part - 16 in Gujarati Anything by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 16

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 16

(અગ્નિ મહોત્સવમાંથી પોતાની પ્રજાને સહીસલામત રેતમહેલમાં લાવ્યાં પછી હેત્શિવા પોતાના કામમાં નજર કરી રહી હતી.નિલક્રિષ્ના વગર હેત્શિવાને રેતમહેલમાં ચેન પડતું ન હતું.એટલે આમતેમ આંટા મારતી ચિંતીત થતી હતી)

" નિલક્રિષ્ના ક્યારે આવશે ? ક્યાં હશે? "

એમ પોતાના ખંડમાં આવીને હેત્શિવા બબડતી હતી.

રેતમહેલનાં હરેક ખંડનાં દ્વારે દ્વારે મંત્રી વિજેન્દ્ર પહેરો ભરી રહ્યો હતો.ત્યાં અચાનક હેત્શિવાના ખંડ પાસે પહોંચતાં,ચિંતામાં વ્યાકુળ હેત્શિવાને જોઈને એને કહ્યું,

" તમે આમ વ્યાકૂળ ન થાઉં,નિલક્રિષ્ના હજુ અહીં જ છે.તમારી આ હાલત જોઈને મને એમ થાય છે કે,એનાં પૃથ્વીગમન પછી તમે એકલા કેમ રહી શકશો?"

આ ઉત્સવ વચ્ચે હેત્શિવાને અત્યાર સુધી એ યાદ પણ ન હતું કે,એને નિલક્રિષ્નાને લઈને પૃથ્વીગમન કરવાનું હતુ.આ દુઃખનાં વેગને ફરી દબાવી એને ધીરજ ધારણ કરી લીધી.ત્યાં જ થોડીવારમાં નિલક્રિષ્ના પણ વિરાસતનો ખજાનો સહીસલામત મુકીને સમયસર રેતમહેલમાં પહોંચી ગઈ હતી.માને મળવાની ઉતાવળ સાથે જ એ દોડતી હેત્શિવાનાં ખંડમાં આવી પહોંચી અને કહેવા લાગી કે,

"માની શક્તિ પાસે બીજી શક્તિઓ અસમર્થ છે.ત્યાં દેવો પણ કદાચ લાચાર હશે!હું કાળના પ્રવાહમાં ફસાઈ ગઈ હતી મા...!તે શીખવેલા પાઠે મને આ સંકટમાંથી મુક્ત કરી."

આમ કહેતાની સાથે નિલક્રિષ્ના એનાં ગળે વળગી પડી. ત્યાં જે થયું હતું તે બધી જ વાત એકી શ્વાસે હેત્શિવાને કહેવા લાગી.કંઈ રીતે એ પોતાનું શૌર્ય બતાવી હાડપિંજરની ગુફાનો દરવાજો બંધ થતાં પહેલાં બહાર નીકળી આવી હતી.એ બધું જ વિસ્તારથી એણે જણાવ્યું.

   આ વાત સાંભળીને હેત્શિવાને એમ થયું કે,"હવે મારી પુત્રી મોટી અને બહાદુર થઈ ગઈ છે.જેમ સુર્યનું ઊગવું નિશ્ર્ચિત છે એમ જ નિલક્રિષ્નાનું તેજ પૃથ્વી પર પથરાવુ નિશ્ર્ચિત જ છે.હવે નિલક્રિષ્ના પણ પોતાનું કુમળું શરીર છોડી શૌર્ય ભરી વિરતાથી પરાક્રમ બતાવવા લાગે‌ એટલે મારા મનને શાંતિ થઈ છે."

   હેત્શિવા એ માટે પહેલેથી જ સમૂદ્રથી બહાર નીકળવા નાનાં મોટાં ધણાં જુથો બનાવી લીધા હતાં.અને એ જૂથોને સમુદ્રની બધી દિશામાં ફેલાવી પણ દીધા હતાં.રાતના ભોજન પછી હેત્શિવાને આખી રાત ઉંઘ પણ ન આવી.કારણ કે,બહાર નીકળવામાં વૃંજા રાક્ષસીનો એને વધું ભય લાગતો હતો.એનાં મનને અનેક ખરાબ વિચાર ઘેરી વળતાં હતાં.અશુભ થવાનું હોય એવી આગાહી મળતા એનું શરીર ઉત્પાત મચાવવા લાગ્યું હતું.આજથી વીસ વરસ પહેલા એણે વૃંજાને જીવનદાન આપ્યું એજ એનાથી મોટી ભુલ થઈ ગઈ હતી.એ પળો જ્યારે એનાં મગજમાં આવી જતી ત્યારે એની આંખોમાં ઓચિંતો ક્રોધનો પ્રવાહ વહેવા મંડતો હતો.પોતાનાં પ્રાણ માટે એને બીલકુલ ભય ન હતો.એને પોતાની પુત્રી સમી નિલક્રિષ્નાની રહસ્યમય શક્તિ સમય પહેલાં કોઈ જાણી ન જાય એનો વધારે ડર હતો.

