છે. આ ઉપરાંત જન્મકુંડળી નું ત્રીજું, અગિયારમું, સાતમું અને આઠમું સ્થાન, તેની રાશિ,ત્યાં સ્થિત ગ્રહો અને તેમની પર પડતા દૃષ્ટિ સંબધ થી વ્યક્તિ ના કામસુખ વિશે તારણો કાઢી શકાય છે. આ ઉપરાંત આજના સમય માં નેપ્ચ્યુન ગ્રહ પર પણ ચિંતન કરવું આવશ્યક છે. 

કેટલાક સિદ્ધાંતો

(૧) શુક્ર ,મંગળ ની એકબીજા પર દૃષ્ટિ,યુતિ, પરિવર્તન યોગ તેમ જ ડિગ્રી થી સંબધ બનતા પ્રબળ કામ વૃત્તિઓ પ્રવર્તે છે.

(૨) કેતુ અને મંગળનો કોઈ પણ રીતે નો પરસ્પર સંબંધ જાતીય વાસના અને અધીરાઈ આપે છે.

(૩) કેતુ ,મંગળ અને પ્લુટો નો સંબંધ અથવા તો મંગળ અને પ્લુટો નો પરસ્પર સંબંધ શારીરિક છેડતી અથવા બળાત્કારના યોગ જન્માવે છે.

(૪) કામ ત્રિકોણ એટલે કે ૩,૭,૧૧ માં સ્થાન માં સૂર્ય નું હોવું એ જીવન માં કામ તૃપ્તિ નું મહત્વ વધારે છે.

(૫) સાતમા સ્થાન માં મંગળ, શુક્ર નું પોતાના તત્વની રાશિ માં હોવું એ પણ પ્રબળ કામવૃત્તિ બતાવે છે.

(૬) કામ ત્રિકોણ તેમ જ બારમાં અને પહેલા સ્થાન નો રાહુ પ્રબળ કામ લાલસા અને અસંતોષ આપે છે.

(૭) ચોથા સ્થાન માં રહેલો કેતુ પણ વિચાર અને ભાવ માં કામવૃત્તિ ની અધીરાઈ અને પીડા આપે છે. કારણ કે ચોથું સ્થાન મન ,લાગણીઓ અને વૃતિઓ નું છે.

(૮) પ્લુટો અને કેતુ ની કામત્રિકોણ માં સ્થિતિ અથવા પાંચમાં ઘર માં મજબૂત સ્થિતિ માણસને અશ્લીલ વૃત્તિઓ આપી શકે છે.

(૯) રાહુ -શુક્ર અને ચંદ્ર નો સંબંધ પોર્ન ની લત આપી શકે છે. મંગળ અને કેતુ નો સંબંધ પણ કોઈ શુભ સ્થિતિ ના અભાવે પોર્ન એડિક્શન આપી શકે છે.

(૧૦)મંગળ દોષ એટલે કે જન્મ કુંડળી માં પ્રથમ,ચતુર્થ ,સપ્તમ,અષ્ટમ અને બારમે મંગળ ની સ્થિતિ માણસને ક્રોધી અથવા કામી બનાવે છે. 

આ સિવાય બીજા પણ યોગો છે, પણ લેખ વિસ્તાર વધી જાય માટે લખવાનું ટાળું છું.

અને યાદ રાખવું,

    મનુષ્ય ની મૂળભૂત વૃત્તિ કામવાસના પર તેના દેશ,    કાળ, પરિવાર,સમાજ,સમય ,સંસાધનો,ભાષા, સંપ્રદાય,શ્રદ્ધા,શાળા અને કેળવણી,મિત્રો ની સંગત અને તેની સાથે ઘટેલી ઘટનાઓ પણ અસર કરે છે.

આનો ભાગ બે વાંચવા ની ઈચ્છા હોય તો કમેન્ટ કરવી. આપનો પ્રતિસાદ મૂલ્યવાન રહેશે.

ધન્યવાદ.