    નિલક્રિષ્નાને જવાનો દિવસ નજીક આવી રહ્યો હતો. એ માટે એક ખાસ વાતથી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.મંત્રી વિજેન્દ્ર અને બધાં રાક્ષસી જીવો સભાખંડમાં ધીમે ધીમે ઉપસ્થિત થઇ રહ્યા હતાં.
હેત્શિવા સભાખંડમાં પહોંચતાં જ ત્યાં પહેલેથી જ હાજર નિલક્રિષ્ના કોઈ હલચલ કરતી હોય એવું એને દેખાયું.હેત્શિવાએ નજીક જઈને જોયું તો નિલક્રિષ્ના પોતાનાં મસ્તક પરથી પોતે પહેરેલો એ ક્રાઉન ઉતારતી હતી.એની સાથે જ હેત્શિવાને એ મુગટ હાથમાં આપીને કહેવા લાગી કે,

  "આ ક્રાઉન તું જ રાખ મા,મારી યાદ આવે ત્યારે તું મને એમાં જરૂર જોઈ શકીશ...! જો જે તું તારી શીખવાડેલી બધી જ શીખથી હું આગળ વધતી જઈશ,અને એક દિવસ વોટર તાજ પહેરીને તારી સમક્ષ પાછી ઉપસ્થિત થઈશ..!"

   હેત્શિવા તરફ નજર કરતાં નિલક્રિષ્નાને ખબર પડી કે,"માની આંખોમાંથી આંસું વહી રહ્યાં છે." એ જોઈ એણે ફરી કહ્યું,

"હું આવીશ મા, તારી પાસે ફરી આવીશ...!
મને વચન આપ હવે તું રડીશ નહીં.બસ,તું તારું કર્તવ્ય નિભાવી આપેલું વચન પુર્ણ કર ! પૃથ્વી પર જવાનો મને કોઈ ગમ નથી."

  વિખુટા પડવાનાં શોકાવેગથી હેત્શિવા થોડી નબળી પડી ત્યાં એનાં શરીરનું બળ ક્ષીણ થઈ રહ્યું હોય એમ,ચેતના વિહીન થવા લાગ્યું.

હેત્શિવાનો પ્રભાવ જ એવો હતો કે સભાખંડમાં પગ મુકતાની સાથે એક દમ સન્નાટો છવાઈ જતો.અને આજ ઉપસ્થિત સૌએ હો હલ્લો મચાવ્યો હતો.હેત્શિવાની આંખ ભરાઈ જવાથી હવે સભામાં કોઈ વિશેષ વાત ન થઈ,અને બધાં ત્યાંથી બહાર નીકળી ગયા.

   હેત્શિવા નિલક્રિષ્નાને અહીંથી પૃથ્વી સુધી સુરક્ષિત લઈ જવા માટે ફુલ બંદોબસ્ત ગોઠવી રહી હતી.સાથે સાથે અભિન્ન અંગ જેવી નિલક્રિષ્નાને છોડવાનો શોકાવેગ પણ એને મહામુશ્કેલીથી ખાળ્યો હતો.આંખોમાં છલકતું સ્મિત ભરી એ નિલક્રિષ્ના તરફ આવી રહી હતી ત્યાં અચાનક આજનું ભોજન આરોગતી નિલક્રિષ્ના એને તેજહીન લાગી.એ જોઈ એ વિચારવા લાગી કે,

"પૃથ્વી પર જવાને હવે એક જ દિવસ બાકી છે,એનાં સમ્માનમાં તો કોઈ કમી નથી રહેતી ને ? એને કોઈ વસ્તુ માંગી હોય હું એને આપી શકી ન હોઉં કદાચ એટલે જ એનો ચહેરો મુરઝાયેલો લાગે છે." 

હેત્શિવાની મમતા આ બધાં શબ્દોમાં છલકાતી દેખાઈ રહી હતી.

  હેત્શિવા ઉંમર નિલક્રિષ્નાથી હજાર ગણી મોટી હતી. છતાં,પણ આજે નિલક્રિષ્નાનાં મૂરઝાયેલા ચહેરા પર હસી લાવવા એ પોતે નાનું સ્વરૂપ ધારણ કરી બાળક જેવી બનીને,અનેક જુદાં જુદાં રમૂજી નાનાં મોટાં ચહેરાઓ બનાવવા લાગી ગઈ હતી.એની સાથે દરીયાઇ પથ્થરો,વનસ્પતિ,વગેરે પહેલાંની તુલનામાં નાના મોટા આકારનાં થઈ રહ્યા હતાં.હેત્શિવા એનો ચહેરો શરીર કરતાં વધારે ફુલાવીને નિલક્રિષ્નાને હસાવવાની કોશિશ કરી રહી હતી.બન્ને સાથે મળતા એવું લાગી રહ્યું હતું કે,એ પાણીની લહેરોથી એકબીજાનાં શરીર ભીંજવી રહ્યા હતાં.લાગણીની લહેરો પણ વધારે હીલોળે ચડી રહી હતી.આવું થતાં નિલક્રિષ્ના એ લહેરોની મોજ માણવા માતાનો હાથ પકડી ને એની સાથે મસ્તીથી સમુદ્રમાં ઉંડે સુધી જઈ ઝૂમી ઉઠી હતી.આ દિવસ એ યાદગાર બનાવવા માંગતી હતી.તેથી તેણે આ દિવસમાં ક્યાંકને ક્યાંક આનંદ ઉલ્લાસ મળી રહે એવી જુદી જુદી જગ્યાએ નિલક્રિષ્ના સાથે આનંદ માણવાનું પહેલેથી જ નક્કી કર્યું હતું.

(ક્રમશઃ)

- કૃષ્ણપ્રિયા ✍️